ભાગ..5 આંગળિયાત
આગળ જોયું આપણે રચીત અને લીનાના ગોળ-ધાણા ખાઈ
સંબંધ નકકી થઈ ગયો.
મંજુબેન એના મુંઝવણ ભર્યાં રદયે લગ્નની તૈયારી શરૂ કરી દીધી બીજા દિવસથી..અઠવાડિયામાં ખરીદીનું કામ પતાવ્યું,
આજ રાત્રે મહેમાનોનું લીસ્ટ કરવાનું હતું. ઘરના ચારેય સભ્યો મળી મહેમાનોનું લીસ્ટ બનાવવાનું શરૂ કર્યું.....
"જય, તારા ફ્રેન્ડસના નામ લખાવ..!" જયે એના ફ્રેન્ડના નામ
લખાવ્યા, લીનાએ એની ફ્રેન્ડસના નામ લખાવ્યા, ભરતભાઈ એ એના સ્ટાફ અને સગા-સબંધીના નામ યાદ કરી કરીને લખ્યા,મંજુબેને એના પીયરીયાના નામ લખ્યાં,એમની સહેલી,મહીલા મંડળ, અને છેલ્લે ભરતભાઈએ ફરી કોઈ બાકી તો નથી રહી જતું એ ચેક કર્યુ લીસ્ટમાં ..લીના અને જય એના ઓરડામાં જતાં રહ્યા.
મંજુબેન ફરી એની મુંઝવણ ઠાલવતાં ભરતભાઈને કહયું...
"હું, શું કહું છું...!? આપણે જાણ કરવી ન જોવે...?"
" ના, હુ નથી માનતો-કે જાણ કરવી જોવે...!"
"પણ, એ.....!"
ભરતભાઈએ મંજુબેનનો હાથ હાથમાં લઈ શાંતિથી સમજાવ્યું, એ એનું લોહી છે,તારી વાત સાચી છે, પરંતુ
તું ઈચ્છે છે-કે આપણી દિકરી સાસરે જતાં સમયે એને અની
જીંદગીના આવા ખુશી ભર્યાં પ્રસંગે એને આપણે કોઈ એવી વાત કરવી જોઈએ-કે એ એના જીવનની સૌથી મોટી ખુશી દુ:ખમાં ફેરવાય જાય....! બોલ..."
મંજુબેન કઈ પણ બોલ્યા વગર ભરતભાઈ સામે જોયા કરે છે, એની પાસે ભરતભાઈની વાતનો કોઈ જવાબ ન હતો,લગ્નની તૈયારી દિવસ જતાં આગળ વધે છે, રોજ શોપિંગ,મહેમાનોનું લીસ્ટ,મંડપવાળાનુ બુકીંગ, કેટરીંગ વાળાનું બુકિંગ, આમંત્રણ પહોંચાડવાનું,
ફોટોગ્રાફરનુ બુકીંગ, રોજ એક પછી એક કામ પતાવ્યા,-
આમને આમ આજ હવે લગ્નનો દિવસ આવી પહોંચ્યો.
