Target in Gujarati Motivational Stories by Ajay Khatri books and stories PDF | લક્ષ્ય

Featured Books
Categories
Share

લક્ષ્ય

દિશા નામની એક યુવતી આઇ.ટી કંપની માં બે વર્ષથી નોકરી કરી રહી હતી. તે ખુબજ મહેનત અને નિષ્ઠા થી કામ કરતી હતી. આ યુવતી ને પ્રમોશન ની આશા સાથે ખુબ મહેનત સાથે કામ કરતી હતી.મધ્યમ વર્ગની આ યુવતી સતત જીવન માં આગળ વધવા ના પ્રમાણિક પ્રયાસો કરતી રહેતી હતી.તેણી ની કાર્યદક્ષતા જોઈ ને તેના સંબોડીનેટરો પણ આ યુવતી માંથી કઈક ને કઈક નવું જાણવાની જિજ્ઞાસા સાથે આ યુવતી તરફ આકર્ષિત થઈ ને તેની સાથે દરેક કામોની પરામશ કરતા અને યુવતી પોતાના માં રહેલી કાર્યસિદ્ધિને સ્ટાફ ના લોકો સાથે
સાથે મળી ને કાર્ય કરતી હતી.
ઓફિસ માં બોસ આજે ખુબજ ગુસે ભરાયેલા લાગતા હતા.એક બે કર્મચારીઓ ની કામ ની અધુરસો ના કારણે તેઓ ની તો આવી બની હતી.તે વચ્ચે બોસ દિશા ને પોતાની ચેમ્બર માં બોલવી અને કહ્યું કે આજે રાત્રે તારા ઘેર જમવા આવવાનો છું.
અને મને તારા મમ્મી નું કામ પણ છે...!!

આવાત સાંભળી દિશા વિચાર માં પડી ગઈ કે બોસ ને વળી મમ્મી નું શું કામ હશે ? એ વિચાર સાથે મમ્મી ને ફોન કરી ને કહ્યું કે આજે સાંજે મારા બોસ આપણા ઘેર ભોજન કરવા પધારશે.આમ અચાનક દિશા ની વાત સાંભળી ને એની મમ્મી પણ વિચાર માં પડી ગયા કે બોસ જેવી વ્યક્તિ આપણા ઘરે જમવા આવશે ?
હા મમ્મી સાંજે જમવાનું તૈયાર કરી રાખજો.

ઓફિસે થી દિશા ઘરે આવ્યા બાદ તરતજ મમ્મી ને અવાજ આપ્યો કે
"મમ્મી જમવાનું તૈયાર છે ને ? "

"હા દીકરા , બસ પુલાવ વધારી રહી છું. પણ ઘરની સફાઈ બાકી છે."

મમ્મી સફાઈ હું કરી નાખું છું.
બસ મારા બોસને ભોજન સ્વાદિષ્ટ લાગવું જોઈએ.

”દિશા એ આઈસ્ક્રીમ ફ્રીઝરમાં મૂકીને ઝાડું હાથમાં લીધું.

દાદી માળા ના મણકા ફેરવતા ફેરવતા બોલ્યા ,
"અચનાક તારા બોસ ઘરે શા માટે આવી રહ્યા છે ?"
ખબર નહીં દાદી.બોસ ખૂબ ગુસ્સામાં હતા , મને પૂછતાં ડર લાગે,ફક્ત એટલું બોલ્યા , મારે તારાં મમ્મીને મળવા આવું છે ”

દિશા નાં હાથમાં ઝાડું જોઈને દાદીએ આંખ કાઢ , અરે..સૂર્યાસ્ત પછી ઝાડું ન કઢાય ! ઘરે આવતી લક્ષમી પાછી જતી રહે.

" એક મિનિટ માટે દિશા ઊભી રહી ગઈ અને દાદી સામે જોયું , " દાદી ,આ બધી અંધશ્રદ્ધા છે."

"વર્ષોથી આ માનયતા ચાલી આવી છે ,તો ખોટી તો નહીં હોયને ? ”

"દાદી પહેલાના જમાનામાં વીજળી નહોતી , એટલે લોકો દિવસ આથમ્યા પહેલા કામ પૂરું કરી લેતા. મારા બોસ આવવાનાં છે , તો શું ઘર ગન્દુ રાખશું ?"

દાદી રિસાઈને નજર ફેરવતાં બોલ્યા , " કોઈ ખરાબ સમાચાર ન આવે તો સારું.

દિશા એ ચૂપચાપ ઘરની સફાઈ પૂરી કરી.

ત્યાંજ દરવાજા ની ડોર બેલ વાગતા ની સાથે જ બોસે કહ્યું દિશા હું આવી ગયો છું. જમવાનું તૈયાર છે ને ?
ભોજન નો સ્વાદમાંળ્યાં બાદ બોસે દિશા ના મમ્મી ને કહ્યું કે
"મીરાબહેન તમારા હાથમાં જાદુ છે.ભોજન ખૂબ સ્વાદિષ્ટ હતું.

બોસના આવવાનું કારણ હજી એક ભેદ-ભરમ હતો, ઘર ના કોઈ પણ વ્યક્તિ ને પૂછવાની હિમ્મત નહોતી કે બોસ તમે કેમ પધાર્યા છો થોડીક વાર બાદ ખુદ બોસે બ્રિક્સમાંથી એક મોટું કવર કાઢી ને મીરાબહેન નાં હાથમાં આપતા કહ્યું ,કે "તમારી દીકરી ખૂબ મહેનતું છે.એના પર આખી ઓફિસ ને ગર્વ છે.આ દિવાળીનું બોનસ અને પ્રોમોશન લેટર તમે તમારા આશિર્વાદ સાથે તમારી દીકરીને આપો."આ સરસ પ્રસંગ ને ઘર ના તમામ લોકો એ ઉમણકા ભેર વધાવી બોસ નું આભાર માની ખુશી ની લાગણી વ્યક્ત કરી હતી.