Madhdariye - 33 in Gujarati Fiction Stories by Rajesh Parmar books and stories PDF | મધદરિયે - 33

Featured Books
Categories
Share

મધદરિયે - 33

આગળના ભાગમાં આપે જોયું કે સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો..એ પૂર્ણ થતા જ એક જોરદાર ધમાકો થાય છે અને સુગંધા ભોજનાલય તરફ દોડે છે..હવે આગળ..

સુગંધા આવી દશા જોઈને ચિંતામાં મૂકાઈ જાય છે.. તાત્કાલિક ધોરણે ડોક્ટર્સની ટીમ આવી જાય છે.એણે ક્યારેય એવો વિચાર શુદ્ધા નહોતો કર્યો કે કેન્દ્રમાં પોતાને ભરોસે રહેલી સ્ત્રીઓને આવા દિવસો પણ જોવા પડશે.. 40 જેટલી સ્ત્રીઓ હતી એમા દસને ઈજા થઈ હતી અને 2 ગંભીર રીતે દાઝી ગઈ હતી..બોમ્બ એટલો બધો શક્તિશાળી ન હતો અને બધા થોડા દુર હતા એટલે સદનસીબે મોટી દુર્ઘટના ન બની, પણ બધા હચમચી ગયા હતા..પોતાના જીવની કોને ન પડી હોય? રસોડાની બાજુમાં ટાઈમ બોમ્બ કોઈકે ફીટ કરી દીધો હતો..આ કામની પાછળ જરૂર ચંકીનો હાથ છે એવું સ્પષ્ટ હતું, પણ આટલા સખ્ત પોલીસ પહેરામાં ચંકી કઈ રીતે અંદર આવી શકે?કોઈ તો એવું આવેલું છે જે ચંકીની સાથે મળેલું હતું.

"મેમ વિસ્ફોટમાં લગભગ આ બે બહેનો બહુ ગંભીર છે એમને મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલમાં દાખલ કરી દો,બચવાના ચાન્સ બહુ ઓછા છે."ડોકટરે કહ્યું.

"તમે સારવારમાં જરાય કચાશ ન રાખશો.. જે જરૂર હોય એ બોલો પણ બંનેને બચાવી લો."સુગંધાએ કહ્યું..બધા હજુ એ વિચારમાં જ હતા કે ચંકી કેવી રીતે અંદર આવે? કોના દ્વારા એણે બોમ્બ વિસ્ફોટની ઘટનાને અંજામ આપ્યો હશે?

સાંજની મીટીંગમાં આ મુદ્દો જ ઉપાડવામાં આવ્યો..આખા કાર્યક્રમની ફૂટેજ મેળવી એને જોવામાં આવી. કદાચ કોઈ રહસ્ય મળી જાય..ક્યાંય એવો અણસાર દેખાતો ન હતો કે ચંકીનો કોઈ માણસ હોય.. બધા ટ્રસ્ટી મંડળના સભ્યો હતા..ફૂટેજ જોતા-જોતા અવનીના હાવભાવ બદલાતા હતા.એનો ચહેરો સફેદ પૂણી જેવો થઇ ગયો હતો..સુગંધાએ જોયું અને તરત અવને પોતાની પાસે લઈ લીધી..આમપણ એ ડરેલી હતી અને બોમ્બ વિસ્ફોટ થતા એનો ડર હવે વધી ગયો છે એમ સમજી અવનીને એણે વહાલથી કહ્યું"બેટા તુ તો બહાદુર છો. તને કશું નથી થયું..તુ આ બધી ઘટનાને મગજમાંથી કાઢી નાખ.."

પરિમલ હવે બેબાકળો બની ગયો હતો.."આ વખતે તમે જ્યાં જાવ ત્યાં મને લઈ જજો.. હું અહીં નથી રહેવાનો.જ્યાં સુધી ચંકીના કોઈ માણસને કે ચંકીને મારા હાથે નહીં મારૂ ત્યાં સુધી સતત મારૂ મન મને ડંખ્યા કરશે.અવની તો હજુ નાની છે એણે શું બગાડ્યું છે કોઈનું?હજુ પણ ડરેલી છે.."

