સોહમ તેણે સોફા પર બેસાડે છે. જોયું તો તેનું શરીર તાવમાં તપી રહ્યું હતું. તેને થયું કદાચ તાવને કારણે તે લવારે ચડી ગઈ હશે.! પણ, શું આ સાચું હશે.?? એના આવા વર્તાવને કારણે તે અત્યંત ચિંતિત હતો. બે ત્રણ દિવસથી તેના બદલાતા વ્યવહારનું તેણે ઘણું જ આશ્ચર્ય થતું હતું. અચાનક આ શું થઇ રહ્યું છે.! તે વિચારમાં ખોવાયો હતો.
ડેડ, શું વિચારો છો.? તમે ટેન્શન નહીં કરો. મમ્મીને સારું થઈ જશે!
અરે, દીકરા હું કોઈ ટેન્શનમાં નથી. હું વિચારી રહ્યો હતો કે આવતી કાલે હું ઝંખનાના તાવના રિપોર્ટ કરાવી લઉં.! જા તું સૂઈ જા.. તું ચિંતા નહિ કર..
ડેડ, હું આજે અહીં તમારી સાથે જ સૂઈ જઈશ.
તારી ઊંઘ બગડશે, તું તારે તારા રૂમમાં જઈ શાંતિથી સુઈ જા..
પણ તમે એકલા પડી જશો.! મારી ક્યાંક જરૂર પડી તો..! ડેડ...
તું તારા રૂમમાં જ છે ને.! હું તને બોલાવી લઈશ. તું ઘરમાં જ તો છે.. તારા રૂમમાંથી આવતા તને કેટલી વાર લાગશે.!!
ગુડ નાઈટ મમ્માં, અમિતે કપાળે હાથ ફેરવ્યો. તે તેના રૂમમાં જવા જાય છે.. ત્યાં તો તે ડોળા કાઢીને તેણે જોવા લાગી. તેનો હાથ પકડી બોલી, તું કશે જઈશ નહિ.. હું તને કંઈ જ થવા નહિ દઉં..
મમ્માં.. હું અહીં જ છું.! "અડધી રાતે હું ક્યાં જઈશ.!?" અને "મને શું થવાનું છે.?"
સોહમ, અમિતને સાચવજો, તમે તેને ક્યાંય જવા દેશો નહિ.! તે અમિતને એકીતસે જોઈ રહી હતી.!
હા, હા.. અમિતનું ધ્યાન રાખવા હું છું જ.. પણ, તું પોતાને સાચવ, એનું ધ્યાન એ જાતે પણ તો રાખી શકે છે.! તું દવા પી લે..
તમે મારી વાત કેમ સમજતા નથી.? સોહમ..
હું અહીં જ છું, મમ્માં.. તમે ચિંતા નહિ કરો.. એમ કહી અમિતે તેને દવા આપી.
દવા પીધા પછી તરત જ તેણે અમિતનો હાથ પકડી લીધો..
તે તેની બાજુમાં જ બેઠો, થોડી વાર માથે હાથ ફેરવ્યો. ત્યાં તો તે સૂઈ ગઈ. એક જ બેડ પર ત્રણેય સૂઈ જાય છે.
લગભગ રાતના ત્રણ વાગ્યે ફરીથી તેણે સપનું આવ્યું.. મને જવા દો.. મે તમારું શું બગાડ્યું છે.! મને આવી નરક જેવી યાતના શા માટે આપો છો.! ધૂંધળી છબી સાથે સાથે તેને છોકરીનો અવાજ પણ સંભળાઈ છે. તેને ઇન્જેક્શન આપવામાં આવી રહ્યું હતું. તે રડી રહી હતી, કરગરી રહી હતી. આ સાથે તેની ચીસ જાણે ચાર દીવાલોથી અથડાઈ રહી હતી. પણ ઇન્જેક્શન આપતાની સાથે તે બેહોશ થઈ ગઈ. આ સાથે જ તેની ઊંઘ ઉડી ગઈ..
