Poetry Collection in Gujarati Poems by guru Krupa books and stories PDF | કાવ્ય કલેક્શન

Featured Books
Categories
Share

કાવ્ય કલેક્શન

કાવ્ય નંબર-૧

"દિકરીને શિખામણ"

દિકરી બની પપ્પા ની વિકસી તો જો,
ને સાસરિયા ની ડાળ પર ખીલી તો જો...

દિકરી નું જીવન પામનાર મારી લાડલી,
સાસરિયામાં લક્ષ્મી બની શ્વસી તો જો...

પાંખ થઇ પતિ ની પ્રસરી તો જો,
ને નારીની ગરીમા ને ઉજાળી તો જો...

નારીના અનેક રૂપ પામનાર મારી લાડલી,
તું નારી નું નારીત્વ બતાવી તો જો...

વહાલી થઈ હ્દય થી વરસી તો જો,
ને પતિના પ્રેમ માટે તલસી તો જો...

રોમ રોમ પ્રેમથી ભરેલી મારી લાડલી,
સાસરિયા ની સંવેદના સમજી તો જો...

મહેતા દિનેશ


કાવ્ય નંબર-૨

"જીવન રહસ્ય"

સમજાય છે કે કેવું જીવન હોવું જોઈએ

જરુરી છે કે વ્યક્તિત્વ સારું હોવું જોઈએ .

પહોંચી શકાય ભલે નહીં કોઈ ના મન સુધી ,
પરંતુ પ્રેમ દષ્ટિથી મન તરફ ગમન હોવું જોઈએ !

આવે છે કોઈ સુંદર વ્યક્તિત્વ ની સુવાસ ધરા પર ,
લાગે છે આસપાસ સગુણ વ્યક્તિ હોવું જોઈએ !

આઘા છતાયે પાસ દીસે છે ધરા અને ગગન ,
કહે છે ક્ષિતિજ આવું મિલન હોવું જોઈએ !

લખાયું નથી કાવ્ય છતાંય કલમ કા ન ઊપડે ?
નક્કી અહીં જ ક્યાંક એનુ સદન હોવું જોઈએ !

સમજાતું કેમ નથી જીવન રહસ્ય કોઈ ને ?
કાંતો એ સરળ અથવા ગહન હોવું જોઈએ !

દુનિયા યાદ કરે એવું જીવન હોવું જોઈએ ,
"દિનેશ"સમજો તમે કેવું જીવન હોવું જોઈએ !

મહેતા દિનેશ


કાવ્ય નંબર -૩

"દામ્પત્ય જીવન"

સૌએ માન્યું આ સ્નેહ કેરું બંધન
મીઠું અનેરું દામ્પત્ય નું બંધન...
પતિ અને પત્ની નો અનોખો સંગમ
મીઠું અનેરું દામ્પત્ય નું બંધન...
વિશ્વાસ ના તાંતણે બંધાયું
પતિ-પત્ની ના પ્રેમ નું બંધન,
મીઠું અનેરું દામ્પત્ય નું બંધન...
ન લાગે કોઈ ની નજરનું અડચણ
મીઠું અનેરું દામ્પત્ય નું બંધન...
શબ્દ માં કેમ કરી વર્ણવું સાર
પતિ-પત્ની પ્રેમ કેરી વર્ષાનો શ્રીકાર
મીઠું અનેરું દામ્પત્ય નું બંધન...

મહેતા દિનેશ

કાવ્ય નંબર-૪

"એટલું લખું"

એટલું હું કાવ્યમાં આગળ લખું;
કેમ છો એ પુછવા કાવ્ય લખુ.
હું મજામાં છું અને તમે ત્યાં હશો;
એટલી હું વાત ની અટકળ લખું.
કાવ્યમાં તમને મળતો રહું;
કલમના સહારે કાવ્ય લખું.
જો કદાચિત તમે મને મળવા ચાહો;
તો તમે વાચો સરનામું હવે લખું.
ગામનું નામ હું માત્ર ઘુનેશ્વર લખું;
તાલુકો જામજોધપુર કહું ને...
જિલ્લો તો જામનગર જ લખું;
મોજથી કાવ્ય ખળખળ લખું.

