salfi in Gujarati Short Stories by Ajay Khatri books and stories PDF | સેલ્ફી...

Featured Books
Categories
Share

સેલ્ફી...

દિવાળી વેકેશન ના દિવસો માં " નિહારિકા " તેનાં મમ્મીપપ્પા સાથે દાદા ઘેર ગામડે આવ્યાં હતાં .
દાદીમા હીંચકા પર બેઠાં બેઠાં માળા ફેરવતાં હતાં અને દાદાજી ફળિયામાં લીમડાના છાયેણે નીચે ખાટલા પર સૂતા સૂતા છાપું વાંચતા હતા .

નિહારિકા દાદાજી ને મળી અને લીમડાના ઝાડ પાસે જઈ ને હાથ લાંબો કરી મોબાઇલ સામું જોતી જોતી ચહેરા ને ત્રાસું કરી , આંખો ને ઝીણી કરતા ની સાથે હોઠને વાંકાચૂંકા કરવા લાગી મોઢાને વારંવાર મોબાઈલમાં જોયા કરતી હતી

તે જોઈ દાદાજીએ છાપું પડખે મૂકી ને પૂછ્યું ,
બેટા , આ તું શું કરે છે . ?
દાદાજી , આને મોબાઈલ ની ભાષા મા સેલ્ફી ફોટો પાડ્યો એમ કહેવાય .

બેટા અમારા જમાનામાં અમે કુલ્ફી લેતાં તે પણ ઉનાળામાં , આસેલ્ફીએ વળી શું છે ?

આ સાંભળી ને નિહારિકા જોરજોરથી હસવા લાગી તેનો અવાજ સાંભળીને કવિતા , સંજય અને જય પણ ત્યાં આવી ગયાં.અને દાદાજીની આસપાસ ગોઠવાઈ ગયાં.
નિહારિકા એ મોબાઇલમાંથી સેલ્ફી ફોટાઓ બતાવીને કહ્યું ‘ દાદાજી આને સેલ્ફી પોઝ કહેવાય , આપણે જાતે જ મોબાઇલમાં ફોટા પાડીએ એને સેલ્ફી ફોટા કહેવાય , સમજ પડી ? ' ‘

અમારા વખતમાં આવું બધું ક્યાં હતું કે તે એમને ખબર પડે ? '
બટકબોલી કવિતા બોલી .
પણ આવા ફોટા પાડીને એનું કરવાનું પણ શું ? ત્યારે દાદાજી એ પણ એ વાત મા સુર પુરાવ્યો અને આશ્ચર્ય રીતે પૂછ્યું
દીવાલે ટીંગાડવાના કે આલ્બમ રાખવાના ?

નિહારિકા એ સ્મિત સાથે મુખ મલકાવતા કયું કે દાદાજી આ તો ફેસબુકમાં મૂકવાના હોય ... એમાં આપણા ઘણા બધા ભાઈબંધો અને ... બહેનપણીઓ હોય , એ બધાં આ જૂએ અને આપણા વખાણ કરે .

વાત તો એટલી જ ને કે લોકો આપણા વખાણ કરે ઓહો .. બરાબર આ સેલ્ફી તો સમજાઈ પણ ફેસબુક એટલે શું ? નોટબુક અને બેંકની પાસબુક તો ખબર છે પણ આ ફેસબુક વળી કંઈ બુક આવે છે એ ખબર નથી . ' દાદાજીએ ભોળાભાવે પૂછયું .

દાદાજી ની આ વાત સાંભળી ને બધાં છોકરાં એકસામટાં હસી પડ્યાં . નિહારિકાએ મોબાઇલ દ્વારા ફેસબુક શું છે તે સમજાવાની કોશિશ દાદાજી ને કરતા આ આ જોઈ બધું સબ્ધ બની જોતા જ રહ્યા . તેમાં જાતજાતના ઘણા ફોટા હતા . નિહારિકા નાં મમ્મી , પપ્પા , અંકલ આન્ટી અને બીજા કેટલાય લોકોના પતિ પત્નીના ફોટા મૂકેલા જોઈ.
દાદાજી તાજજુબીથી જોતાં જ રહ્યા..કોઈએ વળી જોવાલાયક જગ્યાઓના ફોટા મૂક્યા હતા . આ બધું જોઈ દાદાજી બોલ્યા . પરણેલા હોય એને શું ફરજિયાત બેય માણસનો ફોટો ભેગો જ મૂકવો પડે એવો કોઈ નિયમ ફેસબુકમાં છે ? ” દાદીમાએ દૂર બેઠાં બેઠાં પૂછ્યું .

