કહાની - ટ્રેલર: નિધિ એક સંસ્કારી અને સાચ્ચી છોકરી છે, જે શેખર નામના રઇઝ છોકરા ને બહુ જ લવ કરે છે! શેખર પણ એના સ્વભાવ અને વર્તન થી અત્યંત સુશીલ માલૂમ પડે છે, પણ એક વાર નિધિ ની ફ્રેન્ડ સાંજ એની ઉપર આરોપ મૂકે છે કે એણે એની સાથે ગલત કર્યું છે એમ, પણ શેખર એટલો તો ભલો છે કે એવું શક્ય જ નથી! નિધિ વાત ને જાણવા આગળ વધે છે તો ઘણી વધી વાતો બહાર આવે છે. જે ચોંકાવનારી હોય છે.
"તું કોણ છું?! હું તને નથી જાણતો!" શેખર એ કટાક્ષમાં કહ્યું.
"અરે બાપા... પ્લીઝ તું આવું ના બોલ ને... જો હું અહીં જ હમણાં જ મરી જઈશ! પ્લીઝ યાર... ભૂલ થઈ ગઈ મારાથી!" નિધિ એ કહ્યું.
"પણ તુંયે વિચારી પણ કેવી રીતે લીધું કે હું... હું... આવું કંઈ કરી પણ શકું!" શેખર એ ભારપૂર્વક કહ્યું.
"જો... એ તો ગલતફેમી હતી... પણ સચ્ચાઈ તો એ જ છે કે આઈ લવ યુ એન્ડ આઇ કાન્ટ લીવ વિધાઉટ યુ!" નિધિ એ રડતા રડતા જ કહ્યું, એ શેખર ની ચેર ની પાસે નીચે જ ઘૂંટણ પર બેસી ગઈ હતી.
"ના... જૂઠ ના બોલ! તુંયે તો મને ક્યારેય લવ કર્યો જ નથી! બોલ તારે પણ જોઈએ છે ને પ્રોપર્ટી, પ્રોપર્ટી નો એક હિસ્સો સાંજ અને એક તારા નામ કરીને હું ક્યાંય બીજે ચાલ્યો જઈશ... હવે તો ખુશ ને?!" ભારોભાર રોષ અને કટાક્ષમાં શેખર બોલ્યો.
"અરે મારી તો તું જ પ્રોપર્ટી છું, બસ તું જ! યાર પ્લીઝ આવું ના બોલ તું, પ્લીઝ!" નિધિ એ એના હાથ પકડવા ચાહ્યા, પણ શેખર એ એણે એક ઝાટકા સાથે પછાડી દીધા... આ ઝાટકા ની સાથે જ નિધિ ને એક બીજી વાત યાદ આવી ગઈ!
એકવાર ભૂલથી મસ્તીમાં જ નિધિ ને એણે સહેજ જોરથી ઝાપટ મારી લીધી હતી તો એણે એક દિવસ સુધી બસ સોરી સોરી જ બોલ્યા કર્યું હતું! એ શેખર ને આજે આમ શું થઈ ગયું હતું! આ વાત પરથી એણે સમજાય રહ્યું હતું કે પોતે કેટલી મોટી ભૂલ કરી છે!
આ વિચાર કરી ને એણે ખૂબ જ અફસોસ કર્યો અને પેલી છરી તરફ એનું ધ્યાન ગયું... એણે છરી ને ઉઠાવી લીધી અને આગળ કઈ પણ વિચાર્યા વિના જ ખુદ ના જ પેટમાં પ્રહાર કર્યો!
નિધિ ના આશ્ચર્ય વચ્ચે જ શેખર એ નિધિ ના હાથ ને રોકી લીધો હતો!
"પ્લીઝ યાર... મરી જવા દે મને! હું અપરાધી છું! મેં તારા વિશ્વાસ ને તોડ્યો છે!" નિધિ બોલી રહી હતી! પણ શેખર એ એણે ઊભી કરી અને બંને ભેટી પડ્યા. થોડો સમય બસ બંને આમ જ ભેટી જ રહ્યા અને રડતા!
"આઈ એમ સો સોરી!" નિધિ હળવેકથી બોલી.
"હા... પણ હું એ સાંજ ને બિલકુલ નહિ છોડુ!" નિધિ ને પોતાની બાહોમાં વધારે ભિંસતા અને મક્કમતાથી શેખર એ કહ્યું.
"હા..." નિધિ માંડ બોલી શકી.
"ચાલ... રાત પણ થવા જ આવી છે... આજે તું મારા ઘરે જ મારી સાથે જ રહેજે!" શેખર એ કહ્યું તો નિધિ એ બસ એની ગળદણ ને હા માં હલાવી લીધી.
બંને પેમેન્ટ કરી ને શેખર ની કારમાં ગોઠવાયા, નિધિ અને શેખર ની હાલત રડી રડી ને ખરાબ થઈ ગઈ હતી.
"સો સોરી, શીખ!" અચાનક જ કઈક વિચારતા નિધિ એ શેખર ને કહ્યું.
"સારું... હવે માફ કરી દીધું! તું મન હળવું કરી દે!" શેખર એ એક સ્માઇલ આપતા કહ્યું.
"હા... શીખ!" નિધિ થી પણ એક સ્માઇલ અપાઈ જ ગઈ!
બંને પછી કઈ ના બોલ્યા અને ઘર આવી ગયું. શેખર નું એ આલીશાન ઘર હતું, નોકરોની ભરમાર અને સિક્યુરિટી પણ ફૂલ હતી. બંને શેખર ના ઘરમાં એન્ટર થાય એ પહેલા જ શેખર નો સિક્યુરિટી ઈન ચીફ નિર્ભય એણે મળી ગયો...
"સર, આઈ એમ સો હેપ્પી ટુ સી યુ સેફ!" નિર્ભય એ કહ્યું.
"અમને ખાસ ખબર પડી હતી કે તમારી ઉપર હમલો આજે થશે! અને એટલે જ અમે અમુક અમારા આદમીઓ ને તમારી પાછળ જ રાખ્યા હતા... હોટેલમાં જે તમારી ઉપર હમલો થયો હતો એણે અમારા બે આદમીએ પડકી લીધો છે, એણે જે ને મોકલ્યો છે એનું નામ સાંભળી ને તને ચોંકી જશો!" નિર્ભય એ ઉમેર્યું.
વધુ આવતા અંકે...
એપિસોડ 11 અને અંતિમ ભાગ(ક્લાઈમેકસ)માં જોશો: "તું જરાય ચિંતા ના કર, કોઈની પણ તાકાત નથી તને કઈ પણ કરી શકે!" શેખર એ એક અલગ જ ખુમારીથી કહ્યું.
પાસે જ રાખેલો ફોન વાઈબ્રેશન સાથે રણક્યો તો તુરંત જ શેખર એ કૉલ રિસિવ કરી દિધો!
"સર... સર... સર... સિક્યુરિટી હાઈ એલર્ટ! સિક્યુરિટી હાઈ એલર્ટ!" નિર્ભય કોઈ કોડ વર્ડ ની જેમ જ બોલી ગયો હતો! નિધિ ને તો કઈ સમજાયું જ નહિ, પણ શેખર ના કપાળે ચિંતા ની ગહેરી રેખાઓ ઉભરી આવી હતી!