Sakaratmak vichardhara - 14 in Gujarati Motivational Stories by Mahek Parwani books and stories PDF | સકારાત્મક વિચારધારા - 14

Featured Books
Categories
Share

સકારાત્મક વિચારધારા - 14

સકારાત્મક વિચારધારા 14
"સારે ગમ પધ ની સા" એટલે સારે ગમ ની વિદાય. હા,એવું નિશાંત નું માનવું હતું. નિશાંત એક શાળા માં સંગીત નો શિક્ષક હતો સાથે સાથે અલગ થી પણ સંગીત ના વર્ગો ચલાવતો.

નિશાંત નો એક મિત્ર ઈશાન. જે આઇ. ટી કંપની માં નોકરી કરતો હતો.તે નાની નાની સમસ્યામાં બહુ ચિંતિત થઈ જતો.ઈશાન જ્યારે નિશાંત ને મળે ત્યારે નિશાંત ઈશાન ને પૂછતો કે, શું વહેતા પાણી નો અવાજ સાંભળ્યો છે? શું ક્યારેય પણ પક્ષીઓ ના કલરવ ને માણ્યો છે? શું વાંસળી ના સુર ને સાંભળ્યો છે? શું એક રડતાં બાળક ને લોરી સાંભળતા જ ઊંઘ આવી જાય છે તેનું કારણ શોધ્યું છે?ત્યારે ઈશાન કહે છે," બસ,બસ મારા ભાઈ મારું મન આ કાલ્પનિક દુનિયા માં નથી દોડતું.મારું મન ટેકનોલોજી માં દોડે છે જ્યાં કારણ અને પરિણામ બંને દેખાવા જરૂરી છે માત્ર અનુભવ થી કામ ચાલતું નથી." પણ નિશાંત કહે છે" તને શું લાગે અનુભવ વિના આ કારણ અને પરિણામ શક્ય છે."

શનિ રવિ ની રજા માં મિત્રો ફરવા નીકળ્યા.ફરવા જતા રસ્તા માં કાર ખરાબ થઈ ગઈ.રાત્રિ નો સમય હતો આજુ બાજુ કોઈ પણ ગેરેજ નહોતો દેખાતો દૂર દૂર સુધી કશું જ ન દેખાતું હતું .ચાર મિત્રો હતા તેથી નિશાંત તેના એક અન્ય મિત્ર ને લઈને દૂર દૂર સુધી કંઇક શોધવા નીકળ્યો, ચાલતા ચાલતા દૂર થોડી રોશની દેખાતી હતી અને ત્યાં જ થોડા ગીતો ગાવા નો પણ અવાજ આવી રહ્યો હતો નિશાંત ત્યાં પહોંચ્યો તો જોયું કે ગાવા ની સાથે સાથે લોકો નાચી રહ્યા હતા તેમને જોતાં જ એ અજાણ્યા લોકો એ કોઈ પણ પ્રશ્ન કર્યા વિના તેમની પાર્ટી માં નિમંત્રિત કર્યા તેઓ પણ આ વાતાવરણ જોઇને ત્યાં જ ગાવા માંડ્યા અને નાચવા માંડ્યા નિશાંત તેના મિત્ર ને કહેવા લાગ્યો કે આમ,પણ સવાર પહેલા કંઇ પણ થવાનું નથી તો અત્યારે તો પાર્ટી માં જઈએ.પાર્ટી પત્યા પછી ત્યાં ના મુખી ને નિશાંત પૂછે છે કે,આ ઉજવણી શેની હતી?ત્યારે મુખી ખૂબ સરસ જવાબ આપ્યો .વિતેલા સમય માં આ ગામવાસીઓ એ ઘણી મુશ્કેલીઓ નો સામનો કર્યો છે અહીં પાણી અને અનાજ બંનેની બહુ અછત વર્તાતી હતી દરેક ઘર માં ભૂખમરો અને મન માં દુઃખ ની સ્થિતિ પ્રવર્તમાન હતી.આથી," મે વિચાર્યુ કે ,જો એક ઉજવણી કરવામાં આવે તો દરેક નું મન શાંત થાય અને કંઇક રસ્તો જડી આથી ,ગીત સંગીત ના કાર્યક્રમ નું આયોજન કરવા માં આવ્યું હતું."
પોતાની મુશ્કેલી ને દૂર કરવાની આ રીત નિશાંત ને ખૂબ ગમી.
આ રીતે સવાર ક્યારે પડી તેની નિશાંત અને તેના મિત્ર ને પણ ખબર જ ના પડી.

સવાર પડતાં જ નિશાંત અને તેનો મિત્ર જ્યાં કાર ખરાબ થઇ ગઈ હતી ત્યાં પહોચ્યા અને આખી રાત ની વાત કહી.ત્યાર બાદ હવે નિશાંત તેના મિત્ર ઈશાન ને પૂછે છે કાર નું ટેપ કામ કરે છે નહિતર મોબાઈલ માં તો મ્યૂઝિક ચાલતું જ હશે આપણે પણ ગીતો વગાડીએ અને ચા પીએ પછી આગળનું વિચારીએ.

આ રીતે દરેક નું મન શાંત થયું અને ત્યારબાદ ચારે મિત્રો એ મળીને ગાડી ને ધક્કો મારીને થોડો આગળ લઈ ગયા અને ગેરેજ દેખાયું. ત્યાર થી હવે ઈશાન ને જ્યારે કંઇ ના સમજાય એટલે બધું છોડી ને ગીતો સાંભળવા બેસી જાય છે.તેની પસંદ નું ગીત છે, " આગે ભી જાને ના તૂ પીછે ભી જાને ના તૂ બસ એક યહી પલ હૈ"

હવે ઈશાન પણ નિશાંત ના સંગીત ના વર્ગો માં હાજરી આપે છે.
મહેક પરવાની