Pollen - 38 in Gujarati Love Stories by Priya Patel books and stories PDF | પરાગિની - 38

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

પરાગિની - 38

પરાગિની – ૩૮



સવારે રિની તેના સમય મુજબ ઊઠી જાય છે. રિનીને રાતે સરખી ઊંઘ નથી આવી તે સાફ તેના મોં પર દેખાય આવે છે. તે ઊઠીને બેડ પર જ બેસી રહે છે. તેને થાય છે કે આજે ઓફિસ નથી જવું.... જઈશ તો પરાગને શું કહીશ અને પરાગ મને શું કહેશે?

એટલાંમાં એશા નાહીને રૂમમાં આવે છે. તે રિનીને આમ બેઠેલી જોય છે.

એશા- કેમ રિનુડી ઊઠવું નથી કે આમ બેડ પર બેસી જ રહેવું છે?

રિની- સાચું કહુ તો આજે ઓફિસ નથી જવું... પરાગને શું કહીશ?

એશા- અરે.... બકુડી.. ઉપરથી સારુંને તારે કંઈ કહેવાની જરૂર જ નહીં પડે... એને બધી વાતની ખબર જ છે તો?

રિની- ના, મને બીક એ છે કે એ કંઈ ઊંધું મને ના બોલે... ક્યાંક મને ના કહીં દેશે તો કે મને તેઓ પસંદ નથી કરતા એમ?

એશા- તું જ વિચાર પરાગને કાલની ખબર પડી ગઈ છે કે તુએ ફક્ત જેલેસ કરવા નમન સાથે નાટક કર્યુ... ખબર હોવા છતાં તને લડવા કે કંઈ પણ કહેવા આવ્યા?

રિની- ના...

એશા- તો એના પરથી સમજી જા કે એ પણ તને પ્રેમ કરે છે અને શું ખબર તને આજે કહી પણ દે..?

રિની- હમ્મ...

એશા- ચાલ જલ્દી નાહ્વા જા અને રેડી થઈ ઓફિસ જવા નીકળ...

રિની કબાટમાંથી તેના કપડાં કાઢી નાહ્વા જાય છે.


આ બાજુ પરાગ પણ ઉત્સાહમાં હોય છે. વાળ ઓળ્યા સિવાય પરાગ કોઈ દિવસ તેને અરીસામાં જોતો નહીં.. તે પરાગ આજે બે થી ત્રણ વખત અરીસામાં જોઈ છે કે પોતે સારો દેખાય છે કે નહીં..!

પરાગ જાતે જ બબડે છે કે મને આજે થઈ શું ગયું છે? ટિપીકલ ટીનએજની જેમ કેમ વર્તુ છુ? રિની તો રોજ મને જોઈ જ છેને...!

પરાગ હસીને ઓફિસ જવા નીકળે છે.

પરાગ અને રિની બંને સાથે જ ઓફિસ પહોંચે છે. પરાગને જોતા જ રિની ફટાફટ લિફ્ટ પાસે જતી રહે છે. લિફ્ટ ઉપર હોય છે હજી નીચે નથી આવી હોતી..! પરાગ પાછળથી રિનીની એકદમ નજીક આવી જાય છે અને રિનીના કાનમાં ગુડ મોર્નિગ કહે છે.

રિની પરાગ તરફ જોયા વગર જ ગુડ મોર્નિગ કહે છે. લિફ્ટ નીચે આવતા રિની અને પરાગ બંને અંદર જાય છે. રિની હજી પરાગ તરફ જોતી નથી હોતી. રિનીને આમ જોઈ પરાગ હસે છે.

પરાગ- શું કંઈ થયું છે રિની?

રિની- ના, સર.. હું એકદમ બરાબર છું..

પરાગ- તો મને ઈગ્નોર કેમ કરે છે? એટલે મારી તરફ જોતી પણ નથી?

રિની- એવું કંઈ નથી...

તેમનો ફ્લોર આવી જતા રિની ફટાફટ બહાર જતી રહે છે અને તેના ડેસ્ક પર જઈ બેસી જાય છે.

પરાગ તેના કેબિનમાં જતો રહે છે. કાલનું થોડું કામ બાકી હોય છે તો એમાં વ્યસ્ત થઈ જાય છે.