"ના મને તો એવું લાગે છે જાણે અવની ચંકીના કોઈ માણસને જોઈ ગઈ છે એટલે જ અવની આમ ડરે છે..મીટીંગ અહીં પૂર્ણ કરો અને ફરીથી ફૂટેજ જૂઓ.હમણા સુધી અવની બરાબર હતી,પણ આ ફૂટેજ જોતી વખતે જ એ વધું ડરી એટલે નક્કી એમા કંઈક તો છે જે આપણે નથી જોઈ શકતા, પણ અવની જોઈ શકે છે.."સૂરજે કહ્યું..

તરત બધાને હોલમાંથી બધાના વિશ્રામગૃહ તરફ મોકલી દેવામાં આવ્યા..

"ચમેલી તુ એક રોકાઈ જા."સુગંધાએ આદેશાત્મક સ્વરે કહ્યું..

"બેન કામ છે મારૂ કંઈ?"ચમેલી બોલી.

સુગંધાએ ઘડીક જવાબ ન આપ્યો, પણ બધા ગયા પછી તરત એ બોલી"જમવાનું કહેવા તુ બે વખત આવી હતી.મને પૂરો વિશ્વાસ છે કે આ ધટના વિશે તુ પહેલાથી જાણતી હતી.હજુ સાચુ બોલી જા મને દીદી કહે છે તો દીદી પર વિશ્વાસ રાખ તને કશું નહીં થવા દઉં."

"ના દીદી મને આ ઘટનાની કોઈ જાણકારી નહોતી.."પોતાના ભાવ સુગંધા જાણી જશે એ ડરથી ચમેલીએ પોતાનું મોં થોડું આડુ રાખ્યું અને બોલી..

"જો મને તારા પ્રત્યે માન છે કેમ કે તારા લીધે ઘણા લોકોના જીવ બચી ગયા છે..કેમ કે એ તુ જ હતી જેણે રસોડાથી બધાને થોડા દુર રહેવા કહ્યું હતું અને અમને પણ બે વખત બોલાવવા આવી હતી.જો મને જ મારી નાખવાની હતી તો એમ કહી દે,પણ તુ બધુ જાણતી હતી એ નક્કી છે.."

ચમેલી સુગંધા પાસે વધુ ખોટું ન બોલી શકી,એ રડવા લાગી..સુગંધાએ એની પાસે જઈને એને સાંત્વના આપી.."જો જરાય ડર વિના તારૂ મન હળવું કરી દે.. આટલા સમયમાં હું તને બરાબર ઓળખી ગઈ છું..તુ ક્યારેય કોઈનું ખરાબ ન કરી શકે."

"દીદી,મારો મોબાઈલ હજુ મારી પાસે જ હતો,એમા ચંકીનો ફોન આવ્યો હતો.. એણે મને કહ્યું 'જો તુ બધાને બચાવવા માંગતી હોય તો પાર્કીંગમાં જા અને ત્યાં ડસ્ટબીનની નીચે એક બોક્ષ છે એ લઈ જઈ 1:00 વાગે સુગંધાને એ બોક્ષની આજુબાજુ લઇ જજે.. એમા એના માટે એક ગીફ્ટ છે જે એને જીંદગીભર યાદ રહેશે..' મેં ચોખ્ખી જ ના પાડી પણ એણે ધમકી આપી કે એ બધાને કાર્યક્રમમાં જ મારી નાખશે એટલે હું તમને જમવાનું કહેવા આવી હતી."

"એમા ટાઈમ બોમ્બ હતો એ તને ખબર નહોતી?"

"ના ચંકી એ બીજા બધાની નહીં પણ ફક્ત તમારી જ વાત કરી હતી..એ આ કાર્યક્રમમાં શું ચાલે છે એના વિષે બધું જાણતો હતો..મેં બધાને બોક્ષથી દુર જ રાખ્યાં,પણ મને બોમ્બની ખબર ન હતી..

"સારૂ હવે તુ જા..તારો નંબર હવે બદલી નાખજે અને બધાને પણ કહી દેજે કે બધા જ લોકો પોતાનો નંબર બદલી નાખે.. ચંકીનો ફોન આવે તો જરાય ડર રાખ્યા વિના મને જાણ કરજે..હવે આવી ભુલ ન થાય એનું ધ્યાન રાખજે..

