ભાગ ..20
આપણે આગળ જોયું સાગર અને સુહાની એમનાં જુના ઘરે આવે છે. સાસુ અને દિયર મયંક એ બંનેનું ઉમળકાભેર સ્વાગત કરે છે. સાગર ઘણા સમય પછી પોતાના જુના ઘરે પરીવાર સાથે આખો દિવસ પસાર કરે છે. સુહાનીને મન હવે ઘણી શાંતિ થઈ હતી કારણ કે આજ બધાં બહું ખુશખુશાલ હતાં. પરતું મયંકના ચેહરા ઉપર ખુશીની સાથે એક ઉદાસીની ઝાંખી લહેર પણ આવીને શમી જતી હતી. એ સુહાની અનુભવી શકતી. સુહાની હંસતા હંસતા પોતાના વિચારને અંજામ આપતાં કહીં નાંખ્યું. :- મયંકભાઈ હવે મારે અને મમ્મીને આરામ કરવો છે,એટલે હવે મને એક દેરાણી લાવી આપો..."
મયંકને તો જાણે લગ્નના નામથી જ નફરત થઈ ગઈ હતી. પરતું ભાભીનું મન રાખવાં એ પણ હસતા મોઢે બોલ્યો,"આરામ જ કરવો હોયતો બે કામ વાળી રાખી આપું મને શું કામ ફાંસીએ ચડાવો છો ?"
અને બધાં ફરી એક સાથે હસી પડયાં, રાત થઈ ગઈ હતી એટલે સુહાની અને સાગર પરીવાર સાથે રહેવા લઈ જવાના વિચાર સાથે સાસુને એક અઠવાડીયા સમય આપી ઘરે જવા નીકળ્યાં.
આ બાજુ પાયલ ઓફીસેથી ઘરે આવી ફ્રેશ થઈ. રસોઈ કરી યોગેશને ફોન કર્યોં. આખા દિવસની ભેગી થયેલી વાતો કરી. થોડી રોમેન્ટિક વાતો કરી.બંને ખુબ ખુબ ખુશ હતાં. વાત વાતમાં યોગેશે એના એક મિત્રની વાત પાયલને કરી, "પાયલ , મારો એક મિત્ર છે. એ ડિવોર્સી છે, એને હું સમજાવું છું, કે તું હવે લગ્ન કરીલે, પણ એને તો જાણે લગ્નથી નફરત થઈ ગઈ છે એવું મને લાગે છે.હું એવું ઈચ્છું છું કે કોઈ સારું પાત્ર મળી જાય તો એની પણ લાઈફ સેટલ થઈ જાય! તારું શું કહેવુ છે આ બાબતમાં?"
" તમારી વાત સાચી છે યોગેશ, એને સમજાવજો આ સમાજમાં એક સ્ત્રીના સાથ વગર પુરુષને અને એક પુરુષ વગર સ્ત્રીને રહેવું ઘણું મુશ્કેલ છે. "
"પાયલ , તારી નજરમાં કોઈ છોકરી અથવા ડિવોર્સી હોય એવી સ્ત્રી હોય તો કહેજે આપણે વાત કરીશું. "
"હા, હું વિચારીને રાખું કાલ કહું તમને, ચલો ગુડ નાઈટ.. લવ યુ.." કહી ફોન મુકી પાયલ સૂવા ગઈ. એના મગજમાં યોગેશના એ મિત્ર માટે કોણ ફીટ બેસે એ વિચાર ચાલુ હતા. એ ફોનમાં વોટ્સ એપની સ્ક્રીન સ્ક્રોલ કરતી હતી. એમાં એની નજર અચાનક જ રેખાના નંબર ઉપર ગઈ. એને તરત જ વિચાર આવ્યો યોગેશના મિત્ર માટે રેખા યોગ્ય પાત્ર કેમ ન હોઈ શકે. સવારે સીમાદીદી અને સુહાની સાથે વાત કરી પછી જ યોગેશ સાથે વાત કરું એમ વિચાર કરતા એ સૂઈ ગઈ.
