CONCH AND OYSTER in Gujarati Motivational Stories by DINESHKUMAR PARMAR NAJAR books and stories PDF | શંખ અને છીપ

Featured Books
  • નિતુ - પ્રકરણ 33

    નિતુ : ૩૩ (લગ્ન) નિતુ રાત્રે ઘરે પહોંચી તો ઘરમાં શારદા સિવાય...

  • ભીતરમન - 39

    મારી વિચારધારા સવિતાબેન ના પ્રશ્નથી તૂટી હતી તેઓ બોલ્યા, "મા...

  • ખજાનો - 39

    ( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો....

  • હમસફર - 27

    રુચી : કેમ ? કેમ મારી સાથે જ આવું થાય હંમેશા જ્યારે પણ બધુ ઠ...

  • ફરે તે ફરફરે - 21

    ફરે તે ફરફરે - ૨૧   "તારક મહેતામા માસ્તર અવારનવાર બોલે...

Categories
Share

શંખ અને છીપ


શંખ અને છીપ................................. . (વાર્તા)
__________________________________________
હોઈએ જો શંખ, કરી સૂરનો યે સંગ,
અમે અંતરના નાદને જગાવીએ
મળી છીપલાંની જાત, અને દરિયો અગાધ,
અમે કેમ કરી મનને મનાવીએ

- દિનેશ પરમાર ' નજર
___________________________________________
દરિયા કિનારે ફરવા ગયેલા, સાગરચંદ્ર નમક્વાલા તો, દરવખત ની જેમ પોતાની ધૂનમાં આગળ ને આગળ ચાલતા હતા.
પણ અંધારું ઉતરતા ઘર તરફ પરત ફરતા સરિતાબેન, પોતાના મોટા દીકરા નિરવ ને રડતા છાનો રાખવા માથે હાથ ફેરવતા ફેરવતા, નાના તોફાની ધ્વનિત તરફ આંખ કાઢી ફરી બોલ્યા, "તને તો ભાઈ ની મજબૂરી ખબર છે? શું કામ તેને રડાવે છે? તેને શંખ ગમ્યો છે તો આપને, બદલામાં તું તેણે લીધેલું છીપલાનું રમકડું લઈ લે!"
પણ માને તો એ ધ્વનિત શાનો? બે ખભા ઉછાળી તેણે ફરી ના પાડી અને ગુસ્સાથી નિરવ તરફ જોતા બોલ્યો, " ના.. મને શંખ જ ગમ્યો છે ને પહેલા મેં લઈ લીધો તે શુ કામ આપું? "
દરવખતની જેમ મજબૂરન, સરિતાબેન આગળ દૂર ચાલતા પતિ સાગરચંદ્ર ને આંબવા, બંને દીકરાનો હાથ ઝાલી ઝડપથી ચાલવા લાગ્યા.

*************

સુરત ખાતે, અડાજણ વિસ્તારમાં, સરદારબ્રીજ ક્રોસ કર્યા પછી, સ્વામિનારાયણ મંદિર થી આગળ આવેલા વિશાલ નગર ની પાછળ આવેલી ભવનાથ સોસાયટીમાં રહેતા સાગરચંદ્ર નમકવાલા અને સરિતાબેન ને બે દિકરા, મોટાંનું નામ નિરવ જ્યારે નાનો ધ્વનિત હતો, નિરવ જન્મથી જ બહેરો-મૂંગો હતો,
બન્ને વચ્ચે ત્રણ વર્ષનું અંતર હતું.
ધ્વનિતને તેમના વિસ્તારની બાલમંદિર માં મુકવામાં આવ્યો, ત્યારે નિરવ પાંચ વર્ષ નો થતા સરિતાબેને પોતાના પતિને નિરવના ભણતર માટે વિચારવાનું કહેતા, સાગરચંદ્ર ગુસ્સામાં ધૂંધવાઈ ને, તોફાની મોજાની જેમ તાડૂક્યા, "બેસ ને છાનીમાની આ તકલાદી આઇટમ ને તારે ભણાવવી છે? ભણીને શું ઉકાળશે આ ડિફેક્ટેડ પીસ?"
સરિતાબેનના અંગેઅંગમાં જાણે શૂળ ભોકાંતી હોય તેવી વેદના થઈ આવી પણ દરવખતની જેમ ભાવહીન ચહેરા સાથે જોઈ રહેલા તિરષ્કૃત નિરવને જોઈ કશું બોલ્યા નહીં પણ તેમની આંખોમાં તરી આવેલા આંશુ ઘણું બધું બોલતા હતા," અરે.. રે.. મારા આ દીકરાને આજીવન પરોપજિવી થઈ આવી હાલતમાં જીવવું પડશે?"
દૂર ખૂણામાં નાનો ધ્વનિત, પપ્પાએ લઈ આપેલા કિમતી રમકડાંથી રમતો હતો. તેને અને નિરવને વારાફરતી જોઈ તે આંખો લુંછતી રસોડામાં ચાલી ગઈ..


