Ek aash jindagini - 6 in Gujarati Fiction Stories by Meera Soneji books and stories PDF | એક આશ જિંદગીની - 6

Featured Books
Categories
Share

એક આશ જિંદગીની - 6

આગળ આપણે જોયું કે પ્રદીપ ને ડૉ સંજય નો ફોન આવે છે ને ડૉ સંજય જણાવે છે કે રીમા નું કેન્સર ની હજી શરૂઆત જ છે જેથી કરી ને રીમા ને ૪ વખત કીમો થેરેપી આપવી પડશે. આ સાંભળી ને પ્રદીપ અને અંજના નું હૈયુ ભરાઈ આવે છે ને બને જણા આખી રાત રીમા ને નિહાળતા વિતાવે છે હવે આગળ.....

**********************************************

બીજા દિવસ ની સવાર જાણે સૂરજ પણ વાદળોની પાછળ રિસાઈ ને બેઠો હોય એમ સાવ ઉદાસીન સવાર ખીલી હતી. પ્રદીપ ને અંજના આખી રાત જાગ્યા હોવા થી બને ના મોઢા ઉપર આખી રાતના ઉજાગરા નો થાક નજર આવતો હતો. આગલા દિવસે ડો સંજય શાહ એ રીમા ના રિપોર્ટ વિશે જણાવ્યા પછી બંને એ થોડો રાહત નો શ્વાસ અનુભવ્યો હતો. પોતાની દીકરી ના નસીબ મા વિધાતા એ લખેલા લેખ તો ના બદલી શકે પણ એક માં બાપ એ પોતાની દીકરી ને જીવન સાથે ના આ યુદ્ધ મા વિજય સાબિત કરી ને જ રહેશ એવો આત્મવિશ્વાસ બંનેના ચહેરા પર સ્પષ્ટપણે દેખાતો હતો. આજે રીમા નો પહેલો કિમોથેરાપી હતો. પ્રદીપ ને અંજના સવારે પોતાની દીકરી ના સ્વાસ્થ્ય માટે એક નાનકડી પૂજા કરે છે. થોડી જ વાર માં ડૉ સંજય શાહ પોતાના ડોક્ટર્સ ને નર્સની આખી ટીમ સાથે પ્રદીપ ના ઘરે પહોંચી જાય છે. ને રીમા ને કેમો થેરેપી આપવાની તૈયારી ચાલુ કરી દીધી. પ્રદીપ નું એવું કહેવું હતું કે હોસ્પિટલ ના વાતાવરણ થી રીમા ના કુમળા માનસ પર ખૂબ ખરાબ અસર પડશે જેથી કરી ને રીમા ની ટ્રીટમેન્ટ ઘરે જ કરાવે તેવો તેનો આગ્રહ હતો જેથી રીમા ના રૂમ માં જ ટ્રીટમેન્ટ માં જરૂર પડતા બધા સાધનો ની વ્યવસ્થા કરી તૈયારીઓ ચાલુ થઇ રહી હતી. રીમા આ બધું અચંબિત નજરે જોઈ રહી હતી. પ્રદીપ ને અંજના પણ આ બધું નિસહાય થઈને જોઈ રહ્યા હતા. એટલા માં ડૉ સંજય રીમા ને એક ઈન્જેકશન આપવા માટે તેની પાસે આવે છે. રીમા અચાનક ડો સંજય ના હાથ માં ઇન્જેક્શન જોઇને બૂમાબૂમ કરવા લાગે છે. ને અંજના રીમા ને સમજવાની કોશિશ કરે છે,"જો બેટા ડો અંકલ તને કઈ નહિ કરે એક નાનકડું ઇન્જેક્શન લેવાનું છે તું તો મારી ડાહી દીકરી છે ને"

રીમા:- પણ મમ્મી મને શું થયું છે? મને ઇન્જેક્શન શા માટે આપો છો? એ તો કહો. આ બધું શું છે? ડો અંકલ શું કામ અહીંયા આવ્યા છે. ને આ બધા સાધનો શેના માટે છે?

અંજના રીમા ના એક સાથે આટલા બધા પ્રશ્નો સાંભળીને ચોંકી જાય છે પોતાની દિકરીના પ્રશ્નોના શું જવાબ આપે કાંઈ સમજ નથી પડતી..
તરત જ પ્રદીપ અંજના પાસે આવી ને તેના ખભા પર હાથ મૂકી ને કહે છે કે હવે રીમા ને સત્ય ની નજીક લઈ જવી પડશે તો જ એ આ દર્દ ને સહન કરી શકશે. હવે ખોટું બોલવાથી કે સત્ય છુપાવવા નો કોઈ અર્થ નથી. સત્ય છુપાવું એનો મતલબ એવો થાય કે આપણે એની સાથે છલ કરી રહ્યા છીએ. રીમા ને આ જંગ માં જીતાવવી હોય તો એને સત્ય ની નજીક લઈ જ જવી પડશે.

