ગમાર ભાગ ૧૧
આપણે જોયું કે નૈના તન્વીને પોતાની સાથે રાહુલને મળવા આવવા કહે છે પરંતુ તન્વી ના કહે છે, કેમકે પોતે સાથે હશે તો કદાચ રાહુલ અને નૈના વચ્ચેની વાતચીતનો મોડ જૂદો આવી શકે . તન્વી નૈનાને સમજાવીને મોકલે તો છે પરંતુ તેનું મન માનતું નથી તેથી તે નૈનાની જાણ બહાર તેની પાછળ આવે છે હવે આગળ…
બરાબર સાડા સાત વાગ્યે નૈના વિજય ચાર રસ્તા મેકડોનાલ્ડ પર પહોંચી . અંદર પ્રવેશી જોયું તો રાહુલ ન હતો , નૈના ને ફાળ પડી કે રાહુલ સાથે અહીં જ મળવાનું નક્કી કર્યું હતું કે કંઇ પોતાની ભૂલ થઇ હશે.
થોડી વાર રાહ જોઈ પછી ફોન કરવાનું વિચાયૅુ., થોડી વાર માં રાહુલ આવ્યો નૈના ની નજર આમતેમ રાહુલ ની આગળ પાછળ રોહન ને શોધતી હતી. પણ રોહન ન દેખાતા નૈના એ રાહુલ ને પુછ્યું, ‘ રોહન’ ?
રાહુલ જવાબ આપવા ને બદલે પુછ્યું ,’ બહુ રાહ જોવી પડી સોરી . બેસ ને નયના આઇ મીન નૈના ‘. બોલી મૂછ માં હસ્યો નૈના એ જોયું પણ તેને આ બધી વાતો ને સ્થાને રોહન ક્યાં છે , કેમ ન દેખાયો કે નથી આવ્યો તે જાણવામા વધુ રસ હતો.તેથી રાહુલ ની સામે ની ચેર પર તે ગોઠવાઇ ગઇ અને ફરી બોલી,’ રોહન ક્યાં છે રાહુલ ?’
“ રોહન આજે નથી આવ્યો નૈના , નેક્સટ ટાઇમ ચોક્કસ લાવીશ આજે lets talk with each other next time તું ફક્ત રોહન ની સાથે જ વાતો કરજે . “
“Next time એટલે ક્યારે રાહુલ? તે જ તો મને કહ્યું હતું કે સંન્ડે રોહન ને મળવા આવ એટલે તો મેકડોનાલ્ડ નું નક્કી કયૅુ. પછી કેમ રોહન ને ના લાવ્યો ? “ નૈના અકળામણ મા આવી બોલી.
“ તું મને તુકારે બોલાવે છે? એ ન ભૂલ કે હું તારો એક્સ હસબંડ છું ને તારા દિકરા નો પિતા પણ” , રાહુલે કડક નારાજગી પૂણૅ ભાષા માં નૈના ને કહ્યું .ફરી આગળ બોલ્યો , “રોહન ને હું નેક્સ્ટ ટાઇમ લાવીશ પણ આજ તો મને એ જાણવું છે કે ગામડાં ની ગમાર નયના નૈના કેવી રીતે બની”.
‘ ઓ……. તો તારો ઇન્ટરેસ્ટ આ છે ? લુક રાહુલ આ બધી વાતો નો હવે કોઈ મતલબ નથી , તે રોહન ને મળવા બોલાવી હતી એટલે હું આવી બાકી તારી સાથે હવે મારે કોઈ નિસ્બત જ નથી . નેક્સટ ટાઇમ હવે રોહન ને સાથે લઇ ને આવવાનો હોય તો જ મને કોન્ટેક્ટ કરજે’ . કહી નૈના જવા લાગી ત્યાં જ રાહુલ બોલ્યો , “મને એમ હતું કે તું મારી સાથે તારા એચીવમેન્ટ ફ્રેન્ડલી શૅર કરીશ પણ તું તો જરાય નથી બદલી , એ જ દિકરા માટે મળવા આવી ને એવી જ મુર્ખામી ભરી વેવલી વાતો યુ નેવર ચેન્જડ . હું તને પહેલા પણ કહેતો કે ખાલી મોડૅન કપડાં પહેરવાથી મોડૅન ન થવાય પહેલા માઇન્ડ ને મોડૅન કરવું પડે પણ તું એ ક્યારેય નહીં કરી શકે સાચું કહું તું હજુ એવી જ ગમાર છે” રાહુલ આટલું બોલ્યો ત્યાં જ નૈના બોલી .
“ હા હું ગમાર છું , જો મારૂ એક ગામડાં ની હોવું એ જ ગમાર ની વ્યાખ્યા હોય તો હું છું . પણ સાચું કહું તો ગમાર હું નહીં તારી છીછરી માન્યતાઓ છે તે મને ફક્ત તારી વિચારસરણી મુજબ માપી અને એ મુજબ જ મારી સાથે વતૅન કયૅુ મને સમજવાની કે મારી આવડત ને ઓળખવાની કોશિશ જ નથી કરી રાહુલ “. એક શ્વાસે બોલતી નૈના નાં શ્વાસોચ્છવાસ ઝડપી ચાલતા હતા .
( ક્રમશઃ)