Mind: Relationship friendship no - 10 in Gujarati Fiction Stories by Siddhi Mistry books and stories PDF | મન : સંબંધ મિત્રતા નો - 10

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

Categories
Share

મન : સંબંધ મિત્રતા નો - 10

મન : સંબંધ મિત્રતા નો

10



ભૌમિક અને નક્ષ નિયા ને જોઈ ને થોડી ચિંતા માં હતા કેમકે એ બંને એ નિયા ને આવી કોઈ દિવસ નઈ જોઈ હતી.

નક્ષ એ ભૌમિક ને સાઈડ માં લઇ જઇ ને કીધું, "ભાઈ બોવ ટેન્શન થાય છે. નિયા ની હાલત જોઈ ને. ડાન્સ નું શું થશે."

"ડોન્ટ વરી એ સારું પરફોર્મન્સ આપશે." ભૌમિક બોલ્યો.

થોડી વાર પછી પાર્ટી સ્ટાર્ટ થઈ. એક પછી એક બધા નાં સોંગ અને ડાન્સ પતવા લાગ્યા. અત્યારે તેજસ નું સોંગ ચાલતું હતું. અને એના પછી નિયા અને નક્ષ નો ડાન્સ હતો.

તેજસ સોંગ પતાઈ ને નીચે આવ્યો.
"બેસ્ટ ઓફ લક. રોક ઓન સ્ટેજ"

ત્યાં જ એંકર એ નામ બોલ્યા, " are you ready guys? સોલો ડાન્સ અને ગ્રૂપ ડાન્સ જોઈ ને બધા બોર થતાં હોય એવું લાગે છે તો ચાલો તમારા માટે કંઇ નવું કરીએ. પ્લીઝ welcome guys"

નક્ષ અને નિયા બંને એ એકબીજા ને બેસ્ટ ઓફ લક કીધું અને ગયા સ્ટેજ પર.

પછી બંને નો ડાન્સ સ્ટાર્ટ થયો. શરૂઆત માં તો નોર્મલ હતું બધું કેમકે પેલા બંને એ hip-hop ડાન્સ કર્યો હતો પછી...

જ્યારે સોંગ માં આ લાઈન આવી અને નિયા અને નક્ષ એ કપલ ડાન્સ સ્ટાર્ટ કર્યો..


सुन मेरे हमसफ़र 🎶

क्या तुझे इतनी सी भी खबर🎵

की तेरी साँसे चलती जिधर

रहूँगा बस वही उम्र भर....🎵 🎶


સૂઈ ગયેલા ઓડિયનસ ઉઠ્યા હોય એમ બધા બૂમ પડતા હતા. પણ બધા માં માઈન્ડ માં એક જ સવાલ હતો આ બંને આપડી કોલેજ ના છે?

પણ પછી જ્યારે

जितनी हसीं ये मुलाकातें हैं🎵
उनसे भी प्यारी तेरी बातें हैं
बातों में तेरी जो खो जाते हैं...🎶

જીતની હસી પર નિયા નાં expression જોઈ ને બધા શોક માં હતા.

ડાન્સ પત્યો પણ હજી once more ની બૂમ પડતી હતી.

સ્ટેજ પર થી નીચે આવી ને નક્ષ એ તરત જ નિયા ને હગ કરી લીધું. પછી ભૌમિક આવી ને બોલ્યો,

"હવે અમને ભૂલી ગયો."

"નઈ ભાઈ પણ આ શું છે યાર આ સ્ટેજ પર તો મને શોક લાગ્યો કે આ હમણાં કેટલી ઉદાસ હતી અને અત્યારે તો શું થઈ ગયું? " નક્ષ બોલ્યો.

"હા નિયા મસ્ત dance હતો."

પછી એ 3 થોડી સેલ્ફી પાડી. પછી ત્યાં જ મસ્તી કરતા હતા ત્યાં તેજસ આવ્યો,

"નિયા તારે સ્ટેજ પર જવાનું છે."

"કેમ. એક વાર તો ડાન્સ કરી લીધો " નિયા બોલી.

"તારું નામ નઈ બોલ્યા હતા અને કૉલેજ વાળા ને એવું લાગે છે તું બીજી કોલેજ ની છે એટલે" આદિત્ય બોલ્યો.

"કંઇ પણ"

પછી નિયા અને નક્ષ નું નામ બોલાયું એટલે સ્ટેજ પર ગઈ પણ ત્યાં એ લોકો નાં HOD કંઇ ગિફ્ટ લઇ ને ઉભા હતા .