આખાં શહેરમાં પરાગ અને રિનીની જ ચર્ચા થતી હોય છે કેમ કે મોટા મોટા હોર્ડિંગ બોર્ડ પર તેમની કંપનીના પોસ્ટર લાગ્યા હોય છે નવા ક્લેકશનનાં જેમાં બંને એ મોડેલિંગ કર્યુ હોય છે. ન્યૂઝ પેપરમાં પણ એડ આવી ગઈ હોય છે. ટીયા પરાગ અને રિનીને સાથે જોઈને બળી જાય છે તે ગુસ્સામાં ન્યૂઝ પેપર ફાડીને ફેંકી દે છે. હવે તો પરાગ પણ તેને ફોન નહોતો કરતો કે ભાવ પણ નહોતો પૂછતો તેથી ટીયાને વધારે ગુસ્સો આવતો..!


પરાગની કોફીનો સમય થતાં રિની કોફી લઈ પરાગની કેબિનમાં જાય છે.

રિની- સર, તમારી કોફી...

રિની હજી પણ પરાગ તરફ જોતી નથી.

રિની કોફી મૂકીને ત્યાં જ ઊભી રહે છે.

પરાગ- કંઈ કામ હતું?

રિની- હા, સમર અને નમન બંને નીચે કોન્ફરન્સ રૂમમાં તમારી રાહ જોઈ છે.

પરાગ- ઓહ.... સમર અને નમન...! બંને સરખાં છે.... બંનેને ગેમ રમવામાં બહુ જ મજા આવે છે. સમરને તો હું ઓળખું જ છું પણ નમન... નમનતો જબરો ખેલાડી નીકળ્યોને....!

રિની સમજી જાય છે કે પરાગ તેને ટોન્ટ મારે છે. તે મોટી આંખો કરી પરાગ તરફ જોઈ છે. પરાગ હસીને કોફી લઈને ત્યાંથી જતો રહે છે.

રિની ત્યાંથી સીધી જૈનિકા પાસે જાય છે અને કહે છે, જૈનિકા મેમ તમે આ શું કરી દીધુ?

જૈનિકા- ઓહ.... થેન્ક યુ ના કહીશ... મેં તો બસ બે પ્રેમીઓને મળવવાંનું કામ કર્યુ છે.

રિની- અરે... પણ પરાગ હવે મને ટોન્ટ મારી મારીને મારો જીવ લઈ લેશે અને એ ખડૂસ મારી સામે રોફ જાડશે એનું શું?

જૈનિકા- તું ખોટું વિચારે છે. સારું થયું મેં એને બધુ સાચું કહી દીધું તે... બાકી કોઈને ખબર પણ નથી કે પરાગ શું કરવાનો છે તે...!

જૈનિકા મનમાં બોલે છે, ઓહ...શીટ... હું આ શું બોલી ગઈ? મારે આ વિશે કંઈ જ નહોતું બોલવાનું.. પરાગને પ્રોમીસ આપ્યું હતું...!

રિની- શું? પરાગ સર શું કરવાના છે?

જૈનિકા- અમ્મ... મને નથી ખબર...! તું જા અહીંથી ફટાફટ મારે બહુ જ કામ છે.

રિની- પણ મને કહો તો ખરાં પરાગ સર શું કરવાના છે?

જૈનિકા- મને કંઈ જ નથી ખબર... તું જા અહીંયા થી..!

રિની જતી રહે છે. રિનીનાં ગયા બાદ જૈનિકાને હાશ થાય છે અને બોલે છે, સોરી.. રિની પણ મારાથી તને કહેવાય એવું નથી..!

રિની સવારથી હેરાન હોય છે કેમ કે પરાગ કંઈ અલગ જ બીહેવ કરે છે તેની સાથે અને હવે જૈનિકા પણ...!


આ બાજુ પરાગ સમર અને નમન સાથે મીટિંગ પતાવે છે અને સમરને કહે છે, કોન્સેપ્ટ ચોરી કરનાર હજી કંપનીમાં ફરે છે પહેલા આપણે એને પકડવો પડશે..!

સમર- હા, ભાઈ.

પરાગ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટમાં ફોન કરી નમનના રૂમની સીસીટીવી ફૂટેજ મંગાવે છે.


રિની નમન પાસે પ્રોજેક્ટના ડોક્યુમેન્ટ લેવા જાય છે. ડોક્યુમેન્ટ લેતી હોય છે ત્યારે જ પરાગ દાદીને લઈને ત્યાં આવે છે.

