Daastaan - e - chat - 9 in Gujarati Fiction Stories by Siddhi Mistry books and stories PDF | Daastaan - e - chat - 9

Featured Books
Categories
Share

Daastaan - e - chat - 9

Daastaan - e - chat


9


વિહાન : good evening madam

સાક્ષી : ઓહ કેમ આજે આટલી બધી રિસ્પેક્ટ 😉

વિહાન : બસ એમજ

સાક્ષી : અચ્છા

વિહાન : શું કરે છે ?

સાક્ષી : assignment લખું છું

વિહાન : ઓહ સો સ્વીટ મારું પણ લખી દેને

સાક્ષી : 🤨

વિહાન : શું થયું

સાક્ષી : 🙄

વિહાન : શું 🙄

સાક્ષી : 😒

વિહાન : 😮

સાક્ષી : મારું પરાણે લખું છું તારું કેમ લખી આપુ

વિહાન : આવું શું કરે. ચાલ ચોકલેટ આપી દેવા

સાક્ષી : નો હું નઈ લખી આપું

વિહાન : સિલ્ક?

સાક્ષી : નાં

વિહાન : આઈસ્ક્રીમ

સાક્ષી : નાં

વિહાન : વડાપાવ

સાક્ષી : નાં

વિહાન : તો ડ્રીમ બોય ને મોકલું

સાક્ષી : નાં 😌

વિહાન : ઓય શું થયું બોલ ને

સાક્ષી : કંઇ નઈ

વિહાન : લખી આપશે ને ?

સાક્ષી : નાં

વિહાન : ઓકે વાંધો નહિ.

સાક્ષી : 😅😂

વિહાન : ચાલ એક સવાલ પૂછું

સાક્ષી : હા બોલ ને

વિહાન : તારો ડ્રીમ બોય એટલે કે જ લકી મેન હસે એ કેવો હસે યા કેવો હોવો જોઈએ?

સાક્ષી : ઓહ

વિહાન : ચાલ બોલ હવે

સાક્ષી : પેલા તું બોલ

વિહાન : હું શું બોલું?

સાક્ષી : તે મને જે પૂછ્યું ને એજ પણ ડ્રીમ ગર્લ

વિહાન : યાર એ કેમનું કેવ

સાક્ષી : બોલ ચાલ

વિહાન : નાં નાં એ નઈ

સાક્ષી : કેમ ?

વિહાન : પછી તને ખોટું લાગે તો

સાક્ષી : નઈ લાગે

વિહાન : સાચે ને ?

સાક્ષી : હા સાચું

વિહાન : એન્જિનિયર હોવી જોઈએ

સાક્ષી : 😮

વિહાન : સિમ્પલ, સ્વીટ, મને સમજી શકે એવી, મારા મમ્મી પપ્પા ને ગમે એવી.

સાક્ષી : ઓકે બીજું કંઈ

વિહાન : મને માનવતા આવડવું જોઈએ

સાક્ષી : 😂😂😂

વિહાન : કેમ હસે છે

સાક્ષી : એવું તો તું શું કરે કે તને મનાવવો પડે

વિહાન : 🤦🏻‍♂️ તારું કઈ નઈ થવાનું

સાક્ષી : 😂😂

વિહાન : જે લઈ જસે ને તારા સવાલ થી કંટાળી ને પાછો મૂકી જસે

સાક્ષી : 🤭

વિહાન : સાચું જ કેવ છું


સાક્ષી : તું કંટાળી ગયો મારા થી?

વિહાન : નાં

સાક્ષી : તો એ કેમનો કંટાળે 🤨

વિહાન : વૉટ

સાક્ષી : કંઇ જ નહિ

વિહાન : નાં બોલ ને

સાક્ષી : એ તો જે લઈ જસે એને પૂછી લેજે કેટલો કંટાળી ગયો કે નઈ એમ 😉

વિહાન : લે એમ થોડું પૂછાય

સાક્ષી : 😂😂

વિહાન : બસ બોવ નાં હસ

સાક્ષી : 🤭

વિહાન : 😂

સાક્ષી : 🤨

વિહાન : કંઇ નઈ હો.

