Jivansathi - 19 in Gujarati Fiction Stories by DOLI MODI..URJA books and stories PDF | જીવનસાથી... - 19

Featured Books
Categories
Share

જીવનસાથી... - 19

ભાગ...19


સુહાની અને સાગરે પોતાને ત્યાં આવેલા મહેમાનો જે સુહાનીની સખીઓ હતી એનું સરસ માન જાળવ્યું. પણ એક સવાલ મનમાં જ હશે કે સાગરને મધ્યમ વર્ગ તરફ એવી તે શું સમસ્યા હશે કે એ સુહાનીને પણ કોઈ સાથે હળવા મળવા નથી દેતો. એ જાણવા ચાલો આપણે આગળ વાંચીએ...

સાગરના પિતા એક નજીવી બિમારીમાં જ મૃત પામ્યા હતા. બે ભાઈઓ અને માતા સાથેનું આ પરિવાર પણ કયારેક મઘ્યમવર્ગીય જ હતું. સાગરે સ્કોલરશીપના સહારે ભણતર અને તનતોડ મહેનત કરી પોતાનું ધ્યેય પ્રાપ્ત કર્યું. એને કોલેજકાળ દરમિયાન જ સુહાની સાથે મેરેજ કરી લીધા હતા. લવમેરેજની અસરથી પહેલા બે પરિવાર માન્યા નહીં કે ભળ્યા પણ નહીં. પણ સુહાનીની સમજણભરેલા વર્તનથી બધું જ થાળે પડી ગયું. બધા જ ખુશી ખુશી એક છત નીચે ‌રહેતા.

‌સુહાની પણ ઘરે રહી કોમ્પ્યુટર પર થોડું કામકાજ કરી પોતાનો ખર્ચો કાઢતી. સાગરનો ભાઈ મયંક પણ એક સારો એમ.આઈ. આર. હતો. સાગર પર આખા ઘરની જવાબદારી હતી. નાની મોટી ફરિયાદ પણ એ ચાર વચ્ચે કયારેય ન હતી. એ ખુશખુશાલ જીંદગીમાં એક મોટી ખુશી ભળી. સાગરને સરકારી હોસ્પિટલમાં જ, પોતાના શહેરમાં જ જોબ મળી. ધીમે-ધીમે સફળતાની સીડીઓ ચડીને સાગર એક હાઈફાઈ લાઈફના દોરમાં પ્રવેશ્યો. સુહાનીએ પોતાના જીવનમાં કોઈ જ ફેરફાર ન કર્યોં. કારણ કે એ સાગર સાથે ઓછી બહાર જતી. એ એના સાસુ સાથે જ વધૂ સમય વ્યતિત કરતી હતી.

મયંક પણ ત્યારે કોલેજમાં હતો. એણે તો હાઈફાઈ જીવનની ટોચ પર જ જીવવું પસંદ હતું એના તમામ ખર્ચા સાગર ભોગવતો. એ કહેતો કે હું આજ એના માટે પિતાતુલ્ય છું તો એની તમામ જવાબદારી મારે જ નિભાવવાની છે.
સુહાની કયારેક ટકોર કરતી કે આસમાને ચડેલી પતંગને પણ સમય થયે જમીન પર આવવું જ પડે નહીં તો એમાં પણ ગાંઠ મંડાય તો ઊકેલવી અશકય છે.

સમય સમયનું કામ કરે જ. કાશ્મીરા આવા મોજશોખની દિવાની મયંકને પ્રેમ કરી બેઠી. વાસ્તવિકતા ત્યારે સમજાણી જ્યારે એને સંયુક્ત પરિવારમાં રહેવાનું થયું. બે વર્ષ જેટલા સમય સુધી બધું બરાબર ચાલ્યું. ત્યાં જ એક દિવસ મયંકે હસતા હસતા કહ્યું કે " કાશ્મીરા, મોટાભાઈને ત્યાં બાળક જન્મે એવી કોઈ આશા નથી. ભાઈ એ માટે સક્ષમ નથી. જો આપણે વહેલી તકે એક બાળકના માતા-પિતા બનીએ તો મા અને ભાઈ -ભાભી બધાં ખુશ થશે." આ વાત કાશ્મીરાને ન સમજાઈ. એ પણ વટથી બોલી કે " જ્યાં સુધી હું રોજ સવારે એ વાંઝિયાલોકોના મોં જોઈશ ત્યાં સુધી એ શક્ય જ નથી. હું એ વાત આપણે આ ઘરમાંથી અલગ થશું ત્યારે જ માનીશ. બાકી કોઈ જ એવી આશા મારી પાસે ન રાખશો."

