Dil A story of friendship - 8 in Gujarati Fiction Stories by Dr Jay Raval books and stories PDF | દિલ: એ સ્ટોરી ઓફ ફ્રેન્ડશીપ. - ભાગ-8: વણબોલાયેલી વ્યથા

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

Categories
Share

દિલ: એ સ્ટોરી ઓફ ફ્રેન્ડશીપ. - ભાગ-8: વણબોલાયેલી વ્યથા

ભાગ-8: વણબોલાયેલી વ્યથા


દેવ હાથમાં કેકનો ટુકડો પકડીને આંખો પહોળી કરીને આશ્ચર્યમાં ઉભો રહી ગયો. તેને ખબર ના પાડી કે શું થઈ રહ્યું છે. હમણાં રાશી તેને બોયફ્રેન્ડ બનાવવાની વાતો કરી રહી હતી અને પહેલેથી જ એતો લવની ગર્લફ્રેન્ડ છે. દેવે ઈચ્છા વગર મજબુરીમાં રાશીને કેક ખવડાવી.

"ઇટ્સ પાર્ટી ટાઈમ, ગાઈઝ. યુ...હુ..." લવે ચિચિયારીઓ પાડતા કહ્યું. પૂરો માહોલ સેટ હતો. ડીજે, લાઉડ સ્પીકર, કોલ્ડડ્રિંક્સ, ડોમીનોઝના પીઝા. પાર્ટી શરૂ થઈ. બધા ખૂબ નાચ્યાં. પાર્ટી કરી.

"ચાલો, હું નીકળું હવે. બહુ મોડું થઈ ગયું છે." ઇશીતાએ ઘડિયાળ જોતાં કહ્યું.

"થોડી વાર રોકાઈ જાને હવે, પછી આ રાશી પણ જાય જ છે." લવે કહ્યું.

"નહીં રહેવાય સમજ ને. સાડા નવ વાગી ગયા છે. ઓલરેડી મોડું થઈ ગયું છે. નવ વાગ્યાની ટાઈમ લિમિટ છે." ઇશીતાએ ચિંતાભર્યા સ્વરમાં કહ્યું.

" બે એવું કંઈ ના હોય હવે, કેટલી ફાટે છે તારી તારા બાપાથી." લવે હસતા હસતા કહ્યું.

"તું નહીં સમજી શકે બકા આ વાત, તું છોકરી નથી ને એટલે. ચલ બાય." પર્સ લઈને જતા જતા ઇશીતાએ કહ્યું.

"ઉભી રહે ,હું નીચે કાર સુધી મુકવા આવું છું." દેવે કહ્યું.

બંને નીચે ઉતર્યા. ઇશીતાએ કાર સ્ટાર્ટ કરી,પણ તે થઈ નહીં.
"યાર, આને પણ હમણાં જ બગડવાનું હતું. ઓલરેડી મોડું થઈ ગયું છે." ઇશીતાએ બેબાકળા થતા કહ્યું.

"રિલેક્સ. હું લવની કાર લઈને મૂકી જઉં છું, વેઇટ" કહીને દેવ ઉપર જઈને કારની ચાવી લઈને આવ્યો.

ઇશીતાને તેણે તેના ઘર આગળ ઉતારી અને થોડો આગળ જઈને અટકી ગયો. તેણે પાછું વળીને જોયું તો ઇશીતા તેના પપ્પા સાથે ઉભી હતી. તેણે દૂરથી તેમની વાતો સંભળાઈ રહી હતી. તે ઉભો રહી ગયો.

"કેટલા વાગ્યા?" ઇશીતાના પપ્પાએ ગુસ્સામાં પૂછ્યું.

"સાડા નવ." ઇશીતાએ નીચું જોઈને ડરતા ડરતા જવાબ આપ્યો.

"હાથમાં ઘડિયાળ, પર્સમાં ફોન છે?" ઇશીતાનાં પપ્પાએ ફરી પૂછ્યું.

"હા." ઇશીતા ધ્રુજવા લાગી.

સટ્ટાક દઈને એક તમાચો ઇશીતાના ગાલ ઉપર પડ્યો.