નિયા એ નક્ષ પૂછ્યું," ગિફ્ટ આપવા નાં આપડા ને"

"નાં હવે આ તો મિસ. ફ્રેશર અને મિ. ફ્રેશર ની ગિફ્ટ છે"

પછી HOD સર એ માઇક લીધી અને બોલવાનું સ્ટાર્ટ કર્યું. લાસ્ટ માં બોલ્યા, "આ કપલ ડાન્સ એન્જિનિયરિંગ માં પેલી વાર થયો છે આટલા વર્ષો માં અને આ નક્ષ ની ખબર હતી કે સારો ડાન્સ કરે છે પણ આ નિયા ની એ આજે આપડા ને મસ્ત સરપ્રાઈઝ આપી. તો આ ગિફ્ટ નિયા અને નક્ષ માટે."

"ઓય આ તો આપડા માટે જ હતી." નક્ષ નિયા નાં કાન પાસે જઈ ને બોલ્યો.

ગિફ્ટ લઇ ને નીચે આવ્યા પછી નક્ષ એ ગિફ્ટ ઓપન કરી તો એમાં, એક બોય અને ગર્લ કપલ ડાન્સ ની સ્ટાઇલ માં હતાં. એ જોઈ ને નક્ષ બોલ્યો, "ગિફ્ટ સમજ્યા પણ સર ને કેમની ખબર પડી એમને તો અત્યારે જ ડાન્સ જોયો ને." પછી ભૌમિક ની સામે જોઇને કીધું, "ભુમિ તે કંઇ કર્યું નથી ને."

"હું કાલે તમે પ્રેક્ટિસ કરતાં હતાં ત્યારે સર પાસે ગયેલો. ત્યારે એમને પૂછ્યું હતું. નક્ષ નો ડાન્સ ક્યાં પોચ્યો. પછી મે તમારા બંને નાં ડાન્સ નો વિડિયો બતાવ્યો હતો."

"ઓહ એટલે આવી ગિફ્ટ આપી." નિયા બોલી.

"ઓહ લવ બર્ડ શું આપ્યું તમને?" નિશાંત બોલ્યો.

"કપલ " ભૌમિક હસતા હસતા બોલ્યો.

નિયા એ એક ઝાપટ આપી દીધી. ભૌમિક ગાલ પર હાથ રાખી ને બોલ્યો, "મસ્તી કરું છું પણ"

"તારા ગિફ્ટ માં શું નીકળ્યું" આદિત્ય બોલ્યો.

"લે ખોલી ને જોઈ લે" નિયા ગિફ્ટ આપતા બોલી.

આદિત્ય અને નિશાંત ગિફ્ટ ખોલતા હતા. અને આ ત્રણ અને તેજસ ફોટો પડાવતા હતા. ત્યાં માનિક આવતા ની સાથે નિયા નાં માંથા માં ટપલી મારતાં બોલ્યો,
"ડાન્સ કરવાનો હતો અને કીધું પણ નહિ"

"એમાં શું કેવાનું" નિયા બોલી.

"શું આપ્યું ગિફ્ટ માં" માનિક થી પૂછ્યા વગર નાં રેવાયું એટલે બોલ્યો.

"ગિફ્ટ" નિયા બોલી.

આ બાજુ બધા હસતા હતા. નિયા એ લોકો ને જોઈ ને બોલી, "ગિફ્ટ માં ગિફ્ટ જ આપે ને ? બીજું શું આપવાનાં"

"સાચી વાત" આદિત્ય બોલ્યો.

પછી બધા જમવા ગયા નિયા ને જમવું નઈ હતું પણ ભૌમિક એ એને પરાણે ખાવાનું કીધું. એટલે નિયા એ ભૌમિક અને નક્ષ માંથી થોડું થોડું ખાઈ લીધું.

જમી ને પછી માનિક બોલ્યો, "ચાલો ફોટો તો પાડી એ."

નિયા નો ફેસ તો કંઇ બીજું જ કહેતો હતો. કદાચ એ ભગવાન ને પ્રાર્થના કરી હસે કે એ ફોટો નાં પડાવવા પડે એનું કોઈ કારણ આપો. ત્યાં જ પર્સિસ નો ફોન આવ્યો અને નિયા દૂર જતી રહી.