અમિત અને સોહમને તેની પાસે સૂતા જોઈ એ પણ પાણી પી સૂઈ ગઈ. પણ તેને ઊંઘ આવી નહિ. તે વિચારી રહી હતી કે મને વારંવાર એકનું એક સપનું કેમ આવી રહ્યું છે.? "શું એ છોકરી સાથે મારે કોઈ સંબંધ હશે.?!" મારા મગજનો કોઈ વહેમ હશે.! આ તો કેવો ભેદ ભરમ છે. મારા મનમાં કંઈ અજબ અનુભૂતિ થઈ રહી છે.! તે મારી આસપાસ હોય એવું કેમ લાગી રહ્યું છે.! કંઈ ભયાનક ઘટવાનું છે, પણ શું.? જાણે મારું મન મને કોઈ ચેતવણી આપી રહ્યું છે.! કંઇક તો રહસ્ય છે.! હું પાગલ થઇ જઈશ.! મને કંઈ સમજાતું નથી.! વિચારોમાં ને વિચારોમાં સવાર થઈ ગઈ. માટે તે ઉઠી તૈયાર થઇ. દેવસ્થાનમાં દીવા કર્યા..
ગુડ મોર્નિંગ, ઝંખુ..! કેવું છે તને.!
સોહમ મારે તમને કંઈ કહેવું છે, "આ સાંભળી તમે શું વિચારશો.? મને એ પણ ખબર નથી.!" એટલું બોલતાં તે સોહમને ભેટી પડી..
શું કહેવું છે.? તારે મને તારા પર વિશ્વાસ છે. તારી એક એક વાત મારા માટે મહત્વની છે. તું મારી પત્ની પછી, પહેલા મારી મિત્ર છે. તું બિંદાસ મને કહી શકે છે.. હું જોઈ રહ્યો છું કે બે ત્રણ દિવસથી તું ખુબ પરેશાન છે.. થોડી થોડી વારે ગભરાઈ જાય છે. તારા કરતાં હું તને ખૂબ સારી રીતે ઓળખું છું. તારા મનની વાતો કહી દે, તેથી તારું મન હળવું થઈ શકે..!
છેલ્લા કેટલાક દિવસોથી મારી માનસિક સ્થિતિ સારી નથી. એક જ સપનું કોઈ મૂવીની જેમ આગળ વધે જ જાય છે. કોઈ ધૂંધળી છબીઓ મારા મનસ પર હાવી થઇ રહી છે. એટલું જ નહિ એ છોકરીની ચીસ અને મને તેનું મદદ માટે બોલાવું, તેની પીડા મને અસર કરે છે. હું નથી જાણતી, નથી કોઈ સંબંધ છતાં હું તેને ઓળખું છું, હું શું કરું.! હું પાગલ થઈ જઈશ. મને બચાવી લો. મારે પાગલ નથી થવું. એમ કહી તે રડી પડી..
પહેલા તો તું રડવાનું બંધ કર.. અને મગજ માથી કાઢી નાખ કે તને કોઈ સપનું આવે છે. સોહમે તેને હગ કરી, માથે હાથ ફેરવ્યો..
કેવી રીતે ભૂલી જાવ, કોઈ સપનું એકવાર આવે તો ભૂલી જવાય.. પણ, "મૂવીની જેમ આવે તો.?" ત્રણ દિવસથી ટુકડે ટુકડે દેખાઈ તો શું કરવું.? મારે પણ ભૂલવું છે, પણ કોઈ ઘટના બને છે.. કાલે જ મને નદી કિનારે પેલા અપંગને જોઈ ગભરામણ થતી હતી, ત્યાર બાદ કોફી શોપના વોસરૂમમાં લોહીથી લથપથ છોકરી જોઈ, ઘરે આવતા બ્લેક કારમાં તેને બે વ્યક્તિ જબરજસ્તી લઈ જતા હતા. અને આજે.. - -
અને આજે શું.? ફરી તને સપનું આવ્યું..
હા, અને આ વખતે બે વ્યક્તિ તેને ઇન્જેકશન આપી રહ્યા હતા. તેની ચીસ ચાર દીવાલોમાં અથડાઈ રહી હતી. તેને કોઈ પણ સાંભળવા વાળુ ન હતું. આ વિચારો મારા મગજ પર હાવી થઈ રહ્યા છે. તું મને આમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવ. હું શું કરું.!? મને આ સપનામાંથી આઝાદી અપાવો, નહિ તો હું પાગલ થઈ જઈશ કે મરી જઈશ.. તે નાના બાળકની જેમ તેને ભેટી પડી.