"તો પછી આટલું લેટ કેમ થઈ ગયું. આજ પછી ફરી વખત આવું થશે તો તારું એ દિવસથી બહાર જવાનું બંધ. જા અંદર."

ઇશીતા રડતી આંખોએ દોડતા દોડતા અંદર જતી રહી. દેવ કારમાં બેઠા બેઠા આ આખું દ્રશ્ય જોઈ રહ્યો. તેણે કાર સ્ટાર્ટ કરી. આખા રસ્તે તેનું મગજ એક જ વિચારોમાં ખોવાયેલું હતું, "આટલી વાતમાં આવું રિએક્શન!" એટલામાં તે ફ્લેટ પર પહોંચી ગયો.

"આવ આવ, બર્થડે બોય. રાશી હમણાં જ ગઈ. બેસ." લવે દેવને બેસવા ઈશારો કર્યો.

"કેવું લાગ્યું મારું સરપ્રાઈઝ, આ પાર્ટી?" લવે પૂછ્યું.

"મેં એકસ્પેક્ટ નહોતું કર્યું. પણ ખરેખર દિલથી થેન્ક્સ. અત્યાર સુધીનો સૌથી બેસ્ટ બર્થડે હતો આ." દેવે ખુશ થતા થતા કહ્યું.

"હજી તારી ગિફ્ટ બાકી છે." લવે ઉભા થઈને કહ્યું અને અંદર કંઈક લેવા માટે જતો રહ્યો.

"હજી શું બાકી છે? આટલું તો કર્યું." દેવે આશ્ચર્યમાં કહ્યું.

"આ ફ્લેટ કેવો લાગ્યો? આવ, તને આખો ફ્લેટ બતાવુ." કહીને લવ દેવને આખો ફ્લેટનો ખૂણો ખૂણો બતાવી દે છે.

"વાહ, ફ્લેટ બહુજ મસ્ત છે. કોનો છે?" દેવે પૂછ્યું.

"ભાઈનો પોતાનો." લવે જવાબ આપ્યો.

"અરે વાહ, તો પછી તું આવો ફ્લેટ છોડીને હોસ્ટેલમાં કેમ રહે છે?" દેવે ફરી પૂછ્યું.

"ગમ્યો ને તને. હવે સાંભળ મારી વાત. આ ફ્લેટની બીજી એક એક્સ્ટ્રા ચાવી છે. આ ચાવી આજથી તારી. ઈનફેક્ટ, આ ફ્લેટની તમામ વસ્તુઓ ઉપર પણ જેટલો મારો અધિકાર છે એટલો જ તારો અધિકાર છે. આજથી તારી જ્યારે પણ ઈચ્છા થાય ફ્લેટ પર આવાની, કોઈપણ કપડાં,સૂઝ જે કંઈપણ જોઈએ તારે, લઈ લે જે. મને પૂછવાની જરૂર નથી." લવે ચાવી આપતા કહ્યું.

"ના ના. આ મારાથી ના લેવાય." દેવે ઇન્કાર કર્યો.

"શું ના લેવાય હવે? નાટક બંધ કર ખોટા. તું મારો ભાઈ છે ભાઈ. અહીંયા તું અને ઈશુ જ મારી ફેમિલી છો અને ફેમિલી માટે આટલું યો કોઈપણ કરી શકે." લવે દેવની આંખોમાં જોઈને કહ્યું.

દેવ રડતી આંખોએ લવને ભેટી પડ્યો. તેણે ચાવી લઇ લીધી.
"અંકલ આંટી ક્યાં છે? દેખાતા નથી, ક્યાંય ગયા છે?"

"એ...એ...તો...બહાર ગયા છે." કહીને લવ બીજી દિશામાં ફરી ગયો અને તેના ચહેરા ઉપર ગમગીની છવાઈ ગઈ.

"ચાલ, આજે તારા બર્થડેની ખુશીમાં બોટલ ખોલવામાં આવશે. આજે તો તારે વહીસ્કી પીવી જ પડશે." કહીને લવે વાત બદલી કાઢી.

