સુહાની દેવિકાને મળીને ક્લાસમાં આવે છે. સુહાનીને ખબર જ હતી કે ક્લાસમાં રાજન રાહ જ જોતો હશે. પણ આજે રાજન હતો જ નહીં. આજે ક્લાસમાં ચૈતાલી અને રોનક હતાં. સુહાની મનોમન વિચારે છે કે "આજે રાજન ક્યાં જતો રહ્યો? કેટલી ઉતાવળ કરીને આવી અને રાજનનો તો કોઈ પત્તો જ નથી."
ચૈતાલી:- "સુહાની ત્યાં ઉભી ઉભી શું કરે છે? અહીં આવ."
સુહાની ચૈતાલી અને રોનક પાસે ગઈ.
ચૈતાલી:- "શું થયું? તું અમને જોઈ આશ્ચર્ય માં કેમ પડી ગઈ?"
સુહાની:- "નહીં તો?"
ચૈતાલી:- "તારા ચહેરા પરથી લાગ્યું કે તું રાજનની રાહ જોઈ રહી હતી."
સુહાની:- "નહીં તો? અને હું શું કરવા રાજનની રાહ જોવાની?"
એટલામાં જ રાજન આવી રહે છે. રાજનને જોતાં જ ચૈતાલી અને રોનકના ચહેરા પરના હાવભાવ બદલાઈ ગયાં. સુહાનીએ નોંધ લીધી રાજનના આવતાં જ આ બંનેના ચહેરાના ભાવ થોડા બદલાઈ ગયાં. પણ જે હોય તે મારે શું? એમ વિચારી સુહાની પોતાની જગ્યા પર જઈ બેસી જાય છે.
થોડીવારમાં મયુરી પણ આવે છે. જેવી મયુરી આવે છે કે રાજન તરત જ મયુરીની પાસે બેસી વાત કરવા લાગે છે. મયુરીની સુંદરતાના વખાણ કરવા લાગે છે. રાજન મયુરીના વખાણ કરતો હતો તે સુહાનીને બિલકુલ ન ગમ્યું. સુહાનીને ધીરે ધીરે રાજન પર ગુસ્સો આવવા લાગ્યો. સુહાનીને રાજનને ઘણું કહેવું હતું પણ એ કહી ન શકી. જેમ તેમ દિવસ કાઢ્યો. રોજ સાંજે રાજન સુહાનીને મળવા જતો હતો. આજે પણ સુહાની રાજનની રાહ જોઈ રહી હતી. પણ રાજન ન આવ્યો. રાજનની રાહ જોતાં જોતાં તો સુહાનીની આંખોમાં આંસું આવી ગયા.
સુહાનીને જમવાનું પણ ન ગમ્યું. સુહાની ઊંઘવા પડી. પણ સુહાનીને ઊંઘ ન આવી અને ચૂપચાપ રડતી રહી.
खुदा करे इस दिल की आवाज़ में
इतना असर हो जाए,
जिसकी याद में तड़प रहे हैं हम
उसे खबर हो जाए।।
થોડીવાર પછી સુહાનીને કોઈ બોલાવે છે. સુહાનીએ બારીમાંથી જોયું તો પેલું બાજ પક્ષી હતું. સુહાનીએ બારી ખોલી.
બાજ પક્ષીએ રાજનનું રૂપ લઈ લીધું.
સુહાની થોડી ગુસ્સામાં બોલે છે "રાજન તું અત્યારે અહીં શું કરવા આવ્યો?"
રાજન:- "રોજ તો તને મળવા આવું છું. તો આજે કેમ આ સવાલ કર્યો? અને હું અહીં એટલે આવ્યો છું કે તને સરખી રીતે મળાયું નહોતું."
સુહાની:- "કેમ મળવું જરૂરી હતું કે તું મને મળવા આવી ગયો."
રાજન:- "મને લાગ્યું કે તું મારી રાહ જોતી હશે."
