Revenge 3rd Issue: - 16 in Gujarati Horror Stories by Jatin.R.patel books and stories PDF | પ્રતિશોધ તૃતીય અંક: - 16

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

પ્રતિશોધ તૃતીય અંક: - 16

પ્રતિશોધ તૃતીય અંક:

ભાગ-16

તારાપુર, રાજસ્થાન

પોતે માધવપુરના રાજગુરુ એવા ભાનુનાથ જેવી દિવ્યાત્માનો પુનર્જન્મ છે એ વાતને આદિત્ય ધીરે-ધીરે સ્વીકારવા લાગ્યો હતો. આવતીકાલે જ કાલરાત્રીને જીવિત કરવાની વિધિ થવાની હતી એ વાત જાણ્યા બાદ આદિત્ય કોઈપણ ભોગે એ વિધિ રોકવાનો નીર્ધાર કરી ચૂક્યો હતો.

આ કાર્યમાં બ્રહ્મરાક્ષશ પોતાના માટે સહાયક બનશે એવી આશા સાથે આદિત્ય તારાપુર ગામના તળાવ નજીક ઊભેલા વડ વૃક્ષ તરફ પોતાની કાર લઈને આગળ વઘ્યો. દસેક મિનિટમાં તો આદિત્ય ત્યાં આવી પહોંચ્યો.

રાતના હજુ દસ વાગ્યા હતા છતાં ત્યાં સ્મશાનવત શાંતિ પ્રસરાયેલી હતી. ખુલ્લો વિસ્તાર હોવાથી તળાવ પરથી આવતા પવનના સુસવાટા શાંત વાતાવરણને વધુ વિહ્વળ બનાવતા હતાં.

આદિત્યએ પોતાની કાર થોભાવી અને કારમાંથી સાવચેતી સાથે નીચે આવ્યો. તળાવથી થોડે દુર એક ઘેઘૂર વડ હતો, જેની ઉપર સેંકડોની સંખ્યામાં વાગોળો લટકતી હતી. આદિત્ય આજુબાજુ જોતા-જોતા વડની નજીક આવીને ઊભો રહ્યો.

રાજા તેજપ્રતાપે આદિત્યને કહ્યું હતું કે જેવો એ વડ પાસે પહોંચશે એ સાથે જ બ્રહ્મરાક્ષશ એની સામે ચાલીને મદદ માંગશે. આમ છતાં આદિત્યએ વડની નજીક આવતા જ વડની સામે નતમસ્તક થઈને કહ્યું.

"હે જ્ઞાની ભગતલાલ,  પંડિત શંકરનાથના પૌત્ર આદિત્યના  પ્રણામ સ્વીકાર કરો.!"

આદિત્યના આમ બોલતા જ વિશાળ વડના થડ પર એક માનવાકૃતિ દ્રશ્યમાન થઈ.. માથે શીંગડા ધરાવતી એ માનવાકૃતિએ મૃદુ સ્મિત સામે આદિત્યની સમક્ષ જોયું અને કહ્યું.

"આયુષ્યમાન!, હું વર્ષોથી તારી જ રાહ જોતો હતો પુત્ર."

"હું તમારી મુક્તિ માટે જ આવ્યો છું." વિવેકપૂર્ણ ભાવ સાથે આદિત્ય બોલ્યો. "બોલો હું તમારી મુક્તિ માટે શું કરી શકું?" આદિત્યના સ્વરમાં રહેલો રણકાર અને એનો વિનય જોઈ બ્રહ્મરાક્ષશ રૂપમાં વડની અંદર કેદમાં રહેલા ભગતલાલને પણ થયું કે એની સામે પંડિત શંકરનાથની પ્રતિકૃતિ મોજુદ છે.

"પુત્ર, જો તમે મારી મુક્તિ કરવાની મંછા સાથે જ આવ્યા જ હોવ તો તમારા હાથે આ વડના વૃક્ષને પાણી પીવડાવો." ભગતલાલે કહ્યું.

