સુહાનીના આટલું બોલતાં જ એ પક્ષીએ રાજનનું રૂપ લઈ લીધું. સુહાની તો પક્ષીમાંથી માનવીના રૂપમાં તબદીલ થતા રાજનને આશ્ચર્ય થી જોઈ જ રહી.
રાજન સુહાની તરફ આગળ વધે છે. રાજન સુહાનીના વાળની લટોને કાનની પાછળ ગોઠવી દે છે. રાજનના હાથનો સ્પર્શ થતાં જ સુહાનીનું રોમેરોમ પુલકિત થઈ ઉઠે છે. રાજનની નજર સુહાનીના હોંઠ પર પડે છે. રાજન સુહાનીની કમર પકડી પોતાની તરફ ખેંચે છે. રાજન હળવેથી સુહાની નાં હોઠોને ચુંબન કરે છે. સુહાની પણ રાજનના સ્પર્શમાં પીગળી જાય છે. થોડીવાર પછી બંને અળગા થાય છે. અળગા થતાં જ સુહાનીનો દુપટ્ટો નીચે પડી જાય છે. સુહાની હાંફી ગઈ હતી. સુહાની દુપટ્ટો લઈ લે એ પહેલાં તો રાજન જ દુપટ્ટો લઈ લે છે.
સુહાની પોતાની જાતને એક હાથથી છુપાવવાની કોશિશ કરે છે અને બીજો હાથ રાજન સામે લંબાવીને પાંપણો ઝૂકાવીને કહે છે "રાજન મારી ઓઢણી આપ."
રાજને સુહાની સામે નજર કરી તો સુહાની શરમથી પાણી પાણી થઈ ગઈ હતી. રાજન પલંગ પર બેસતા કહે છે "અહીં આવ મારી પાસે અને ઓઢણી લઈ જા."
સુહાની શરમાતી શરમાતી રાજન તરફ જાય છે.
રાજન સુહાનીને પલંગ પાસે પોતાની સામે બેસાડે છે. સુહાનીએ પોતાની જાતને હાથ વડે છૂપાવી હોય છે તે હાથ હળવેકથી રાજન પકડે છે અને હળવેકથી ખેંચે છે.
સુહાની:- "રાજન શું કરે છે? મને મારી ઓઢણી
આપ."
રાજન:- "તું મારાથી શરમાય છે કેમ?"
સુહાની:- "તું મને આવી રીતે જોય છે તો મને તો શરમ આવવાની જ ને!"
રાજન સુહાનીનો હાથ હટાવતા કહે છે "તારા દરેકે દરેક અંગને મેં જોયા છે અને તારા દરેક અંગોને હું સ્પર્શ કરી ચૂક્યો છું."
સુહાનીનું દિલ ધકધક કરવા લાગ્યું. સુહાની ઝડપથી શ્વાસ લેવા લાગી. રાજન તરત જ સુહાનીને પોતાની બાહુપાશમાં લઈ લે છે. રાજનની બાહોમાં સુહાનીના દિલને રાહત થાય છે. થોડી ક્ષણો પછી રાજન કહે છે "મારે હવે જવું પડશે." એમ કહી રાજન પક્ષીનું રૂપ ધારણ કરી ઉડી જાય છે.
થોડીવાર સુહાની રાજન વિશે જ વિચારતી રહી. પછી સુહાનીને ખ્યાલ આવ્યો કે રાજન શું કહી ગયો. સુહાની મનોમન જ વિચારે છે "રાજને મારા દરેકે દરેક અંગને સ્પર્શ કર્યો છે...પણ ક્યારે? એ તો મેં પૂછ્યું જ નહીં. અને એ પણ ન પૂછ્યું કે એ કોણ છે? વાંધો નહીં આવતીકાલે પૂછી લઈશ."
બીજા દિવસે સુહાની કૉલેજ પહોંચે છે. દેવિકાને મળી પછી સુહાની પોતાના ક્લાસમાં જાય છે. સુહાની તરત જ રાજન પાસે ગઈ.
