Pollen - 39 in Gujarati Love Stories by Priya Patel books and stories PDF | પરાગિની - 39

Featured Books
Categories
Share

પરાગિની - 39

પરાગિની - ૩૯

પરાગ જે રીતે રિનીને તેની બર્થ ડેનું કહીને જાય છે તેનાથી રિની ઘણી ખુશ થઈ જાય છે. તે ખુશ થતી થતી જૈનિકા પાસે જાય છે અને આ ગુડ ન્યૂઝ તે જૈનિકાને કહે છે. જૈનિકા ઘણી ખુશ થાય છે અને તેને બેસ્ટ વિશીસ આપે છે.

સમર ગુસ્સામાં ટીયા પાસે જાય છે. ટીયાનો હાથ પકડી તેને પોતાના કેબિનમાં લઈ આવે છે.

ટીયા- શું કરે છે સમર તું? આમ હાથ પકડીને આવી રીતે કોણ લાવે?

સમર- બીજી બધી વાત કરવાનો સમય નથી મારી પાસે.. આ સીસીટીવીની ફૂટેજ છે મારી પાસે એમાં એવું દેખાય છે કે તું નમનનાં લેપટોપમાં કંઈક કરી રહી છે..! સાચું બોલ તું શું કરતી હતી?

ટીયાનાં હાવભાવ બદલાય જાય છે પણ તે અચકાયા વગર જૂઠ્ઠું બોલે છે, હું શું કરવાની નમનનાં લેપટોપમાં? કોઈ બીજી છોકરી હશે એ...!

સમર- બેશરમ... મારા મોં પર તું જૂઠ્ઠું બોલે છે.. સહેજ પણ શરમ નથી આવતી તને?

ટીયા- માપમાં બોલજે સમર... હું તારી થનારી ભાભી છું...

સમર હસતાં કહે છે, ભાભી તો તું મારી ક્યારેય નહીં બને... તું આ સીસીટીવી ફૂટેજમાં સાફ દેખાય છે કે નમનનાં લેપટોપમાંથી કોન્સેપ્ટ તે ચોરી કરી છે.

ટીયા- હા, પણ એવું પણ બને કે આની પાછળ કોઈ બીજું હોઈ? એટલે કે મુખ્ય સૂત્રધાર કોઈ બીજું જ છે...!

સમર- કોણ?

ટીયા- તારી મોમ....

સમર- કોઈના પર તું આમ આરોપ ના લગાવી શકે... અને મારી મોમ આવું શું કરવાં કરે?

ટીયા- આનો જવાબ તો એ જ આપી શકે છે...! મને તો ફક્ત એટલું જ ખબર છે કે જો આ પ્રોજેક્ટ ફેઈલ જાય તો બધુ નુકસાન પરાગને ભરવાનું અને સફળ જાય તો બધી ક્રેડિટ કંપનીને મળે.. આવી ડિલ તારી મોમ અને પરાગ વચ્ચે થઈ હતી...! તારી મોમએ તો કરીને પણ બતાવ્યુ.. પણ પરાગ બચી ગયો...!

સમરને જોરદાર આઘાત લાગે છે ટીયાની વાત સાંભળીને...! તે કંઈ જ બોલતો નથી.

ટીયા તેની પીઠ થપથપાવે છે અને કહે છે, કાવાદાવાંની દુનિયામાં સ્વાગત છે તારું...! અને ત્યાંથી જતી રહે છે.

સમર ગુસ્સામાં સીધો તેના ઘરે જવાં નીકળે છે.

ઘરમાં અંદર જતાં જ સમર જોર જોરથી તેની મોમને બોલાવે છે. દાદી આવીને સમરને પૂછે છે, શું થયું બેટા?

સમર- દાદી, મોમ ક્યાં છે?

દાદી- ઉપર તેના રૂમમાં હશે..!

સમર- (બૂમ પાડીને) મોમ જલ્દી નીચે આવો...

શાલિનીને સમરની બૂમ સંભળાતા તે ફટાફટ નીચે જાય છે.

શાલિની- શું વાત છે સમર કેમ બૂમો પાડે છે?