"હાશ દીદી, મને એમ કે તમે બહુ ગુસ્સે થશો,પણ તમે મને માફ કરી દીધી એટલે હવે મને કોઈ ચિંતા નથી."ચમેલી ગઈ..

સુગંધાએ આ ઘટના અંગે બહાર કોઈ વાત જાહેર કરવાની ના જ પાડી હતી,એટલે કોઈને ખ્યાલ ન હતો..

ફૂટેજ જોતી વખતે અવની પાછી થોડી અસ્વસ્થ લાગવા માંડી..એના ચહેરા પર કોઈ ભય દેખાતો હતો..

"અવની,બેટા શું છે બોલ.. તને શેનો ડર લાગે છે બોલ.."સુગંધા બોલી..

અવની એ પોતાની આંગળી ડરતાં ડરતા ટીવી તરફ કરી..ટીવીમાં સુગંધાની સાથે બ્રિજેશ ચૌધરી દેખાતા હતા..

"બેટા એ બ્રિજેશ અંકલ છે.એમનાથી થોડું ડરવાનું હોય?"સુગંધાએ કહ્યું..

અવનીએ નકારમાં માથું ધુણાવ્યું. "ચંકી"આટલું એ માંડ બોલી શકી..

સુગંધા,પ્રિયા અને સૂરજ ત્રણે ચોંકી ગયા?? "ચંકી?બ્રિજેશ ચૌધરી?"

હા જે વાતને બધા ન સમજી શક્યા એ વાતને અવની પામી ગઈ હતી..અવનીને જ્યારે કિડનેપ કરી હતી ત્યારે ચંકી એ એને પોતાના ઘરે રાખી હતી..ચંકીની એક ખોટ હતી. એના પગનો પંજો એ સીધો નહોતો માંડી શકતો. એ એલીપેડ રાખતો હતો પગમાં,જેથી પોતાના પગ એ સરખી રીતે માંડી શકતો.કોઈ એને ચંકીના ગેટઅપમાં ઓળખી જ ન શકતું..પણ અવની એ ચંકીના બેય રૂપ જોયા હતા અને કેન્દ્રમાં આવ્યો ત્યારે એણે પોતાના પગમાં એલીપેડ હતા એ કાઢતો હતો ત્યારે અવની જોઈ ગઈ હતી.. એના ગળા પાસે બહુ જુના જખમનું નિશાન હતું.. કાયમ શુટબૂટ અને ટાઈ પહેરતો ચંકી સન્માન સમારોહમાં ઝભ્ભોને લેંઘો પહેરીને આવતા એ જખમ પણ દેખાઈ જતા અવનીનો શક વધું દ્રઢ થયો હતો.. એ ચંકીને જોઈ ડરવા લાગી હતી..

સમાજની સામે એક સારા માણસની છાપ ધરાવતો બિઝનેસમેન ખરેખર અંધારી આલમનો કુખ્યાત ડોન ચંકી હતો.. પોતાનું સામ્રાજ્ય જમાવવા એણે કેટલાય ઘર બરબાદ કરી નાખ્યા હતા..

"મમ્મી એણે એલીપેડ કાઢ્યા એ મેં જોયું હતું..ચંકીની જેમ એને પણ ગળામાં નિશાન છે.."

ધ્યાનથી જોતા જ પ્રિયા બોલી"દીદી આ જ ચંકી છે.. એના ગળાનું નિશાન સ્પષ્ટ દેખાય છે.."

"બ્રિજેશ ચૌધરી તુ હવે મારા હાથથી નહીં બચી શકે.. હું આવુ છું તારો કાળ બનીને.."સુગંધા પોતાના દાંત કચકચાવતી બોલી..

"એમ અથરા થયે કશું નહીં વળે.. આપણે એમણામ કેમ નક્કી કરવું કે એ ચંકી જ છે?આપણે બ્રિજેશના ઘરે જવું જોઈએ..એના ઘરમાંથી આપણને કંઈક સબૂત મળી જાય તો કંઈક કરી શકાય.. એક એલીપેડ કે ગળાના નિશાન પરથી આવડા મોટા બિઝનેસમેનની ઉપર આપણે શક ન કરી શકાય.."રાણાએ કહ્યું..

