રહસ્ય.....(SECRET) પ્રકરણ-૨
આ નવા મકાનમાં રહેવા આવ્યા બાદ થોડા દિવસો વીતવા લાગ્યા હતા. આ દરમિયાન મારા અંતરમાં અંજલી તરફ કંઈક વધુ આકર્ષણ થઈ રહ્યું હતું.
અંજલી વયસ્ક હતી, ત્રણ બાળકોની માતા હતી, આમ છતાં તેના તરફ આકર્ષણ હતુ તે સ્વભાવિક હતું. આમ છતાં તે સ્વીકાર કરવા હું અંદરથી તૈયાર ન હતો. ત્રણ બાળકોની માતા બન્યા બાદ પણ તેનામાં સુરભી કરતાં વિશેષ આકર્ષણ હતું. તેની શ્યામવર્ણી સુરેખ કાયા, મંદ-મંદ તેનું હાસ્ય, આ બધુ નિરખતો તેની તરફ લક્ષ્ય આપતો હતો. પરંતુ અંદરથી મને હુંગુનેગાર છું તેવું થતું હતું. કોઈક સમયે તો એવો વિચાર મનમાં આવતાં ચમકી પણ જતો, કે કોઈ દિવસ સુરભી ઘરમાં નહી હોય ને એકદમ અંજલી મારા મકાનમાં આવી જશે, બારી દરવાજો બંધ કરી દેશે, સંધ્યાકાળનો સમય હશે- આવા અનેક વિચારોથી મારુ મન અંદરથી હચમચી જતું હતું. આવા વિચારોને ત્યાંજ અટકાવી દેવોનો નિરર્થક પ્રયત્ન કરતો હતો.
સુરભિને તો આ વિશે કંઈ કહી જ ન શકાય, પરંતુ સુરભી વાતો-વાતોમાં અંજલી ની વાતો કરતી ત્યારે હું લાપરવાહ સ્વસ્થતાનો ડોળ કરીને તેની બધી જ વાતો પુરા ધ્યાનથી સાંભળતો હતો.
સુરભી સાથે હું દર અઠવાડિયે શનિવારે રાત્રિના સમયે રાત્રિના શોમાં કે રવિવાર સવારના મેટેની શોમાં મુવી જોવા જવાનો લગભગ નિત્યક્રમ હતો. હું એ વાતનું પણ ધ્યાન રાખતો હતો કે અમારા આવવા જવાના સમયે અંજલી તેના ઉપરના માળે ગેલેરી માં ઉભી જ હોય. અને જ્યારે તે સુરભી પાસે કંઈ કામ કામ માટે આવતી ત્યારે સુરભી પાસે મારી પ્રશંસા કરવાનું ચૂકતી ન હતી. આ બધી વાતો મને સુરભી કહેતી હતી. સુરભી પણ કહેતી કે મકાન ભલે દુર છે પરંતુ આપણા મકાન માલિક ઉપર જ રહે છે અને તેમની પત્ની અંજલી પણ સારી છે, તેના બાળકો પણ હસતા રમતા હોય છે.અંજલી પોતે પણ બહુ હોંશિયાર અને ચબરાક સ્ત્રી છે જેને કારણે તેના સહવાસને લીધે મને મકાન દૂર હોવા છતાં કોઈ ડર લાગતો નથી.
‘’ હું પણ તેની વાતોમાં તાપસી પુરાવતો, હા સુરભી, તારી વાત બિલકુલ સાચી છે. હું ભલે સવારે જવું અને રાત્રે ઘરે આવું છું પરંતુ અંજલી જેવી નીડર સ્ત્રી નો તને સહવાસ તારીસાથે હોવાને કારણે મને પણ તારી ચિંતા રહેતી નથી.
કોણ ક્યારે આવ્યું, કેટલા વાગે આવ્યું, તેના હાથમાં શું હતું આ બધું જ ધ્યાન અંજલી પોતાના ઘરમાં રહે રહે રાખતી હતી.
‘’ શું વાત છે, એમ ? તને અંજલી કહેતી હશે ? ‘’ હા.. મને કહે કે સૂરભી તે છોકરો સરસ પસંદ કર્યો છે.
હું પણ સુરભી ની સામે એકીટશે જોતો જ રહો, અમારા બંનેની એકબીજાની આંખો મળતાં જ તે હસી પડી. ‘હા’..અંજલી ની વાત સાચી છે, છોકરો સારો પસંદ કર્યો છે, હવે તો તને પણ સાચું લાગતું હશે ને ?
આ બધી વાતો રસ્તામાં ચાલતી જ હતી અને સમય પસાર કરતા હતા તે દરમિયાન એક ખાલી રીક્ષા સામેથી આવતા હાથ ઊંચો કરતા ઉભી રખાવી તેમાં બેસી અમે નીકળી ગયા.
આમ ને આમ દિવસો પસાર થઈ રહ્યા હતાં. હવે તો એવું પણ બનવા લાગ્યું હતું કે કોઈ સમયે તો હું દુકાને જવા માટે ઘરમાંથી બહાર નીકળતો ત્યારે, અંજલી તેની ગેલેરીમાં આવી ઊભી રહેતી હતી અને મને જોતી રહેતી હતી. બાકી હોય તેમ તે સુરભીની હાજરીમાં પણ મારી સાથે હસી હસીને વાતો કરતી હતી. પરંતુ અમે બંને મારવાડી ભાષામાં વાતો કરતા જે સુરભી સમજતી ન હતી. અંજલીના પતિ અજય સાથે મારે ક્યારે વાત કરવાનો મોકો મળતો ન હતો, કારણ તે એવી પ્રકૃતિ નો માનવી હતો કે ઓફિસેથી ઘરે અને ઘરેથી ઓફિસ, આ જ તેનો નિત્યક્રમ હતો. બાકીના સમયે એક ઘરમાં રહેતો હતો અને તેને જુના ગીતો નો શોખ હશે એમ હતું કારણ તે ઘરમાં હોય ત્યારે જુના કર્ણપ્રિય ગીતો વાગતા હોય જેનો મધુર અવાજ અમને સંભળાતો હતો.
સુરભીએ પણ મને એક વાર પૂછેલું કે, ‘ અંજલી નો પતિ કંઈ કરતો નથી કે શું? આખો દિવસ ઘરમાં ને ઘરમાં જ હોય છે. ના એમ નથી, તે તો સરકારી કચેરીમાં નોકરી કરે છે. અને આપણે રહીએ છે તે મકાનનું મહિને ભાડું આવે એટલે તેમનું ઘર ચાલી રહે છે. પણ હા સ્વભાવે તે બહુ જ શાંત અને સરળ છે.
‘’ પરંતુ મને સમજાતું નથી કે, આ બંને જણા નું કેવી રીતે ચોકઠું ગોઠવાયું હશે ? અંજલીના પિતા તો સોના-ચાંદીના દાગીનાની દુકાનના વેપારી છે. અને વધુમાં અંજલી પણ કેવી સરસ અને ભણેલી-ગણેલી છે.
તને ખબર છે સુરભી, અંજલી કેવી હોશિયાર, ચાલાક અને બુદ્ધિશાળી છે કે આપણે આ મકાનમાં રહેવા આવ્યા તે અગાઉ આ મકાનનું તમામ રીપેરીંગ રંગરોગાન બધી કામગીરી તેણે જાતે તેની દેખરેખમાં કરાવેલ હતી. આ પ્રકારની સ્ત્રીઓ ભાગ્યે જ રાજસ્થાન માં જોવા મળે ! ………..
દિપક એમ. ચિટણીસ (DMC)
dchitnis3@gmail.com