બહુ દિવસથી દાદી પરાગને મળ્યાં નથી હોતાં અને પરાગને પણ નવા પ્રોજેક્ટનાં લીધે દાદીને મળવાં જવાનો ટાઈમ નથી મળતો.. તેથી દાદી ઓફિસ પર જ આવી જાય છે. પરાગ ઉપર જતો હોય છે કે દાદી તેને મળી જાય છે. તેમને લઈને કેબિનમાં જતો હોય છે કે વચ્ચે રિની અને નમન મળે છે. દાદીને જોઈ તરત દાદીને ગળે મળીને કહે છે, મારા દાદી કેમ છો?

દાદી- મારી વ્હાલી છોકરી એકદમ મજામાં...! પરાગને મળવાં આવી હતી..!

રિની- તમે સરની કેબિનમાં બેસો હું તમારી અને સર માટે કોફી લઈ આવું...!

દાદી- કોફી ખાલી પરાગ માટે જ લાવજે... મારે તો ચ્હા પીવી છે.

રિની- હા, દાદી..!

પરાગ દાદીને લઈ તેની કેબિનમાં જાય છે.

પરાગ- હું ઘરે આવી જાતને દાદી..

દાદી- તને ટાઈમ તો મળતો નથી મને મળવાનો... એટલે હું જ આવી ગઈ...

પરાગ- હા, કામ વધારે હતું આજે જ પૂરું થયું છે.

દાદી- એ બધુ છોડ.... શું વાત છે બહુ ખુશ દેખાય છેને... તારી જીંદગીમાં કોઈ આવી ગયું લાગે છેને?

પરાગ- એવું જ કંઈક છે દાદી..!

દાદી- હાય... મારો છોકરો કેટલો ખુશ લાગે છે. કોઈની નજરનાં લાગે તને..! કોણ છે એ છોકરી એતો કહે..?

પરાગ- દાદી, હજી મને એ નથી ખબર કે એ મને પસંદ કરે છે કે નહીં? આવતા અઠવાડીયામાં એની બર્થ ડે છે તો ત્યારે જ પૂછવાનો છું...!

દાદી- બધુ જ સારું થશે... જો હા કહેને તો લગ્ન પણ કરી જ લેવાના..!

પરાગ- દાદી... શું તમે પણ?

એટલાંમાં જ રિની કોફી અને ચ્હા લઈને પરાગની કેબિનમાં આવે છે.

રિની- દાદી તમારી ચ્હા અને સર તમારી કોફી.. કંઈ બીજુ જોઈએ છે?

દાદી- ના, બેટા...

પરાગ કોફી પીવાનું ચાલુ પણ કરી દે છે.

દાદી- તો આવતા અઠવાડીયામાં તારી બર્થ ડે છે?

રિની- (નવાઈ પામતાં) હા.....

આવું કહેતા પરાગને અંત:રસ જાય છે. તેને ખાંસી આવવા લાગે છે.

રિની- સર, પાણી?

પરાગ- ના, હું ઠીક છુ...

રિની- દાદી, તમને કેમની ખબર કે મારી બર્થ ડે આવે છે.

દાદી- હું તમારા સરની દાદી છુ... કંપનીમાં કોનો બર્થ ડે આવે તે ખબર જ હોયને...

રિની- હા.. સારું તમે બેસો હું બહાર કામ પર જઉં... દાદી તમે તમારું ધ્યાન રાખજો..!

દાદી- હા, બેટા..!

રિનીના ગયા બાદ પરાગ દાદીને કહે છે, દાદી શું તમે પણ..?

દાદી હસે છે અને ચ્હા પીવા લાગે છે.


લંચ બ્રેક બાદ રિની તેના ડેસ્ક પર કામ કરતી હોય છે. રિનીનો બર્થ ડે આવતો હોવાથી ઓફિસમાંથી તેને કોઈ ગીફ્ટ મોકલાવે છે ગીફ્ટમાં નાનું ટેડી બેર હોય છે.

રિની- કેટલું ક્યૂટ છે...!