સાક્ષી : 😌

વિહાન : કદાચ તને જે ગમતો હોય એ તારી સામે આવી જાય તો તું શું કરે

સાક્ષી : 🙈

વિહાન : ઓય છોકરી શરમાઈ ગઈ 😉

સાક્ષી : 😋

વિહાન : બોલ ને ચાલ

સાક્ષી : એ કોઈ દિવસ સામે આવશે જ નહિ

વિહાન : સાચે ?

સાક્ષી : હા કેમકે એવું કોઈ છે જ નઈ 😉

વિહાન : ઓહ પણ મસ્ત હસે એ

સાક્ષી : જોઈએ એ તો હવે

વિહાન : એટલે

સાક્ષી : આવે ત્યારે ખબર કેવો છે એ

વિહાન : હા એ પણ છે

સાક્ષી : 😝

વિહાન : ઑયે મારું રિઝલ્ટ આવી ગયું ખબર છે ?

સાક્ષી : તે કીધું મને ?

વિહાન : નાં

સાક્ષી : તો મને કેમની ખબર હોય યાર

વિહાન : હા એ પણ છે

સાક્ષી : 😀

વિહાન : 10 spi આવ્યા. ફૂલ માર્ક્સ 😅

સાક્ષી : ઓહ મેમ ને પતાવ્યા હતા કે શું?

વિહાન : નાં હવે

સાક્ષી : તો આટલા બધા કેમના આવી ગયા

વિહાન : ઓનલાઇન એક્ઝામ

સાક્ષી : 😅😅

વિહાન : બોલ બીજું

સાક્ષી : બીજું તો કંઇ નઈ

વિહાન : બુક વંચાઈ ગઈ?

સાક્ષી : કંઇ

વિહાન : મે આપેલી એ

સાક્ષી : હા

વિહાન : બીજી જોઈએ છે?

સાક્ષી : કેમ નવી આવી છે કોઈ?

વિહાન : એમાં મને નાં ખબર હોય

સાક્ષી : તો કોને ખબર હોય

વિહાન : તપન ને અને મમ્મી અને પપ્પા ને

સાક્ષી : 🤨

વિહાન : શું થયું?

સાક્ષી : આ તપન કોણ છે?

વિહાન : મારો ભાઈ

સાક્ષી : કેટલા છે?

વિહાન : શું?

સાક્ષી : ભાઈ

વિહાન : એક જ

સાક્ષી : ઓહ

વિહાન : ટપુ કેવ છું ને એજ તપન

સાક્ષી : ઓહ મને એમ બંને અલગ અલગ છે

વિહાન : ઓ બેન

સાક્ષી : 🤨

વિહાન : અહીંયા બે માં તો મહાભારત થઈ જાય છે તું ક્યાં ત્રીજો લાવે છે 😉

સાક્ષી : 🤭🤭

વિહાન : 😊

સાક્ષી : બુક નું બોલ પેલા

વિહાન : એ મને નાં ખબર હોય

સાક્ષી : તો પૂછી ને કેજે ઓકે. બાય પછી વાત કરું.

વિહાન હજી કંઇ આગળ મેસેજ કરે એ પેલા તો સાક્ષી નું નેટ ઓફ થઈ ગયું .

વિહાન બાલ્કની માં ઉભો ઉભો વિચારતો હતો, "સાક્ષી ને બુક વાંચવામાં એટલું શું મઝા આવતી હસે. કોણ હોય આવું બુક ની પાછળ પાગલ." પછી પોતાને જ ટપલી મારતા બોલ્યો , "ચાલ વિહાન તું assignment પતાવ. જાતે જ લખવા પડશે હવે તો"


વિહાન એકલો એકલો હસતો એની રૂમ માં ગયો.

"શું ભાઈ કેમ આજે એકલા એકલા હસો છો? કોઈ એ હા પાડી દીધી કે શું?"