સુહાની:- "રાજન મારે તારી સાથે વાત કરવી છે."
રાજન સુહાની સામે જોતા બોલ્યો "હા તો બોલ ને? હું તો તારી વાત સાંભળવા માટે હંમેશા તૈયાર રહું છું."
સુહાની:- "રાજન તે મારા અંગોને..."
સુહાની બોલતા તો બોલી ગઈ પણ પછી સુહાનીને ખ્યાલ આવ્યો કે પોતે ઉતાવળમાં શું બોલી રહી છે.
સુહાનીની પાંપણો ઝૂકી જાય છે.
રાજન:- "તું શું કહેવા માંગે છે તે હું સમજી ગયો. સુહાની આપણે પૂર્વજન્મમાં એકબીજાને પ્રેમ કરતા હતાં."
સુહાની:- "તને પૂર્વજન્મની વાત યાદ છે...સાચ્ચે જ?"
રાજન:- "સાચું કહું છું."
સુહાની:- "હા તને તો યાદ જ હશે. એમ પણ તું સામાન્ય માણસ નથી. મારો મતલબ કે તું માણસ પણ નથી. તો તું છે કોણ?"
રાજન:- "હું કોણ છું એ તો મને પણ ખબર નથી. પણ લોકવાયકા છે કે હું સ્વર્ગનો એક દેવદૂત છું."
સુહાની મનોમન કહે છે "હા દેવિકાએ કહ્યું હતું કે શૈતાન પહેલાં એક દેવદૂત હતો. અને એ દેવદૂત શૈતાન કેવી રીતે બન્યો તે જ વાર્તા મેં બાળકોને સંભળાવી હતી. મતલબ કે રાજન શૈતાન છે."
એટલામાં જ મયુરી આવી રહે છે. રાજન મયુરી સાથે વાત કરવામાં વ્યસ્ત થઈ જાય છે.
સાંજે રાજન સુહાનીને મળવા જાય છે. સુહાની પણ જાણે કે રાજનની જ રાહ જોઈ રહી હતી. રાજનના આવતાં જ સુહાનીને તરત જ રાજનને વળગી પડવાનું મન થાય છે. પણ પોતાના મન પર નિયંત્રણ રાખે છે.
સુહાની:- "હું તારી જ રાહ જોતી હતી."
રાજન પલંગ પર બેસે છે. સુહાની પણ રાજનની બાજુમાં બેસી જાય છે. પછી સુહાની હળવેકથી રાજનના ખભા પર માથું ટેકવી દે છે.
સુહાની:- "રાજન મને તારા વગર સ્હેજ પણ ગમતું નથી."
રાજન:- "હું પણ તારા વગર નથી રહી શકતો."
થોડી વાર પછી રાજન જવા નીકળે છે. સુહાની રાજનનો હાથ પકડી કહે છે "રાજન થોડીવાર પછી જજે."
"સુહાની હું અમુક સમયે જ તને મળી શકું છું. મારે હવે જવું પડશે" એમ કહી રાજન સુહાનીને આલિંગન આપી જતો રહે છે. સુહાની રાજનને જતાં જોઈ રહી.
બીજા દિવસે સવારે સુહાની રાજનને મળે છે.
સુહાની:- "તને કેવી રીતે ખબર કે આપણે પૂર્વ જન્મમાં એકબીજાને પ્રેમ કરતા હતા?"
રાજન:- "કારણ કે હું અમર છું. એટલે મને રજેરજની ખબર હોય."
સુહાનીને યાદ આવ્યું કે દેવિકાએ કહ્યું હતું કે "શૈતાન અમર છે."
સુહાની:- "હા તને તો બધું યાદ હશે. તો શું થયું હતું પૂર્વજન્મમાં?"
રાજન:- "તું એક રાજકુંવરી હતી. આપણે એકબીજાને પ્રેમ કરતાં હતાં."