સમર- ભાઈ સાથે તમે કોઈ ડિલ સાઈન કરી હતી?

શાલિની- શેની વાત કરે છે? કંઈ ડિલ?

શાલિનીને ખ્યાલ આવી જાય છે પણ તે જૂઠ્ઠું બોલે છે.

સમર- એ જ ડિલની વાત કરું છું જેમાં ટીયાએ કોનેસેપ્ટ ચોરી કર્યો હતો અને બીજી કંપનીમાં મોકલી દેવામાં આવ્યો હતો એટલે આપણી કંપનીને જે નુકસાન થાય એ ભાઈ ભરે અને પ્રોફ્ટિ થાય તો કંપનીને મળે...! યાદ આવ્યું?

શાલિની- બેટા... તું શું વાત કરે છે... એવી કંઈ ડિલ થઈ જ નથી...

સમર- (ઊંચા અવાજે) મોમ..... મને બધી ખબર પડી ગઈ છે.... બસ જૂઠ્ઠું બોલવાનું બંધ કરો...

શાલિની- અરે ટીયાએ કોન્સેપ્ટ ચોરી કર્યો એમાં મારે શું લેવા દેવા?

સમર- હા, પણ કોન્ટ્રાક્ટ તો તમે જ ભાઈ પાસે સાઈન કરાવ્યો હતોને?

શાલિની કંઈ બાલતી નથી....

સમર- મને મારો જવાબ મળી ગયો....

સમર તેના રૂમમાં જતો રહે છે. દાદી સમરની પાછળ જાય છે.

દાદી સમરને સમજાવે છે.

સમર- દાદી સમસ્યાઓ ઓછી છે કે બીજી એક આવી જાય છે. ભાઈ એ શું બગાડ્યું હતું મોમનું કે મોમએ તેમની સાથે આવું કર્યુ?

દાદી- હવે તને ખબર પડી ગઈને કે તારી મોમ પરાગને પસંદ નથી કરતી...! આ બધી વાત નવીનને ના ખબર પડવી જોઈએ... એનો ગુસ્સો તને ખબર જ છેને..!

સમર- મોમ તો આમ પણ તેમની ભૂલ ક્યારેય નહીં સ્વીકારે...! હવે શું કરીશું?

દાદીને ચિંતાના લીધે બ્લડ પ્રેશર ઘટી જાય છે અને ચક્કર આવવા લાગે છે તેઓ સીધા બેડ પર બેસી જાય છે. સમર તેમને પકડીને સૂવડાવી દે છે.


શાલિનીને ચિંતા પેસી જાય છે કે હવે શું થશે એમ... તે તેની રૂમમાં જઈ ટીયાને ફોન કરી એક કેફેમાં મળવાં બોલાવે છે.

શાલિની- ટીયા તે આ શું કર્યુ? મેં તને પૂછ્યુ હતું કે કોઈએ જોયું તો નથી? અને તે એક વખત જોયું પણ ના કે ત્યાં સીસીટીવી કેમેરા લગાવેલા છે કે નહીં તે..?

ટીયા- મેં તમને કહ્યુંને કે મને નહોતી ખબર કે ત્યાં સીસીટીવી કેમેરા લગાવેલા હતા...! એક જ ચાન્સ હતો મારી પાસે એ ફાઈલ કોપી કરવાનો...! હવે શું કરીશું?

શાલિની- હવે કંઈ થાય એવું પણ નથી...! સમર તને કેમેરામાં જોઈ ચૂક્યો છે. પરાગને ખબર પડશેને તો તને તો દૂર મોકલી આપશે.. સાથે મારું શું થશે એ પણ ખબર નહીં..! ખબર નહીં કંઈ ઘડીમાં તને મેં કામ સોંપ્યું..! મૂર્ખ છોકરી..!

ટીયા- હું મૂર્ખ નથી.. પરાગની થવા વાળી પત્ની છું અને આ કંપનીની નવી માલિક પણ હોઈશ...