ભગતલાલના આમ બોલતા જ આદિત્ય તુરંત જ પોતાની કાર જોડે ગયો અને કારમાંથી એક પાણી ભરેલી બોટલ લઈને પાછો વડ વૃક્ષ નજીક આવ્યો. આદિત્યએ પૂરા ભક્તિભાવ સાથે ભગતલાલની મુક્તિની પ્રાર્થના કરતા-કરતા બોટલમાંથી વડના વૃક્ષના મૂળિયા પર જળાભિષેક કર્યો.

આદિત્યના આમ કરતા જ વડની આસપાસ એક દિવ્યપ્રકાશ પુંજ ઝળહળ્યો. એ પ્રકાશપુંજ એટલો તીવ્ર હતો કે આદિત્યની આંખો ચકાચૌન્ધ થઈ ગઈ.

"આદિત્ય પંડિત હું સદાય તારો ઋણી રહીશ..!" ભગતલાલનો અવાજ સાંભળી આદિત્યનું ધ્યાન અવાજની દિશામાં ગયું. આદિત્યએ જોયું કે ભગતલાલ હવે બ્રહ્મરાક્ષશમાંથી એક આધેડ વયના વૃદ્ધ બ્રાહ્મણના રૂપમાં આવી ગયા હતા. એમની આંખોમાં આદિત્યએ પોતાના માટે ભારોભાર પ્રેમ જોયો.

"આપ હવે મુક્ત છો..રાજા તેજપ્રતાપે પોતાના પિતાના થકી આપની સાથે કરવામાં આવેલા અત્યાચાર માટેની માફી માંગી છે. તેઓ આ માટે ખૂબ જ ખેદ અનુભવી રહ્યા છે." અદિત્યએ કહ્યું.

"મેં પણ ક્રોધાવેશ રાજપરિવાર સાથે જે કંઈપણ કર્યું છે એ બદલ હું ખૂબ જ દિલગીર છું." ભગતલાલે કહ્યું. "તમારા દાદાએ મને ના અટકાવ્યો હોત તો શાયદ હું રાજ પરિવારના આખરી વંશને ખતમ કરવાનું ભયંકર પાપ કરી બેસત." ભગતલાલ દિલગીર સ્વરે બોલ્યા. "મારી મુક્તિના બદલામાં હું તમને કંઈક આપવા માંગુ છું..તો આપ મને જણાવો હું આપને શું આપી શકું?"

 

આદિત્ય આ પ્રશ્નની જ રાહ જોઈને બેઠો હતો પણ એને પોતાના મુખ પરથી એ કળાવા જ ના દીધું. આદિત્યએ ટૂંકમાં કાલરાત્રી નામક શૈતાનની ઉત્તપત્તિ વિશે ભગતલાલને જણાવી દીધું. ભગતલાલ પણ આદિત્યની આ વાત સાંભળી ભારે ચિંતામાં આવી ગયો. પોતે તો પરિસ્થિતિના લીધે શૈતાન બન્યો હતો જેના મનમાં ફક્ત અને ફક્ત પ્રતિશોધનો ભાવ હતો. પણ, જેના લીધે સમગ્ર માનવજાત મુશ્કેલીમાં મૂકાવાની હોય એવી શૈતાની શક્તિઓને જન્મ લેતા જ ખતમ કરવી અત્યંત આવશ્યક હતી એ ભગતલાલ સમજતો હતો.

 

આવી ગંભીર સમસ્યા વખતે પોતે અદિત્યની સાથે માધવપુર જવા ઈચ્છતો હતો પણ થોડી જ ક્ષણોમાં પોતાની આત્માને આ જગતને છોડીને જવાનો સમય આવી જવાનો હતો એ વાતની જાણકારી હોવાથી ભગતલાલે પ્રત્યક્ષ નહિ તો કંઈ નહીં પણ પરોક્ષ રીતે અદિત્યની મદદ કરવાનું નક્કી કર્યું.