રાતનો શાંત સમય. બંને મિત્રો ગેલેરીમાં બે ગ્લાસ અને વહીસ્કીની બોટલ લઈને બેઠા. લવે પીવાનું ચાલુ કર્યું.

"બસ કર હવે. કેટલું હોય. અડધી બોટલ પતાવી દીધી તે." દેવે લવને સાંભળતા કહ્યું.

"આજે તો પીવાનું બને છે, મારા ભાઈનો બર્થડે છે. લવ યુ બ્રો." નશામાં ધૂત લવે બોલવાનું શરૂ કર્યું. "આજે આ ફ્લેટમાં રોનક લાગી છે, આજે એકદમ જીવંત થયું છે. બાકી આ ફ્લેટમાં આવવાનું મન જ નથી થતું."

"કેમ અંકલ આંટી નથી હોતા?" દેવે લવના ખભે હાથ મુક્ત કહ્યું.

"અંકલ આંટી તો પાંચ વર્ષથી મને જોવા પણ નથી આવ્યા. બસ દર મહિને ખાતામાં પૈસા આવી જાય છે. પાંચ વર્ષ પહેલાં ડિવોર્સ એમના થયા પણ લાગે છે કે અનાથ હું થઈ ગયો. બસ ખાલી આ એક ફ્લેટ આપી રાખ્યો છે જેથી મારે ક્યાંય ભટકવું ના પડે અને એ લોકો દૂર વિદેશમાં બંને ક્યાંય હશે. મને તો એ લોકો ક્યાં છે એ પણ નથી ખબર. પછી તું આવ્યો. તારી સાથે દોસ્તી થઈ. મને મારો ભાઈ માલી ગયો. એવું લાગ્યું કે મારો પરિવાર મળી ગયો. પરિવાર કોને કહેવાય ખબર નથી ઓન કદાચ આપણે જે છીએ એને જ પરિવાર કહેવતો હશે." કહીને લવ રડવા લાગ્યો.

દેવ આ બધું સાંભળીને સ્તબ્ધ થઈ ગયો. તેણે લવને ઉભો કર્યો અને કહ્યું," હું છું ને, તું ચિંતા ના કર. તારે કોઈની જરૂર નહીં પડે. તારો ભાઈ બેઠો છે. અમે તારી ફેમિલી જ છીએ. ચાલ સુઈ જા હવે અંદર જઈને." કહીને તેણે લવને બીજા રૂમમાં સુવાડી દીધો.

દેવ બહાર ગેલેરીમાં આઈને બેઠો અને વિચારવા માંડ્યો. તે હેરાન હતો. જે મસ્તીખોર, બિન્દાસ, હાજરજવાબી, નીડર, બડબોલા લવને તે જાણતો હતો એનાથી વિપરીત લવના આજે તેણે દર્શન કર્યા. તેને એ દિવસે થયું કે શું દરેક હસતા માણસો આવી જ રીતે પોતાનું દર્દ છુપાવતા હશે? માણસ પણ અજીબ હોય છે, પોતાનું દુઃખ એક હસતા ચહેરાની પાછળ છુપાવી દે છે અને પોતે એ હસતું મુખોટુ પહેરીને દુનિયાની સામે ફરતો રહે છે. લવને જ જોવોને, મને તકલીફ ન પડે એ મારે હંમેશા ખડેપગે ઉભો છે પણ ક્યારેય પોતાના દુઃખ વિશે જરાક પણ જાણ થવા દીધી નથી. તેને અચાનક ઇશીતા સાંભરી.

બાર વાગી ગયા હતા. તેણે વોટ્સએપ ખોલ્યું. જોયું તો ઇશીતા ઓનલાઈન હતી. તેણે મેસેજ કર્યો. "હાય. શુ કરે છે?"

થોડી વાર સુધી ટાઈપિંગ લખેલું બતાવ્યું અને પછી રીપ્લાય આવ્યો.
"કાલે સવારે મળીએ?? કોલેજ કેન્ટીન. મારી કાર સરખી કરાવીને લઇ આવજેને, પ્લીઝ."