**************

નિરવના જન્મ પછી જ્યારે, તે સાંભળતો નથી તેવી ખબર સાગરચંદ્રને પડી, ત્યારે શરૂઆતમાં ખૂબ રોયા હતા તે સારો થાય તેના માટે કઇંક મંદિરો ફરી બાધા રાખી કારણ ડોક્ટરો એ તો હાથ ઉંચા કરી દીધા હતા. પણ જેમ જેમ અસફળતા મળતી ગઈ તેમ તેમ તેમનો રોષ નિરવ તરફ તિરષ્કૃત ભાવમાં તબદીલ થતો ગયો. એટલે જયારે બીજી ડિલીવરીમાં ધ્વનિત નો જન્મ થયો ત્યારે, સાજા-સમા બાળક માટે રાખેલી બાધા પુરી કરવા તે હર્ષભેર કુળદેવીના મંદિરે દોડી ગયા હતા.
તેમને જેટલો અણગમો નિરવ પ્રત્યે હતો તેટલો જ ગમો ધ્વનિત પ્રત્યે હતો.
નિરવ, સ્વાભાવિક રીતે સાંભળી શકતો ન હતો તેથી બોલી શકતો પણ ન હતો. તે આંખોના ભાવથી કોઈ અપેક્ષા પ્રદર્શિત કરતો, પણ તેના પપ્પા અવગણના કરતા, તેની સામે ધ્વનિત જે માંગે તે, તેના પપ્પા અપાવતા.
તે ફેમીલી સાથે દર રવિવારે સવારે નાસ્તો કરી દરિયા કિનારે આવેલા કુળદેવીના મંદિરે દર્શન કરવા જતા. સાગરચંદ્ર તો ધ્વનિતને કાંઈ ન થાય તે માટે મા ને રીઝવવા જતા. મંદિરના ગર્ભગૃહમાં તે આગળ ધ્વનિત ને લઈ ઉભા રહેતા, જયારે પાછળ સરિતાબેન, નિરવને લઈ દર્શનમાં ઉભા રહેતા.
આરતી સમયે પૂજારી શંખ ફૂંકતો, ત્યારે સાગરચંદ્ર આંખો બંધ કરીને તેનો નાદ સાંભળતા, સરિતાબેન, ભાવભરી આંખે મા ને જોઈ, ભાવહીન નિરવને માથે હાથ ફેરવતા. જ્યારે ધ્વનિત શંખ- ધ્વનિથી આનંદીત થઈ આજુબાજુ જોયા કરતો.

***********

સરિતાબેને પોતાની રીતે તપાસ હાથ ધરી, બહેરા-મૂંગા ની, શાળા વિશે માહિતી એકત્ર કરી અને કમને તૈયાર થયેલા પોતાના પતિને લઈ, પાંચ વર્ષના નિરવ ને પ્રવેશ અપાવ્યો.
એક રવિવારે સાંજના સાગરચંદ્ર દરિયા કિનારે દર્શન કરવા ગયા હતા. ત્યાંથી પરત ફરતા દરિયાની રેત પર પાથરણું પાથરી, શંખ અને છીપલા માંથી બનાવેલા રમકડા વેચતા એક છોકરા પાસે જઈ નિરવે શંખ ઉઠાવી, તે લેવાનો તેની મમ્મીને ઈશારો કર્યો, હજુ તેની મમ્મી કાંઈ વિચારે તે પહેલા, ધ્વનિત ધસી આવ્યો અને નિરવના હાથમાંથી શંખ આંચકી લીધો.
નિરવ રડતા રડતા ઈશારો કરીને માંગતો રહ્યો. એટલામાં તેના પપ્પા ત્યાં આવી ચઢ્યા. રમકડા વેચતા છોકરા પાસે તે એકજ નંગ બચ્યો હતો. બાકી છીપલાંના ઘણાં રમકડા હતા. તેના પપ્પાએ આ બધું જોયું, પછી છોકરા પાસેથી છીપલાંમાંથી બનાવેલ કાચબાના રમકડાને લઈ, "લે... પકડ" ના ધ્રુણાસ્પદ ભાવ સાથે પકડાવી, ઉતરતી સાંજમાં નિરવના ચહેરા પરની હતાશા અને ઉદાસીને લિપિને વાંચવાની તસ્દી લીધા વિના ઝડપથી ઘર તરફ જવા ચાલવા લાગ્યા.
ધ્વનિત નાનો હોવા છતાં, તેના પપ્પા ના લાડપ્યારને કારણે ખૂબ તોફાની બની ગયો હતો.તેની મમ્મી નિરવનું સહેજ વધારે ધ્યાન આપતી તે પણ નિરવને ના ગમતું. તે નિરવની ઈર્ષા કરતો, ક્યારેક તો ખાનગીમાં તેની પર હાથ ઉપાડી દેતો. એકવાર આવી રીતે મારતા સરિતાબેન સંતાઈને જોઈ ગયેલા. પણ નિરવ કઈ રીતે ફરિયાદ અભિવ્યક્ત કરે?
તે રાતે સરિતા," મારા આ નિરવે કેટલી વાર મૂંગા મૂંગા માર ખાધો હશે?" ના વિચારે ઉંઘી ના શક્યા.
બીજે દિવસે સાતમું ધોરણ પાસ કરી આઠમા ધોરણમાં પ્રવેશેલા નિરવને કમને હોસ્ટેલમાં મૂકવા તૈયાર થઈ ગયા. ત્યારે સૌથી વધુ ખુશ કદાચ સાગરચંદ્ર હતા. ને પછી ધ્વનિત......
જ્યારે ઘરના અંધારે ખૂણે, મન મૂકીને રડતા સરિતાબેનનું રૂદન, આ ઘર માટે જાણે કે સાવ બહેરું અને મુંગું બની ગયું હતું.