 

"આદિત્ય, હું તારી સાથે તો આવી નહિ શકું પણ મારા આશીર્વાદ સદાય તારી સાથે છે." આદિત્યને માથે હાથ મૂકી ભગતલાલે કહ્યું. "આશીર્વાદની સાથે હું તને એક એવી દિવ્ય શક્તિ આપવા માંગુ છું જે કપરા સમયમાં તારી મદદ કરશે."

 

આમ બોલી ભગતલાલે આંખો બંધ કરી ભગવાન શિવનું સ્મરણ કર્યું. આ સાથે જ એના હાથમાં એક હાથ લાંબુ ત્રિશૂળ પ્રગટ થયું. આદિત્યના હાથમાં એ ત્રિશૂળ મૂકતા ભગતલાલે કહ્યું.

"આ મેં કરેલા ભગવાન શિવના વર્ષોના તપનું પુણ્ય છે..આ અસ્ત્ર ગંભીર પરિસ્થિતિમાં તારી સહાયતા કરશે."

"આપનો ખૂબ ખૂબ ધન્યવાદ..!" ભગતલાલને આપેલા અસ્ત્રને માથું નમાવી નમન કરીને આદિત્ય ભગતલાલને ઉદ્દેશતા બોલ્યો..આદિત્યએ માથું ઊંચું કરીને જોયું તો ભગતલાલ ત્યાં હાજર નહોતો.

 

આ જગતની જંજાળમાંથી ભગતલાલ મુક્ત થઈ ચૂક્યા છે એ સમજી ચૂકેલા આદિત્યએ ત્રિશૂળને અદ્રશ્ય થવા આહવાન કર્યું અને આમ કરતા જ આદિત્યના હાથમાં રહેલું ત્રિશૂળ અદ્રશ્ય થઈ ગયું.

 

"ૐ નમઃ શિવાય!" ભગવાન શિવના આશીર્વાદ પોતાની સાથે જ છે એમ માની આદિત્ય શિવજીનું આહવાન કરી પોતાની કાર તરફ આગળ વધ્યો.

કારમાં બેસતા જ આદિત્યને કારના એક્સીલેટર પર પગ મૂક્યો અને કારને માધવપુર તરફ ભગાવી મૂકી..જ્યાં પહોંચતા આદિત્યને ઓછામાં ઓછા બારેક કલાક લાગી જવાના હતાં. આ બાર કલાકમાં શું થઈ જવાનું હતું એ વિશે તો ફક્ત વિધાતા જ જાણતા હતાં.

**************

કાલી સરોવર નજીક, રાજસ્થાન

 

"જુનેદ અને યુસુફ, ઊભા-ઊભા હવે મારું મોં શું જોવો છો?" રેહાના ઊંચા અવાજે પોતાના પતિ યુસુફ અને જુનેદને ઉદ્દેશીને બોલી. "આ બે પોલીસવાળા સિવાય બધાને ગાડીમાં નાંખો..હવે આ લોકો દસ-બાર કલાક સુધી નહીં ઊઠે એ નક્કી છે."

 

રેહાનાના આમ બોલતા જ જુનેદ અને યુસુફ કહ્યાગરા બાળકની માફક એના આદેશને અનુસરતા કામે લાગી ગયા. દસેક મિનિટની મહેનત બાદ સમીર, આધ્યા, જાનકી અને રાઘવના બેહોશ શરીર સ્કોર્પિયોના નંખાઈ ગયા હતાં.

 

"જુનેદ, આ બંનેને ઘસડીને રોડની એક સાઈડ ઝાડીઓમાં લઈ જા અને એમનો ખેલ ખતમ કરી દે." જુનેદ જાણે પોતાનો નોકર હોય એમ રેહાના એને હુકમ આપી રહી હતી.

જુનેદ રેહાનાની આજ્ઞા મુજબ ગણપત અને ગુજરાલને ઘસડીને ઝાડીઓમાં લઈ ગયો અને થોડી જ વારમાં ઉપરાઉપરી બે ગોળીઓના ધડાકાથી વાતાવરણમાં ખળભળાટ મચી ગયો. વૃક્ષો પર બેસેલા પંખીઓ ઊડી ગયા.