દાદી,એવ કોઈ નિયમ નથી , પણ હમણાં બે ત્રણ દિવસથી ‘ કપલ ચેલેન્જ ' એવો ટ્રેન્ડ ચાલુ થયો છે.એટલે બધા પરણેલા પોતાની પત્ની કે પતિ સાથે જોડે ફોટો મૂકે છે . ફેસબુકમાં આવું કંઈને કંઈ ચાલતું રહે.

‘આવા કપલ ચેલેન્જનો ફાયદો શું ? '
કપલમાં તો ખબર પડે છે . ઘણાં વરસ પહેલાં ગામના તલાટી એ નવી આવેલી યુવાન શિક્ષિકા સાથે પ્રેમલગ્ન કરેલાં તે બન્ને હાથમાં હાથ નાંખીને એક દિવસ તળાવની પાળે બેઠાં હતાં . તે જોઈને આખા ગામમાં હોબાળો થયેલો તે કહેતાં હતાં કે અમે કપલ છીએ.ત્યારે ખબર પડી કે પરણેલું ‘ જોડું હોય તેને કપલ કહેવાય.એ બેયની છાપ ગામમાં કપલિયા તરીકે પડી ગયેલી.
પણ આ ચેલેન્જ એટલે શું ? એ ખબર ન પડી દાદા બોલ્યા તેમને વાતમાં રસ પડ્યો.
‘ આમ તો ચેલેન્જ એટલે પડકાર ઉપાડી લેવો એવું થાય . કોઈ એવું અનોખું અદ્ભુત અને સાહસિક કામ જે બીજા ન કરી શકે અને આપણે કહીએ તો ચેલેન્જ કહેવાય ’ કવિતાએ દાદાને સમજાવ્યું . ‘ પતિ - પત્ની પોતાનો ફોટો ફેસબુકમાં મૂકે એમાં વળી ક્યો પડકાર ઊભો થાય અને ક્યાં અઘરું કામ છે. આના કરતાં અમારા જમાનામાં જુવાનિયા ઘણી ચેલેન્જનો સામનો કરતા તેવું દાદા એ જણાવતાં ની સાથે નિહારિકા એ કહયું . હે ! દાદા તમારા જમાનામાં પણ આવી કપલ ચેલેન્જ આવતી ? ” હસતાં હસતાં દાદાજી એ કહ્યું બેટા અમારા જમાનામાં મોબાઇલ તો હતા નહીં પણ કપલ ચેલેન્જ જરૂરથી આવતી. ગામના મુખીનો છોકરો એક મુસ્લિમ છોકરીને ભગાડી ને ગયેલો અને છાપામાં બન્નેનો ફોટો છપાયેલો.ગામ આખાનું વાતાવરણ તંગ થઈ ગયેલું . બોલો , આને કપલ ચેલેન્જ કહેવાય કે નહીં ? ” હા , હોં દાદા ! આ તો બહુ મોટી કપલ ચેલેન્જ કહેવાય . ’ બન્ને દીકરીઓ એક સાથે બોલી પડી . અને જુઓ આ ફોટો કહેતાં દાદાએ ખિસ્સામાં રાખેલ ડાયરીમાંથી એક બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો કાઢીને બતાવ્યો . ‘ દાદા , આ કોણ છે ? ” છોકરાંઓ જોઈને પૂછવા લાગ્યાં . આ મારો ને તારી દાદીનો ફોટો છે. તે મને મળવા છાની છૂપી મેળામાં આવેલી ત્યારે અમો બંને જણાં એ સાથે પડાવેલો . ' દાદાએ આંખ મિચકારી દાદી સામે જોઈ કહ્યું . ‘ પણ દાદા છાનીછૂપી શું કામ ? અમારા જમાનામાં લગ્ન પહેલાં પતિ પત્નીને મળવું હોય તો આમ જ મળવું પડતું . ' દાદીમા બોલ્યાં . અને દાદા , તમે બન્નેએ સાથે ફોટો પણ પડાવ્યો ? બન્ને દીકરીઓ એક સાથે બોલી : દાદા ખરી કપલ ચેલેન્જ તો આને કહેવાય ! દાદા દાદી બન્ને હસી પડ્યા અને કહ્યું કે હવે આપણે પણ નિહારિકા અને જય ના લગ્ન મા સેલ્ફી ફોટા પાડશું.. આ નિહારિકા દીકરી એ શીખવાડી દીધું છે.. કે ગમે તેવા દુઃખ મા હો તોય પણ મોબાઈલ સામે નો ફોટો કેમેરા આવતાં ની જ સાથે મોહ મલ્કી ઉઠે છે એ આ જમાના ની નવી વાત છે.. રતન..