સોહમે તેને સાંત્વના આપી, આપણે આવતી કાલે ડૉ. વ્યાસને મળી આ વિશે કાઉન્સીલીંગ કરીશું.. તું ચિંતા નહિ કર. તું તારું ધ્યાન બીજે લગાવ..
ડૉ. વ્યાસે કહ્યું : "માનસિક તાણથી ઘણી વખત આવા સપનાઓ આવી જાય. ક્યારેક આપણા મનસમાં એવી છબીઓ ઉપસી આવે, ત્યારે એવું લાગે કે કોઈ ઘટના બનશે.. આ હાલતમાં ક્યારે દર્દી પાગલ પણ બની શકે છે.! અથવા તો આત્મ હત્યા પણ કરી શકે છે.. તેથી મિસ્ટર. સોહમ તમે તેને ખુશ રાખવા પ્રયત્ન કરો. તેમણે બિલકુલ એકલા ના મૂકો. અને રેગ્યુલર દવા કરવો.બધું સારું થઈ જશે.!
ડોકટરની સલાહથી અને તેમની સાથે કાઉન્સીલીંગ કરતા ધીરે ધીરેએ સપનું ભૂલવા લાગી. આ સમયે સોહમે તેને ખુબ જ સપોર્ટ કર્યો. અમિતે પણ તેની કાળજી લીધી. તેના દાદા - દાદી પણ હરિદ્વારથી આવી ગયા. આમ, તેના કુટુંબની મદદથી તે ધીમે ધીમે ફરીથી ખુશ રહેવા લાગી.
એક મહિના પછી જ્યારે અમિત કોલેજથી ઘરે આવી રહ્યો હતો. ત્યાં તેની બાઇકમાં પંચર થયું. તેથી બાઈક તેને ગેરેજમાં મૂક્યું.
સાહેબ, અમારો કારીગર છ વાગે આવશે.. "જો તમને મોડું થતું હોય તો બીજા ગેરેજમાં જઈ શકો છો.!"
હાલ, વરસાદી વાતાવરણ છે, "બીજે ક્યાં જઈશ.!" એના કરતા હું અહીં જ બાઇક મુકીને જાવ છું, "પંચર થઈ જાય તો મને ફોન કરીને જાણ કરી દેજો."
તે વિચારી રહ્યો હતો હવે..! "બે કલાક સુધી કરવું શું??"
તમારા બાઈકમાં પંચર પડ્યું છે.!? શું હું તમને કંઈ મદદ કરી શકું.!?
હેલ્મેટ હતું તેથી કોણ છે.? તે ઓળખી શક્યો નહીં..
તમારો ખુબ ખુબ આભાર.. બસ, "થોડી વારમાં પંચર બની જશે.!" તેણે કહ્યું..
"ક્યારે અમને પણ તો મદદ કરવાનો મોકો આપો.!"
હું અજાણ્યાની મદદ નથી લેતો.!
ઓ.. હો.. "તમે અજાણ્યાને મદદ કરી શકો છો.! પણ મદદ નથી લેતા." ઘણી જ બદનસીબી અમારી.!
જો હું તમને ઓળખતો નથી. પ્લીઝ, "તમે જઈ શકો.!"
"એટીટ્યુડ.!"
"તારા કામથી કામ રાખ," ઓકે.. તેણે ગુસ્સામાં કહ્યું..
હું મારા કામથી જ કામ રાખું છું. પણ, સાચું કહું... "ગુસ્સામાં પણ તું ખુબ જ હેન્ડસમ લાગે છે.?"
અરે, ક્યારની પરેશાન કરી રહી છે. એકવારમાં સમજ નથી આવતી.. મારે તારી મદદની કોઈ જરૂર નથી.! "લીવ મી અલોન!" ઓકે.. તું જઈ શકે છે..! સમજાય છે કે સમજમાં નથી આવતું..!
પણ મારે તમને મદદ કરવી હોય તો..!!
*********
આ અજનબી કોણ છે.? જે જબરજસ્તી તેને મદદ કરવા માંગે છે...
અમિતની જિંદગીમાં વળી હવે ક્યો નવો વળાંક આવશે.!?
શું ઝંખનાને ભૂલાયેલું સપનું તેની જિંદગીમાં હાવી થઈ શકે છે.!
જાણવા વાંચતા રહો.. (An untoward incident અનન્યા)
🙏જય શ્રી કૃષ્ણ 🙏
🌹🌹રાધે રાધે 🌹🌹