સુહાની:- "હું શું કરવા તારી રાહ જોવાની?"
રાજન:- "સુહાની તું નારાજ છે મારાથી?"
સુહાની:- "હું શું કરવા તારાથી નારાજ થવાની?"
રાજન:- "કારણ કે તું મને ચાહે છે."
સુહાની:- "તને કોણે કહ્યું કે હું તને ચાહું છું."
રાજન સુહાનીને પોતાની તરફ ખેંચીને સુહાનીની કમર પકડતાં કહે છે "આટલો બધો ગુસ્સો? હું થોડો મોડો શું પડ્યો તું તો મારાથી નારાજ થઈ ગઈ."
देखो नाराज़गी मुझसे ऐसे भी जताती हैं वो
छुपाती भी कुछ नहीं, जताती भी कुछ नहीं!
સુહાની:- "રાજન છોડ મને. મેં કહ્યું ને કે હું તારાથી નારાજ નથી. સમજ્યો? અને હા મારી સામે આ શાયરી બાયરી બોલવાની જરૂર નથી."
રાજન:- "હું તને ચાહું છું અને હું તને સારી રીતના જાણું છું."
સુહાની:- "અચ્છા તો તું મને ચાહે છે તો મને એ કહે કે તું આજે મયુરી સાથે શું કરતો હતો?"
રાજન:- "ઑહ તો આ વાત છે. એટલે તું મારાથી નારાજ છે."
સુહાની પોતાની જાતને છોડાવતા કહે છે "મારે તારી સાથે કંઈ વાત નથી કરવી."
રાજન સુહાનીને છોડતો નથી.
રાજન:- "હું તને એટલી આસાનાથી છોડવાનો નથી."
રાજન:- "આમ જો મારી તરફ... તું રડી છે ને!"
સુહાની:- "રડી પણ હોય તો તને શું ફરક પડવાનો?"
રાજન:- "સુહાની તને સ્હેજ પણ કંઈ થાય તો મને ફરક પડે છે સમજી? અને આ વાત હંમેશા યાદ રાખજે."
સુહાની રાજનને વળગી પડતા કહે છે "રાજન તને ખબર છે હું તારા માટે કેટલું તડપી છું તે. એક એક પળ મારા માટે વિતાવવી કેટલી મુશ્કેલ હતી."
રાજન સુહાનીને પોતાની બાહુપાશમાં જોરથી જકડી લે છે. થોડીવાર પછી રાજન નીકળી જાય છે.
રાજનને મળીને સુહાનીના મનને ઘણી રાહત થઈ હતી. સુહાની રાજન વિશે વિચારતાં વિચારતાં ઊંઘી જાય છે. બીજા દિવસે સુહાની દેવિકાને મળે છે. પછી પોતાના ક્લાસ તરફ જાય છે. સુહાની રાજનને મળવા માટે બેચેન હતી. સુહાની ક્લાસમાં જઈને જોય છે તે રાજન હતો પણ રાજનની સાથે મયુરી પણ હતી. ચૈતાલી સાથે રોનક પણ હતા. રાજન મયુરી સાથે વાતો કરી રહ્યો હતો. સુહાનીના મનમાં ઈર્ષાના ભાવો આવવા લાગ્યાં.
સુહાનીને વિચાર આવ્યો કે રાજનને ખબર છે કે "આવી હરકતથી હું દુઃખી થાઉં છું તો પણ રાજન મયુરી સાથે વધારે નજીક રહેવાની કોશિશ કરે છે.
આજે રાજન મળવા આવે ત્યારે હું સરળતાથી રાજનની વાતમાં આવવાની નથી.''
રોનક સુહાનીની પાસે બેસી વાત કરે છે.
ચૈતાલી:- "સુહાની તને ખબર છે રોનકને એક છોકરી ગમે છે. પણ રોનક એને કહી નથી શકતો."