"હા વાત સાચી છે..રાણા સાહેબ તમે અહીં રોકાવ, પિતાજી તમે અને સૂરજ મારી સાથે આવજો..જો કંઈક પણ એવી વસ્તુ મળે તો આખી પોલીસ પલટન અમે બોલાવી લેશું."સુગંધા બોલી..

"ના હું તો સાથે આવીશ જ હો.. રાણા એ કહ્યું.."

"તમે કોઈ ન જાવ,હું એકલો જવાનો છું..કાયમ મને એકલો રાખો છો"પરિમલ બોલ્યો..

"ઓકે,ચાલો બધા, પણ ખાસ વિશ્વાસુ પોલીસને જ આ વાતની જાણ કરજો, એ પણ આપણી સાથે નહીં આવે.વધારે લોકોને જોઈને બ્રિજેશને કદાચ ખ્યાલ આવી જશે.."

"તો એમને આપણે એક સાથે પોલીસવાનમાં મોકલી દઈએ..જો આપણે કોઈ મુશ્કેલીમાં મુકાઇ જઈએ તો એ લોકો આપણી મદદ કરી શકે.."રાણાએ કહ્યું..

"અરે પણ આપણે એવો વિચાર શા માટે કરવો જોઈએ?એ ચંકી જ હશે તો આપણે ત્યાંજ એને પુરો કરી નાખશું..એને મળવા માટે ખોટા બહાના નથી બનાવવા..બ્રિજેશના રૂપમાં એ એકદમ સીધો માણસ છે બસ એનો જ ફાયદો આપણે ઉઠાવી લેશું.."સૂરજે કહ્યું.

"ના સૂરજ, આપણે અમુક નિયમોને ફોલો કરવા પડે.. જાણ્યા વગર આપણે એના ઘરની તપાસ ન કરી શકીએ.."સુગંધા બોલી..

👹👹👹👹👹👹👹👹👹👹👹👹👹

બધા બ્રિજેશના ઘરે જવા રવાના થયા..પ્રિયા એક રોકાણી..

શહેરના પોશ વિસ્તારમાં બ્રિજેશનો બંગલો હતો.. દરેક પ્રકારની સુવિધા એ બંગલામાં હતી..બ્રિજેશ એકલો જ રહેતો હતો..

ગાડી એના બંગલા બહાર ઊભી રાખી.વોચમેન એમને ઓળખતો હતો એટલે અપોઈમેન્ટ લેવાની જરૂર ન હતી..

અંદર ગયા એટલે ખુદ બ્રિજેશ ચૌધરી સામે આવ્યા.. બધાને જોઈ આશ્ચર્યથી બોલ્યા"અરે તમે બધા!! મને જાણ કરી હોત તો હું પોતે ત્યાં આવી જાત.."

"અરે ના તમને તકલીફ નહોતી આપવી એટલે તો તમને જાણ પણ નથી કરી.બધાનું સન્માન કર્યું તમે એટલે તમારો આભાર માનવા અમે રૂબરૂ આવ્યા."ત્રિવેદી સાહેબ બોલ્યા..

"અરે એમા શું આભાર?? તમે બધા કામ જ એવુ કર્યુ છે કે તમે એના હકદાર હતા..તમે બેસો હું જરા નાસ્તાની વ્યવસ્થા કરાવી દઉં.."

"નાસ્તો પછી,અમારે આ બંગલો જોવાની ઈચ્છા છે. શું અમે જોઈ શકીએ?"સુગંધા બોલી.

"અરે જોવો,એમા શું?"તરત એમણે ભીમાને સાદ પાડી બોલાવ્યો..

"મહેમાનોને આપણો બંગલો બતાવી આવ."

"જી સાહેબ"એમ કહી એ બધાને બંગલો બતાવવા લઇ ગયો..

"આને તો જરાય ખ્યાલ જ નથી કે આપણે એની તલાશી લેવા આવ્યા છીએ.તમને લાગે છે કે આ સીધો સાદો લાગતો માણસ ચંકી હોય??વળી ચંકીનો અવાજ ભારે ભરખમ છે.. બ્રિજેશ ચૌધરી એકદમ મૃદુ અવાજ ધરાવે છે."પરિમલ બોલ્યો.

"જરા ધીમે બોલો આ ભીમો સાંભળી જશે.."સૂરજે કહ્યું..

