( નમસ્કાર મિત્રો મારુ નામ પરમાર રોનક છે અને હું જામનગરમાં રહું છું. મેં માતૃભારતીની ઘણી પુસ્તકો વાંચી છે અને મને ગમી પણ છે તે બધી પુસ્તકો. અને હવે મારી વારી છે માતૃભારતીમાં કઈક લખવાની. તો છે sci-fi વાર્તા .
પ્રિન્સ પટેલ નામનો 14 વર્ષનો બાળક જે ને તેના દાદા એ બનાવેલી સમય યાત્રાની ઘડિયાળ મળી જાય છે અને તે જ ઘડિયાળ થી તે પૃથ્વી ઉપર આવે છે . પણ પ્રશ્ન તે છે કે તે પૃથ્વી ઉપર આવીઓ જેવી રીતે , તેની સાથે એવું શું થયું અને એવા જ અનેકો સવાલના જવાબ દેશે આ સ્ટોરી . )
Writer - Parmar Ronak
Chapter : 1
હું એક alien છું . . .
એ સફેદ પ્રકાશ પછી હું પૃથ્વી માં આવી ગયો.પૃથ્વી ઉપર મારા જેવા જ માણસો હતા.પણ હું કોઈને પણ ઓળખતો નહોતો. પછી ધીરે ધીરે મને આંયા ગમવા લાગ્યું અને હું આંયા ખુશ છું. મને નેગ્યુની જરા પણ યાદ નથી આવતી કારણ કે આંયા તે ' F-7 'નથી...
લગભગ તમને કઈ ખબર નહીં પડી હોય કે હું શું કહું છું.મારુ નામ ' પ્રિન્સ પટેલ ' છે.હું નેગ્યુનો માણસ છું. કે તમારી માટે હું એક alien ( પરગ્રહ વાસી ) છું.હું પેરલેલ દુનિયા ( parallel universe ) થી છું. પણ તમને એક પ્રશ્ન થતો હશે કે આ પેરલેલ દુનિયા , તે ક્યાં આવી ? તો પેરલેલ દુનિયા એટલે જ્યાં તમે છો , તમારા માતા - પિતા છે અને તમારી આસપાસની તમામ વસ્તુઓ ત્યાં છે પણ થોડી અલગ રીતે. જ્યાં આ બધી વસ્તુઓ અને લોકો હોઈ શકે અને ન પણ હોઈ શકે. ન સમજાય તો Google કરી લો.
હા , હું ત્યાં થી જ આવીયો છું.પણ તમે જેવો વિચારો છો તેવો હું નથી. મારી એક નાક છે એકદમ તમારી જ જેમ , મારે પણ બે આખું , બે હાથ , એક મગજ , બે પગ અને તમારી જેમ જ મારા શરીરના અંદર એ બધા અંગ છે જે તમારી પાસે છે.
હોઈ શકે છે કે તમે મારા વિશે સાંભળીયુ હશે પણ તમને લાગ્યું હશે કે હું ખોટો છું . કારણ કે પૃથ્વી ના વિજ્ઞાની ઓ એ મારી જાચ કરી . અને તેમને કઈ પણ ન મળ્યું. અને અંતમાં મને એક વેટરની નોકરી મળી ગઈ. કમાલની વાત તો એ છે કે હું જે હોટલ માં કામ કરૂં છું તેની મલિક મોહિની દીદી છે જે નેગ્યું માં શ્યામા ના નામ થઈ ઓળખાતી હતી.જે અમારી મિત્ર હતી. ફક્ત અમે મિત્ર જ નહોતા હું તેને પ્રેમ પણ કરતો હતો. પણ તે મને દરફેરે અવગણતી (ignore ) કરતી હતી. અને તેના જ કારણે હું પૃથ્વી ઉપર આવીયો તેથી તેનાથી મને નફરત થઈ ગઈ છે પણ મોહિની દીદી સારા છે. તે પણ મારા મિત્ર છે પણ માત્ર મિત્ર.
F-7 ભલે પૃથ્વી ઉપર ન હોય પણ તે મારી યાદોમાં છે અને રહશે જ . હું પૃથ્વી માં F-7 નથી બનાવી શકે તો કારણ કે અન્ય ' મોયું ' નામનો પદાર્થ નથી .
કોઈએ મારી સ્ટોરી ભરોસો ન કરીઓ તેથી મેં વિચારિયુ કે હું મારી સ્ટોરી પોતે લખી . કોક તો એવો માણસ હશે જે મારી સાચી સ્ટોરીને ખોટી નહીં કહે .એટલે આ વાત ખોટી થશે કે હું મારી સ્ટોરી અંત થી સારું કરું , નથી. એટલે આપણે સારુંથી શરૂઆત કરીએ .