" સોરી પ્રગતિ. આઈ એમ ઇન હરી. તમે મને મેઈલ કરી શકશો. " ફોન કટ કરીને એક સ્માઈલ આપી થોડે દુર સુધી પાછળ જોઈ ને પછી આગળ જોઈને વિવેક નીકળી ગયો. આ બધું એટલી ઉતાવળમાં થયું કે પ્રગતિ કંઈ જ ન કરી શકી ત્યાં ઉભા રહીને ધીમે ધીમે બસ અદ્રશ્ય થતી કારને જોઈ રહી.....
વિવેક બંસલ , સુબોત બંસલ અને સુમિત્રા બંસલ નો દીકરો. વિવેક ને એક મોટી બહેન પણ હતી અંજલી જે પરણી ગઈ હતી. બંસલ ઈંડ્ઝટ્રીઝ નામે બંને પિતા પુત્ર જુદા જુદા બિઝનેઝ કરતા હતા. સુમિત્રા બંસલ આમ તો ગૃહિણી હતા પણ સાથે સાથે ઘણું સોશિયલ વર્ક કરતા. સુમિત્રા બંસલના આગ્રહ અને સમજાવટ તેમજ નવા વિચાર ને સ્વીકારીને નવા યુવા ફેશન ડીઝાયનર્સને માર્કેટમાં આવવા માટેની તક પુરી પાડતી સંસ્થા વિવેકે શરૂ કરી હતી. જે છેલ્લા 4 એક વર્ષથી મોટા પાયે કાર્યરત હતી. આ કંપની નવા ડીઝાયનર્સ ને હાયર કરતી અને એમની ડિઝાઇન્સ માર્કેટમાં એક સારું સ્થાન પામી લે પછી મીડિયોટર તરીકે કમિશન પણ લેતી હતી. એમાંથી જે આવક થતી એ પણ અન્ય સામાજિક કાર્યોમાં જ વપરાતી એટલે કોઈ પ્રોફિટ જેવું રહેતું નહિ. સુમિત્રા અને વિવેક આ કાર્ય સંભાળતા હતા. પ્રગતિ પણ છેલ્લા છ મહિનાથી આ સંસ્થા સાથે કામ કરવા માટે જુદી જુદી રીતે સંપર્ક કરવાની કોશિશમાં હતી છતાં હજુ સુધી કઈ મેળ પડ્યો નહતો. એ જાણતી હતી કે જો એકવાર વિવેક બંસલ નો કોન્ટેક થઈ જશે પછી એ પ્રગતિની ડિઝાઇન્સ જોઈને એને સિલેક્ટ કરી જ લેશે પણ આ કાર્ય જ તો મુશ્કેલ હતું.
શોરૂમ ના દરવાજે ચિંતાની લકિરો સાથે પ્રગતિ હજુ રસ્તા પર જ તાકી રહી હતી. ધીમા ડગલે પાછી અંદર પ્રવેશતી હતી......"કેવી મૂર્ખ છું હું વિવેક બંસલ મારી આંખ સામે હતા અને હું કઈ જ ન કહી શકી. મારા સપનાઓ નું શુ થશે ? આખી જિંદગી બસ આમ જ નીકળી જશે ? હજુ કેટલો સમય રાહ જોવ ? બા તો માનશે નહીં ડોલી ની જેમ મારો પણ જલ્દી જ વારો આવવાનો છે જો વધુ વાર કરીશ તો કઈ જ નહીં કરી શકું ઓહ ગોડ વિવેક સર ને આટલી ઉતાવળ શેની હતી બે મિનિટ સાંભળી લીધું હોત તો....ના ના આવી રીતે રસ્તા વચ્ચે થોડી કામ ની વાતો થાય ને અત્યારે ક્યાંક બેસીને વાત કરવાનો પણ સમય તો છે નહીં સારું થયું વાત ન થઈ નહીંતર કેવુ વિચારે મારી માટે કે મને સમય સ્થળ નો પણ ખ્યાલ નથી ના ના , પણ કોન્ટેક તો થયો હોત......" પ્રગતિ ગુંચવાય હતી.....
" ક્યાં મરી ગઈ હતી ? " સામેથી ગુસ્સેભરાયેલી ડોલી આવી.
" હેં હ....હા શું કઈ નહિ " પ્રગતિની તંદ્રા તૂટી.
" ચલ હવે.... મોડું થાય છે એક તો " ડોલી ચિંતામાં હતી.
" તે બધું લઈ લીધું ? પેમેંટ થઈ ગયું ? " પ્રગતિ એ પૂછ્યું.
" હા હવે ચલ...." ડોલી પ્રગતિનો હાથ પકડીને એને બહાર ઢસડી ગઈ.
" અરે....તું મને પાછી દોડાવતી નહીં હં...." પ્રગતિ એ કહ્યું.
" હા હવે....અને તું ગાડી ઉડાડતી નહિ....ખબર પડે વાડીની બદલે સીધા ઉપર.... " ડોલી એ કાર માં સામાન મુકતા કહ્યું ને પ્રગતિ ડ્રાવિંગ સીટ પર ગોઠવાય. બને નીકળી ગયા. પુરા અઢી કલાક પછી બંને વાડીએ પોહચ્યા હતા. હવે જરા પણ સમય નહતો ડોલી સીધી તૈયાર થવા દોડી અને પ્રગતિ નીચે ખુલ્લા મેદાનમાં તૈયારીઓ તપાસતી હતી. મહેમાનો પણ આવતા હતા. આખો શર્મા પરિવાર આગતા સ્વાગતા માં લાગ્યો હતો. થોડા જ સમયમાં અભય વર્મા કે જેની સાથે ડોલીની સગાઈ નક્કી થઈ હતી એ પણ એના મિત્રો તેમજ પરિવાર સાથે આવી પોહચ્યો. અભય સાથે વિવેક પણ હતો....હા વિવેક બંસલ અભય નો ખાસ મિત્ર. એ અભય નો પાર્સલ લેવા જ BG શોરૂમ ગયેલો કારણ કે બીજા જુદા જુદા કામ માં ફસાયને અભય પાર્સલ લેવાનું જ ભૂલી ગયો હતો.
બધા વાતચીત કરવા ગોઠવાયા હતા પ્રીએંગેજમેન્ટ નો માહોલ છવાયો હતો....એમાં જ અચાનક વિવેક નું ધ્યાન હિલ્સ પેરીને આમથી તેમ દોડાદોડી કરતી પ્રગતિ પર અટક્યું.......
To be Continued
- Kamya Goplani