પ્રદીપ રીમા ને પાસે બેસાડી ને કહે છે કે બેટા તને એક કેન્સર નામ ની બીમારી થઇ છે. જેમાં લોહી માં કીટાણુ ભળી જાય છે. ડો અંકલ તારી ટ્રીટમેન્ટ કરવા આવ્યા છે. જેથી તું જલ્દી થી સાજી થઈ જાય. પેલા ની જેમ ખૂબ મસ્તી ને તોફાન કરવા લાગે. તને જે હમણાં થી રમતી વખતે થાક ને શ્વાસ ફુલવા ની તકલીફ થતી હતી એ પણ નહિ થાય. એટલે હવે તું મારી ડાહી દીકરી થઇ ને ડો અંકલ જેમ કહે એમ કરજે. ખૂબ પ્રેમ થી પ્રદીપ રીમા ને સમજાવે છે..

રીમા:- પણ પપ્પા મને કઈ થશે તો નહિ ને મને બહુજ ડર લાગે છે..
પ્રદીપ :- ના બેટા તને કાંઈજ નહિ થાય. તારો બાપ છે તો ખરી તારી સાથે. તું તો મારો કાળજાનો કટકો છે મારી દીકરી. હું તને કઈ નહિ થવા દવ દીકરા..

એમ કહેતા જ પ્રદીપ ના આખ માં થી આંસુ વહેવા લાગે છે. રીમા પ્રદીપ ના આંસુ જોઈ ને થોડી વાર માટે હેરાન થઈ જાય છે પરંતુ કહે છે ને કે દીકરી એટલે સમજણ નું સરોવર. પોતાના પિતા ની વેદના ને પારખી ગઈ હોય એમ તેના મીઠા મધુર સ્વર થી પોતાના પિતા ના આંસુ લૂછતાં કહે છે કે પપ્પા તમે ચિંતા નહિ કરો હું ડો અંકલ કહેશે એમ જ કરીશ. હું જલદી થી સાજી થઈ જઈશ. પણ તમે બને મને એક પ્રોમિસ કરો કે તમે ને મમ્મી આમ રડશો નહિ. તમે જ કહો છો ને હું તમારી બહાદુર દીકરી છું. તો પછી મને કાંઈજ નહિ થાય. હું ઇન્જેકશન પણ લઈ લઈશ.

પ્રદીપ ને અંજના પોતાની દીકરી ના કહેણ સાંભળી ને તેને ભેટી ને ખૂબ વહાલ વરસાવે છે. કોઈએ સાચું જ કહ્યું છે કે જેની એક મીઠી મુસ્કાન થી પિતાના આખા દિવસનો થાક અને કંટાળો દૂર થઈ જાય છે એનું નામ જ દીકરી. એમ પોતાની દીકરીના કહેલા શબ્દો થી પ્રદીપના મનનો ભાર હળવો થઈ જાય છે. પ્રદીપ ના ચેહરા પર આત્મવિશ્વાસ ની જ્યોત પ્રગટે છે. કહેવાય છે ને કે દીકરી વગરના ઘરમાં એક અજબ પ્રકારનો ખાલીપો અનુભવાય છે જે ઘરમાં દીકરી હોય તે ઘરમાં પ્રેમ લાગણી અને વાત્સલ્ય ના ભાવ ની ભીનાશ સતત મહેસૂસ થાય છે. દીકરી પોતાના સ્વજનોને સુખ આપવા માટે ગમે તેટલું દુઃખ અને તકલીફ સહન કરવા હંમેશા માટે તૈયાર રહે છે.

ડો સંજય ને તેની ટીમ મળી ને રીમા ની સારવાર શરૂ કરે છે. રીમા ની કીમો થેરપી શરૂ કરે છે. કીમો થેરપી દરમિયાન શરીરમાં દવાઓ જતી હોવાથી રીમા ને આખા શરીરમાં બળતરા ઉપડે છે. શરીર માં બળતરા થતી હોવા થી રીમા દર્દ થી તડપી ઉઠે છે. આ જોઈ ને પ્રદીપ ને અંજના ની વેદના નો કોઈ પાર નથી રહેતો. બંને જણા ચોધાર આંસુએ રડી પડે છે. માંડ રીમા ની કિમોથેરાપી પૂરી થાય છે.દવા ના અસરના કારણે રીમા ગાઢ નિદ્રામાં આવી જાય છે. અચાનક સાંજના 6:30 વાગ્યે રીમાને એકદમ જ લોહી ની ઉલ્ટીઓ થવા લાગે છે એ જોઈને પ્રદીપ ગભરાઈને ડૉ સંજય ને ફોન કરી ને આવવાનું કહે છે. અને સંજય શાહ રીમા ની સારવાર માટે દોડી આવે છે. તપાસ કરતા રીમા ની હાલત થોડી ગંભીર જણાતા તેને હોસ્પિટલ લઈ જવાની ભલામણ કરે છે..

ક્રમશ..

આપ સર્વને જો મારી વાર્તા પસંદ આવી હોઈ તો તમારા કીમતી રેટિંગ અને પ્રતિભાવ જરૂરથી આપશો.તમારા કીમતી પ્રતિભાવ મને વધુ ને વધુ સારું લખવાની પ્રેરણા આપશે. વાર્તા માં જોઈ કોઈ ઉણપ રહી જાય તો જરૂર થી જણાવશો.મારી વાર્તા વાંચવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર 🙏...