"ઓકે." દેવે મેસેજ કર્યો. તેણે ફરી બીજો મેસેજ કર્યો
"આર યુ ઓલરાઈટ?"
મેસેજ રીડ કરીને ઇશીતા ઓફલાઇન થઈ ગઈ.
કોઈ રીપ્લાય ના આવ્યો.
દેવ વિચારવા લાગ્યો કમાલનાં મિત્રો મળ્યા છે એક પોતાનું દુઃખ દર્દ છુપાઈને જીવે છે અને એક ડરી ડરીને સહન કરતા કરતા જીવે છે. દેવ પણ પોતાનો ફોન મૂકીને વિચારો કરતા કરતા સુઈ ગયો.

*****************************

"લવ, હું ઈશુની કાર સરખી કરાવીને કોલેજ જાઉં છું. તું આવે છે કે પછી મળે છે." દેવે સૂઝ પહેરતા કહ્યું.

"બહુ હેંગ ઓવર છે. તું નીકળ. પછી મળું તને. બાય." કહીને લવ ફરી સુઈ ગયો.

દેવ ઇશીતાની કાર ઠીક કરાઈને કેન્ટીન પહોંચ્યો. ઇશીતા ગુમસુમ ચહેરે કારમાં બેઠી.
"કાર તું ડ્રાઈવ કરજે આજે."કહીને તે બારીની બહાર જોવા લાગી.

"ક્યાં જઉં છે?" દેવે પૂછ્યું.

"જ્યાં જઉં હોય ત્યાં." બહાર જોતા જોતા ઇશીતાએ કહ્યું.

દેવ સમજી ગયો કે ક્યાં જવાનું છે. તે કારને ડુમ્મસ લઇ ગયો.
બંને તેમના અડ્ડા ઉપર જઈને બેસી ગયા.

ઇશીતા દેવ સામે જોઈ રહી. "તને ખબર હતીને કે મારે અહીં જ જવું છે?"

"તારી રગ રગથી વાકેફ છું હું. તું ના કહેને તોપણ મને ખબર પડી જાય. લે, આ તારી ફેવરિટ કપ કેક પણ લઈને જ આવ્યો છું. મને ખબર હતી કે મેડમનો મૂડ નથી એટલે તારા મૂડને સરખો કરવાનો ઈલાજ આ એક જ છે. કપ કેક." દેવે કપ કેક આપતા કહ્યું.

"તું કેટલું ઓળખે છે મને આટલા ટૂંકા સમયમાં જ, અને કેટલાય ઘણા એવા લોકો છે જે વર્ષોથી જોડે રહે છે તો પણ નથી ઓળખી શકતા." ઇશીતાએ દરિયા સામે જોતા કહ્યું.

"શુ થયું? યુ કેન ટેલ મી એનિથિંગ." દેવે ઇશીતાના ખભે હાથ મુકતા કહ્યું. ઇશીતા દેવના ખભે માથું મૂકીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.

"મારા પપ્પાને મારી કાંઈ પડી જ નથી. ક્યાં સુધી હું મારી ઈચ્છાઓને મારીને જીવતી રહીશ. મારી મરજીનું એકપણ કામ હું ના કરી શકું. મારો ભાઈ કંઈપણ કરી શકે, એના મિત્રો સાથે બહાર ફરી શકે રખડી શકે રાતે મોડા સુધી. હું ખાલી અડધો કલાક મોડી પડી એમાં તો મારા ઉપર હાથ ઉઠાવી દીધો. મારી પણ ઈચ્છાઓ હોય, મારે પણ મારી મરજીથી જીવન જીવવું હોય. બધા જ રિસ્ટ્રીકશન છોકરીઓ માટે." ઇશીતાએ રડતા રડતા કહ્યું.

"તને ખબર છે મેં એન્જીનીયરિંગમાં કેમ એડમિશન લીધું? કેમકે એ બહાને મને ઘરમાંથી બહાર નીકળવા મળે, એ ઘરમાં મારો શ્વાસ રૂંધાય છે. એન્જીનીયરીંગના બહાને જેટલો સમય મને એ જેલમાંથી જમાનત મળે. જો હું એડમિશન ના લેત તો મારા લગ્ન થઈ ગયા હોત અત્યાર સુધીમાં." તે વચ્ચે અટકી અને દરિયકનારા સામે જોવા માંડી.

