*અપેક્ષાઓ નો ભાર*. ટૂંકીવાર્તા... ૧૫-૬-૨૦૨૦
આયુષી ને રાત થી જ કમરમાં દુખાવો ઉપડ્યો હતો પણ એણે પ્રશાંત ને કહ્યું નહીં અને જાતે જ કમરમાં દુખાવો ઓછો થવાની ટયુબ લગાવી લીધી...
સવારે રસોડામાં સાસુ સસરાને ગરમ ગરમ ચા નાસ્તો આપ્યો અને મોટા દિકરા આકાશ અને એની પત્ની પ્રિયા માટે ટીફીન બનાવી ને ભર્યું અને પ્રશાંત માટે કોફી બનાવી ને બેઠકરૂમમાં
આપવા ગઈ અને કમરમાં એકદમ જોરદાર દુખાવો ઉપડતા એ પોતાના બેડરૂમ માં જતી રહી અને પંખો કરીને પલંગમાં આડી પડી..
પ્રશાંતે આ જોયું એ કોફી નો મગ લઈને એ બેડરૂમમાં ગયો જોયું તો આયુષી દર્દ થી ઉંહકારા ભરી રહી હતી એણે એ.સી ચાલુ કર્યું અને આયુષી નાં માથે હાથ ફેરવ્યો અને એનાં થાકેલા અને દર્દ થી ભરેલાં ચેહરા સામે જોયું અને પ્રશાંત વિચારી રહ્યો કે આયુષી એ આખાં પરિવારની અપેક્ષાઓ સંતોષવા પોતાના શરીરની કાળજી નાં રાખી પણ પોતે પણ બેદરકાર રહ્યો એણે આયુષી ની અપેક્ષા અને ઈચ્છા અને ભાવનાઓ ને સમજવાની કોશિશ જ નથી કરી અરે એણે શું આખાં પરિવારે ક્યારેય સમજવા કોશિશ નથી કરી ઉપરથી આયુષી પર બધાંએ અપેક્ષાઓ નો ભાર જ નાખ્યો છે...
આયુષી આંખો મિચીને પડી હતી માથે હાથ ફરતાં જે એણે પ્રશાંત ને જોયો અને એ પ્રશાંત નાં હાથ ને પકડીને રડી પડી કે મને માફ કરો હું બધાંની અપેક્ષાઓ સંતોષવા માં ઉણી ઉતરી છું..
પ્રશાંત કહે અરે પગલી....
તું રડવાનું બંધ કર..
અરે હું અને આ પરિવાર તને નાં સમજી શકાયા અને તારી પર અમારી અપેક્ષાઓ નો ભાર થોપતા જ રહ્યાં પણ તારી પણ શરીરની મર્યાદા છે એ ભૂલી ગયા હતાં પણ હવે નહીં...
બોલ શું તકલીફ થાય છે તને???
આયુષી એ કમરનાં દર્દ વિશે વાત કરી એટલે પ્રશાંતે ફેમિલી ડોક્ટર ને ફોન કરી ઘરે બોલાવ્યાં અને ડોક્ટર આવે એ પહેલાં બધાં જ ઘરનાં સભ્યોને બેડરૂમમાં બોલાવી ને વાત કરી કે આપણે બધા એ આપણી અપેક્ષાઓ ઓછી કરી ને આયુષી ને મદદરૂપ બનવાનું છે તો એ માટે બધાએ સહિયારો સાથ સહકાર આપવા વિનંતી કરું છું... બા, બાપુજી તમે હરતાં ફરતાં છો તો બા તમે આયુષી ને શાકભાજી સમાવવામાં મદદ કરશો... બાપુજી તમે ચાલવા જાવ ત્યારે શાકભાજી લેતાં આવશો...
બા, બાપુજી એ હા કહી એમનાં ચેહરા પર ખુશી ઝળહળી ઉઠી.
આકાશ અને પ્રિયા તમે ઓફિસ થી છૂટી ને ક્લબમાં જાવ છો અને ભાઈબંધ દોસ્તારો સાથે મોજમજા કરો છો એનાં કરતાં તમે બન્ને ઓફિસ થી છૂટીને સીધા જ ઘરે આવો અને સાંજની રસોઈ પ્રિયા કરે અને તું એને મદદ કરે તો આયુષી નો ભાર ઓછો થાય તમે પંદર દિવસે એક દિવસ ભાઈબંધ દોસ્તારો ને મળો અને મોજમજા કરો ત્યારે તમારે બહારથી જમી ને જ આવવું અને એ દિવસે સાંજે રસોઈ કોમલ કરે...
અને બેટા કોમલ માન્યું તું કોલેજમાં ભણે છે પણ તારી પણ ફરજ છે ઘર માટે...
તું કોલેજ જતાં પહેલાં સોસયિલ મિડિયા ઓછું વાપરે અને સવારે વોશિંગ મશીનમાં કપડાં ધોઈ ને સૂકવીને જાય તો તારી મમ્મી ને એટલો કામ નો ભાર હળવો થાય...
કોમલ, આકાશ અને પ્રિયા એ મોં બગાડ્યું અને પરાણે હા ભણી..
પ્રશાંત કહે રહ્યો હું તો બહારના જે પણ લાઈટ બીલ, બેંક નાં કામ, અને કરિયાણું ખરીદી એ બધાં કામકાજ હું સંભાળીશ..
આવો બધાં હાથ મિલાવીને પ્રતિજ્ઞા લઈએ કે આજથી જ આયુષી પર આધારિત નહીં રહેતાં અને આપણી અપેક્ષાઓ નો ભાર નાખવા કરતાં આયુષી ને મદદરૂપ બનીને આયુષી ની અપેક્ષા આપણે પૂરી કરવા પ્રયત્નશીલ બનીશું...
આયુષી તો આ બધું જોઈને હર્ષાશ્રુ સારી રહી એટલામાં જ ડોક્ટર આવ્યા અને આયુષી ની ફરિયાદ જાણી અને એક ઇન્જેક્શન આપ્યું અને દવા આપી અને આરામ કરવા કહ્યું...
પ્રશાંત અને ઘરનાં એ આયુષી ને ચિંતા કર્યા વગર આરામ કરવા કહ્યું ....
ભાવના ભટ્ટ અમદાવાદ.....