mara pita super hiro in Gujarati Short Stories by Bhavna Bhatt books and stories PDF | મારાં પિતા સુપરહિરો

Featured Books
Categories
Share

મારાં પિતા સુપરહિરો

*મારાં પિતા સુપરહિરો*. ટૂંકીવાર્તા... ૧૬-૬-૨૦૨૦

એક નાનાં શહેરોમાં રહેતો મધ્યમવર્ગીય પરિવાર... વિનોદ ભાઈ અને ઉર્મિ બહેન એમને ત્રણ દિકરાઓ પછી દિકરી આવી હતી સંજના...
સંજના દશ થી અગિયાર વર્ષની હતી અને વિનોદ ભાઈ આખાં પરિવારની સાથે સોમનાથ અને દ્વારકા નો પ્રોગ્રામ ગોઠવ્યો...
ટ્રેનમાં બધાં નિકળ્યા અને પહેલાં
સોમનાથ પહોંચ્યા અને દર્શન કરી ધર્મશાળા માં રાત રોકાઈ બીજા દિવસે દ્વારકા જવા નીકળ્યા...
દ્વારકા પહોંચી ને એક ધર્મશાળા માં ઉતારો લીધો..
બધો સામાન ધર્મશાળા નાં એક રૂમમાં મૂકી ને ધર્મશાળાનાં ખુલ્લા ચોગાનમાં સાથે લાવેલી શેતરંજી પાથરીને સૂઈ ગયા...
ધર્મશાળા નાં ચોગાનમાં ઘણા બધાં સૂતાં હતાં એટલે એક જગ્યાએ સળંગ છ જણા સૂઈ શકે એવી જગ્યાએ પપ્પા એ શેતરંજી પાથરીને અને પહેલાં પોતે સૂતાં પછી સંજના પછી મમ્મી પછી મોટો ભાઈ નરેશ પછી જીતેશ અને પછી રાજેશ ભાઈ સૂઈ ગયા...
અડધી રાત્રે બે બાવા આવ્યા અને સંજના ને એક બાવાએ ઉપાડી લીધી અને જ્યાં પગ ઉપાડ્યો ત્યાં જ વિનોદ ભાઈ ની આંખ ખુલી અને એમણે અંધકાર માં પણ જોયું એમણે બેટરી નો પ્રકાશ ફેંક્યો તો સંજના ને ઉપાડીને જતો બાવો જોયો એમણે બૂમાબૂમ કરી અને હતી એટલી તાકાતથી સંજના ને ઉપાડીને ભાંગતા બાવા નાં પગ પકડી લીધા...
બીજો બાવો વિનોદભાઈ ને લાતો મારી ને પગ છોડાવા કોશિશ કરતો રહ્યો...
બૂમાબૂમ થી જાગી ગયેલી સંજના મોટે મોટેથી રડવા લાગી અને ઉર્મિ બહેન અને એનાં ત્રણેય ભાઈઓ ઉઠ્યા અને બાવાને પકડ્યો બીજા ધર્મશાળામાં સૂતેલા લોકો જાગ્યાં ..
વિનોદભાઈ એ બાવા નાં હાથમાંથી સંજના ને તેડી લીધી તો પહેલા બાવાએ વિનોદભાઈ ને જોરદાર લાત મારી અને બીજા બાવાએ ચપ્પુ કાઢી ને વિનોદભાઈ નાં હાથ પર માર્યું પણ વિનોદભાઈ એ સંજના ને કસીને તેડી લીધી હતી...
લોકો ભેગા થયાં અને બૂમાબૂમ થી ધર્મશાળા નાં માણસો પણ આવ્યા એટલે બન્ને બાવા ભાગી ગયા...
આ બધી ધમાલમાં સવારની પહેલી કિરણ નિકળી..
સંજના એ જોયું કે પપ્પા નાં હાથમાંથી લોહી નીકળે છે એ તો આમ પણ ડરપોક હતી અને આ બધું જોઈ વધુ ગભરાઈ ગઈ...
ધર્મશાળા ની ઓફિસમાં થી પાટો લાવીને વિનોદભાઈ નાં હાથ પર હળદર દબાવી ને પાટો બાંધ્યો...
સંજના પપ્પા નાં ખોળામાં બેસી ને એમને વ્હાલ કરીને એમની ડોકે હાથ ભરાવીને બોલી કે મારાં પપ્પા સુપરહિરો છે...
બધાંએ તાળીઓ પાડી...
સવારે દ્વારકામાં ડોક્ટર શોધી પાટા પિંડી કરાવ્યાં અને દવા લીધી પછી દ્વારકાધીશના દર્શન કરીને તરતજ ધર્મશાળામાં થી પોતાનો સામાન લઈને પોતાના ઘરે જવા નિકળી ગયા...
વિનોદભાઈ અને ઉર્મિ બહેન વિચારી રહ્યા હાશ આપણી સંજના બચી ગઈ અને સંજના પપ્પા સામે જોઈને વિચારી રહી પપ્પા નાં હોત તો મારું શું થાત??? સાચે જ મારાં પપ્પા તો હીરો છે.....
ભાવના ભટ્ટ અમદાવાદ...
૨). *આઈસ્ક્રીમ*. લઘુકથા... ૮-૬-૨૦૨૦

આરતી અને રાજન પોતાનાં નાનાં દિકરા જીત ને આઈસ્ક્રીમ ખવડાવા અમૂલ પાર્લર પર લઈ ગયા ત્યાં એક ફાટેલાં કપડાં થી પોતાનું તન ઢાંકીને રૂખી ફુગ્ગા વેચતી હતી અને જોડે નાનો દિકરો રામુ હતો એણે ફુગ્ગા લેવાં વિનંતી કરી પણ ઘરે જતાં લઈશું વિચારીને જીત ને ચોકલેટ કોન અપાવી બહાર આવ્યા ...
જીત નાં હાથમાં કોન જોઈને નાનો રામુ રૂખી ને કહે બા મને પણ આઈસ્ક્રીમ ખાવો છે..
રૂખી કહે તારાં બાપુ ત્રણ દિવસથી બિમાર છે આ ફુગ્ગા બધાં વેચાઈ જાય તો ખાવાનો અને દવાનો વેંત થાય આ આઈસ્ક્રીમ આપણા થી નાં ખવાય બેટા એ મોંઘો આવે છે..
આરતીએ આ સાંભળીને રૂખી પાસે ગઈ અને રામુ ને કહ્યું કે તારે આઈસ્ક્રીમ ખાવો છે???
રામુ ડરતાં ડરતાં રૂખી સામે જોયું અને હા પાડી..
આરતીએ રાજન ને કહ્યું કે બે બટર સ્કોચ કોન આ મા દિકરા માટે લેતાં આવો..
અને આરતીએ પાંચ ફૂગ્ગા વેચાણ થી લીધાં...
રાજને એ બન્ને ને કોન આપ્યો..
રામુ તો આઈસ્ક્રીમ જોઈને એટલો હરખાઈ ગયો એ જોઈને આરતી અને રાજન ને ખુબ ખુશી થઈ... અને ફુગ્ગા લઈને ઘરે આવ્યા અને આજુબાજુના નાનાં છોકરાંને ફુગ્ગા વહેંચી દીધાં..
ભાવના ભટ્ટ અમદાવાદ....