આવા નકારાત્મક શબ્દો સાગરે અને એની માતાએ કાનોકાન સાંભળ્યા. સાગરના મનમાં અતિ નફરત ઉપજી. એણે એ સમયે જ ઘર છોડવાનો નિર્ણય કર્યો. મા તો બિચારી શું બોલે ? સુહાની ત્યારે હાજર જ નહોતી. સાગરે એની માતાને કહ્યું કે " હું જ આ ઘર છોડી દઉં. જેથી મયંકને બીજું ઘર પણ ન લેવું પડે. એની બચત એના આવનાર બાળકને પણ કામ આવશે. સુહાનીને આ વાતની જાણ ન થવા દેતા. એ બિચારી તો મને કદાપિ દોષિત નથી ઠેરવતી. એ કુદરતને જ દોષ આપી મન મનાવે છે. તમે મને ન રોકશો. આમ કહી, એ તો ચાલ્યો નવું મકાન શોધવા.

એ અઠવાડિયામાં જ એક ઘરમાંથી બે ઘર બન્યાં. અને ખરેખર લાગણી વિહોણા બે-ઘર.. સુહાની અને સાગર તો પળવારમાં એકલતાના શિકાર થયાં. ત્યારથી જ સાગરને મધ્યમવર્ગથી તકલીફ થતી. એને એક જ વિચાર આવતો કે આવા વિચારો સુહાનીથી એને એકલો કે જુદો પાડી દેશે. સ્ત્રીનું સ્વમાન ઘવાય ત્યારે એ નક્કી રણચંડી જ બને અને પુરુષનો અહમ ઘવાય ત્યારે એ માનસિક રોગી બને.આ કિસ્સામાં આવું જ કંઈક થયું. બે પરિવાર અલગ પડયા અને ખુશીઓએ પણ મયંકથી સંબંધ તોડયો હોય એમ કાશ્મીરા એને બહું જ ટોર્ચર કરતી.

હવે તો કાશ્મીરાને પણ સમજાયું હતું કે એના તમામ ખર્ચા તો સાગરના રૂપિયા થકી જ પૂરા થતા. મયંકની આવકમાંથી તો રોટલા જ રળે છે ખાલી. આમ જ એ વસવસો કરતી એક દિવસ મયંકના જીવનમાંથી છૂટાછેડા લઈ આબાદ રીતે નીકળી ગઈ. એક બાળકની ચાહના બેય પરિવારને તોડતી
ગઈ. હવે મયંકને લગ્નજીવનમાંથી રસ ઊડી ગયો હતો. એ સાગરને સમજાવતો સાથે રહેવા માટે પરંતુ, એ ઘરનો માહોલ સાગરને કાશ્મીરાના કટુ વેણથી અતિ ઝેરીલો બની ગયો હોય એવું લાગતું. પૈતૃક સંપતિ હોવાથી સાગરની માતા પણ એ જૂનું ઘર છોડતા ન હતા. આ બધાની વચ્ચે પિસાતી એકમાત્ર સુહાની જ.

સુહાની બેય બાજુ સમતોલન જાળવી રાખતી. ફરિયાદ તો હજુ કોઈને એકબીજાથી ન હતી. દૂરી પણ હવે વધવી ન જોઇએ એવું એક સુહાની જ સમજતી. એ મયંક અને સાસુમા સાથે ફોનથી કોન્ટેક્ટ કરતી કારણ સાગરે એને એ ઘરે બહુ ન જવાની કસમ આપી હતી‌. સમય પણ વહેતો હતો પાણીની જેમ. એકલતા હર કોઈને ખાવા દોડતી‌ પરંતુ, બધા પોતાના રસ્તા બધા પોતાની જાતે શોધતા સિવાય કે સુહાની.

સાંજના આઠ વાગ્યા છે. સાગરે એકવાર ઈચ્છા દર્શાવી જૂના ઘરે જવાની કે તેણી જલ્દીથી તૈયાર થઈ ગઈ. એ દંપતિ એ ઘરની અંદર પ્રવેશે છે કે સાગરને તો એ ઓરડો જ્યાં મયંક અને કાશ્મીરા ચર્ચા કરી રહ્યા હતા ત્યાં જ સીધી નજર ગઈ. એ મા- દીકરાનું મિલન પણ આંસુ સભર જ હતું. મયંકે પણ હસતા મોંએ બેયને આવકાર્યા. ઔપચારિક વાતચીત પછી એક છત નીચે ફરી રહેવાની વાત સામે આવી પણ, જૂનું ઘર છોડી નવા બંગલે...ફરી એકવાર મૌન અને શાંતિ છવાઈ ગઈ.

હવે આગળ જોઈશું કે શું થવા જઈ રહ્યું છે આ વાર્તામાં..

---------------- ( ક્રમશઃ) -----------------

લેખક : Doli modi✍️
Shital malani✍️
30-9-2020
Wednesday..