************

બહેરા અને મૂંગા ની શાળામાં પાંચ વર્ષની ઉંમરે દાખલ થઈ ,સાઇનિંગ લેનગ્વેજ (શુધ્ધ ગુજરાતીમાં કહીએ તો સાંકેતિક કે ઇશારા ની ભાષા) માં ભણવા માટે દાખલ થયેલા, નિરવને ભણવામાં ખૂબ રસ પડતો હતો. તે હમેશાં આગળ રહેતો. સાત ધોરણ પાસ કરી દીધા પછી જ્યારે તેનેપ્રિન્સિપાલ સરે સાંકેતિક રીતે કહ્યું કે, "તારા મા બાપ તને હવે હોસ્ટેલમાં રાખવા માગે છે."
ત્યારે તેની આંખો, તેની બા થી છૂટા પડવાના વિચારથી ભરાઈ આવી, પણ બા ની આંખોમાં, તેને પિંજરામાંથી પંખીને મુક્ત કરાવ્યા નો ભાવ જણાતા તે ભારે હૈયે તૈયાર થયો.......

***********

નિરવે દસ ધોરણ (એસ એસ સી) પાસ કર્યા પછી, તેણે ડી. ટી. પી. નો કોમ્પ્યુટરાઈઝડ કોર્ષ કર્યા બાદ, તેની સંસ્થાના, માયાળુ અને ભલા સ્ટાફ દ્વારા માર્ગદર્શન આપી, નોકરી માટે અરજીઓ કરાવતા, નિરવને , ક્લાર્ક તરીકે, રેલ્વે વિભાગમાં નોકરી મળતા અને પશ્ચિમ વિભાગના મુખ્ય જંક્શન પર પોસ્ટિંગ મળતા તે, માબાપના આશીર્વાદ લેવા ઘરે ગયો.
તેના પપ્પાએ આશીર્વાદ આપવા ખાતર, ભાવહીન ચહેરે માથે હાથ મૂક્યો. જ્યારે એસ એસ સી માં આવેલો તેનો નાનો ભાઈ, જાણે તેના પ્રેમ, મિલ્કતમાં ભાગ પડાવવા આવ્યો હોય તેમ, મોઢું બગાડી બીજા રૂમમાં ચાલ્યો ગયો.
તેની બા સરિતા, તેને જોતાની સાથે, તેને બાઝી પડી, તેની આંખમાંથી, પહાડ ચીરી વહેતા ઝરણાની જેમ, આંશુઓ વહેતા રહ્યા. ક્યાંય સુધી પોતાના કરૂણ સર્જનને બચીઓ ભરી વહાલ કરતી રહી.
ને નોકરીના સ્થળે બહારગામ જવા સરિતાબેન ઘરની બહાર ઉભેલી રીક્ષામાં નિરવને બેસાડી પરત ફર્યા ત્યારે તે એકલા- અટુલા ઘરમાં જવા પરત ફરી રહ્યા......

