Daastaan - e - chat - 10 in Gujarati Fiction Stories by Siddhi Mistry books and stories PDF | Daastaan - e - chat - 10

Featured Books
Categories
Share

Daastaan - e - chat - 10

10

વિહાન : ગુડ મોર્નિંગ

સાક્ષી : ગુડ મોર્નિંગ

વિહાન : શું કરે તું ?

સાક્ષી : તને યાદ 😉

વિહાન : મસ્તી નાં કરીશ

સાક્ષી : અરે સાચે કેવ છું

વિહાન : મને નથી લાગતું

સાક્ષી : તો એ તારી પ્રોબ્લેમ

વિહાન : 🤦🏻‍♂️

સાક્ષી : 😂😂

વિહાન : યાર assignment લખી આપ

સાક્ષી : નાં

વિહાન : કેમ ?

સાક્ષી : મારી મરજી

વિહાન : તને લખવાનું તો બોવ ગમે છે ને

સાક્ષી : assignment લખવાનું ગમે છે એવું તો મે કીધું નથી.

વિહાન : ઓહ તો શું લખવાનું ગમે છે તને લવ લેટર 😝

સાક્ષી : નાં એ નઈ આવડતો

વિહાન : હું લખી આપું

સાક્ષી : assignment લખ ને તારું પછી લવ લેટર લખજે

વિહાન : 😭😭

સાક્ષી : પાણી બચાવો

વિહાન : હા હો

સાક્ષી : 😛

વિહાન : પેલી વેબ સિરીઝ જોઈ તે ગુજરાતી માં છે એ વાળી ?

સાક્ષી : નામ તો બોલ

વિહાન : અરે પેલી છે ને ...

સાક્ષી : પેલી કંઇ પણ 😅

વિહાન : બસ ચા સુધી

સાક્ષી : હા જોઈ છે

વિહાન : બધા સિઝન

સાક્ષી : યેસ

વિહાન : પણ તું ચા તો પીતી નથી

સાક્ષી : તો એને અને સિરીઝ ને શું લાગે 🤨

વિહાન : ચા પીતા હોય એના માટે જ છે

સાક્ષી : સાચે????

વિહાન : હા સાચે

સાક્ષી : એ હા વાલા બેસી રે ને શાંતિ થી pubg રમ તું

વિહાન : નઈ આવડતી મને શિખવાજે મને રમતા

સાક્ષી : 😴😴😴

વિહાન : સવાર સવાર માં ઊંઘ આવે છે તને

સાક્ષી : 🥱🥱

વિહાન : મને ખબર છે તું નાટક કરે છે

સાક્ષી : 🙄🙄

વિહાન : બસ મારી માં ઇમોજી સિવાય કઈ બોલ તું હવે

સાક્ષી : 😯😮😯

વિહાન : હવે શું થયું તને

સાક્ષી : તે લખ્યું ને મારી માં

વિહાન : હા તો ?

સાક્ષી : એ તો કામ કરતા હસે તો એમને ક્યાં હેરાન કરે છે

વિહાન : 🤦🏻‍♂️🤦🏻‍♂️ gannu દાદા આ છોકરી નું કઈક કરો

સાક્ષી : એ કેમ કઈ કરે

વિહાન : તારા સવાલ બોવ અઘરા હોય છે એવું નથી લાગતું તને

સાક્ષી : 🤷🏻‍♀️

વિહાન : સારું ભૂલ માં પુછાઇ ગયું

સાક્ષી : 😅😅😅

વિહાન : કેમ આજે લેક્ચર નથી તારે ?

સાક્ષી : છે ને

વિહાન : તો કેમ ઓનલાઇન છે તું

સાક્ષી : લેક્ચર ઓનલાઇન છે એટલે

વિહાન : 🤦🏻‍♂️🤦🏻‍♂️

સાક્ષી : 😂

વિહાન : હું એમ કહું છું કે

સાક્ષી : કે...

વિહાન : ત્યાં ધ્યાન આપ એમ

સાક્ષી : ક્યાં ત્યાં ?

વિહાન : અબે

સાક્ષી : 🤔

વિહાન : લેક્ચર માં

સાક્ષી : એતો આપુ જ છું

વિહાન : સાચે ?

સાક્ષી : હા

વિહાન : શું બોલે છે સર એ બોલ તો

સાક્ષી : સર નથી મેમ છે

વિહાન : તો એ કઈક બોલતા તો હસે ને ?

સાક્ષી : હા attendance લે છે

વિહાન : હાસ એટલી તો ખબર છે તને 😉

સાક્ષી : 😂😂

વિહાન : કાંટાળો આવે છે લેક્ચર માં મને તો

સાક્ષી : શેમાં નઈ આવતો

વિહાન : એવું નાં પૂછાય યાર

સાક્ષી : 😅😅😅

વિહાન : સૂઈ જવામાં

સાક્ષી : 😮😮

વિહાન : ટીવી જોવામાં પણ નઈ આવે

સાક્ષી : લેક્ચર માં જ આવે ને

વિહાન : હા બોવ જ

સાક્ષી : 😂😂

વિહાન : તું પણ છેલ્લા વર્ષ માં છે ને?