થોડી વાર પછી

"ભૌમિક મને મૂકી જસે પર્સિસ ને પેલા 2 ને લઇ જવાના છે એટલે" નિયા બોલી.

"હા"

બધા બાય કહી ને ઘરે જવા નીકળ્યા. નક્ષ એ પૂછ્યું, "સંકેત પાસે જવું છે થોડી વાર"

"હા નિયા આવશે ને અમે મૂકી જઈશું"

"ઓકે " નિયા આટલું જ બોલી.

સંકેત એક રોડ પર શાંતિ થી બેસાય એવી જગ્યા છે અને ત્યાં રાતે બધા શાંતિ થી બેસવા આવે છે.


"નિયા ક્યાં ખોવાયેલી છે." ત્યાં બેસેલા હતા પણ 10 મિનિટ થી નિયા હજી કંઇ બોલી નઈ હતી. એટલે ભૌમિક એ પૂછ્યું.

"કંઇ નઈ અહીંયા જ છું."

"નિયા ડાન્સ પેહલા શું થયું હતું? સાચું બોલજે પ્લીઝ" નક્ષ બોલ્યો.

"માનિક.. કંઇ નઈ "

"નિયા બોલ ને યાર"

"એ છે ને મને જોયા જ કરતો હતો. અને જ્યારે તમારી પાસે આવી ત્યારે એ પાછળ પાછળ આવતો હતો." નિયા ફટાફટ બોલી ગઈ.

"પણ એ તો ફ્રેન્ડ છે તો કેમ ડરે છે?" નક્ષ બોલ્યો.

"હા પણ આજે બોવ બેડ ફિલ થતું હતું. "

"એટલે" નક્ષ અને ભૌમિક બંને એકસાથે બોલ્યા.

"એ કેમનું કેવ. મૂકો ને યાર. પછી કહીશ શાંતિ થી. "નિયા એ વાત થી દૂર જતી હોય એમ બોલી.

"ચાલો જઈએ હવે" નક્ષ એ પૂછ્યું.

"હા મારે રસ્તા માંથી આઈસ્ક્રીમ લેવાની છે." નિયા બોલી.

"ઓહ કોની માટે" ભૌમિક હંમેશ ની જેમ નિયા ને હેરાન કરતા બોલ્યો.

"તું ચાલ ને પંચાત કર્યા વગર." નક્ષ ને નીંદ આવતી હતી એટલે ભૌમિક ને કીધું.

"હા બાય ધ વે congratulation નિયા પેલા carft zone માટે"

"Thank you"

"પાર્ટી બાકી રહી." નક્ષ એ કીધું.



1 કલાક પછી

"નિયા મસ્ત ડાન્સ કર્યો તે તો બાકી." પર્સિસ flying કિસ આપતા બોલી.

"હા અમને તો ખબર જ નઈ હતી તું ડાન્સ પણ કરે છે એ" શિવાની બોલી.

"હા સાચી વાત" કેયા બોલી.

શિવાની અને કેયા નિયા નાં ક્લાસ માં જ હતા. એ લોકો નિયા સાથે બોલતા પણ બોવ નઈ. આમ તો એ લોકો અપડાઉન કરતા પણ પાર્ટી રાતે હતી એટલે એ લોકો અહીંયા રહ્યા હતા.

"Thanks નિયા આઈસ્ક્રીમ માટે" કેયા બોલી.

"ખાઈ જા નઈ તો મળશે નઈ પછી" પર્સિસ બોલી.

બસ આમ એ લોકો મસ્તી કરતા કરતા સૂઈ ગયા.


બીજે દિવસે સવારે

કેયા અને શિવાની ગયા પછી નિયા હજી ફ્રેશ થઈ ને શાંતિ થી બેઠી હતી ત્યાં માનિક નો ફોન આવ્યો.

"હા બોલ"

"શું બોલ. એક વાર તો કેવાય ને ડાન્સ માં રહી છે એમ. બધા ને ખબર છે તું મારી ફ્રેન્ડ છે. પણ મને જ નઈ ખબર હતી તું ડાન્સ કરવાની છે."

"ઓકે"

"કેવાય ને. શું જાય છે એક વાર કીધું હોત તો?" માનિક બોલ્યો.

"ખબર પડી ગઈ ને. હવે બીજું કંઈ કામ હોય તો બોલ." નિયા વાત ને પતાવતાં બોલી.

"હા. કાલે મિશા નો મેસેજ આવેલો."

