આ બાજુ સમીર ખાન અને તેનો પરિવાર નવાબગંજ આવવા નીકળે છે તો તેને રસ્તામાં ઘણા અવરોધો નડે છે . જેમકે એરોપ્લેન માં બેસતા પેલા તેને કોઈ અલગ અવાજ સભલાય છૅ કે જે કઈ રહ્યું કે તે તેના મકાન માં ન જાય નહીં તો તેની સાથે ખરાબ થશે . આવી બધી ઘટના ઘટવા છતાં સમીર અને તેનો પરિવાર પોતાના ઘરે રહેવા માટે આવી જાય છે.બધા ખૂબ જ થાકેલા હોય છે , તેથી બપોર ના ટાઈમે ઘરે આવવા છતાં ઘરના બધા સભ્યો સુઈ જાય છે . એકાએક બપોરના 2 : 40 ઘરમાં ખૂબ જ ભયંકર અવાજ આવે છે . આ અવાજ આવવાથી ઘરના બધા જ સભ્યો ઉઠી જાય છે . જયાંથી અવાજ આવ્યો તે દિશામાં ઘરના બધા જ લોકો જાય છે . તો કંઈ જ હોતું નથી . ઘરના બધા જ સભ્યોએ બપોરે પણ ભોજન કર્યું ન હોવાથી સમીરની પત્ની રસોઈ બનાવવા લાગે છે . આવામાં લગભગ બપોર ના ત્રણ વાગ્યા હોય છે ત્યા એક અવાજ આવે છે. જે ખૂબ જ ભયંકર હોય છે . આ અવાજ કોઈ વ્યક્તિ તેવુ બોલતી હોય છે કે " તમે બધા ઘરના સભ્યો ધરની બહાર નીકળી જાવ આ ઘર મારુ છે."
આ બધું ધરના વડિલ શાહજાદ ખાન સાંભળે છે. તે સમજી જાય છે કે આ કોઈ ભયંકર આત્મા છે જે તેના ઘરમાં વાસ કરી ચૂકી છે. આથી હવે તેને પોતાના ધરેથી ભગાવવા માટે કોઈ પવિત્ર વ્યક્તિ પાસે જવું પડશે.
શાહજાદ અલ્લાહની સાથે ભગવાન મા પણ અતૂટ વિશ્વાસ ધરાવતા હતા. આથી શાહજાદ ખાન પોતાના ઘરની બાજુમાં આવેલા મંદિરે પહોંચી ને બાબાને મળે છે. બાબા શાહજાદ ખાનને કહે છે કે " તેના ઘરમાં એક ભયંકર જીન નો વાસ થઈ ચૂક્યો છે,જે તમારા ઘરને પોતાનુ ઘર સમજે છે એટલે હવે તે ત્યાંથી જવા માંગતો નથી ." શાહજાદ ખાન " બાબાને કહે છે કે આના માટે કોઈ ઉપાય નથી. " તો બાબા તેને કહે છે કે " હા આનો ઉપાય છે તે એકે અમાસની રાત્રે આ જીન ને દૂર કરવા એક હવન કરી તેમા એક કાચની બોટલને પવિત્ર કરી તેમાં જીનને પૂરી દઈશું. શાહજાદ ખાન આ વાત પોતાના પરિવારના સભ્યોને કહે છે. તો બધા સભ્યો એક નવી મુશ્કેલીમાં મુકાઇ જાય છે. કેમકે હજી અમાસને હજી ચાર દિવસની વાર હતી. આથી બધા દેશોના સભ્યો ભેગા મળીને એવા નિણૅય પર આવે છે કે ચાર દિવસ કોઈ બહાર ની જગ્યાએ વિતાવી આવીએ. આ વિચાર મુજબ બધા જ સભ્યો શાહજાદ ખાનના નાના ભાઈના ઘરે રહેવા ચાલ્યા જાય છે. ચાર દિવસ પસાર થતાં જ અમાસ આવી જાય છે . અમાસ આવતાની સાથે આખો પરિવાર સાંજની રાહ જોઈને બેસે છે. રાત પડતાની સાથે જ શાહજાદ ખાન બાબા પાસે જઈને બેસે છે. બાબા તેને લઈને શાહજાદ ખાનના ઘરે પહોચી જાય છે. હવે બાબા યોજના મુજબ ઘરની વચ્ચે હવન કુંડ કરી તેમાં અગ્નિ પૃજવલિત કરે છે. હવન લગભગ અડધા પહોચ્યો હશે. ત્યાં તો આખા ધરમાં ભયંકર અવાજ સંભળાવા લાગે છે. એકાએક ધરમાં રહેલ જીન બાબાની સામે આવી જાય છે. બાબા તેને કહે કે "તુ અહીંથી ચાલ્યો જા નહીંતર તને આ પવિત્ર બોતલમા ઉતારી દઈશ. આ વાત ની સામે જીન ભયંકર હાસ્ય કરી બાબા ની મજાક ઉડાવે છે. બાબા ખૂબ જ કોપાયમાન બની તેને એક પવિત્ર બોતલમા ઉતારી દેઈ છે.
આ બોતલ મા ઉતાઁયા બાદ જીન બાબા ની સામે ખૂબ જ વિનંતી કરે છે કે તેને છોડી દેવામાં આવે તો બાબા એવું વિચારે છે કે આને અહિથી જો મુક્ત કરીશ તો તે બીજા લોકો ને સતાવશે. આથી તેને બોટલમાંથી મુકત ન કરતાં તે બોતલ ને જમીનમાં ખૂબ જ ઉંડો ખાડો ખોદી ડાબી દેવામાં આવે છે.
ફરી કદી તે જીનનો અવાજ શાહજાદ ખાન કે તેના પરિવાર ને સંભળાયો નથી. આમ છતાં આજે પણ આ વાત યાદ આવતા ધરના બધા જ સભ્યો ખૂબ ભયભીત બની જાય છે.