સવારથી મંજુબેન અને લીનાને તૈયાર કરવા બ્યુટીપાર્લરવાળી આવી ગઈ હતી, ભરતભાઈ અને જય તૈયાર થઈ જાનની આગતા સ્વાગતાની તૈયારી કરી રહ્યા હતા. આજ લીનાનું રુપ અનોખું નીખરતૂ હતું. નવવધૂના ડ્રેસમાં એક અપ્સરા ઊતરી હોય જમીન ઊપર એવું લાગતું હતું. મામાના ઘરનાં પાનેતર સાડી અને સફેદ ચુડલો નાજુક અને ગોરા હાથમાં અદ્ભુત લાગી રહ્યો હતો,મહેંદીનો રંગ પણ કંઈક અનોખો નીખરયો હતો,આજ લીના સંપુર્ણ સ્ત્રી થવાં જઈ રહી હતી,ભરતભાઈ અને મંજુબેનને દિલમાં ઉત્સાહ સાથે લીના સાસરે જતી રેહશે એ વિચારથી આંખો ભારાઈ આવતી હતી,
જાન માંડવે આવી પોહચીં હતી.,લગ્નના ગીતોની રમઝટ મંડળવાળા બહેનો બોલાવતાં હતા,મંજુબેને જમાઈ રચીતનુ
નાક ખેંચી સ્વાગત કર્યું, લીનાને ફુલોની ચાદરના માંડવા સાથે ભાઈ જય અને એના મામા હાથ પકડી મંડપમાં લઈ આવ્યા,
કન્યા દાનની વીધી શરૂ થઈ, ભરતભાઈ અને મંજુબેન સજળ નયનેએ વિધી પુર્ણ કરી, હસ્ત મેળાપ પુર્ણ થઈ ગયો, એક બાજું જમણવાર ચાલું થયો અને એક બાજુ ફેરા ફરવા ચોરી તૈયાર કરાઈ, એ વિધી પણ સુખ રુપ પુર્ણ થઈ ગઈ,
"પંચોળુ જમી અને માંડવો વધાવાનો સમય આવી ગયો છે,"
ગોર બાપાની બુમ સાંભળતા મંજુબેન અને ભરતભાઈ એકબીજાની સામે જોઈ હવે જે મકકમ મન અને ઉત્સાહ પુર્વક દોડધામ કરતાં હતાં એ માતા-પીતા હવે દિકરીની વિદાય સમય નજીક આવતાં ઢીલા પડવા લાગ્યા હતા,
રાજા હોય કે રંક, રાજ કુંવરી હોય કે ગરબની લાડલી પણ દુનીયાની આ રીત તો સૌને નીભાવવી જ રહી,લીનાને હેમખેમ સાસરે વળાવી અત્યંત હળવાં ફુલ મેહસુસ કરતાં હતાં મંજુબેન અને ભરતભાઈ, દિકરી બોજ ન હતી પરંતુ સાસરે મોકલવી એક બહું મોટી જવાબદારી ભર્યુ છે,
જય પણ એકલો થઈ જતાં હવે ભણવામાં વધારે ધ્યાન આપવાં લાગ્યો, તોફાન ઓછા થઈ ગયા અને વીવેકી થઈ ગયો,
આબાજુ લીના સાસરીમાં સુખ પુર્વક પોતાનો સંસાર ચાલું કરે છે, પહેલી રાતે પતિને સંપુર્ણ પ્રેમથી સમર્પીત થઈ પોતાને
ધન્ય માને છે, આટલું સરસ ઘર, આટલો પ્રેમાળ પતિ,
માતા-પીતા જેવાં સાસુ સસરા અને મોટા ભાઈ ભાભી જેવાં જેઠ જેઠાણી, બધું મેળવી લીના પોતાનું જીવન ધન્ય માની પોતાની ફરજ પૂરી ઈમાનદારીથી નીભાવી રહી છે.
લીના રોજ મમ્મીને પોતે ખુશ છે સમાચાર ફોનથી આપીદે,
ચાર પાંચ દિવસમાં પગફેરાની રસમ પણ થઈ ગઈ, ત્યારે
લીનાએ પેટ ભરી એના સસરાના ઘરના વખાણ કર્યાં, હવે મંજુબેન અને ભરતભાઈનુ મન ચીંતા મુક્ત હતું દિકરી ખુશ હતી.
લગ્ન કોઈ વિઘ્ન વગર સંપન્ન થઈ ગયા. પરંતુ.........
"ધાર્યું તો ઘણીનુ જ થાય છે, આપણું ધારેલું ધર્યુ રહી જાય
છે,"
બસ આ જ કેહવત સાથે આપણે આગળ લીનાના જીવનના
વળાંક જોઈશું.
( ક્રમશ:.... )
🙏જય શ્રીકૃષ્ણ 🙏 ✍Doli modi ✍