આપણે અગાઉ જોયું કે નૈના રાહુલ આકસ્મિક મળી જાય છે ;રાહુલ નૈનાને રોહનનાં નામે ઈમોશનલ કરી મળવા કહે છે . નૈના નક્કી કરેલા સમયે રોહનને મળવા જવા નિશ્ચય કરે છે હવે આગળ...
રાહુલ સાથે રવિવારે મેકડોનાલ્ડ માં મળવાનું નક્કી કરી નૈના ટીમ સાથે અમદાવાદ પરત ફરી.
રાત્રે તન્વી જ્યારે આવી ત્યારે તેને બધી વાત વિસ્તાર થી કહી અને રવિવારે તન્વી ને નૈના એ સાથે રહેવા આગ્રહ કર્યો.
તન્વી એ કહ્યું “ ના નૈના આ તારી લડાઈ છે, તારે જ લડવાની છે. જો તું એમ ન સમજતી કે હું તારી સાથે આવવા નથી માંગતી કે હું છટકી જવા માંગુ છું પણ હું સાથે હોઇશ તો તું કે રાહુલ કદાચ વાત કરવા માં ઇનસિક્યોરીટી ફીલ કરશો.
પણ એટલું જરૂર કહીશ કે તને મોકો મળ્યો છે પોતાની જાતને સાબીત કરવા નો ,રાહુલ સામે એક સફળ વ્યક્તિ સાબીત કરવા નો, તટસ્થ રીતે બિલકુલ નવૅસ થયા વિના ,રાહુલ નામના વ્યક્તિ થી ડયૉ વિના વાત કરજે. બહુ લાગણીશીલ ન થઇશ.”
“પણ તનુ રોહન ને મળી ને હું મારી લાગણી કેવી રીતે કાબુ માં રાખી શકીશ .” નૈના ના અવાજ માં વેદના તન્વી ને સ્પષ્ટ ફીલ થઇ.
તેનો જવાબ તો તન્વી પાસે પણ ન હતો . એક માં પોતાના પુત્રને આટલા વર્ષે મળે અને ભાવુક ના થાય એવું તો ન જ બને,નૈના ની રોહન માટે ની તડપ તન્વી એ છેલ્લા કેટલાક સમય થી તન્વી જોતી હતી.
તન્વી ને યાદ આવ્યું કે નૈના ને એક વાર ખૂબ તાવ આવ્યો હતો અને તે તાવ માં બબડાટ કરતી હતી રો…હ…ન….. રો…હ…ન…. પણ તન્વી ત્યારે સમજી ન શકી પણ આજ સમજી કે નૈના કોને મિસ કરતી હતી.છતાં હંમેશા હસતી રહી પોતાના દદૅ ને છુપાવી રાખતી હતી.
એક સ્ત્રી , એક માં ને સમજવા કદાચ એ રૂપે જન્મવું પડે . તન્વી મનોમન વિચારતી હતી કે સ્ત્રી કેટકેટલું સહી સમાજ સામે હસતી રહે છે
પહેલી વાર તન્વી ને નૈના માટે દયા આવી રહી હતી કે નૈના શું કહેશે રોહન ને? કે તે (નૈના) તેની માં છે કે હતી ? શું રોહન સ્વીકારશે ? આટલા નાના બાળક ને ખબર પણ શું પડે કે તેની જન્મદાત્રી સાથે તેના જ પિતા એ કેટલો અન્યાય કર્યો છે.
નૈના રોહન ને ગળે લગાડશે તો તેનું રિએક્શન શું હશે ? અને રાહુલ…..? શું તે નૈના સાથે વ્યવસ્થીત વાત કરશે ? કે ફરી એ જ અપમાન જનક વતૅન કરશે , શું નૈના ને એકલી જવા દેવી યોગ્ય છે?
પોતાના મનોસંઘષૅ ને કાબૂ માં લાવી તન્વી એ વિચાયૅુ કે તે નૈના ને એકલી નહીં જવા દે કદાચ નૈના નું મનોબળ પડી ભાંગે તો તે સંભાળી શકે પણ તે નૈના થી થોડી દૂર રહેશે નૈના ની જાણ વિના ……..
રવિવારે સવાર થી નૈના બહુ બેચેન હતી. સમય જાણે રોકાઇ જ ગયો હતો .નૈના ને આમ-તેમ આંટા મારતા જોઇ તન્વી ને હસવું પણ આવતું હતું અને દુઃખ પણ થતું હતું.
સાંજ પડતાં નૈના તૈયાર થઈ ગઈ અને મેકડોનાલ્ડ જવા નીકળી ગઈ. જાણતી હતી કે તેનું મન આજ વ્યગ્ર હતું એટલે વ્હીકલ લઇ ને જવા નું તાડ્યું .
તન્વી પણ પાછળ જ નીકળી પણ નૈના ની જાણ બહાર . તેને વિચાયૅુ હતું કે પોતે મેકડોનાલ્ડ ની અંદર નહીં જાય પણ બહાર જ નજીક માં રહેશે.
બરાબર સાડા સાત વાગ્યે નૈના વિજય ચાર રસ્તા પર પહોંચી.
(ક્રમશઃ)