Wafa or Bewafa - 11 in Gujarati Love Stories by Miska Misu books and stories PDF | વફા કે બેવફા - 11

Featured Books
Categories
Share

વફા કે બેવફા - 11

તારાથી દુર આવીને અહેસાસ થાય છે કે.. કેટલું મુશ્કેલ છે....તારી વગર રહેવુ.. તારી બહું યાદ આવે છે.. આટલા શોર્ટ ટાઇમમાં તારાથી આટલી નજીક આવી જઈશ.. એ વિચાર્યું પણ ન હતું..." આરુષિ

(હા મેં પણ ક્યાં વિચાર્યું હતું) મનમાં અયાનને થાય છે.
" હા આરુ... મારી પણ એ જ હાલત હતી.. તને ખબર છે કેવી રીતે ટાઈમ કાઢ્યો છે.. ખરાબ વિચારો આવતા હતા..કે તું મારાથી દૂર થઈ જશે..."

" બસ.... એવું ના બોલીશ... ગમે તે થાય પણ તારાથી દુર નહીં થાઉં...લવ યુ સો મચ....એન્ડ. હા પેલો મારી મમ્મી નો નંબર છે. હવે પછી એ નંબર પર ફોન ના કરતો.. મેં ફોન લઈ લીધો છે.. આ મારો નંબર છે..સો નો ટેન્શન.... ઓકે.."

" સાચું.... હવે તો વેઈટ નહીં કરવો પડે એમ ને...લવ યુ ટુ ..એન્ડ મિસ યુ." અયાન
" મિસ યુ..ચલ હવે પછી વાત કરીશું... બાય..." આરુષિ

ફોન મૂકે છે.. એટલામાં રૉકી આવે છે..

"ફોન આવી ગયો એટલે હવે અમને ભાવ નહીં પૂછે તું તો.."
"ના ભાઈ તો પણ તને હેરાન તો કરીશ જ...." એમ કહી હસે છે.
" આરુ, આ નંબર કોનો છે મમ્મીના મોબાઈલમાં.. જાણીતો હોય એમ લાગે છે ખબર છે તને....લેટ નાઇટ કોલ છે."રૉકી
નંબર જોઈ તેના ચહેરાના હાવભાવ બદલાઈ જાય છે.
અયાનનો નંબર હતો. જે એણે કોલબેક કર્યો હતો.
"ના.. મને નથી ખબર.. હશે રોંગ નંબર..." આરુષિ
" ઓકે... " એમ કહી જતો રહે છે..


‌ પ્રેમ! કેવી અદ્ભૂત અનુભૂતિ છે નહીં... ક્યારેય લાઈફમાં દસ્તક દઈ દે.... ખબર જ નથી રહેતી..બે અજાણી વ્યક્તિ જીવનભર સાથ રહેવા માટે તૈયાર થઈ જાય છે.. બસ એક પ્રેમ ના સહારે..
આરુષિ અને અયાન પણ જાણે પ્રેમ ભર્યા પ્લેનમાં બેસી ઊડી રહ્યા હોય એમ લાગતું હતું... માણસોથી ભરેલી દુનિયાથી દૂર આકાશમાં વાદળો વચ્ચે વિહરતા હોય....એમ જાણે બંને પ્રેમમાં... ખોવાઈ જાય છે..

આરુષિ અને અયાન વચ્ચે ભલે લોગ ડીસ્ટન્સ રીલેશનશીપ હતી પણ બંને જાણે સાથે જ લાઈફ જીવતા હોય એમ લાગે...
થોડા સમયમાં આરુષિની કોલેજ પણ સ્ટાર્ટ થઈ જાય છે.. અયાનને પણ પોસ્ટ ગ્રેજ્યુએશન શરું થઈ જાય છે.. બંને ‌પોતપોતાની સ્ટડીઝ માટે બીઝી ‌થઈ જાય છે. અયાન ક્યારેક મળવા આવી જાય.. બંનેનો પ્રેમ દિવસે દિવસે વધુ ગાઢ બનતો જાય છે..
આરુષિના બર્થ ડે પર અયાન અમદાવાદ આવી
જાય છે. અને કુહુ સાથે મળીને સરપ્રાઈઝ પ્લાન બનાવે છે.સાંજે ચારેક વાગ્યે કુહુ બહાનું કરીને કાંકરિયા લઈ જાય છે.