સાક્ષી : નાં નાં હજી તો બીજા માં છું.

વિહાન : મસ્તી નાં કર

સાક્ષી : 😅😅

વિહાન : બોલ ને સાચું

સાક્ષી : હા

વિહાન : પછી માસ્ટર

સાક્ષી : નાં બોવ ભણી લીધું

વિહાન : 😅😂😅

સાક્ષી : શું થયું

વિહાન : મારે પણ નઈ કરવું હતું માસ્ટર

સાક્ષી : તો કેમ કરે છે?

વિહાન : ફેમિલી નાં લીધે

સાક્ષી : 😀😀

વિહાન : નઈ તો મારે તો નઈ જ કરવું હતું

સાક્ષી : ઓહ કે

વિહાન : એક રમુજી વાત કેવ

સાક્ષી : હા બોલ ને

વિહાન : ભાઈ છે ને તપન એને જોવા માટે છોકરી વાળા આવેલા

સાક્ષી : ઓહ ગુડ નક્કી થઈ ગયું

વિહાન : નક્કી ની ક્યાં કરે તું

સાક્ષી : 🤨🤨

વિહાન : ભાઈ એ નાં પાડી દીધી

સાક્ષી : કેમ


વિહાન : પેલી છોકરી એ એવું મારો એક બોય ફ્રેન્ડ છે અને જો તમે હા કેસો તો મારે હા પાડવી પડશે.

સાક્ષી : 😅😅

વિહાન : એમ પણ ભાઈ ને ગમતી નઈ હતી

સાક્ષી : તો પછી

વિહાન : મમ્મી કેહ એ સારી છે. હવે મમ્મી ની આગળ શું બોલવું એને

સાક્ષી : 😂😂

વિહાન : 😀😀

સાક્ષી : તારા માટે શોધવાની જરૂર છે

વિહાન : નાં વાર છે મારે

સાક્ષી : 😱😱

વિહાન : યાર આવું ઇમોજી નાં મોકલ

સાક્ષી : કેમ

વિહાન : પછી હું કંઇ બીજું સમજીશ

સાક્ષી : 🤭🤭

વિહાન : કૉલેજ માં એક કંપની આવી હતી ઓનલાઇન રાઉન્ડ છે. પેહલા માં હું સિલેક્ટ થઈ ગયો છું. હવે બીજો રાઉન્ડ છે.

સાક્ષી : nice ક્યારે છે બીજો રાઉન્ડ?

વિહાન : બે દિવસ પછી

સાક્ષી : ઓકે બેસ્ટ ઓફ લક

વિહાન : thank you

સાક્ષી : 😊

વિહાન : ઓય

સાક્ષી : બોલ

વિહાન : મારા ઘરે ક્યારે આવશે?

સાક્ષી : કેમ કઈ છે

વિહાન : હા

સાક્ષી : ઓહ તારા મેરેજ છે ?

વિહાન : મેરેજ માં તું કેમની આવી શકે

સાક્ષી : કેમ ? તું નઈ બોલાવે?

વિહાન : જેના મેરેજ હોય એ થોડા મેરેજ માં જાય

સાક્ષી : વૉટ

વિહાન : કંઇ નઈ

સાક્ષી : નાં બોલ

વિહાન : પછી કહીશ

સાક્ષી : કેમ

વિહાન : મમ્મી બોલાવે છે બાય.

સાક્ષી : ઓકે બાય.


(વિહાન વિચારે છે ,આ શું બોલાઈ ગયું મારા થી? એ કંઇ ઊંધું નાં સમજે તો સારું છે. હા પણ એના જેવી મળવી જોઈએ.વિહાન વિચારતો હતો અને પછી થોડું હસતો. )

તપન : કેમ એકલો એકલો હસે છે?

વિહાન : કંઇ નઈ

તપન : નાં એવું તો નાં હોય કઈ તો છે

વિહાન : કંઇ નઈ

તપન : સાક્ષી ની વાત છે ને

વિહાન : હમ

તપન : લાગ્યું જ મને

વિહાન : સરસ

તપન : એવું તો શું હતું કે તું હસવા લાગ્યો

વિહાન : જો મેસેજ

થોડી વાર પછી,

તપન : દોફા આ શું બોલ્યો

વિહાન : બોલાઈ ગયું મસ્તી માં

તપન : ઓહ

વિહાન : ઓહ નઈ ભાઈ

તપન : સાચે કેજે તું ગમે છે ને એ

વિહાન : આવો કેવો સવાલ

તપન : જવાબ આપ હવે?

વિહાન : નઈ ખબર

તપન : તો શું ખબર છે

વિહાન : કંઇ નઈ

તપન : બોલ નઈ તો ગયો તું

વિહાન : એ તો મને પણ નઈ ખબર એ ગમે છે કે નઈ એ. પણ એની જોડે વાત કરું ને તો સારું લાગે.

તપન : ઓકે

વિહાન : હા

તપન : આવું ઊંધું ચટ્ટુ નાં બોલતો હવે
વિહાન : ઓકે


શું થશે આગળ?