Shri Niwas Ramanujan in Gujarati Moral Stories by joshi jigna s. books and stories PDF | શ્રી નિવાસ રામાનુજન

Featured Books
Categories
Share

શ્રી નિવાસ રામાનુજન

શ્રી નિવાસ રામાનુજન
(22 ડિસેમ્બર ઈ.સ.1887- 26 અપ્રિલ ઈ.સ.1920)
ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન ભારતીય ગણિત શાસ્ત્રી શ્રી નિવાસ રામાનુજનનો જન્મ 22 ડિસેમ્બેર ઈ.સ.1887 ના રોજ ઈરોડ, તમિલનાડુના તામિલ બ્રાહ્મણ આયંગર પરિવારમાં થયો હતો, તેમના પિતા કુપ્યુસ્વામી શ્રી નિવાસ આયંગર મૂળ થાઝાવુર જિલ્લામાં સાડીની દુકાનમાં કારકુન તરીકે નોકરી કરતા હતા, તેમની માતા કોમલાત્મલ ગ્રુહિણી હતી અને તે મંદિરમાં ગીત ગાતા હતા. શ્રી નિવાસ રામાનુજનની યાદમાં દર વર્ષે 22 ડિસેમ્બરમનાં દિવસે રાષ્ટ્રીય ગણિતદિનની ઉજવણી કરવામાં આવે છે.શ્રી નિવાસ રામાનુજને 12 વર્ષની ઉંમરે ત્રિકોણમિતિમાં માહેર હતાં અને ધણા પ્રમેયો વિકસાવ્યા. ઈ.સ. 1904માં ટાઉન હાયર સેકંડરી સ્કુલમાંથી સ્નાતક થયા ત્યારે રામાનુજન ને શાળાના મુખ્ય શિક્ષક ક્રુષ્ણસ્વામી અય્યર દ્વારા ગણિત માટેના કે. રંગનાથરાવ ઈનામથી નવાજવામાં આવ્યા હતા. શ્રી નિવાસ રામાનુજનને કુંભકનમની સરકારી આર્ટસ કોલેજમાં અભ્યાસ કરવા માટે શિષ્યવ્રુતિ પ્રાપ્ત કરી, પરંતુ તેમનું સંપુર્ણ ધ્યાન ગણિત વિષય પર જ હોવાથી અન્ય વિષયોમાં નિષ્ફળ ગયા તેથી તેમણે શિષ્યવ્રુતિ ગુમાવી.
ઓગષ્ટ ઈ.સ.1905માં શ્રી નિવાસ રામાનુજન તેની ઓળખ શોધવા માટે ધરેથી ભાગી ગયા અને એક મહિના માટે રાજમુદ્રિમાં રહયા ત્યારબાદ મદ્રાસમાં પચૈયપ્પાની કોલેજમાં પ્રવેશ મેળવી ગણિતમાં પાસ થયા પરંતુ અન્ય વિષયોમાં ખરાબ પ્રદર્શન રહ્યું. શ્રી નિવાસ રામાનુજનને ગણિતશાસ્ત્રી રામાસ્વામી અયરની મદદથી મદ્રાસ પોર્ટ ટ્રસ્ટમાં કારકુનની નોકરી મળી. ડિસેમ્બર ઈ.સ.1906માં આર્ટસની પરેક્ષામાં નિષ્ફળ ગયા અને કોલેજ છોડી દીધી. શ્રી નિવાસ રામાનુજન ખુબજ ગરીબીમાં અને ક્યારેક ભુખમરામાં જીવ્યા. ગણિતમાં સ્વતંત્ર સંશોધન કરવાનું ચાલુ રાખ્યું.