શાલિની- કંપનીની માલિક...? પહેલા અરીસામાં તારું મોં જોઈ આવ.. તું ફક્ત એક સાધારણ મોડેલ છે એના સિવાય કંઈ જ નહીં... તું તારા રસ્તે અને હું મારા રસ્તે..! આજ પછી મને મળતી નહીં અને હા, કોઈ પણ ચાલાકી કરીશ તો આ સીસીટીવી ફૂટેજનું રેકોર્ડિંગ પરાગને બતાવી દઈશ..!

ટીયા- મને બ્લેકમેઈલ કરતાં પહેલા મારા મોબાઈલમાં આ રેકોર્ડિંગ સાંભળી લો.

ટીયા જ્યારે ફાઈલ કોપી કરીને પેન ડ્રાઈવ શાલિનીને આપે છે તે સમયે તેની અને શાલિની વચ્ચે જે વાત થઈ હોય છે તે ટીયાએ તેના મોબાઈલમાં રેકોર્ડિંગ કરી લીધું હોય છે.

રેકેર્ડિંગ સાંભળીને શાલિની છક થઈ જાય છે. તેને ટીયાને કાચીપાચી ખેલાડી સમજી હોય છે પણ ટીયા તેનાથી પણ ચડયાતી નીકળે છે.


આ બાજુ નિશાને રજા હોવાથી તે સમરને ફોન કરે છે.

નિશા- હાય... શું કરે છે?

સમર- નિશા, મારી દાદીની તબિયત બગડી ગઈ છે.. તું આવી શકે છે?

નિશા- હા, હું હમણાં જ આવું છું.

નિશા કેબ બૂક કરાવી સમરના ઘરે પહોંચે છે. દાદીનું ચેકઅપ કરે છે. દાદીને દવા આપી સૂવડાવી દે છે.


પરાગ ઓફિસમાં હોય છે. આટલું બધુ થઈ જાય છે પણ તેને કંઈ જ ખબર નથી.. સમર પરાગને કંઈ જણાવવા નહોતો માંગતો..!

પરાગ જૈનિકાને ફોન કરી તેની કેબિનમાં બોલાવે છે.

જૈનિકા- મને ખબર પડી ગઈ કે તું રિનીને તેના બર્થ ડે પર પ્રપોઝ કરવાંનો છે..! શું વાત છે..! તું તો બહુ રોમેન્ટિક નીકળ્યો ને..!

પરાગ- હા, એતો છે જ પણ મને થોડું કન્ફ્યૂઝન છે કે એને બર્થ ડે પર શું ગીફ્ટ આપું?

જૈનિકા પહેલાં આડઅવળાં આઈડિયા આપે છે પણ પછી પરાગને તે કહે છે કે શું આપવું..!


દિવસ આમ જ પતી જાય છે. રિની રાત્રે જમીને તેના રૂમમાં એશા અને નિશાને જણાવે છે કે કેવી રીતે પરાગે કહ્યું કે બર્થ ડેનો દિવસ એનો હશે..! એશા અને નિશા ખુશ થઈ જાય છે.


આ બાજુ નવીનભાઈ ઘરે આવે છે. ઘરે આવી શાલિનીને બૂમ પાડે છે પણ તે ઘરે નથી હોતી... સમર તેની બેગ પેક કરી વીચે આવે છે.

નવીનભાઈ- ક્યાં ચાલ્યો?

સમર- થોડા દિવસ ભાઈનાં ઘરે રહેવા જાવ છું.

નવીનભાઈ- શું વાત છે? અચાનક? કોઈ દિવસ નથી જતો ને..!

સમર- વહેલો જવાનો હતો પણ દાદી એકલાં હતા.. તેમની તબિયત નહોતી સારી એટલે રોકાઈ ગયો હતો.. તમે આવી ગયા છો એટલે જાવ છું..

નવીનભાઈ- હા, પણ શું થયું છે? એતો કહે..

સમર- કંઈ નહીં... મોમ સાથે થોડું બોલવાનું થઈ ગયું હતું...

નવીનભાઈ- કંઈ વાત પર?

સમર- ડેડ તમે મોમને જ પૂછી લેજો.. એ તમને સવિસ્તાર જણાવશે.. હું નીકળું છું... તમારું અને દાદીનું ધ્યાન રાખજો.. બાય..!