***********

ધ્વનિત બારમું ધોરણ પાસ કરી આગળ એન્જિનિયરીંગમાં મહારાષ્ટ્રમાં એડમિશન મળતા, ખાનગી કંપનીમાં નોકરી કરતા તેના પપ્પાએ તેના માટેજ બચાવી રાખેલ બચતમાંથી ફી ભરી ત્થા હોસ્ટેલની ફી અને અન્ય ચાર્જ પણ ભરી દીધો.
લગભગ પાંચ વર્ષ પછી ડીગ્રી મેળવી ઘરે પરત આવેલા ધ્વનિતએ આગળ ભણવા, ઓસ્ટ્રેલિયા ભણતા તેના મિત્રો પાસે જવા જીદ પકડી. તેના પપ્પા નિરવને, પોતાના જીવનની ક્ષતિ સમજતા તે ઢાંકી દેવાના પ્રયત્નરુપે, નાનપણથી નિરવની બધી જ ઇચ્છા, અપેક્ષાઓ ને અવગણી ને, ફક્ત ને ફક્ત ધ્વનિત ની દરેક માંગ પોષતા આવ્યા હતા.
આ તેની જીદ શરૂઆતમાં, કાકલૂદી સ્વરૂપે, પછી ઈમોશનલ બ્લેકમેલ માં પરિવર્તિત થતા, પોતાની સઘળી બચત હોમી ધ્વનિતને એબ્રોડ મોકલ્યો...
પણ તે ગયો તે ગયો..
ત્યાં તેને સ્વરૂપવાન છોકરી સાથે લગ્ન કર્યા છે તેવા સમાચાર વાયા મિડિયા, સાગરચંદ્ર અને સરિતાબેન ને મળ્યા. પોતાને માટે દિવસ રાત એક કરી આ તબ્બકે પહોંચાડનાર ને , જે વર્ષે દહાડે એક ફોન કરી ખબર-અંતર પૂછવાની તસ્દી લેવાનું પણ ના વિચારતો હોય તેની પાસે બીજી અપેક્ષા શું રાખી શકાય?

**********

પોતાના ઉપેક્ષિત દીકરાને જોવાની ઇચ્છા દબાતે અવાજે જ્યારે સાગરચંદ્ર એ, પોતાની પત્ની પાસે ઢીલા થઈને વ્યક્ત કરી, ત્યારે સરિતાનું વ્યાકુળ મન પણ નાચી ઉઠયું.
નિરવ પાસે જવા માટે ઘરને તાળું મારતા પહેલા,સાગરચંદ્ર ડ્રોઇંગરૂમમાં રાખેલા પૂજા-ઘર પાસે ગયા. માને હાથ જોડયા, ત્યાં ધ્યાન, નાનપણમાં ધ્વનિતને અપાવેલ શંખ તરફ જતા તે, પોતાના બગલ-થેલામાં મૂક્યો.
ટ્રેન જ્યારે નદીના પુલ ઉપરથી પસાર થતી હતી, ત્યારે સરિતાએ નદીને હાથ જોડ્યા, ને પૈસાનો સિક્કો પાણીમાં નાખ્યો. સરિતાએ જોયું તો, સાગરચંદ્રએ બગલ-થેલામાંથી શંખ કાઢ્યો ને નદીમાં જોરથી ઘા કર્યો.
જ્યારે તેઓ રેલ્વેના સ્ટાફ ક્વાર્ટર્સ પહોંચ્યા. ત્યારે રવિવારને કારણે રજા હોઈ ઘરની બહાર રાહ જોતો નિરવ, બા-બાપુજીને જોઈ સામે દોડ્યો. તેની મૂંગા ચહેરા પર અપાર ખુશીની લહેરો ઉછળી રહી હતી.
તે બાને રીતસર નાના ટાબરિયાની જેમ બાઝી પડ્યો. આજે ઝીણવટથી તેના પિતા તેને જોઈ રહ્યા. તેમનું હૈયું તો ભરાય ગયેલું. ફક્ત આંશુ જ નીકળવાના બાકી હતા.
તેણે બાપુજી સામે જોયું ને તરત તે તરફ ફરી પગે લાગ્યો. સાગરચંદ્રની આંખમાં એકસાથે પચીસ વર્ષના અઢળક આંશુઓ નો જાણે મહેરામણ ઉમટી પડ્યો.
નિરવ તેમને પોતાના આ નાનકડા પણ ખૂબ સુંદર સજાવેલા ઘરમાં હાથ પકડીને લઈ ગયો. ઘરમાં કોઈ પૂજાની જગ્યા નહતી. પણ સામેની દિવાલે સુંદર ફ્રેમમાં, સરિતાબેન અને સાગરચંદ્ર નો રંગીન ફોટો શોભી રહ્યો હતો.
સરિતાબેન અને નિરવ થોડા આઘા-પાછા થયા ત્યારે, ફોટાની પાસે ગયેલા સાગરચંદ્ર એ ત્યાં સ્ટેન્ડ પર છીપલાંમાંથી બનાવેલા કાચબાને જોયો,
આજુબાજુ કોઈ નથી ની ખાત્રી કર્યા પછી, તેની પર બાઝેલી રજકણને દૂર કરવાના બહાને, છીપલાંના કાચબાને,પોતાના ગજવામાંથી રૂમાલ કાઢીને વહાલથી ક્યાંય સુધી લુંછતા રહ્યા........

******************
દિનેશ પરમાર 'નજર '