"યુ નો, જે દિવસે આપણા લોકોની ફ્રેન્ડશીપ થઈ એ દિવસે સાંજે મારા બર્થડેનાં દિવસે હું અહી આત્મહત્યા કરવા માટે આવી હતી. પણ એવું થયું નહીં. ભગવાનને કંઈક બીજું જ મંજુર હતું અને મને તમે લોકો મળી ગયા. બસ આના જ સહારે હમણાં તો હું જીવી રહી છું. તમે લોકો ના મળ્યા હોત તો આઈ ડોન્ટ નો, મેં શુ કર્યું હોત કે શું કરી રહી હોત. જીવતી પણ હોત કે નહીં ખબર નહીં. મારું આ બીજું જીવન તમને બંનેને જ આભારી છે." કહીને રડતી આંખોએ તે દેવની સામે જોઈ રહી.

દેવ આશ્ચર્યથી આ બધું સાંભળી રહ્યો. તેને માન્યામાં જ નહોતું આવતું. "કદાચ એ તને લઈને પ્રોટેકટીવ હોય, એટલે તારા પર આટલા રિસ્ટ્રીકશન મુક્યા હોય. તને ખબર છે ને આજકાલ છોકરીઓ સાથે કેવી ઘટનાઓ બને છે, રેપ,મર્ડર એન્ડ ઓલ." દેવે ઇશીતાને સમજાવતા કહ્યું.

"એવા રેપીસ્ટ અને ખૂનીઓને જીવવાનો કોઈ જ અધિકાર નથી. મને ઈવા લોકોથી ખૂબ નફરત છે. પણ એ લોકોને લીધે મારા જેવી કેટલીયે ગર્લ્સને સહન કરવું પડે છેને એનું શું?" ઇશીતાએ ભીની આંખોએ કહ્યું.

"કંઈ નહીં, જે થઈ ગયું એ ભૂલી જા. આવા વિચારો કાઢી નાખી મનમાંથી. એ વખતે પરિસ્થિતિ અલગ હતી જ્યારે તું સુસાઇડ માટે આવી હતી. હવે પરિસ્થિતિ અલગ છે. હવે તું એકલી નથી. તારી સાથે તારા બે બોડીગાર્ડ છે. હવે તારી પાછળ હું ઉભો છે. બસ હવે રડવાનું બંધ કર." દેવે તેના આંસુ લૂછતાં કહ્યું.

"થેન્ક્સ ફોર ધ કપ કેક. તને સારી રીતે ખબર છે કે મારે શું જોઈએ." ઇશીતાએ કપ કેક ખાતા કહ્યું.

"તને સિંગર બનવામાં પણ આ જ વસ્તુઓ રોકે છે ને? તારા પપ્પા, તારું ફેમિલી એન્ડ ઓલ." દેવે પૂછ્યું. ઇશીતાએ માથું ધુણાવ્યું.

"એક વાત કહું, આપણાં હક માટે લડાઈ આપણે પોતે જ લડવી પડે છે. તારી ઈચ્છાઓ, તારા હક, તારા સપનાઓ, એ બધું કંઈ એમનેમ નહીં પૂરું થાય. ફાઇટ કરવું પડશે." દેવે સમજાવ્યું.

"મારા ફેમિલી સાથે? કેવી રીતે લડું પણ?"

"તારા અસ્તિત્વને પુરવાર કરવા તારે જ આગળ આવવું પડશે. તારામાં હિંમત નહીં હોય, તો બીજું કોઈ કંઈ નહીં કરી શકે. દબાઈ દબાઈને રહેવાનું છોડ. કેટલીક વખત આપણી લાઈફ એક સચોટ નિર્ણયની દિશામાં પગલું લઈએ એના ઉપર જ નિર્ભર હોય છે. કેટલીક વખત એક સ્ટેપ એ આપણી લાઈફનું લાઈફ ચેન્જઇંગ સ્ટેપ હોઈ શકે છે. તને સપોર્ટ કરવા હું પાછળ ઉભો છું તને કશી તકલીફ નહીં પડવા દઉં. એકવાર ટ્રાય તો કર." દેવે તેનામાં આત્મવિશ્વાસ જગાડવા કહ્યું.

