Daastaan - e - chat - 11 in Gujarati Fiction Stories by Siddhi Mistry books and stories PDF | Daastaan - e - chat - 11

Featured Books
Categories
Share

Daastaan - e - chat - 11

11


વિહાન અને સાક્ષી ની છેલ્લા એક મહિના થી વાત થઈ જ નઈ હતી સરખી રીતે. છેલ્લા એક મહિના થી બંને ના ગુડ મોર્નિંગ અને ગુડ નાઈટ સિવાય ના એક પણ મેસેજ નઈ હતા.

બોવ દિવસે આજે વિહાન થોડો ફ્રી થયો હતો એટલે એને મેસેજ કર્યો.

વિહાન : હાઈ

એક કલાક પછી સાક્ષી એ મેસેજ જોયો.


સાક્ષી : 🙋🏻‍♀️

વિહાન : શું કરે છે

સાક્ષી : મૂવી જોવું છું.

વિહાન : અરે વાહ. પેલી વાર તે વાંચવા સિવાય કંઈ બીજું કીધું.

સાક્ષી : 😂😂

વિહાન : ક્યું મૂવી જોવે છે?

સાક્ષી : શરતો લાગુ

વિહાન : ગુજરાતી ઓહ 😳

સાક્ષી : એમાં ઓહ કેમ

વિહાન : કઈ નઈ એમજ

સાક્ષી : ઓકે

વિહાન : સારું છે મૂવી મેં જોયેલું છે એક વાર

સાક્ષી : હમ

વિહાન : છેલ્લો દિવસ જોયું છે

સાક્ષી : એ તો જોયું જ હોય ને

વિહાન : કેમ એવું

સાક્ષી : મને ગમે છે એ મૂવી

વિહાન : હા સારું છે

સાક્ષી : નિખિલ લોકો નું ગ્રુપ મસ્ત છે

વિહાન : હા

સાક્ષી : કાશ મારે પણ એવા ફ્રેન્ડ હોત

વિહાન : કેમ આમ બોલે છે

સાક્ષી : કંઈ નઈ મુક એ બધું

વિહાન : ના બોલ

સાક્ષી : ના પેલા એ કહે તારી જોબ નું શું થયું?

વિહાન : હા એ તો તને કીધું જ નઈ

સાક્ષી : હમ

વિહાન : હું સિલેક્ટ થઈ ગયેલો. પુણે જોબ ચાલુ થઈ ગઈ. અત્યારે ત્યાં જ છું.

સાક્ષી : લાગ્યું મને

વિહાન : કેમનું

સાક્ષી : ઓનલાઇન નથી હોતો તું

વિહાન : હા ટાઈમ જ નઈ મળતો

સાક્ષી : હમ

વિહાન : રાતે આવી ને સુઈ જ જાવ અને રવિવારે પણ સૂવાનું જ

સાક્ષી : 😂😂

વિહાન : તારે કેવું ચાલે

સાક્ષી : મસ્ત

વિહાન : ગુડ

સાક્ષી : ઓય

વિહાન : બોલ

સાક્ષી : તારી બુક

વિહાન : કંઈ

સાક્ષી : તે આપેલી એ

વિહાન : હા તો

સાક્ષી : તુ તુ પુણે જતો રહ્યો ને

વિહાન : તો હુ આવીશ પાછો ત્યારે આપી દેજે

સાક્ષી : ઓકે

વિહાન : દિવાળી માં આવીશ

સાક્ષી : પંદર દિવસ ની વાર પછી ને

વિહાન : શું

સાક્ષી : ત્યારે તું આવીશ

વિહાન : આવી ને પણ શું ફાયદો (મન માં બોલે છે તું મળવા તો આવવાની નથી )

સાક્ષી : એટ્લે

વિહાન : કઈ નઈ

સાક્ષી : ઓકે

વિહાન : તું મળવા આવશે ને

સાક્ષી : કેમ ?

વિહાન : ફ્રેન્ડ ને મળવા ના અવાય ?

સાક્ષી : અવાય ને

વિહાન : તો પછી

સાક્ષી : કંઈ નઈ

વિહાન : આવશે ને મળવા

સાક્ષી : જોઈએ

વિહાન : જો તને બીક લાગતી હોય તો તપન ને લઈ ને આવીશ

સાક્ષી : 🙄

વિહાન : આમ શું જોવે છે મને બીક લાગે છેે

સાક્ષી : મને નથી લાગતું તને કોઇ થી બીક લાગતી હોય

વિહાન : ઓહ એવું

સાક્ષી : હા

વિહાન : પણ તને તો લાગે છે

સાક્ષી : 🙄

વિહાન : આમ ના જો સાચું કહું છું આપડે મળ્યા હતા ત્યારે તું કેટલું ઓછું બોલતી હતી

સાક્ષી : હા તો હું ઓછું જ બોલું છું.