આખો બંગલો ફર્યા બાદ બ્રિજેશ ચૌધરીનો સ્પેશિયલ રૂમ હતો એમા એણે બધાને બેસાડ્યા.

"તમે બધા બેસો હું સાહેબને બોલાવી આવું." એમ કહીને ભીમાએ બધાને બેસાડ્યા.. અને એ નીકળી ગયો.. આખો રૂમ બહું સરસ મજાનો લાગતો હતો..ભીમો બહાર ગયો કે તરત જાણે ધરતી ફાટે અને આજુબાજુનું બધું એમા ચાલ્યું જાય એમ બધાની ખુરશીઓ અંદર ચાલી ગઈ.. હજુ તો બધા કશું સમજે એ પહેલા તો લગભગ 40 ફુટ નીચે બધા ભોંયરામાં કેદ હતા..જાણે કોઈ જાદૂ થયો હોય એમ કોઈ દિવાલ સાથે ઘસાઈને એ બધા સોફા સહિત નીચે આવી ગયા.. એકદમ અંધારામાં કશું જોઈ પણ શકાતું ન હતું..પરિમલ એમની સાથે ન હતો એટલે એ બીજા રૂમમાં જ રહી ગયો હતો..અંદરથી બહાર નીકળવાનો કોઈ રસ્તો એમને દેખાતો ન હતો..અંદર કદાચ રાડો પાડે તોય બહાર કોઈને સંભળાય એમ ન હતું..

"આપણો શક સાચો હતો, બ્રિજેશ જ ચંકી છે. આપણે એની કેદમાં છીએ હવે શું કરશું?."ત્રિવેદી સાહેબ બોલ્યા..

ફોનમાં જરાય નેટવર્ક પણ ન હતું.. મોબાઈલની લાઈટ કરી તો સૂરજ અને પરિમલ સિવાય બધા ત્યાં હતા.."પરિમલ તો હજુ આ રૂમમાં આવ્યા ન હતા એટલે એ બચી ગયા હશે પણ સૂરજ તો બધાની સાથે જ હતા એ ક્યાં ગયા હશે??"સુગંધા બોલી.

ત્યાં અવાજ સ્પીકરમાં સંભળાયો.."વેલકમ.ચંકીની દુનિયામાં આપ સૌનું સ્વાગત છે..તમે ચાલ તો ચાલ્યા પણ ચંકી સામે થોડા કમજોર સાબિત થયા..તમે અહીં મારા પર શક કરીને આવો એટલા માટે જ મેં અવની સામે એલીપેડ ઉતાર્યા હતા.. એક એજ તો હતી જે મને ઓળખી શકે એમ હતી..ચંકીના બેય રૂપ એણે જ જોયા છે. મેં બોમ્બ પણ તમારા માટે જ મુક્યો હતો પણ અફસોસ કે તમે બધા બચી ગયા. પણ હવે નહીં બચી શકો..આ ચંકી બનવા તો મેં મારા આખા પરીવારની બલી ચડાવી દીધી છે, તમારા જેવા મને શું બરબાદ કરી શકશે?? હા મને પરેશાન જરૂર કરી નાખ્યો તમે બધાએ,મારા ધંધાને ચોપટ કરવા તમે એડીચોટીનું જોર લગાવી દીધું, અને એમા સફળ પણ રહ્યા છો,પણ હવે શું કરશો? એ બધી મારી રખાતોને કોણ સાચવશે? હવેતો એ બધી મારા કબજામાં આવી જશે..બંગલા બહાર જે પોલીસ છે એ પણ હમણા રામચરણ પામી જશે..એમના સિવાય બીજુ કોઈ જાણતું જ નથી કે તમે અહીં છો.. એમની ગાડી હમણા એક મોટા ધડાકાભેર હવામાં ઉડશે અને બધા ઉપર,છેક યમસદન,ને તમે પણ મારી કેદમાં રહી જશો.. લો બચી શકતા હોય તો બચાવી લો તમારી જીંદગી..મારા સામ્રાજ્યની વચ્ચે કોઈ નહીં આવી શકે..મારે કોઈને જાણ નહોતી થવા દેવી કે હું પોતે ચંકી છું,પણ સુગંધા તે મને મજબુર કરી દીધો..એટલે જ મારે આ નાટક કરવું પડ્યું.અને જુઓ તમે આબાદ પકડાઈ ગયા..આવીને સીધો મને એરેસ્ટ કરી શકી હોત,પણ તુ મૂર્ખ નીકળી સુગંધા.મારો આ કમરો કોઈ ખોલશે જ નહીં, ભુખ ને તરસથી તમે બધા મરો..