સીમાની સવાર તો હવે નવા સુરજ સાથે એકદમ ફ્રેશ અને ખુશખુશાલ ઊગે છે. સીમા અને રાજ રોજ પ્રેમી પંખીડાની જેમ લાગણીનાં તાંતણે માળો સમજાવવામાં મશગુલ છે.
સીમા : "રાજ ટીફીન તૈયાર છે !"
"હા મેડમજી ,પણ ઓફીસ જવાનો મુડ નથી."
" ચુપચાપ તૈયાર થઈ નીકળો, મને તમારા બધાં નખરા ખબર છે. " અને બંને હસવા લાગે છે. આજ હવે ઘર સાચા અર્થમાં ઘર જેવું લાગે છે સીમાને. રાજ ટીફીન લઈને ઓફીસ જવાં નીકળે છે. સીમા બાલ્કનીમાં પાયલ સાથે વાતો કરવાં જતી હતી ત્યાં ફોનની રીંગ વાગી. સીમાએ ફોન ઉપાડયો. "હલ્લો !"
"હલ્લો ! દીદી હું પાયલ,"
" સો વરસની થા તને યાદ કરી હતી બાલ્કનીમાં જ આવતી હતી."
"અરે વાહ ! દીદી બહું ખૂશ લાગો છો. "
"હા !પાયલ,બહું વર્ષે મને આજ ઘર ઘર જેવું લાગે છે. આજ બહું ખુશ છું. હવે રાજે મને સંપૂર્ણપણે અપનાવી અને એ પણ મનથી અપનાવી."
"ખૂબ ખૂબ અભિનંદન દીદી ,બસ આમ જ ખુશ રહો. તમારાં ચહેરા ઉપર હસી ખૂબ સરસ લાગે છે. દીદી આજ એક આપણી બીજી સહેલીની ખુશી માટે આપણે વાત કરવાની છે."
"બીજી સહેલીની ખુશી ! કોની વાત કરે છે તું?"
"રેખા દીદીની "
"એટલે ?"
"દીદી, દેખા દીદી એકલા છે,વિધવા છે,માધવને એકલાં કેવી રીતે મોટો કરશે? એમની પણ ઉંમર નાની છે. તો આપણે
એને બીજા લગ્ન માટે સમજાવી શકાય? તમારું શું કહેવું છે આ વિશે!"
"અરે વાહ ! મને તો આટલો સરસ વિચાર ક્યારેય ન આવ્યો અને તું આટલી નાની થઈને પણ તે ખૂબ સરસ વિચાર કર્યોં છે. હા, જરૂર કરાય વાત. તારી નજરમાં છે કોઈ છોકરો ?
" હા દીદી, યોગેશના એક મિત્ર છે, એમના ડિવોર્સ થયેલાં છે. તમે હા કહી જ છે તો તમે ,હું અને સુહાની દીદી મળીને રેખાદીદીને સમજાવીએ અને હું યોગેશ સાથે પણ વાત કરી લઉં એ એના મિત્રની પૂરી તપાસ કરી લે છોકરો કેવો છે ?
ડિવોર્સ શા માટે થયા ? એ બધું પણ જાણવું જરૂરી છે."
"હા પાયલ, તું યોગેશને વાત કરી દે બધી તપાસ કરી લાવે અને હું સુહાનીને વાત કરી રેખાને મળવાં આ વખતે મારાં ઘરે બોલાવશું, આ વખતે આપણે બધાં મારાં ઘરે ભેગા થશું."
"ઓકે ડન , બાય દીદી, મળવાનું નક્કી થાય એટલે મને
કહેજો."
"હા ઓકે, બાય......!"
પાયલના વિચારોથી સીમાની ખુશી બમણી થઈ ગઈ. રેખાનું પણ ઘર વસી જાય અમારાં ત્રણેયની જેમ જ એ પણ એક ખુશહાલ જીવન જીવી શકે એનાથી વધારે શું જોઈએ.
હવે આગળના ભાગમાં વાંચશુ સીમા,પાયલ, સુહાની રેખાને
બીજા લગ્ન માટે મનાવી શકશે કે કેમ ? શું રેખા માનશે ?
-------------- ( ક્રમશઃ) ----------------
લેખક: Doli modi ✍️
Shital malani ✍️
🙏Jay shree krishna 🙏