નવીનભાઈ- હા...

નવીનભાઈ દાદીના રૂમમાં જાય છે અને સમર પરાગના ઘરે જવા નીકળે છે.


સમર પરાગના ઘરે પહોંચે છે. પરાગ નીચે ગાર્ડનમાં સોફા પર બેસી આઈપેડમાં અલગ અલગ જગ્યાઓ જોતો હોય છે.

સમર- ઓહો... ભાઈ મારા વગર શું પ્લાનિંગ કરો છો?

પરાગ- કંઈ નહીં..! શું વાત છે બેગ લઈને આવ્યો છે..! રહેવાનો છે?

સમર- હા, ભાઈ થોડા દિવસ રહીશ..

પરાગ- બધુ ઠીક તો છેને?

સમર- હા, ભાઈ..

પરાગ- સાચેમાં કંઈ પ્રોબ્લમ તો નથી થયોને?

સમર- ના, ભાઈ... કહેતા હોય તો જતો રહુ?

પરાગ- ના... હું તો એટલે પૂછું છુ કે તું તો તારી ગર્લફ્રેન્ડ સાથે નથી રોકાતો તો ભાઈ સાથે કેમનો..!

સમર- એ ગર્લફ્રેન્ડ છે... તમે મારા ભાઈ છો..!

પરાગ- ઓકે... સારૂં થયું તું આવી ગયો... હું ક્યારનો વિચારું છુ કે રિનીને ક્યાં લઈને જાવ અને ગીફ્ટમાં શું આપું?

સમર- ઓહ... બસ આટલી જ વાત?

પરાગ અને સમર સાથે બેસીને બધી જગ્યાઓ જઈ નક્કી કરે છે કે ક્યાં જવું.. અને રિનીને શું ગીફ્ટ આપવી..!


**********


સવારે જૈનિકા તેના ઘરના નજીકનાં ગાર્ડનમાં કસરત કરવા ગઈ હોય છે અને કસરત કર્યા બાદ યોગા કરતી હોય છે. ટીયા જૈનિકા પાસે આવે છે.

ટીયા- હાય.. જૈનિકા...

જૈનિકા- આટલી સવારે શું કરે છે?

ટીયા- થોડું કામ હતું... બે-ત્રણ સવાલ પૂછવા હતાં જવાબ મળી જશે એટલે જતી રહીશ... રિની પરાગને લવ કરે છે કે નમનને?

જૈનિકા- મને શું ખબર? રિનીને જઈને પૂછ... હું કંઈ ગામ ફોઈ નથી તારી જેમ...

ટીયા- હા, સારૂં... વીકેન્ડ પર કંઈ બહાર જઈએ? મૂવી જવા જઈશું?

જૈનિકા તેની જ ધૂનમાં બોલી જાય છે કે રિનીની બર્થ ડે આવે છે તો એની પાર્ટીમાં જવાનું છે..! પરાગ આપે છે પાર્ટી..! ઓહ.. શીટ... હું આની સામે ક્યાં બોલી ગઈ...!

ટીયા- શું? પરાગ રિનીની બર્થ ડે પાર્ટી આપવાંનો છે? મને મારૈ સવાલનો જવાબ મળી ગયો..! બાય..

જૈનિકા- હે ભગવાન... મેં આ શું કર્યુ? આ ચૂડેલને કેમ કહીં દીધુ..?


પરાગ ઓફિસમાં પહોંચી તેનું કામ પતાવે છે ત્યારબાદ એક ટ્રાવેલ એજન્ટને ફોન કરી એક જગ્યાની અને ત્યાંના હોટેલની બધી વિગતો મંગાવે છે એટલાંમાં જ રિની કોફી લઈનો કેબિનમાં આવે છે.

પરાગ તે એજન્ટને ઈ-મેઈલ અને ફોન કરવાનું કહીં ફોન મૂકે છે. પરાગ ફોન મૂકી ઊભો થઈ રિની પાસે જઈને ઊભો રહી જાય છે અને હાથમાં કોફી લઈને એક ઘૂંટ પીને કહે છે, તારા હાથની બનાવેલ કોફી પીને મારો દિવસ ચાલુ થાય છે. આ તારા હાથની બનાવેલ કોફી વગર હું અધૂરો છું.