"કોણ મિશા?"

"આદિત્ય ની ગર્લફ્રેન્ડ" માનિક બોલ્યો.

"ઓકે"

"એનો અને આદિત્ય નો ઝગડો થયો છે."

"તો હું શું કરું." નિયા બોલી.

"કંઇ નઈ આ તો ખાલી કહું છું."

"પણ મને કહી ને શું થવાનું. આદિત્ય ને કેહ ને." નિયા બોલી.

પણ માનિક જ્યાં સુધી બધું કહી નઈ દે એટલે એને શાંતિ નાં થાય એટલે એને બધું નિયા ને કહી દીધું.

સોમવાર થી નવરાત્રી સ્ટાર્ટ થવાની હતી. પર્સિસ ક્યાં જવું એની તૈયારી કરતી હતી અને નિયા એનું લખતી હતી.



નિયા કોલેજ માં નવરાત્રિમાં ક્યું પેરુ. જેનિસ આવવાનો છે કાલે. નિયા આ કેવું લાગશે. આની જોડે આ કેમ લાગશે.

બે કલાક થી પર્સિસ આજ વિચારતી હતી.
"નિયા તું શું પહેરવાની?" પર્સિસ એનું ફાઇનલ થઈ ગયા પછી બોલી.

"કપડાં" નિયા હંમેશ ની જેમ બોલી.

"તું ક્યારે સરખો જવાબ નઈ આપે નઈ"

"તું ક્યારે સરખો સવાલ નઈ કરે"

બસ આમ એ લોકો ની મસ્તી ચાલતી હતી. અને એ પછી પિલો ફાઇટ પર આવી ગઈ.

5 મિનિટ થી કોઈ ડોર બેલ વગાડતું હતું પણ આ બે તો કોઈ ફરક નઈ પડતો હતો.

"નિયા જાને કોઈ આવ્યું." પર્સિસ બોલી.

"નાં તું જા. હું નઈ જવાની. હું સૂઈ ગઈ છું જો" નિયા બ્લેંકેટ ઓઢી ને સૂવાના નાટક કરતા બોલી.

પર્સિસ ને પરાણે ડોર ખોલવા મોકલી.
"નિયા ઈશા આવી છે કામ છે એને તારું." પર્સિસ આગળ નાં રૂમ માંથી બૂમ પડતા બોલી.

"કોણ ઈશા"

પર્સિસ એ ઈશા ને કીધું, "wait એ મસ્તી નાં મૂડ માં છે મારે બોલાવવા જવી પડશે."

પર્સિસ નિયા જ્યાં હતી ત્યાં જઈ ને ," ઓય ચીપકલી આવી છે."

ચીપકલી નામ સાંભળતા નિયા ઉભી થઇ ને બોલી, "એ એ કેમ આવી છે."

"મને શું ખબર એને કીધું તારું કામ છે."

બંને બાર આવ્યા. નિયા ધીમે રહી ને બોલી,
"ચીપકલી " પર્સિસ એ પાછળ થી માર્યું અને કાન માં કીધું ઓય બસ .

"હાઈ નિયા કામ હતું તારું" ઈશા બોલી.

"હા બોલો ને" નિયા બોલી.

"બોલો ને નહિ બોલ ને" ઈશા બોલી.

"હા સારું"

"પૂજા દી કહેતા હતા તું કાર્ડ બનાવે છે. મે કાર્ડ જોયા મને બનાવી આપીશ."

"હા હા કેમ નઈ"

"લે આ " ઈશા રૂપિસ આપતા બોલી.

"એ પછી આપી દેજો. સોરી દેજે😉"

"નાં હવે એવું નઈ"

બસ પછી ઈશા ગઈ. અને આ બંને અંદર જઈ ને બોવ હસ્યા.

"તમે નઈ તું" નિયા ઈશા ની એક્ટિંગ કરતા બોલી.

"નિયા સૂઈ જા હવે"


બીજે દિવસે સાંજે

"નિયા તું ચણીયા ચોલી કરતાં આમાં મસ્ત લાગે છે. પેલા કેવાય ને હું પણ આ ટ્રાય કરત." પર્સિસ બોલી.

"તું સારી લાગે છે. જીજુ આવવાના છે એટલે ચણીયા ચોલી જ પેરાય. સારું લાગે😉" નિયા આંખ મારતા બોલી.