આરુષિ અયાનને જોઈ ખુશ થઈ જાય છે.. અયાનને હગ કરી લે છે..
" હેપી બર્થડે બકુ..... હેવ અ લોન્ગ લાઈફ વીથ મી... " એમ કહી અયાન હસે પડે છે..
" હા.. હા.. વીથ યુ.... થૅન્ક યુ... એન્ડ બેસ્ટ સરપ્રાઈઝ ફોર મી...‌‌" આરુષિ
" યા ઓલ્સો થૅન્ક કુહુ... એની હેલ્પ વગર શક્ય નહોતું."
અયાન..

"બસ બસ.. થૅન્ક યુ ની ફોર્માલીટીની જરૂર નથી.બેસ્ટ ફ્રેન્ડ છે મારી... ઈતના તો બનતા હૈ.... એન્જોય ગાઈઝ.... હું નીકળું..." કુહુ
" અરે કેક કટિંગ થાય પછી જા." અયાન
" ના હો.. ઈટ્સ યોર ટાઈમ.. અમે તો રોજ સાથે હોઈએ.મારે
કબાબમાં હડ્ડી નથી બનવું ઓકે...મારે કામ પણ છે.પછી પિક અપ કરી લઈશ." એમ કહી કુહુ જતી રહે છે.

" સો... મેડમ... કેક કટિંગ... કરીશું..!?" અયાન

આરુષિ કેક કટ કરે છે અને એકબીજાને ખવડાવે છે. અયાન ગીફ્ટસ આપે છે. નાના ત્રણ બોક્સ હોય છે..
આરુષિ વારાફરતી ખોલે છે. એકમાં ડેલીકેટ બ્રેસલેટ, બીજું નાનું ટેડી, અને કીચન હોય છે..

" બહુ મોટી નથી.. બસ મને ગમ્યું તો..."

" અયાન.....બધા ગીફ્ટસ બહું જ મસ્ત છે, હું હંમેશા સાથે પણ રાખી શકીશ.મને બહુ જ ગમ્યા..
ગીફ્ટ મોટી હોવી જરૂરી નથી.. નાની વસ્તુ પણ કોઈ વાર મોટી ખુશી આપે છે. અને તું આપે છે એટલે મારા માટે સોના કરતાં પણ વધુ કિંમતી છે..."

અને અયાન તેના ગાલને પ્રેમથી ચૂમી લે છે.ચોમાસાના ખુશનુમા વાતાવરણમાં, ધીમે ધીમે લહેરાતા ઠંડા પવનમાં હાથમાં હાથ પકડી બંને જણા વાતોમાં ઓતપ્રોત થઈ જાય છે.. . સાંજ પણ ઢળી જાય છે.. સમય ક્યારે જતો રહે છે ખબર નથી પડતી..

કુહુ આવે છે..
" જઈશું મેડમ.. હવે...!?"
" હા, જવું જ પડશેને.." આરુષિ
"ના ના.. અહીં ઘર વસાવવું હોય તો રહી શકે છે.. ", એમ કહી કુહુ હસે છે. આરુષિ જવા માટે ઊભી થાય છે.
અયાન હાથ પકડી લે છે.
"આરુ... પ્લિઝ પાંચ મિનિટ...‌ કુહુ, ઈફ યુ ડોન્ટ માઈન્ડ" અયાન

" હા કેમ નહીં, આરુ પાર્કિંગ એરિયામાં જાઉં છું તું આવ ઓકે.. "કુહુ

" શું થયું? " અયાન..
"કંઈ નહીં... આરુ.. તું મારી છે ને.. હંમેશા મારી સાથે રહીશ ને...આઇ કાન્ટ લિવ વિધાઉટ યુ.." અયાન ઈમોશનલ થઈ જાય છે.
" અયાન કેમ આવું બોલે છે.. હું તારી જ છું ને હંમેશા રહીશ...કેમ આટલું ટેન્શન કરે છે.." આરુષિ

અયાન આરુષિને પોતાની બાહોમાં લઈ લે છે.. આરુષિના હોઠ પર પોતાના હોઠ મૂકી દે છે.. અને બંનેના પ્રેમ ને મહોર લાગી હોય એમ... વરસાદ પણ સાથ પુરાવે છે.. ધીમા વરસતા વરસાદમાં એકબીજાના હાથમાં હાથ લઈને બંને જણા ત્યાંથી‌ નીકળે છે...

આરુષિ અને કુહુ ઘરે પહોંચે છે..
ઘરમાં જતાં જ..... અવાજ આવે છે..
હેપી બર્થડે ટુ યુ.......
હેપી બર્થડે..ડીયર આરુ.....
હેપી બર્થડે ટુ યુ....