"એટલું સરળ નથી."

"એકવાર નિર્ણય તો કર. રસ્તો આપોઆપ નીકળી આવશે." દેવે હિંમત આપતા કહ્યું.

"હમણાં એ વસ્તુનો સમય નથી." ઇશીતાએ બચાવમાં કહ્યું.

"કોઈપણ વસ્તુનો સાચો સમય ના હોય. એને બનાવો પડે. ખેર જ્યારે રેડી હોય ત્યારે કરજે બસ, પણ કરવું તો તારે જ પડશે." દેવે કહ્યું.

"થેન્ક્સ. ફીલિંગ બેટર નાઉ. આઈ થિંક દરેકની પાસે તારા જેવો એક બેસ્ટફ્રેન્ડ તો હોવો જ જોઈએ. કેરિંગ, સમજવાવાળો, સમજાવાવાળો, લાઈક એક પર્સનલ થેરાપીસ્ટ, જે જ્યારે તમારી ભૂલ થતી હોય તો તમને સમજાવે, કંઈ ખોટું કરી રહ્યા હોવ તો તમને ધમકાવે, અને નોનસ્ટોપ તમારી બકબક કંટાળ્યા વગર હંમેશા સાંભળ્યા કરે, રડવા માટે ખભો આપે, આંસુ લૂછે. આઇ એમ વેરી લકી કે મને એવો જ એક નંગ મળ્યો છે." ઇશીતાએ દેવના ગાલ ખેંચતા કહ્યું.

"હું તો પહેલેથી જ કહેતો હતો પણ કોઈને કદર જ નહોતી." દેવે હોશિયારી મારતા કહ્યું.

"તને તો બે શબ્દો કહીએ એટલે ફૂલી જાય છે." દેવની ખેંચતા તેણે કહ્યું.

"પણ ખરેખર, થેન્ક યુ સો મચ. વી આર બેસ્ટ ફ્રેન્ડ ફોરેવર અનટીલ વર્લ્ડ એન્ડ્સ." કહીને દેવના ખભે હાથ મૂકીને ઇશીતાએ સેલ્ફી લીધી.

******************************

"અને ત્યારે મને સમજાયું કે મારું દુઃખ તો કંઈ હતું જ નહીં એ લોકોના દુઃખ આગળ. એ બંને આટલી માનસિક યાતનાઓમાંથી પસાર થઈ રહ્યા હતા, છતાં પણ એક શબ્દ ઉચ્ચાર્યો નહોતો. લવ બહારથી દેખાડવા માટે એકદમ કુલ હતો પણ અંદરથી એપણ દુઃખી હતો અને ઇશીતા, બહારથી ના ખબર પડે પણ અંદરથી એ છોકરી દબાઈને જીવી રહી હતી અને બધું સહન કરી રહી હતી.મને ત્યારે સમજાયું કે મને જેટલી એ લોકોની જરૂર છે એનાથી વધારે જરૂર એ લોકોને મારી છે. એ દિવસથી પછી મેં એ બંનેને સંભાળી લીધા. આવી કંઈક હતી અમારી ફ્રેન્ડશીપ." દેવે બીજો એક ફોટો નીચે મુકતા કહ્યું.

"આટલું સ્ટ્રોંગ બોન્ડિંગ! આટલા સારા ફ્રેન્ડ્સ. તો પછી આ બોન્ડ તૂટવાનું કારણ પણ એવું જ સ્ટ્રોંગ કંઈક રહ્યું હશે. આટલી ગહેરી દોસ્તી એમ જ ન તૂટી જાય." કાવ્યાએ કહ્યું.

"કહેવત સાંભળી છે ને પેલી,'તલવારના ઘા રૂઝાય છે, પણ વાણીના ઘા રૂઝાતા નથી." દેવે આગળ કહેવાનું શરૂ કર્યું.

(ક્રમશઃ)