Berang - 3 in Gujarati Moral Stories by Meera books and stories PDF | બેરંગ - 3

The Author
Featured Books
Categories
Share

બેરંગ - 3

ભાગ - ૩

સોના એના માતા - પિતા નાં ઘરે થયેલા અસ્વીકાર અને પિતા દ્વારા માતા નાં અપમાન ને કારણે ઘર છોડી ને ગામ ની સીમા તરફ ચાલવા લાગે છે, બાજુ ના ગામ ની ભાગોળે પહોંચી ને એ તરસ લાગતાં કૂવા કાંઠે પહોંચે છે, ત્યાં પગ લપસતાં એ કૂવા માં પડી જાય છે ને તરતાં ન આવડતું હોવાથી જીવ બચાવવા મદદ માટે બુમો પાડે છે.

હવે આગળ....

સોના એ તેણે આ ઊંડા કૂવા માંથી કોઈ બચાવી લે એ આશા એ જોર જોરથી બૂમો પાડી. પરંતુ એ જેમ જેમ બહાર આવવાના પ્રયત્નો કરતી એમ વધારે ને વધારે અંદર જતી હતી. એના હાથ – પગ પાણી થી જીતવાના નાં પ્રયાસો માં લાગેલા હતા. એ હવે ખૂબ જ થાકી ગઈ હતી, એના શ્વાસોશ્વાસ થી પાણી એના ફેફસાં માં ભરાવા લાગ્યું હતું. હવે એને એનું મોત સમીપ દેખાય રહ્યું હતું, એને હવે આંખો બંધ કરવાની તૈયારી કરી લીધી. બધું એકદમ શાંત થવા લાગ્યું, ક્યારનોય પાણી માં હાથ પગ મારવાના લીધે થતો અવાજ પણ હવે બંધ થઈ ગયો હતો. સોના બસ ચિર નિદ્રામાં પોઢવા જઈ રહી હતી, ત્યાં અચાનક એના માથા પર કઈ સળવળતું હોય એમ લાગ્યું એને ઉપર જોયું દોરડું એના કપાળ ને લગોલગ આવી પહોંચ્યું હતું. સોના ને અચાનક જીવન બચાવી લેવા માટે ની આશ મળી ગઈ. એ પાણી માં દોરડું શોધવાના પ્રયત્નો કરવા લાગી, હાથ માં છેડો આવી જતાં જ એને મજબૂત પકડી ઉપર જવા નાં પ્રયત્નો કરવા લાગી. એને ઉપર કોણ છે એ કંઈ પણ જોવાની કે જાણવાની તસ્દી ના લીધી બસ પોતાનો જીવ બચાવવા કંઈ પણ કરી છૂટવા મથતી રહી. એવા માં ઉપર થી કોઈ નો અવાજ આવ્યો; એ અવાજ કોઈ પુરુષ નો હતો એમ જણાતું હતું ,એને જણાવ્યું કે દોરડું મજબૂત પકડી રાખો એ ઉપર થી દોરડું ખેંચે છે. સોના એ એના આદેશ નું પાલન કર્યું ને દોરડુ પકડી લીધું. ધીરે ધીરે એ ઉપર જવા લાગી, હવે એ ઉપર પહોંચવાની જ હતી ત્યાં અચાનક એના હાથ માં તાકાત ખૂટી ગઈ. હવે એને ચક્કર આવવાં લાગ્યાં ને હાથ માંથી દોરડું છૂટી ગયું ને ફરી સોના કૂવા માં પડી ગઈ.

સાંજ નો સમય:

સોના ને આસપાસ ગરમાવો અનુભવાઈ રહ્યો હતો. એની આંખો પણ થાક થી ખૂલતી નહોતી. એને આંખો ખોલી ને એની સાથે શું થયું એ યાદ કરવાની કોશિશ કરી રહી હતી. એને માત્ર કૂવો અને એને બચાવવાં કૂવા ઉપર પ્રયત્નો કરતો એક પડછાયો યાદ આવ્યો. એને થયું હતું કે બચી જશે પણ પાછી કૂવા માં પડી ને હવે અહીં કેમ ની આવી હશે, કોણે બચાવી હશે એવાં વિચારો માં ખોવાઈ ગઈ. એને જોયું કે એ કોઈ ઓરડી માં વચ્ચોવચ એક ખાટલા માં સૂતી હતી. આ ઓરડી માં ખૂબ જ ઓછો સામાન હતો, એને એક ચાદર ઓઢેલી હતી. એને ઊભો થવાનો પ્રયત્ન કર્યો ને ખાટલા માં બેસી ગઈ. એણે જોયું કે એના કપડાં બદલાયેલા હતાં. સફેદ સાડી ની જગ્યા એ એને રંગીન સલવાર પહેર્યો હતો જે એના માપ કરતાં ઘણો મોટો હતો. એ વિચારો માં ડૂબી ગઈ કે કોણે એને બચાવી હશે???... કૂવા માં પાછા પડી ગયા બાદ કેવી રીતે એને બહાર કઢાઈ હશે??....
સોના ના વિચારો માં કોઈ વ્યક્તિ નાં અવાજ થી ભંગ પડયો. એ ઓરડી ની બહાર કોઈ સાથે વાત કરતો હતો, પરંતુ દૂર હોવાથી શું વાત થઈ રહી છે એ સંભળાતું નહોતું. હવે ઓરડી નાં દરવાજા નાં ખૂલવાનો અવાજ આવ્યો ને એક યુવાન જે લગભગ સોના ની ઉંમર જેટલો જ હશે તે અંદર પ્રવેશ્યો. એનો ચહેરો એકદમ શાંત હતો, ને આંખો માંથી દિવ્યતા ઝળહળી રહી હતી. સોના એ ક્યારેય કામદેવ ને જોયો નહોતો માત્ર વાતો સાંભળી હતી, એટલે એનાં મન માં આ વ્યક્તિ ની છબી કામદેવ નાં નામે છપાઈ ગઈ. એનું રૂપ, વ્યકિતવ્ય આજકાલ નાં ગમે તે યુવાન ને શરમાવી દે એ પ્રકાર નું હતું.
સોના ને ઉઠેલી જોઈ એના શાંત દેખાતાં મુખ પર આછું સ્મિત આવ્યું જેને એ યુવાને સોના થી છુપાવવાના ભરપૂર પ્રયાસો કર્યા. પરંતુ એ સફળ થઈ શક્યો નહીં. એ આવ્યો ને સોના ને પૂછ્યું કે એ હવે કેમ છે??.... સોના એ કહ્યું; મને હવે બરોબર છે, પણ મારા મન માં ઘણા પ્રશ્નો છે જેનું સમાધાન તમે કરી શકો છો. યુવાન એ કહ્યું; શું પ્રશ્ન છે તમારો?.... આ પ્રશ્ન નાં જવાબ માં સોના એ સવાલો ની એક લાંબી યાદી સંભળાવી દીધી.

