The Author bhavna Follow Current Read જીવન સફરના સાથી - 1 By bhavna Gujarati Fiction Stories Share Facebook Twitter Whatsapp Featured Books అరె ఏమైందీ? - 16 అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్... నిరుపమ - 2 నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది... అరె ఏమైందీ? - 15 అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్... నిరుపమ - 1 నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది... ధర్మ -వీర - 5 వీర ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు, చూసి "వీడా, వీడికి ఎ... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by bhavna in Gujarati Fiction Stories Total Episodes : 3 Share જીવન સફરના સાથી - 1 (14) 1.1k 4.5k 1 સૌંદર્યા એક સુંદર શમણું બની મોહક ના જીવન માં આવી લગ્ન કરીને સાસરે આવી એટલે આખાં ઘરના સભ્યોને લાગણી અને સમર્પણ થી પોતાના બનાવી લીધાં એની મીઠી વાણી અને સરળ સ્વભાવ થી તેણે બધા નું દિલ જીતી લીધું ફક્ત છ મહિનામાં તે ઘરમાં દરેક ની માનીતી અને લાડકી બની ગઈ સાસુ-સસરા તો પોતાની દીકરી ની જેમ પ્રેમ કરે ,નણંદ ને તો ભાભી નહીં સહેલી મળી,દિયરને તો સૌંદર્યા સગાં ભાઈની જેમ લાડ લડાવે અને મોહક તો તેના સ્નેહમાં એવો ઘેલો થયો કે એને તો બીજુ કઈ સૂઝતું નથી, આખો પરિવાર સૌંદર્યા ના આવવાથી ખૂબ ખુશ છે.આવી સુંદર અને સુશીલ વહુ મળી એટલે સગાસંબંધીઓ ને પણ ઈર્ષા થાય એ સ્વાભાવિક છે. સૌંદર્યા ને એકદમ ચક્કર આવ્યા ને તે બેભાન થઈ ગઈ આખું ઘર ટેન્શન માં આવી ગયું મોહક જઈને ડોક્ટરને લઈ આવ્યો ડોક્ટરે સૌંદર્યાને તપાસી અને કહ્યું ગભરાવાની જરૂર નથી આતો ખુશીની વાત છે તમારી વાઈફ પ્રેગનન્ટ છે આખાય ઘરમાં ખુશીની લહેરખી છવાઈ ગઈ. હવે તો બધા સૌંદર્યા નું ખુબ ધ્યાન રાખવા લાગ્યા મોહક તો તેને જમીન ઉપર પગ પણ ન મુકવા દે. એક દિવસ સૌંદર્યા એ એક સુંદર દિકરી ને જન્મ આપ્યો હવે તો ખુરશીઓ માં ચાર ચાંદ લાગી ગયા ઘર નાના બાળક હસવા રડવા ના અવાજ થી ગુંજી રહ્યું મોહક અને સૌંદર્યા ના નામના પહેલાં અક્ષર પર થી નામ રાખ્યું સૌમ્યા. સૌમ્યાની સારસંભાળ રાખવામાં મીઠા ઝગડા થવા લાગ્યા કોઈ કહે હું રાખીશ તો કોઈ કહે હું રમાડીશ... જોતજોતામાં સૌમ્યા પાંચ વર્ષ ની થઈ ગઈ આજે તેનો પાંચમો જન્મ દિવસ હતો, સવારથી ઘરમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી હતી સૌમ્યા ના જન્મ દિવસની ઉજવણી માટે. સૌંદર્યા ડેકોરેશન અને કેકની તૈયારીઓ જોઈ રહીં હતી કે તેને યાદ આવ્યું કે હજી મોહક કેમ નથી આવ્યો લાવ એને ફોન કરીને પૂછું કે કેટલી વાર છે.આમ વિચારી મોબાઈલ હાથમાં લીધો ને મોહક ને ફોન લગાવ્યો. અરે સ્વીટુ બસ હું રસ્તામાં જ છું સૌમ્યા માટે ગિફ્ટ લેવા રોકાયો એટલે મોડું થઈ ગયું. થોડીજ વારમાં તારી પાસે પહોંચ્યો બોલ તારા માટે શું લાવું? મોહકે પ્રેમ થી સૌંદર્યા ને પૂછ્યું. અરે મારે કંઈજ નથી જોઈતું બસ તમે જલ્દી આવો તમારી લાડકવાયી તમારી રાહ જોઈ રહીં હતી કે પપ્પા કયારે આવશે? ઓહ તો મેડમ તમે રાહ નથી જોઇ રહ્યા એમને ? મોહકે સૌંદર્યા ને છેડતા કહ્યું. અરે હું પણ રાહ જોઈ રહીં છું ને ઘરના બધા જ રાહ જોઈ રહ્યા છે હવે તો મહેમાનો પણ આવવા લાગ્યા છે.