પરાગ લંચ પતાવી તેના કેબિનમાં જતો હોય છે. તે જોઈ છે કે રિનીને કોઈએ ટેડીબેર આપ્યું છે. પરાગ રિની પાસે જઈને કહે છે, જેણે પણ તમને આપ્યું છે તમારી ઉંમર પ્રમાણે બરાબર આપ્યું છે..! આટલું કહી પરાગ કેબિનમાં જતો રહે છે. રિની સવારથી પરાગ પર અકળાયેલી હોય છે કેમ કે પરાગે આજે તેને એટીટ્યૂડ બતાવી હેરાન કરી નાંખી હોય છે. રિની ગુસ્સો કરતાં પરાગ પાછળ કેબિનમાં જાય છે, જેટલી જોરથી દરવાજો ખોલ્યો હોય છે એટલી જ જોરથી દરવાજો બંધ કરીને અંદર આવતાં પરાગને કહે છે, જુઓ પરાગ સર, હા મેં એક પ્લાન કર્યો હતો જેનું કારણ પણ તમે જાણો જ છો... અને મને એનું ગિલ્ટ છે પણ આ તો કંઈ તમારી રીત છે વાત કરવાની..। સવારની જોવ છું કે તમે મને અને નમનને ટોન્ટ મારો છે. જે કહેવું હોય એ મને કહો... મારા કહેવા પર નમન ફક્ત મારી મદદ કરતો હતો.. પરાગતો સ્માઈલ કરી રિની બાજુ જ જોતો હોય છે..

રિની- તમને એવું લાગે છે ને કે હું એક નાની છોકરીની જેમ બીહેવ કરું છું, પાગલ છું તો હા.. હું છું...

આટલું કહીં રિની ચૂપ થઈ જાય છે. પરાગ રિનીની એકદમ નજીક આવે છે, જેમ પરાગ રિનીની નજીક આવે એમ રિની પાછળ ખસતી જાય છે. દિવાલ આવી જતા રિની ત્યાં જ દિવાલને અડીને ઊભી રહી જાય છે. પરાગ બિલકુલ તેની સામે એકદમ નજીક ઊભો રહી જાય છે.

પરાગ- બોલાઈ ગયું?

રિની- સર... તમે શું કરવાં માંગો છો? હું તમને અહીં બધી વાત કહું છું ને..!

પરાગ રિનીનાં હોઠ પર તેની આંગળી મૂકી દે છે.

પરાગ- હવે હું બોલું તું ચૂપ થઈ જા... આ બધી વાત કરીશું શાંતિથી... આવતા વીકમાં તારી બર્થ ડે આવે છેને એ પણ શનિવારે... તો એ દિવસ મારો હશે... કોઈને એ દિવસ આપતીનાં મારા સિવાય...!

પરાગ રિનીની એકદમ નજીક જઈને તેના કાનમાં કહે છે, એ દિવસ બહુ ખાસ છે મારા માટે અને તારા માટે..! પછી રિનીનાં ગાલ પર હાથ ફેરવી પરાગ આંખ મારી નીચે જતો રહે છે.

નવીનભાઈની કેબિનમાં પરાગ અને સમર જાય છે.

સમર- શું વાત હતી ભાઈ? કેમ બોલાવ્યો?

પરાગ- સીસીટીવી ફૂટેજ આવી ગઈ છે. જોઈ લઈએ.

પરાગ લેપટોપમાં ફૂટેજનું રેકોર્ડિંગ ચાલુ કરે છે. ચાલુ કરતાં જ પરાગનાં મોબાઈલમાં ફોન આવતાં તે સમરને જોવાનું કહીં જતો રહે છે. સમર રેકોર્ડિંગ દોડાવી આગળનું જોઈ છે તેમાં એને ટીયા નમનની રૂમમાં આવતાં દેખાય છે તે રેકોર્ડિંગ સ્ટોપ કરી થોડું પાછળ કરી જોઈ છે જેમાં ટીયા નમનનાં લેપટોપમાં તેનું પેનડ્રાઈવ નાંખી ફાઈલ કોપી કરે છે તે સાફ દેખાય છે. સમર રેકોર્ડિંગ બંધ કરી લેપટોપ લઈ ગુસ્સામાં સીધો ટીયા પાસે જાય છે.

પરાગનો કોલ પતી જતાં સમર પાસે આવે છે પણ સમર ત્યાં નથી હોતો.. પરાગ સમરને ફોન કરે છે, ક્યાં છે સમર તું?

સમર બહાનું બનાવતા પરાગને કહે છે, ભાઈ લેપટોપ મારી પાસે છે હું ઘરે જવા નીકળું છુ.. હું ઘરે જોઈ લઈશ રેકોર્ડિંગ. જે હશે તે ફોન કરી કહ દઈશ..!

પરાગ- ઓકે.



શું ટીયા સમરને તેના મોમની કરતૂતો કહી દેશે?

શું પરાગને આ બાબતે જાણ થશે?

પરાગ રિનીને કેવી રીતે પ્રપોઝ કરશે?

જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ - ૩૯