ઈ.સ.1910માં 23 વર્ષીય શ્રી નિવાસ રામાનુજને મદ્રાસના ગણિત શાસ્ત્રનાં વર્તુળોમાં માન્યતા મળવાની શરૂઆત થઈ. ઈ.સ.1913માં ઈંગ્લેંડના કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અંગ્રેજી ગણિતશાસ્ત્રી જી.એચ.હાર્ડી સાથે ટપાલથી વાતચીત શરૂ કરી. હાર્ડીએ શ્રી નિવાસ રામાનુજનના સંશોધનોને અસામાન્ય ગણાવી કેમ્બ્રિજ બોલાવ્યા. શ્રી નિવાસ રામાનુજનની પ્રતિભાની વિશ્વને ઓળખ આપી. શ્રી નિવાસ રામાનુજનની સફળતામાં જી. એચ.હાર્ડીનો મોટો ફાળો છે. ઈ.સ.1917માં શ્રી નિવાસ રામાનુજન લંડન મેથેમેટીકલ સોસાયટીનાં સભ્ય તરીકે ચુંટાયા. ઈ.સ.1918માં તે રોયલ સોસાયટીનાં ફેલો પણ બન્યા, આ સિધ્ધિ મેળવનાર શ્રી નિવાસ રામાનુજન સૌથી યુવા વ્યકિત હતાં. શ્રી નિવાસ રામાનુજનનાં મતે “ ગણિતનું જે સમીકરણ ઈશ્વરના વિચારને ન દર્શાવતું હોય તે સમીકરણ મારા માટે નિરર્થક છે.” શ્રી નિવાસ રામાનુજનના પ્રખ્યાત સંશોધનોમાં રામાનુજન પ્રાઈમ, રામાનુજન થેટા ફંકશન, પાર્ટીશન ફોર્મ્યુલા, મોક થેટા ફંકશન, લેંડાઉ રામાનુજન અચળ,, રામાનુજન પ્રમેયો,રામાનુજન-સોલ્ડનર અચળ, રામાનુજનના દાખલા, રોજર્સ-રામાનુજન ઓળખો, રામાનુજનનો માસ્ટર પ્રમેય હતા જેમણે સંશોધનનાં નવા ક્ષેત્રો ખોલ્યા. ‘હાઈલી કોમ્પોઝિટ નંબર્સ’ શ્રી નિવાસ રામાનુજન નું શોધ નિબંધ છે.
શ્રી નિવાસ રામાનુજને ગણિતનાં 3884 પ્રમેયની શોધ કરી જેમાંનાં મોટા ભાગનાં પ્રમેયો સાબિત થઈ ચુકયા છે. શ્રી નિવાસ રામાનુજને 3900 પરિણામો શોધ્યા. ગણિતની અદભુત સંખ્યા પાઈ ઉઅપર તેમણે કામ કર્યુ અને તેના મૂલ્યો શોધવાનાં સુત્રો બનાવ્યાં. લંડનનાં હવામાન અને ત્યાની ખાન-પાનની રીત શ્રી નિવાસ રામાનુજનને માફક ન આવતા શ્રી નિવાસ રામાનુજનનાં સ્વાસ્થયને ખરાબ અસર થઈ અને 26 અપ્રિલ ઈ.સ.1920નાં રોજ ખુબજ નાની ઉંમરે કુંબોકોનમમાં અવસાન પામ્યા. આમ, શ્રી નિવાસ રામાનુજન 32 વર્ષની નાની ઉંમરે અવસાન પામ્યા, આટલા ટૂંકા જીવન દરમિયાન શ્રી નિવાસ રામાનુજને ગણિત ક્ષેત્રે મહત્વનુ અને અમુલ્ય યોગદાન આપ્યો. શ્રી નિવાસ રામાનુજનના મ્રુત્યુ પછી 26 ડિસેમ્બર ઈ.સ. 2011, 22 ડિસેમ્બર ઈ.સ. 2012 અને ઈ.સ. 2016માં ભારતીય ટપાલ વિભાગ દ્વારા શ્રી નિવાસ રામાનુજનના માનમાં સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી. શ્રી નિવાસ રામાનુજનનાં મ્રુત્યુનાં પચીનાં વર્ષે શ્રી નિવાસ રામાનુજનું અન્ય વિખ્યાત વૈજ્ઞાનિકો અને ગણિતશાસ્ત્રીઓમાં ‘વૈજ્ઞાનિક પાયોનિયર્સ કેલેંડર” પર નામ આવ્યું. 22 ડિસેમ્બર ઈ.સ. 2020 માં આ મહાન ગણિત શાસ્ત્રી શ્રી નિવાસ રામાનુજનની 133મી જન્મ જંયતિ ઉજવાઈ રહી છે.