બ્રિજેશને એની પત્નીએ દગો કર્યો પછી એ સાવ બદલાઈ ગયો હતો. એની પત્ની મેનકા પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ પછી એ છ મહીના તો ઘરની બહાર નીકળતા પણ ડરતો હતો.. આડોશ-પાડોશમાં એની પત્નીની સાથે એની વાતો પણ થતી હતી.કોઈ એમ પણ કહેતા કે પતિમાં કંઈ નહીં હોય તોજ એની પત્ની બીજા સાથે ભાગી ગઈ હોય ને?? આ બધી વાતોથી એના મનમાં એક વિદ્રોહ પેદા થયો. સમાજ સામે સારો બની એણે આ વિશાળ સામ્રાજ્યનો પાયો નાંખ્યો..સ્ત્રીજાત પ્રત્યે એને નફરત થઇ ગઇ હતી..સ્ત્રી એટલે વાસના સંતોષવાનું એક સાધન માત્ર છે એવું એ માનતો હતો. હવે એ એટલો આગળ વધી ચૂક્યો હતો કે આ ધંધો એ છોડી શકે એમ ન હતો..

બ્રિજેશ બહુ સારી મિમિક્રી કરી શકતો હતો એટલે ચંકી બનતી વખતે પોતાનો અવાજ બદલી દેતો હતો,એટલે બ્રિજેશ પર શંકા જાય એમ હતું જ નહીં, ને બ્રિજેશ બની એણે એક પછી એક નવા વ્યવસાય શરૂ કરી દીધા..આટલી સંપત્તિ છતા એ દેહના સોદા કરવાનું એણે બંધ નહોતું કર્યુ. જ્યાં સારી યુવતી દેખાય કે એના મનમાં વાસનાનો જ્વાર ઊભો થતો..

"સૂરજને એકલાને ક્યાં રાખ્યો હશે?એને કશું થયું તો નહીં હોય ને? આપણા માટે એ એક જ છે જે આપણો તારણહાર બની શકશે. જો એ પકડાઈ ગયો હશે તો પરિમલ પણ હેરાન થઇ ગયો હશે..એ ફફડી મરશે,એણે કોઈ દિવસ માખી પણ નથી મારી.."ત્રિવેદી સાહેબ થોડા ચિંતામાં હતા.

"ત્રિવેદી સાહેબ ચિંતા ન કરો.. ચોક્કસ કોઈ રસ્તો મળશે.હિંમત હારી જઈશું તો ક્યારેય આપણે બહાર નથી નીકળી શકવાના..ને સૂરજને હજુ પણ તમે ઓ

===========≠===========

ભીમો જેવો બહાર નીકળ્યો કે સૂરજ પોતાની જગ્યા પરથી ઊભો થઈ ગયો હતો,એને હવે ચંકી ઉપર જરાય ભરોસો ન હતો..એને ભીમાએ આ રૂમમાં બેસવા કહ્યું એ વાત પરથી વહેમ ગયો હતો..થોડી જ ક્ષણોમાં ભીમા એ રૂમ પણ ખોલ્યો,સૂરજને તરત ખુણામાં સંતાવું પડ્યું..ભીમાએ પણ દરવાજો ખોલીને ખાલી નજર જ ફેરવી હતી..એ બહાર ગયો કે તરત સૂરજ પણ બહાર નીકળી ગયો..પરિમલ હજુ બાજુના રૂમમાં હતો એને પણ બચાવવો પડે..સૂરજે બહાર પોલીસની ગાડી હતી એમા ફોન લગાવવા પ્રયાસ કર્યો, પણ કોન્સ્ટેબલનો ફોન બંધ બોલતો હતો..ને ફોન લાગે પણ કેવી રીતે??બલાસ્ટમાં બસ જ આખી ખાખ થઇ ગઈ હતી.બ્રિજેશ ચંકીનો ગેટઅપ અત્યારે નહીં લઈ શકે એ વાત સુગંધાને ખબર હતી..બંગલાની નજીક બ્લાસ્ટ થયો હતો અને હવે જરાય હોહા થશે તો બ્રિજેશની પોલ છતી થાય એમ હતું..પોલીસ આ બંગલામાં આવશે જ એટલે બ્રિજેશને પોતાની ઓળખ છૂપાવવા ચંકી બનવામાં ફાયદો ન હતો..