 

ગુજરાલની રિવોલ્વરને પોતાના પેન્ટમાં સેરવતો જુનેદ ઝાડીઓમાંથી બહાર આવ્યો અને સ્કોર્પિયોની વચ્ચેની સીટમાં બેસી ગયો.

 

જુનેદના સ્કોર્પિયોમાં બેસતા જ યુસુફે એક્સીલેટર પર પગ મૂક્યો અને સ્કોર્પિયો માધવપુર તરફ ભગાવી મૂકી. હજુ ગાડી માંડ એકાદ કિલોમીટર આગળ વધી હતી એ સાથે જ રેહાનાએ પોતાના મોબાઈલમાંથી એક નંબર ડાયલ કર્યો. પહેલી વખત ફોન રિસીવ ના થયો એટલે રેહાનાએ પુનઃ એ નંબર ડાયલ કર્યો. સામેથી ફોન રિસીવ નહિ જ થાય એમ વિચારી રેહાના કોલ કટ કરવા જતી જ હતી ત્યાં કોલ રિસીવ થયો.

"હેલ્લો, યંગ લેડી..!" સામેથી એક રણકતો વ્યવસ્થિત સ્વર પડઘાયો.

"આપણા લોકો માટે અમે આટલું બધું જોખમ ઉઠાવી રહ્યા છીએ અને તમે સમીરને ચાર દિવસ સુધી સાચવી પણ ના શક્યા.." રેહાનાના અવાજમાં આછેરો ગુસ્સો હતો.

"શું કહ્યું સમીર!" ફોન રિસીવ કરનારા વ્યક્તિના સ્વરમાં રેહાનાની વાત સાંભળી આશ્ચર્ય ભળી ચૂક્યું હતું. "પણ એને સાચવવાની જવાબદારી તો મેં રાકાને આપી હતી."

"મિસ્ટર ક્રિસ્ટોફર, તમારો એ રાકા સમીરને સાચવી ના શક્યો." આમ કહી રેહાનાએ ત્યાં જે કંઈપણ થયું એ બધું જ જણાવી દીધું. રેહાનાએ જેને કોલ કર્યો એ બીજું કોઈ નહિ પણ ઇલ્યુમિનાટી સંસ્થાનો હાલના સમયનો મજબૂત કાર્યકર એવો ક્રિસ્ટોફર હતો.

"ઓહ! સમીરની પત્ની સાથે તારો ઇન્ડિયા જવાનો નિર્ણય ખૂબ જ સારો હતો." ક્રિસ્ટોફરે કહ્યું. "માણસ ઓળખવામાં મારી થાપ થઈ ગઈ એ બદલ હું દિલગીર છું."

"હવે જે થઈ ગયું એ વિષયમાં ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી." રેહાના સપાટ સુરમાં બોલી. "હવે આગળ જે કરવાનું છે એની ચર્ચા કરીશું તો સારું રહેશે."

"હું જયપુર પહોંચી ગયો છું..કાલે સાંજે ચારેક વાગે હું માધવપુર પહોંચી જઈશ.." ક્રિસ્ટોફર જવાબ આપતા બોલ્યો. "તું સમીરને લઈને ચાર વાગ્યા આજુબાજુ ત્યાં આવી જજે."

"સ્યોર..!" રેહાના બોલી.

"શૈતાનનો જય હો!" ક્રિસ્ટોફર બોલ્યો.

"જય હો શૈતાનની..!" આટલું કહી રેહાનાએ ક્રિસ્ટોફર સાથેનો સંપર્ક વિચ્છેદ કરી દીધો.

 

ક્રિસ્ટોફર સાથેનો સંપર્ક વિચ્છેદ કર્યાં બાદ રેહાના રસ્તા ભણી જોતા મનોમન બોલી.

"આખરે બહુ જ જલ્દી મારો પ્રતિશોધ પૂર્ણ થશે."

***********

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ હોરર નવલકથા "પ્રતિશોધ". આ નવલકથા દર મંગળવારે અને શુક્રવારે રાતે આઠ વાગે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર  મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

અને  મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)