મારી કવિતાની પંક્તિ્ઓ અહી રજૂ કરું છું. આપ સૌ
ને પસંંદ આવશે.
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
ખોબો ભરીને સુખ મળે
ને દુઃખના મળે તે દરિયા.
અશ્રુઓના સ્ત્રોતો વહી
આંખના કિનારે મળ્યા.
જૂજ હતી ઝંખનાઓ
સહેજ હતા સપનાઓ.
કોણ મળ્યું હશે સામે ?
પાંપણ થી પાછા વળ્યાં.
-@v
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
લાગણીનો દરિયો જાણે હિલોળે ચડયો છે,
વર્ષોથી શોધતો હતો જેને આજે મળ્યો છે.
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
નિહાળી જુઓ ચહેરો આપનો
પળે પળમાં ઉજાસ પથરાય છે,
દર્પણને પણ કરજો ટપકું કાળું
તમારી જ છબી એમાં દેખાય છે.
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
વરસો તો વિતાવી દઉં પણ ક્ષણ નથી જીરવાતી,
લંબાઈ આ સ્મરણની કોઈ કાળમાં નથી મપાતી.
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
સ્મરણની રેખાઓ મારા મનમાં અંકાય છે,
એકાંતના ખૂણામાં કોઈ આકૃતિ રચાય છે,
કાળી ની કટારી પણ આપે ના ઘા એટલા,
ને ક્ષણોની સોઈ મારા હૃદયમાં ભોંકાય છે.
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
તારા મન નાં કોઈ કિનારે એક વિચાર વહેતો મુકું છું,
આ દિલ ના સરવાળે પ્રેમ નો હિસાબ વહેતો મુકું છું.
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
બની પડછાયો સંગ રહેતો સમી સાંજ સુધી,
આકૃતિ બની ઘોળાયોં સપનાની રાત સુધી,
હોઈ સંબંધ ભલે આપનો વાતથી વાત સુધી,
તુજ મિલનની આશ મુજ છેલ્લા શ્વાસ સુધી.
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
હૃદય માં ધરબાયેલી ઈચ્છાઓ આજ ફરી જાગી છે,
અરસાઓ બાદ નયનોને તુજ દિદારની તલબ લાગી છે.
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
અધૂરો છે તું મારા વગર હું પણ અપૂર્ણ છું તારા વગર,
ફરી આવી જા જીવનમાં તને પણ જો પ્રેમ છે અગર.
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
ભલે એ તારો હોય કે મારો હોય
પણ એકાદ મિત્ર તો સારો હોય
અટવાઈ જવાય જો મઝધારમાં
ત્યારે એ જ મારો કિનારો હોય.
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
ક્યાંથી ક્યાં સુધી જાય છે એ રસ્તો ખબર નથી,
એમ જલ્દી પૂરી થઈ જાય એવી આ સફર નથી.
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
કહી ગયા એ યાદ કરતા રહેજો
ને ભૂલી જવા કસમ પણ આપે છે.
જખમ પણ એ જ આપે છે ને
એ જ વળી મરહમ પણ આપે છે.
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
તહેવારોની ઉમટી આ વણઝાર છે,
એમાં તમારું સ્મરણ પારાવાર છે
નથી વાર્તા આ કોઈ તારી જુદાઈની
આ તો માત્ર ને માત્ર એનો સાર છે.
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
અચરજ થાય છે મને કે આવું પણ થઈ શકે,
નાની અમથી વાતમાં પણ વતેસર થઇ શકે,
કોઈ પણ વાતને સામાન્ય કેમ સમજી લેવી,
અમથી અમથી વાતો પણ ક્યાં ક્યાં જઈ શકે.
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
શું કરવું ક્યાં જાઉં કંઇજ સમજાતું નથી,
આગળ રસ્તો છે કે કેમ કંઈ દેખાતું નથી,
કોશિશ કરું છું સંબંધોના તાગ મેળવવા,
પણ ઊંડાણ આ એવું છે ક માપાતું નથી.
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
પ્રેમ નો કોઈ ઈલાજ નથી કે કોઈ મારણ નથી,
કહ્યાં વિના થઈ જાય છે એનું કોઈ કારણ નથી.
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
ભલે અવનીની છાયામાં કે ગગનના તળે,
હરખઘેલા બની જાઉં જો એ ક્યાંય મળે,
સરિતા આવીને સમાંય જેમ સાગર મહીં,
એમજ એની ફોરમ મારા શ્વાસમાં ભળે.
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
મારા દરેક શબ્દો મહીં તારો સહવાસ છે,
કાગળ ને કલમ ને પણ તારો આભાસ છે,
અપાર નિરાશાઓ મહી માત્ર તું આશ છે,
તુજ થકી જ મુજ જીવનમાં અંજવાસ છે.
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
અણગમતા વિચારો ના વમળ મનને કેમ હંફાવી જાય છે,
અતીતની ઘટનાઓ ભાવિના સપના સળગાવવી જાય છે.
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
એમ અચાનક માર્ગમાં જો થશે મુલાકાત,
મૂખ પર ભયની રેખાઓ અંકાઈ જશે,
અકબંધ રાખી છે તે મારાથી જે વાત,
ચહેરા પરથી તારા એ વાત વંચાય જશે.
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
ચાલ્યા સૌ પતંગા સમીપ દીપકની,
તન-મનને દવ હવે લાગી ગયો છે,
રહી ગઈ એકલી સુંદર ક્ષણો એમજ
જુદા થવાનો વખત હવે આવી ગયો છે.
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
વિચલિત જોઈ મને મનમાં ને મનમાં મલકાયા કરે છે,
અશ્રુ ઓ રૂપી ભેટ તારી નયન મારા છુપાવ્યા કરે છે,
શું જગતના દરેક માનવીની આ જ દશા હોય છે પ્રભુ
કે પછી માત્ર અંજુની જ કિસ્મત આજમાવ્યા કરે છે.
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
તુજને નિહાળવા આતુર આ નજર
સામે હોવા છતાં કેમ નિહાળી શકે નહીં
હા તો વળી હદ થઈ ગઈ મુગ્ધતાંની
સ્વપ્ન હતું કે હકીકત જાણી શકી નહીં.
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
આશા રાખું છું કે મારી કવિતાની થોડી પંક્તિઓ અહીં રજૂ કરી છે જે આપને પસંદ આવી હશે.
આપનો અભિપ્રાય જરૂરથી જણાવશો.
સહકારની અપેક્ષાસહ
વેગડા અંજના એ.