નિયા લાઈટ બ્લુ એંકર જીન્સ અને બ્લેક પ્લેન લોંગ કુર્તી માં હતી. એની કાજલ અને બ્લુ eyeliner માં કંઇ અલગ લાગતી હતી. અને પછી traditional earrings અને એને ગળા માં પેહરેલી ચેઇન થી કંઇ અલગ લૂક આવતો હતો. જમણા હાથ માં 4 યા 5 સિલ્વર કલરની બંગડી અને ડાબા હાથ માં એની ફ્રેન્ડ એટલે એની વોચ.

કોલોજ પોચ્યા. ત્યારે નિયા સિવાય ની બધી જ છોકરી ઓ ચણિયાચોળી માં હતી. એ જોઈ ને પર્સિસ એ કહ્યું,
"નિયા તું એક અલગ લાગે છે."

"હા મે છું જ અલગ"

નિયા અને પર્સિસ વાત કરતાં હતાં ત્યાં બીજી છોકરીઓ આવી. થોડા ફોટો પડ્યા એ લોકો એ ત્યાં જેનિસ આવ્યો તો પર્સિસ એની સાથે દૂર ઉભી હતી. હવે નિયા આ બાજુ છોકરી સાથે હતી પણ એકલી હોય એવું લાગતું ત્યાં કોઈ નો ફોન આવ્યો.

નંબર સેવ નઈ હતો એટલે નિયા ઉપાડતાં બોલી,
"હેલ્લો કોણ?"

"મેચિંગ કરવાનો ઇરાદો હતો તો પેલે થી કંઇ દેવાય ને. અને તું કંઇ અલગ જ લાગે છે આજે જોજે કોઈ ફિદા નાં થઈ જાય."

"કોણ ?"

"અરે પગલી જરા પાછળ તો જો"

નિયા એ પાછળ જોયું તો કોઈ દેખાયું નહિ એટલે નિયા થોડી ડરી ગઈ.

"કોણ છે તું?"

"તારી આજુ બાજુ જ છું. શોધ મને"

નિયા એ આજુ બાજુ જોયું પણ કોઈ નાં દેખાયું.
"કોણ છે તું"

ત્યાં પાછળ થી કોઈ એ આવી ને એને ભાવ કર્યું.

નિયા બોલી,"આમ કોણ હેરાન કરે. ધડાકનો તેજ થઈ ગઈ હતી મારી"

"સોરી નિયા. પણ સાચે આજે મસ્ત લાગે છે. " નક્ષ બોલ્યો.

પછી ગરબા સ્ટાર્ટ થાય. નિયા નવરાત્રી પાછળ પાગલ હતી. થોડી વાર પછી તેજસ, માનિક, આદિ, નિશાંત પણ ત્યાં આવી ગયા.

"આમ મેચિંગ કરવાનો ઇરાદો હતો તો પેલા કેવાય ને" તેજસ બોલ્યો.

"નાં પણ થઈ ગયું" નિયા બોલી.

"થઈ ગયું એમ નહિ કર્યું એમ બોલાય" માનિક થી ચૂપ નાં રેવાયુ એટલે બોલ્યો.

"ચાલો જઈએ ગરબા રમવા" આદિ બોલ્યો.

બધા ત્યાં જાય છે ખાલી માનિક ત્યાં સાઈડ માં ઉભો રહ્યો હોય છે.

"કેમ તારે નઈ આવવાનું?" નિયા એ પૂછ્યું.

"મને નઈ આવડતા"

નિયા ને હસી આવતી હતી પણ એને રોકી લીધી અને બોલી, " ઓકે ઊભો રે તો"

મસ્ત ગરબા ચાલતા હતા પણ નિયા ને થોડા ચક્કર આવતા હોય એવું લાગ્યું એટલે એ સાઈડ માં જતી રહી. તરત જ માનિક ત્યાં આવી ને બોલ્યો,

"લે પાણી"

"ઓહ thank you"

થોડી વાર પછી

માનિક એ ફોન માં કેમેરો ઓપન કર્યો એ નિયા જોઈ ગઈ અને નિયા ને પિક એની સાથે પડાવવા નઈ હતા. ત્યાં એને આદિત્ય અને મનન આવતા દેખાયા એટલે નિયા ને થોડી રાહત થઈ પેલા લોકો ને આવતાં જોઈ ને.

"ચાલ નિયા કેમ અહીંયા આવી ગયેલી." આદિ બોલ્યો.