સુહાની:- "સાચ્ચે જ કે? કોણ છે એ છોકરી?"
રાજન:- "રોનકને એક છોકરી ગમે છે તો તો મારે પણ જાણવું પડશે કે આખરે એ છોકરી છે કોણ?"
રોનક:- "હા તને તો હું જણાવીને જ રહીશ."
સુહાની:- "કેવી છે એ છોકરી?"
રોનક:- "તેની ઝલક જોઈ અને હું ખુદને ભૂલી ગયો
તેની અદા જોઈ મારી આદત ભૂલી ગયો
એવો જાદુ કર્યો છે તેણે
તેની ચાહતમાં દુનિયાની ચાહત ભૂલી ગયો."
સુહાની:- "વાહ! હવે બોલ કે કોણ છે એ છોકરી?"
રોનક:- "આપણાં જ ક્લાસમાં છે."
ચૈતાલી:- "રોનક બોલી દે કે કોણ છે એ છોકરી?"
રોનક સુહાની તરફ જોઈને કહે છે "હું જેને ચાહું છું એ છોકરી તું છે સુહાની."
સુહાની રોનકને કહેવાની હતી કે પોતે તો રાજનને પ્રેમ કરે છે. પણ રાજનને મયુરી સાથે જોતાં સુહાની કંઈ બોલતી નથી.
રોનક:- "શું તું મને ચાહે છે?"
સુહાની થોડીવાર વિચાર કરીને બોલી "હું અત્યારે કંઈપણ કહી ન શકું. મને વિચારવાનો સમય જોઈએ છે."
રોનક:- "જેટલો સમય લેવો હોય એટલો લે. હું હંમેશા તારી રાહ જોઈશ."
સાંજે સુહાનીને મળવા માટે રાજન આવે છે. રાજન થોડો ગુસ્સામાં હોય છે.
રાજન:- "તારાથી ના નહોતું કહેવાતું રોનકને?"
સુહાની:- "અને તારાથી દૂર નહોતું રહેવાતું મયુરીથી?"
રાજન:- "ઑહ તો આ વાત છે. સાંભળ સુહાની મયુરી સાથે રહેવું મારી મજબૂરી છે."
સુહાની:- "કેવી મજબૂરી?"
રાજન:- "સુહાની હું તને કંઈ સમજાવી શકું નહીં. અને આમ પણ અત્યારે તું સમજવાની સ્થિતિમાં નથી."
સુહાની:- "હા સાચી વાત. અને મારે સમજવું પણ નથી."
રાજન ત્યાંથી નીકળી જાય છે.
બીજા દિવસે સુહાની ક્લાસમાં પહોંચે છે તો રોનક ચૈતાલી,રાજન અને મયુરી બેઠાં બેઠાં વાતો કરતાં હોય છે.
ચૈતાલી:- "રોનકના મનમાં સુહાની પ્રત્યે પ્રેમ છે. તો રાજનના મનમાં પણ કોઈક યુવતી હશે ને! તો બોલ રાજન તારા મનમાં કંઈ યુવતી માટે લાગણી છે."
સુહાનીને એમ લાગ્યું કે "રાજન મને ચાહે છે. તો રાજન મારું જ નામ લેશે."
રાજન:- "છે એક છોકરી જેને હું બેહદ પ્રેમ કરું છું."
રોનક:- "જલ્દી બોલ કોણ છે એ યુવતી?"
રાજન:- "હું મયુરીને ખૂબ ચાહું છું."
રાજનના મોઢેથી મયુરી નું નામ સાંભળતા જ સુહાનીને થોડો આઘાત લાગ્યો. સુહાની રાજન સામે જોઈ રહી પણ પછી તરત જ પોતાની જાતને સંભાળી લીધી. સુહાની વિચારે છે કે "રાજન મારી સાથે આવું કેવી રીતના કરી શકે. રાજને મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે."
ક્રમશઃ