રિની- ઓહ... એવું?

પરાગ રિનીની એકદમ નજીક જઈને હા કહે છે.


શાલિની સવારથી સમરને ફોન કરે છે પણ સમર જાણી જોઈને તેની મોમનો ફોન નથી ઉપાડતો..!

ઓફિસમાં કામ પૂરું થતા રિની ઘરે જાય છે અને પરાગ દાદીને ફોન કરી ઘરે જાય છે. દાદી ઘરેથી રસોઈયા પાસેથી જમવાનું બનાવી પેક કરી તેમના લોકરમાંથી એક વસ્તુ કાઢી તેને લઈને પરાગનાં ઘરે જવાં નીકળે છે.

પરાગ સ્વિમીંગ કરતો હોય છે અને સમર સોફા પર બેસી આઈપેડમાં કંઈક કરતો હોય છે.

સમર- ભાઈ પૂલમાંથી બહાર આવી કંઈ નક્કી કરશો?

પરાગ- નક્કી થઈ તો ગયું...!

સમર- ઓકે.. તો આપણી સાથે આવશે માનવ, રિનીની બે ફ્રેન્ડ્સ એશા અને નિશા, જૈનિકા અને બર્થ ડે ગર્લ રિની..!

પરાગ- ઓકે.. બરાબર છે. ફ્લાઈટની ટિકીટ બૂક થઈ ગઈને?

સમર- બધુ જ થઈ ગયું છે... હોટલનું બુકીંગ પણ થઈ ગયું છે.

એટલાંમાં દાદી પણ ખાવાંનું લઈને આવી જાય છે.

સમર- ઓહ.. પ્યારી દાદી..

સમર ઊભો થઈ દાદીને ગળે લગાવે છે.

દાદી- ચાલો પહેલા ખાઈ લો.. તમારી માટે ગરમ ગરમ પકોડા અને ચ્હા લઈને આવી છું..!

સમર- ઓહ... દાદી તમારો તો જવાબ નહીં...

દાદી- હા...

પરાગ પણ પૂલમાંથી બહાર આવે છે.

દાદી તેમનાં બેગમાંથી એક નાનું બોક્સ કાઢી પરાગને આપતાં કહે છે, લે બેટા તે જે વસ્તુ મંગાવી હતી તે...

પરાગ- થેન્કસ દાદી..

સમર- એક મિનિટ આ શું વસ્તુ છે? બોક્સ જોઈને લાગે છે કે કોઈ કિંમતી વસ્તુ છે..

દાદી- તારા કામનું નથી દિકરા...

સમર- જોઈને તો એવું જ લાગે છે કે કોઈ ખાનદાની વસ્તુ છે..

પરાગ- હા, મારી મમ્મીનું છે... હું કપડાં પહેરીને આવું..!

પરાગના ગયા બાદ સમર દાદીને પૂછે છે, ઘરમાં બધા કેમ છે?

દાદી- તારા પપ્પાને નથી કહ્યું..!

સમર- મોમ?

દાદી- કેવી હોય એની હાલત? પોતાનાં જ કરેલાં કર્મ પર રડે છે..!

સમર- હમ્મ....!

રાત્રે સૂતા પહેલાં રિનીને ફોન કરી પેકીંગ કરવાનું કહે છે શુક્રવારે સાંજે તૈયાર રહેવાનું કહે છે અને કહે છે કે પાસપોર્ટ પણ લઈ લેજો..! અને હા, નિશા અને એશાને પણ સાથે આવવાનું છે. બાય ટેક કેર.

રિની હા અને બાય કહી ફોન મૂકે છે.

શું પરાગ ફાઈનલી રિનીને પ્રપોઝ કરશે?

પરાગ રિની કંઈ જગ્યાએ લઈ જશે?

શું ટીયા ફરી કોઈ નવો પ્લાન બનાવશે?

જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ - ૪૦