આગળનાં અંકમાં આપણે જોયું કે સુજલ, રાકેશ, તોરલ અને રાધિકા બાળપણના મિત્રો હોય છે. તોરલના ભાઈ રાકેશને તોરલ અને સુજલ વચ્ચે કઈક હોય એવું લાગતાં માણસો મોકલે છે. સુજલ રાકેશને કહે છે એ માત્ર તોરલનો
મિત્ર છે. રાકેશને શાંતિ થાય છે. રાત્રે મંદિરેથી પાછા આવતાં તોરલ સુજલને સમજાવે છે કે એને સુજલ ગમે છે. હવે આગળ જાણીએ.
સુજલ: " ના, નથી સમજ્યો. મારે સમજવું પણ નથી. "
તોરલ: "તું ખોટું બોલે છે. બધું સમજવા છતાં તું ના સમજવાનો ઢોંગ કરે છે."
સુજલ: "તું જે સમજે એમ. આપણે તો આ જીવનમાં માત્ર મિત્રો જ રહી શકીશું. આનાથી વધારે કંઈ થાય એવી મારી દાનત પણ નથી અને હેસિયત પણ નથી."
તોરલ: "તને કોઈકે કંઈ કીધું લાગે છે. આપણા વચ્ચે આજ સુધી ક્યારેય હેસિયત નથી આવી. હા, તારા મનમાં બીજી કોઈ વાત હોય તો મને કહી દે. " (ગુસ્સે થયેલી તોરલ કહે છે.)
સુજલ: "હવે તું વાતને સમજતી નથી? અચાનક તને કેમ હું ગમવા લાગ્યો? "
તોરલ: "અચાનક, તને આ બધું અચાનક લાગે છે. આજ સુધી તારા સાથે લાગણી અચાનક લાગે છે. મારાં ભાઈ - બહેનને જે ના ખબર હોય એવી બધી વાત તને કીધી છે. જ્યારથી સગાઈ થશે એવું ખબર પડતા મમ્મી જોડે સગાઈ આઠમ પછી થાય એના માટે કરગરતી રહી છું. કારણકે તું જન્માષ્ટમી વખતે અહી હોય છે. તને મનની વાત કહેવા ક્યારથી ઉતાવળી હતી. પણ તું કેમ આમ કરે છે એ નથી ખબર પડતી? "
સુજલ: "તને એવું લાગતું હતુ તો તારે મને પહેલા વાત કરવી જોઈએ. મેં તને એક મિત્ર જ ગણી છે. મારી ખાસ મિત્ર. બસ હવે આપણે આના વિશે વાત નહી કરીએ. "
તોરલ: " સારું, તને નાં ગમતી હોય તો આ વાત નહી કરું. તું જેમ કહીશ એમ જ કરીશ. " (કહીને આંખમાં આવેલાં આંસુ લુછી નાખે છે. )
થોડીવારે રાકેશ ગાડી લઈને આવે છે અને બધાં ગાડીમાં ગોઠવાઈ જાય છે. સુજલ રાકેશ સાથે આગળ બેસે છે.
મુખીને ઘરે આવીને ગાડી ઊભી રહે છે.
તોરલ તરત જ બહાર નીકળીને ઘર તરફ જતી રહે છે. રાધિકાને આ વાત કઈક અલગ લાગે છે. તે પણ તોરલ પાછળ જાય છે.
સુજલ પોતાનાં ઘરે આવીને ચૂપચાપ સૂઈ જાય છે. એના મમ્મીને અણસાર આવી જાય છે પણ સવારે વાત કરવાનું વિચારી સુવા જાય છે.
બીજા દિવસે રાધિકા સુજલના ઘરે આવે છે ત્યારે એના મમ્મી કાલની વાત પૂછે છે. રાધિકાની વાત સાંભળીને સુજલના મમ્મી સુજલને એનો જવાબ પૂછે છે. સુજલને તોરલ ગમતી હોવાથી બધી વાત એની મમ્મીને કરે છે.
સુજલના મમ્મી વાત સાંભળીને રાધિકાને કહે છે તોરલને અત્યારે સમજાવ અને જેમ મુખી કહે એમ ચાલવા દે. તોરલને કહેજે સગાઈ ભલે બીજે થાય લગ્ન તો સુજલ જોડે જ થશે. રાધિકાને બધો પ્લાન સમજાવી સુજલના મમ્મી રાધિકા સાથે તોરલના ઘરે જાય છે.
આ તરફ તોરલ પોતાને રૂમમાં બંધ કરી રડતી હોય છે. ત્યાં જ રાધિકા આવીને એને સુજલના સમાચાર આપે છે અને બધી વાત જણાવે છે. થોડીવારે રાધિકાના કહેવા પ્રમાણે તોરલ તૈયાર થઇને સુજલના મમ્મીને મળવા આવે છે. ખૂશ થઈ તોરલ સુજલના મમ્મીને ભેટી પડે છે.
(ક્રમશ:)
સુજલના મમ્મીનો પ્લાન શું હશે? તોરલ સુજલ પાછા એકબીજાંને મળશે? સુજલના જીવનમાં શું પરિવર્તન આવશે? શું તોરલના લગ્ન સુજલ સાથે થઈ જશે? આ બધાં પ્રશ્નોના જવાબ મળશે આગળના અંકમાં. ત્યાં સુધી આ અંકને અહી વિરામ આપીએ... તમને આ અંક કેવો લાગ્યો, તમારા અભિપ્રાય અને સૂચનો જણાવી શકો છો.
Email:tejdhar2020@gmail.com
Insta: tejdhar2020