સૂરજ ચુપચાપ પરિમલને બોલાવી લાવ્યો.એણે તરત બધી વાતથી એને માહિતગાર કર્યો.

પરિમલની તો ભીમાને ખબર રહી જ ન હતી કે એ બાજુના રૂમમાં છે એટલે એે બચી ગયો અને એટલે જ એને શોધવા કોઈ ન આવ્યું..સૂરજે હળવેથી દરવાજો ખોલીને ચેક કર્યુ કે કોઈ છે નહીં ને.. એણે તરત બહાર જઈને ગુપ્ત કળ શોધવાનો પ્રયત્ન કર્યો..એને ખબર જ હતી કે ચંકી કેવી રીતે ગુપ્ત ભોંયરા બનાવે છે.. થોડી શોધખોળ પછી એને એ ગુપ્ત કળ મળી ગઈ..એણે હળવેથી રાણા સાહેબને સાદ કર્યો.. રાણા સાહેબ પણ પરિસ્થિતિ પામી ગયા હતા એટલે સૂરજને કંઈપણ પૂછ્યા વિના એમણે બધાને ઉપર લાવવાનો ઉપાય શોધવા કહ્યું..

સૂરજે તરત બારીમાં લગાવેલ વિશાળ પરદાને ઉતારી લીધો.. એને દોરી જેમ લાંબા કટકા કરી ટૂટી તો નહીં જાયને એ ચેક કર્યું.. એણે પરિમલને ધ્યાન રાખવાનું કહ્યું..રાણા સાહેબ એકની પાસે જ રિવોલ્વર હતી એ રિવોલ્વર એણે ઉપર ઘા કરવા કહ્યું જેથી ચંકીનો કોઈ માણસ આવે તો પરિમલ એનું રક્ષણ કરી શકે..

એણે પરદાનો એક છેડો પોતાના હાથમાં પકડ્યો અને વારાફરતી બધાને ઉપર આવવા કહ્યું.."ત્રિવેદી સાહેબ પહેલાં તમે ચડી જાવ.."રાણા એ કહ્યું..

સૂરજ હજુ પરદો પોતાના હાથમાં રાખીને સરખો કરતો હતો ત્યાં ભીમાને પરિમલનો ખ્યાલ આવ્યો.. એ ચેક કરતો કરતો આ રૂમ સુધી આવી ગયો.. પરિમલ એને જોઈ ગયો પણ ગોળી ચલાવવાની એને આવડત હતી નહીં અને ચંકીએ પોતાના ઘરમાં પોતાના ખાસ લોકો રાખ્યા હતા જે પેશાવર મર્ડરર હતા.. ભીમો સીધો જોઈને નીચે જ બેસી ગયો હતો.. પરિમલે આંખો બંધ કરીને ગોળી ચલાવી એ ખાલી ગઈ હતી..

"પરિમલભાઈઈઈ,જરાય ડર્યા વિના એને ગોળી મારી દો,"સૂરજ બોલ્યો, પણ ત્યાં સુધી એ રિવોલ્વર ભીમા પાસે આવી ગઈ હતી..હવે બાજી પલટી ગઈ હતી..
ભીમાએ રિવોલ્વરનું ટ્રીગર દબાવ્યું પણ સૂરજને આ ખ્યાલ આવી જ ગયો હતો.. એણે પોતાના હાથમાં પરદાનો છેડો હતો એ પકડીને રાખ્યો અને પોતાનું બૂટ કાઢી ભીમાના હાથમાં મારી દીધું.. ગન નીચે પડી ગઈ એટલે સૂરજે ચીતાની સ્ફૂર્તિથી એની ડોક મરડી નાખી..હવે એમને ચેતવું પડે એમ હતું..ગોળીના અવાજથી ચંકી અને એના માણસો ગમે ત્યારે આવી શકે એમ હતા..

ક્રમશઃ