એણે પૂછ્યું:
- આટલી વહેલી સવારે તમે ત્યાં કૂવા પાસે કેવી રીતે પહોંચ્યા?
- મારો અવાજ તમારા સુધી કેવી રીતે પહોંચ્યો?
- દોરડું હાથ માંથી છૂટયા પછી હું જ્યારે પાછી કૂવા માં પડી ગઈ ને બેહોશ થઈ ગઈ એ પછી શું થયું?
- આ સ્થળ કયું છે?
- હું કેટલાં સમય સુધી બેહોશ રહી?
- મારો ઈલાજ કોણે કર્યો?
- તમે કોણ છો? તમે મારી મદદ કેમ કરી?
- અને ખાસ મારા કપડાં કોણે બદલ્યાં?

સોના ના એકસાથે આટલાં બધાં પ્રશ્નો સાંભળી યુવક મંદ – મંદ હસવા લાગ્યો ને બોલ્યો; તમે જન્મ થી જ આટલાં જિજ્ઞાસુ છો? કે પછી કૂવા કાંઠે તમારા સાથે જે અકસ્માત થયો એની અસર છે? સોના એકદમ ગંભીર લાગતાં યુવક નાં મુખે થી આવાં ટીખડભર્યાં શબ્દો સાંભળી અવાક બની ગઈ. પછી એને ભાન થયું કે એણે એકસાથે યુવક ને આટલાં બધાં પ્રશ્નો પૂછ્યા એટલે જ એણે આવો પ્રશ્ન પૂછ્યો. સોના પણ વાતાવરણ હળવું લાગતાં હસી પડી. પરંતુ અચાનક એના ચહેરા પર નું હાસ્ય વિખેરાઈ ગયું, એણે એના પિતા એ કરેલાં વ્યવહાર અને ભૂતકાળ ની વાતો નું સ્મરણ થઈ ગયું. વાતાવરણ માં ફરી ગંભીરતા છવાઈ ગઈ. બંને હવે શાંત બની બેસી રહ્યાં.
એવાં માં કોઈ યુવતી હાથ માં જમવાની થાળી લઈ ને આવી, એણે અત્યારે સોના એ વસ્ત્રો પહેરેલાં હતાં એ જ પ્રકારના વસ્ત્રો પહેરેલાં હતાં. એ આવી ને તરત સોના અને યુવાન ને શાંત બેસેલા જોઈ ને બોલી ઊઠી; અરે ભગવાન મારા વિનય ને શું થઈ ગયું?.... સોના ને કંઈ સમજાયું નહીં એ આશ્ચર્ય નાં ભાવે બંને સામે જોઈ રહી. આ જોઈ પેલો યુવક બોલી ઉઠ્યો; આ મારી સખી છે વિશાખા, થોડી ગાંડી છે પણ સ્વભાવ ની સારી છે. આ સંભાળી ને પેલી યુવતી દોડતી આવી અને યુવક ને માથે ટપલી મારી દીધી. એ સોના પાસે જઈ ને બેસી ને કહ્યું; હું જાણું છું કે તમારા મન માં ઘણાં પ્રશ્નો હશે, પરતું હાલ તમારે આ જમવાની વધારે જરૂર છે એટલે તમે જમી લો, પછી હું તમને વિગતે સમજવું કે શું થયું હતું. યુવતી જેનું નામ વિશાખા હતું એની વાત સાંભળી સોના એ જમવાનું શરૂ કર્યું.
સોના જમતાં – જમતાં વિનય અને વિશાખા કોણ હશે? કેમ વિશાખા એ આવતાં જ વિનય ને શું થયું એવો પ્રશ્ન કર્યો, એમણે બંને એ કેમ એણે બચાવી એ વિશે જ વિચારતી રહી. એણે આ ઓરડી માં બેહોશી માંથી જાગ્યા પછી કંઇક અલગ જ અનુભવાઈ રહ્યું હતું એ શું હશે એ બધાં વિચારો કરતાં કરતાં જમવાનું પૂરું કર્યું.


સોના ના બધાં પ્રશ્નો નું સમાધાન થશે?? હવે એનાં જીવન નાં રંગો એને ક્યાં રસ્તે દોરી જશે?.... જાણો આવતાં ભાગે......