સુહાની વિચારે છે કે "રાજન અમર છે. પૂર્વજન્મમાં અમે એકબીજાને ચાહતા હતા. પણ કદાચ હું મૃત્યું પામી હોઈશ. રાજન કદાચ મારી જ રાહ જોતો હશે."
સુહાની અને રાજનને થોડીવાર વાતો કરવી હતી પણ પછી બધાં ક્લાસમાં આવવા લાગે છે.
સુહાનીને સાંજે રાજન મળવા આવે છે. થોડીવાર રાજન અને સુહાની વાતો કરે છે.
બીજા દિવસે સુહાની દેવિકાને મળે છે.
દેવિકા:- "સુહાની હવે તારે રાજનથી દૂર જ રહેવાનું છે. જો કે સારું છે કે રાજન તારા તરફ વધારે ધ્યાન નથી આપતો. રાજન તો ચૈતાલી અને મયુરી જેવી યુવતીઓ પાછળ પડી રહે છે. જો કે એ તારા માટે સારું જ છે."
સુહાની:- "એવું નથી દેવિકા. રાજન મને એકલામાં મળે છે."
દેવિકા:- "શું વાત કરે છે? તે કંઈ કહ્યું તો નથી ને?"
સુહાની:- "ના મેં આપણા વિશે કંઈ નથી કહ્યું."
સુહાનીની વાત સાંભળી દેવિકાએ રાહતનો શ્વાસ લેતા કહ્યું "સારું થયું કે તે કંઈ કહ્યું નથી. તું રાજનને કંઈ જ એટલે કંઈ જ ન કહેતી...સમજી? અને હા રાજનથી દૂર રહેજે."
સુહાની:- "દેવિકા રાજનથી હું દૂર નથી રહી શકતી."
દેવિકા:- "મતલબ શું છે તારો?"
સુહાની:- "દેવિકા રાજન મને ગમે છે."
દેવિકા:- "મને ખબર છે સુહાની કે આ ઉંમરમાં દરેક યુવતીના મનમાં અરમાનો જાગે. યુવતીઓ યુવકો પ્રત્યે આકર્ષણ અનુભવે છે પણ આ જ તો શૈતાનની ચાલ છે. રાજન તને પોતાના તરફ આકર્ષિત કરે છે. પણ તારે રાજન તરફ આકર્ષાવાનુ નથી...સમજી ને?"
સુહાની:- "સમજી ગઈ. પણ તું કહે છે એવો રાજન નથી. મારું દિલ કહે છે કે રાજન બહું જ સારો છે."
દેવિકા:- "સુહાની તું એને પ્રેમ તો કરવા નથી લાગી ને?"
સુહાની:- "ખબર નહીં."
દેવિકા:- "ખબર નહીં મતલબ? સુહાની તું મને ડરાવે છે. મને લાગે છે મારે તને સમજાવવી જોઈએ.
શૈતાન લોકોને પટાવી ફોસલાવીને એમના વિચારોને બદલવામાં માહિર હોય છે. શૈતાન એમના અનુયાયીઓની મદદથી લોકો પાસે પોતાની મરજીથી કામ કરાવવામાં નિપુણ હોય છે. શૈતાનની પાસે પોતાનું કામ કઢાવવા એના પોતાના અનુયાયીઓ છે. અને એવું માનવામાં આવે છે કે ઈતિહાસમાં જેટલા ખરાબ લોકો જન્મ્યા છે એ કોઈ ને કોઈ પ્રકારે શૈતાનના સંપર્કમાં આવ્યા હતા. માનવી શૈતાનના વશમાં સરળતાથી આવી જાય છે. કારણ કે માનવી પાસે ધીરજ નથી. શૈતાન નું આવાહન અને પૂજા કરવાથી ખૂબ જ ઓછા સમયમાં વગર મહેનતે બધું મળી જાય છે. એટલે શૈતાનની પૂજા કરવા લોકો વધું પ્રેરાય છે."
ક્રમશઃ