મહેતા દિનેશ

કાવ્ય નંબર - ૫

"હોવું જરૂરી"

વિશાળ હ્દય માં પ્રેમ નું પણ હોવું જરૂરી છે ;
બગીચામાં ફુલો સાથે ફોરમનુ પણ હોવું જરૂરી છે.
કહેવાય છે માનવી દયાળુ ને દયા પણ ક્યાં છે ?
આ વિશાળ હદય માં સ્નેહનું પણ હોવું જરૂરી છે.
ભલેને ડૂબીએ પણ તાગ જીંદગી નો તો લેશુ ;
અરે ઝંપલાવ દિલ ! જોખમ નું પણ હોવું જરૂરી છે.
નિહાળો ના આ ફાટી આંખેથી સૌંદર્યને " દિનેશ" !
પરમ દર્શન સામે સંયમ નું પણ હોવું જરૂરી છે.

મહેતા દિનેશ

કાવ્ય નંબર - ૬

" સફળતા"

જ્યારે સમયને
થોડીક કળ વળી જશે...

ત્યારે તમારી હશે
એ પળ મળી જશે...

આતૂર આત્મવિશ્વાસ
જો નિજ માં હશે...

તો સઘળી સફળતા
તમારી તરફ વળી જશે...

મહેતા દિનેશ

કાવ્ય નંબર - ૭

"કાવ્ય રચાય"

તારા લાલ લાલ હોઠ, એ હોઠે હાસ્ય મલકાય...
તારા ગુલાબી ગાલ, એ ગાલે ખંજન શરમાય...
તારી આંખમાં કાજળ, એ કાજળ કામણગારુ...
તારી ભાલમાં બિંદી, એ બિંદી સુંદર ચમકાય...
તારું નાક ધારદાર, એ નાકે નથડી કમાલ...
તારા અણીદાર નેણ, એ નેણમા પ્રેમ ની ધમાલ...
તારો ચહેરો સુંદર, એ ચહેરે મારું મનડું લલચાય...
મારું મોહક દિલ, એ દિલમાં કાવ્ય રચાય...

દિનેશ મહેતા

કાવ્ય નંબર - ૮

"મન જીતી લઈએ"

પ્રેમ મળે ત્યાં ડૂબી જઈએ,
નફરત ની ઐસીતૈસી...
મિત્રો મળે ત્યાં બેસી જઈએ,
સમયની ઐસીતૈસી...
જીવાય એટલું જીવી લઈએ,
ધબકાર ની ઐસીતૈસી...
દુનિયા ના જીતાય તો કાંઈ નહીં,
ચાલ સૌના મન જીતી લઈએ...

મહેતા દિનેશ

કાવ્ય નંબર - ૯

"પ્રેમમાં ડૂબી ગઈ"

એની અદા મનને મોહી ગઈ
એના કેશ થી એની સૂરત સોહી ગઈ
એ અચાનક પ્રેમમાં ડૂબી ગઈ...

એની અણિયાળી આંખો કામણ કરી ગઈ
એના સુંદર ચેહરા પર આંખ વારી ગઈ
એ અચાનક પ્રેમમાં ડૂબી ગઈ...

એના વસ્ત્રો ની શોભા વધી ગઈ
પગનાં પાયલ ની મધુરતા રણકી ગઈ
એ અચાનક પ્રેમમાં ડૂબી ગઈ...

ગુલાબી લિપસ્ટીક થી હોઠની રંગત વધી ગઈ
એ પ્યારી ધરતી ની પરી બની ગઈ
એ અચાનક પ્રેમમાં ડૂબી ગઈ...

મહેતા દિનેશ

કાવ્ય નંબર - ૧૦

"રોજગારી છીનવી"

હવે તો તુજ બતાવ રસ્તો શું કરું મુરારી
કોરોના થી છીનવાઈ ગઈ મારી રોજગારી...

આટલી બધી ક્યારેય નતી આવી લાચારી,
આ મહામારી લાવી ખૂબ જ મોટી બેકારી...

ચિંતા થાય છે હવે શું થશે એજ વિચારી,
રોજગારી વિના કેમ નિભાવી જવાબદારી...

હે કૃપાળુ સૌથી ખરાબ હાલત છે મારી,
હવે તો એક જ આધાર કરો દયા તમારી...

મહેતા દિનેશ


રચનાઓ વાંચીને આપનો કિંમતી પ્રતિભાવ આપશો 🙏