"કામ કરે ને તારું"

"વિહાન બોલ ને. ભાઈ નઈ હું તારો ? મને નઈ કેશે "

"કંઇ નઈ. સાક્ષી સાથે વાત થઈ "

"ઓહ અચ્છા સાક્ષી ભાભી. એટલે આટલા ખુશ છો તને એમ ને 😉"

"બસ ટપુ ભાભી નથી કઈ એ?"

"તો શું છે?"

"ફ્રેન્ડ છે "

"ઓહ્ પણ દિલ માં તો ઘંટી વાગતી હોય એવું કેમ લાગે છે મને "

"ટપુ ડા..........."

ત્યાં તો તપન નીચે મેઈન હોલ માં આવી ગયો જ્યાં એના મમ્મી હતા .

"તમારે બંને ને ઝઘડ્યા સિવાય કંઇ આવડતું જ નથી ને "

"મમ્મી આ વિહાન સાક્ષી જોડે વાત કર્યા પછી એકલો એકલો હસતો હતો"

વિહાન : મમ્મી એવું કંઇ નથી.

તપન : સાક્ષી ભાભી શું કરે ?

મમ્મી (વિહાન નાં ): આ સાક્ષી એટલે પેલી જ ને જેનો આપડા સમાજ ની મેગેઝિન માં ફોટો હતો.

વિહાન : કંઇ મેગેઝિન માં

મમ્મી : પેલું નઈ આવતું દર મહિને એમાં. કંઇક લખેલું હતું એને અને પછી ની વાર એનો ફોટો પણ આવ્યો હતો.

વિહાન : એવું મે ક્યાંય નઈ જોયું.

તપન : બેટા એટલે કહીએ મેગેઝિન વંચાય

મમ્મી : છોકરી તો સારી છે. ઓળખું છું એના મમ્મી પપ્પા ને સારી રીતે.

તપન : તો ક્યારે નક્કી કરવું છે ?

મમ્મી : શેનું?

તપન : વિહાન નું

વિહાન : ઓ ભાઈ બેસી રેને તું શાંતિ થી.

મમ્મી : વિહાન પેલા તારી વારી છે. તારું થાય એટલે વિહાન નું વિચારીએ.

વિહાન : હા ભાઈ પેલા

મમ્મી : બોલાવ બેટા કોઈ વાર તારી ફ્રેન્ડ ને ઘરે

તપન : ફ્રેન્ડ નઈ ભાભી અને તમારી વહુ

(ત્યાં જ વિહાન નાં પપ્પા હોલ માં આવ્યા )

પપ્પા : કોની વહુ ?

તપન : વિહાન ની

પપ્પા : શોધી લીધે તે

તપન : હા સાક્ષી ભાભી

વિહાન : પપ્પા કંઇ જ નથી શોધી. આ ટપુ ખાલી ખોટો મને હેરાન કરે છે .

મમ્મી : આ સાક્ષી પેલી જ છે મેગેઝિન માં ફોટો તમે બતાવતાં હતાં ને એ જ છે.

પપ્પા : ઓહ એતો સારી છોકરી છે. વાંચ્યું છે એનું લખેલું સારું લખે છે.

તપન : હા બોવ જ મસ્ત લખે છે.

વિહાન : તે ક્યારે વાંચ્યું ?

તપન : મેગેઝિન માં આવેલું ને ત્યારે

મમ્મી : બોલાવ જે ઘરે એને કોઈ વાર

પપ્પા : હા હું પણ મળી લવ

વિહાન : (મન માં બોલ્યો, "મે તો કેટલી વાર કીધું એને જ આવું નથી ) હા

તપન : આ આગળ શું ધીમે થી બોલ્યો.

વિહાન : કંઇ નઈ

તપન : આવે ને એટલી વાર છે. તારી બધી જ પોલ ખુલી જસે.

વિહાન : એટલે જ નઈ આવતી.

તપન : શું કીધું?

વિહાન : આવે ત્યારે કેજે.



શું સાક્ષી વિહાન નાં ઘરે જસે?

તપન કંઇ પોલ ખોલશે વિહાન ની ?