વિહાન : મને નથી લાગતું મને તો એવું લાગે છે તું મારી સાથે જ ઓછું બોલે છે

સાક્ષી : ના ના

વિહાન : હા હા

સાક્ષી : 😊

વિહાન : કઈ નઈ નવી બુક ઘરે હસે તો લઇ ને આવીશ.

સાક્ષી : 😮

વિહાન : 😮નઈ સાચે

સાક્ષી : કેમ

વિહાન : તું એમનેમ તો મળવા નઈ આવે

સાક્ષી : એટલે મળવા માટે બહાનું જોઈએ

વિહાન : ના

સાક્ષી : તો

વિહાન : મને ખબર છે તું એમનેમ તો મળવા નઈ જ આવે એટલે બુક આપવાના બહાને તને મળવા આવીશ

સાક્ષી : ઓહ બોવ સ્માર્ટ.

વિહાન : ના એવું નઈ. ચલ પછી વાત કરું

સાક્ષી : હા ધ્યાન રાખજે

વિહાન : કેમ?

સાક્ષી : ત્યાં એકલો છે ને એટલે

વિહાન : હા અને તું પણ રાખજેે

સાક્ષી : હું એકલી નથી.

વિહાન : તુ નોવેલ વાંચવા મા બીજું ભૂલી જાય છે ને એટલે.

સાક્ષી : 😊


વિહાન વિચારતો હતો આ ટાઈમ થોડો વધારે સમય સાક્ષી સાથે પસાર થાય તો સારું.

આ વાત થઈ પછી તો એ બંને ની ખાલી ગુડ મોર્નિંગ અને ગુડ નાઈટ ના જ મેસેજ હતા. ફોન પર તો એ લોકો ની વાત થતી જ નઈ.


દસ કે બાર દિવસ પછી વિહાન સૂરત આવ્યો. હવે એની પાસે વાત કરવાનો ટાઈમ હતો પણ સાક્ષી ફ્રી નઈ થતી હતી.

એક દિવસ વિહાન એના રૂમ માં બેઠેલો હતો ત્યાં તપન આવ્યો.


તપન : શું વિચારે છે?

વિહાન : કઈ નઈ

તપન : સાચું બોલ ને

વિહાન : મારે સાક્ષી ને મળવું છે.

તપન : તો મળી આવને

વિહાન : પણ કેમનું

તપન : એટલે

વિહાન : એ ઓનલાઇન બોવ ઓછું આવે છે. વાત પણ નઈ થતી.

તપન : પણ તું મેસેજ તો કરી દે જ્યારે ઓનલાઇન આવશે ત્યારે તારા મેસેજ તો જોઈ લેશે ને

વિહાન : હા

તપન : તો

વિહાન : કરી દેવા હમણાં

તપન : મળશે ક્યાં

વિહાન : એ વિચારું છું. એને પબ્લિક પ્લેસ બોવ ઓછી ગમે છે

તપન : કેફે ચાલે?

વિહાન : હા

તપન : એક નવો બન્યો છે મસ્ત છે ત્યાં જજે

વિહાન : તું કોની સાથે જઈ આવ્યો.

તપન : ફ્રેન્ડ કેતો હતો મને એટલે ખબર છેે

વિહાન : નામ શું છે

તપન : એક મિનિટ મારો ફોન ચાર્જ મા પડ્યો છે એ લઈ આવું એમાં એડ્રેસ છે.

વિહાન : સારું

તપન ફોન લઈ ને આવે છે અને પછી બંને કેફે નું લોકેશન જોવે છે.


વિહાન : પણ તારે જોડે આવવું પડશે.

તપન : ક્યાં

વિહાન : કેફે માં

તપન : કેમ ?

વિહાન : એને એકલું હોવ ત્યારે થોડી બીક લાગે છે એટલે

તપન : પણ હુ આવી ને શું કરીશ

વિહાન : આવજે પ્લીઝ ભાઈ છે ને મારો

તપન : સારું. તુ પેલા નક્કી તો કર ક્યારે જવું છે એ

વિહાન : ઓકે.


વિહાન એ સાક્ષી ને મેસેજ કર્યો હતો અને જ્યારે સાક્ષી એ જોયો ત્યારે એને કીધું,

સાક્ષી : સારું બુક ભૂલ્યા વગર લઈ ને આવજે.

વિહાન : હા નઈ ભૂલું.


શું થશે હવે?

વિહાન અને સાક્ષી ની દોસ્તી પેલા કરતા વધારે સારી થશે?

વિહાન બુક લઈ ને જસે કે ભૂલી જસે?