બસ એક તમારી જ કમી છે સૌંદર્યા બોલતી જ હતી કે અચાનક ધડાકા નો અવાજ આવ્યો. મોહક આ અવાજ કેવો છે? રસ્તા માં કોઈ એક્સીડન્ટ થયો કે શું? તમે સલામત તો છો ને? મોહક મોહક પણ સામેથી કોઈ જવાબ ન મળ્યો સૌંદર્યા ગભરાઈ ગઈ.ત્યા પાછળથી લોકો નો અવાજ સંભળાયો અરે કોઈ એમ્બ્યુલન્સ અને પોલિસને ફોન કરો એક્સીડન્ટ થયો છે. આ સાંભળી સૌંદર્યા સ્તબ્ધ બની ધડામ કરતી નીચે પડી અને બેભાન થઈ ગઈ...આજે મોહક ના ગયા ને એક વર્ષ પૂરું થવા આવ્યું હતું પણ સૌંદર્યા હજુ પણ સુનમુન હતી, ન કોઈ સાથે વગર કામ ની વાતો કરે કે ન ખુલી ને હસતી,એની આંખો નો એ ખાલીપો જે સૌ કોઈ સમજી શકતું હતું. કેટલી વાર તો એનાં મમ્મી પપ્પા તેડવા આવ્યા પણ સૌંદર્યા કહેતી કે આ ઘરમાં મોહક ની યાદો વસે છે અને હું તેને છોડી ને કયાંય નહીં જાઉં. એકવાર સૌંદર્યા ના મમ્મી પપ્પા આવ્યા, તેમણે પોતાના વેવાઈ એટલે કે મોહક ના પપ્પા ને કહ્યું કે આમ અચાનક કેમ બોલાવ્યા? બધા સારા છે ને? કઈ તકલીફ તો નથીને? એટલે મોહક ના મમ્મી એ વાત શરું કરતા કહ્યું કે તકલીફ તો હોય જ ને અમારી દિકરી આટલી દુખી હોય તો અમે કેવી રીતે ખુશ રહીં શકીયે? એટલે? સૌંદર્યા ના મમ્મી એ પૂછ્યું એટલે એમ બેન કે સૌંદર્યા જેમ તમારી દિકરી છે તેમ અમારી પણ દિકરી જ છે અને અમારા થી તેને આમ જીવન બરબાદ કરતા ન જોઈ શકાય મોહક ના પપ્પા દુખી અવાજે બોલ્યા. સૌંદર્યા ના પપ્પાએ કહ્યું કે અમે બધા પ્રયત્નો કર્યા ,તેને હસતા જોવા માટે, કેટલી વાર તેડવા આવ્યા પણ સૌંદર્યા તો એક ની બે થતી જ નથી,બાકી હવે ભગવાન ને ખબર એના ભાગ્યમાં શું લખ્યું છે. ભાઈ ભગવાને જ મને આ રસ્તો બતાવ્યો છે એટલે જ અમે તમને અહીં બોલાવ્યા છે મોહક ના પપ્પાએ કહ્યું. શું રસ્તો ભાઈ સૌંદર્યા ના મમ્મી એ અચરજ સાથે પૂછ્યું સૌંદર્યા ના બીજા લગ્ન... સૌંદર્યા ના મમ્મી પપ્પા આ સાંભળી સ્તબ્ધ થઈ ગયા. તમને આ સાંભળીને અચરજ થાય એ સ્વાભાવિક છે પણ અમે એટલાં બધાં સ્વાર્થી નથી કે દિકરા ના વિરહમાં દિકરી નું દુખ વિસરી જઈએ એક કન્યાદાન તમે કર્યુ હવે બીજા મા-બાપ બનીને કન્યાદાન કરવાનો અવસર અમને આપો હાથ જોડતા મોહક ના પપ્પા એ કહ્યુ.સૌંદર્યા ના પપ્પા ઉભા થઈને પોતાના વેવાઈને ભેટી પડ્યા અને બોલ્યા તમારી જેવા સાસુ-સસરા ભગવાન દુનિયાની દરેક દિકરી ને આપે.ચારેય ની આંખો માં હર્ષના આંસુ આવી ગયાં પણ શું સૌંદર્યા માનશે? એનાં મમ્મીએ વાત શરું કરતા કહ્યું અને સૌમ્યા માટે તો આપણે ચાર માતા-પિતા છીએ જ અને કોઈ છોકરો છે તમારી નજર માં? હા બેન એક છોકરો છે અને તમે બધા એને ઓળખો છો સૌંદર્યા ના પપ્પાએ કુતૂહલ સાથે પૂછ્યું કોણ? સૌંદર્યા નો બાળપણ નો મિત્ર જે સ્કુલ કોલેજ ભણ્યો એ વિનય.(ક્રમશ) › Next Chapter જીવન સફરના સાથી - 2 Download Our App