"હા ચાલો"

પછી એ લોકો ત્યાં ગયા માનિક ને કીધું તો એને નાં પાડી આવવાની. એટલે એને બોવ ફોર્સ નાં કર્યો.

હવે ગરબા પતી ગયા પછી એ બધા સેલ્ફી લેતાં હતાં. થોડી સેલ્ફી લીધી પછી માનિક ત્યાં આવ્યો અને બોલ્યો,
"હું બાકી રહી ગયો."

નિયા કંઇ બહાનું કાઢી ને સેલ્ફી માંથી બહાર નીકળી જતી. પણ એનો ઇરાદો તો સેલ્ફી માં આવવાનો જ નઈ હતો.

પછી બધા છોકરા ઓ નાસ્તો કરવા ગયા અને નિયા ઘરે.

બીજે દિવસે સવારે

નિયા હજી સૂતી હતી ત્યાં માનિક નો ફોન આવ્યો.

"હા બોલ"

"ગુડ મોર્નિંગ have a great day"

"હા બોલ"

"આદિ અને મિશા નો ઝઘડો પતી ગયો. આદિ એ મનાઈ લીધી એને"

"ઓહ સારું કેવાય."

"એક વાત પૂછું"

"હા બોલ ને " નિયા એ કીધું.

"વિધિ છે ને મારી સાથે વાત નઈ કરતી યાર"

"કોણ વિધિ" નિયા ને યાદ નાં આવતા પૂછ્યું.

"મારી ક્રશ. હું એને લવ કરું છું. પણ કહી શકતો નથી."

"ઓહ. કામ માં હસે."

"હા એવું તો મે વિચાર્યું જ નહિ."

"ઓકે"

"તું કોઈ પણ પ્રોબ્લેમ કેમ આટલો easily સોલ્વ કરી દે કેમનો"

"વૉટ" નિયા બોલી.

"કંઇ નઈ"

"ઓકે" નિયા વાત પતાવતાં બોલી.

"કાલે મસ્ત લાગતી હતી"

"Thank you"

"તે પિક મારી જોડે જ નાં પડાવ્યો"

"ઓકે નેકસટ ટાઈમ"


પછી થોડી વાર માં નિયા એ કંઇ બહાનું કાઢી ને ફોન મૂકી ને assignment લખ્યું.


સોમવાર થી એમના વાઈવા અને Submission સ્ટાર્ટ થવાનું હતું. એટલે નિયા અને પર્સિસ એની તૈયારી કરતા હતા.

આદિત્ય અને માનિક નો ફોન આવતો કોન્ફરન્સ માં એટલે નિયા બોર નાં થતી કેમકે પર્સિસ બોર થાય એટલે તરત જેનિસ ને ફોન કરી દે.

નિયા વિચારતી હતી ગુરૂવારે રજા છે અને ત્યારે જાનું દી ની સગાઈ છે મારે વાઇવા છે એટલે બુધવારે તો મારે જવું જ પડશે. 12 વાગ્યા ની ટ્રેન છે 11.30 સુધી માં વાઈવા પતી જસે. પણ સ્ટેશન ઓટો માં જઇશ તો પોચાસે નહિ અને પર્સિસ ટ્રાફિક માં આવશે નહિ હવે શું કરું.


પછી એક વાર કોન્ફરન્સ કૉલ ચાલતો હતો ત્યારે માનિક એ કીધું હું મૂકી જઇશ. નિયા ને પણ જલ્દી પોચવાનું હતું એટલે એને હા કહી દીધી.

બે વાઈવા તો નિયા નાં મસ્ત ગયા હતા. નિયા આજે ખુશ હતી પણ જલ્દી વાઈવા પતે એની રાહ જોતી હતી.
એ પેલા માનિક આવ્યો નિયા પાસે ,

"નિયા એક પ્રોબ્લેમ છે?"

"કેમ શું થયું"

"મારી પાસે લાઈસન્સ નથી એટલે તને મૂકવા નઈ આવી શકું."

"ઓકે વાઈવા પતે પછી જોઈએ" નિયા ને ગુસ્સો આવતો હતો પણ નોર્મલ થઈ ને બોલી.


થોડી વાર પછી નિયા નાં અને બીજા બધા નાં વાઈવા પતી ગયા હતા.

આદિત્ય અને માનિક આવ્યા અને કેમનું જવું એ વિચારતા હતા.



નિયા ને કોણ મૂકવા જસે સ્ટેશન?