Hope - the existence of a self - 5 in Gujarati Fiction Stories by જયદિપ એન. સાદિયા books and stories PDF | આશા - એક આથમતાં અસ્તિત્વની - 5

Featured Books
Categories
Share

આશા - એક આથમતાં અસ્તિત્વની - 5

ભાગ - ૫
આશા એ લાડ માં કહ્યું અવી તોફાન નહીં હો...
અવિનાશ ને એવું તે શું થયું એને બ્લેડ લઈ ને આશા ના હાથ પર ઘા મારવા લાગ્યો આશા પણ અચંબામાં આવી ગઈ તે ચીસો પાડતી રહી રડતી રહી પણ અવિનાશ એ કઈ ના સાંભળ્યું અને જ્યારે આશા એ હાથ છોડવા પ્રયત્ન કર્યો તો અવિનાશ એ જોર થી તમાચા મારવા નું શરૂ કરી દીધું.
અવિનાશ તો આવું વર્તન કરીને ચાલ્યો ગયો ઘરે બિચારી એકલી આશા ખૂબ અફસોસ અને દુઃખ માં રડતી હતી. આજ સુધી મન માં રાખેલું ના કહેલું ના બોલેલું બધું જ ભીની આંખે હિના બેન ને જણાવ્યું. નિતીન ભાઈ અને હિના બેન એ કહ્યું કે અમે કાલે જ આવીએ છીએ તું ચિંતા ના કર કશુંક જમી લે અને સૂઇ જા. બીજે દિવસે આશા ના મમ્મી પપ્પા આવ્યાં અને આશા તેમને જોતા જ રડવાં લાગી બધી વાત જાણતાં હોવાથી અવિનાશ ને ઠપકો આપ્યો અને હવે પછી આવું ના થાય એની સંભાળ રાખવા કહ્યું. અવિનાશ હા માં હા કરીને ચાલ્યો ગયો.
ઘરે આશા અને તેનાં મમ્મી પપ્પા જ હતા. આશા નાં મમ્મી એ કહ્યું થોડાં મહિના જો હજી કશું મોડું નથી થયું અને કશું છોકરું પણ નથી થયું. ત્યાં આશા બોલી મારાં સાસુ તો કહેતાં હતાં પણ મે અવિનાશ ને બે વર્ષ બાળક માટે ના પાડી છે. હું પણ આ સૌ ને જાણવાં માગું છું સમજવા માગું છું. આવી બધી ચર્ચા સાથે સૌ છૂટાં પડ્યાં.
અવિનાશ એ સૌની હાજરી માં હા કહીં ઘરે આવી ને આશા ને તો જાણે લઈ લીધી.
તારે શું આવી બધી વાતો કરવા ની જરૂર હતી. મારે એક છોકરી છે જીવન માં પણ તને ક્યાંય નડે છે તું તારા કામ થી કામ રાખ અને મને મારું આવું જ જીવન ગમે છે. હજી આશા કશું બોલવાં જાય એ પહેલાં આશા નાં હાથ પકડી ને એને નીચે પાડી દીધી અને ખેંચી ને રસોડામાં લઈ ગયો ત્યાં ગરમ ચીપિયો કરી પીઠ પર , બાજુ પર ડામ જેવાં ઘા આપવાં લાગ્યો અને આશા ને ના બોલવાનું બોલવા લાગ્યો. આશા કશું બોલવાં જાય તો તરત તમાચો મારીને મો બંધ કરાવી દેતો.
ખૂબ ખરાબ વર્તન કરીને અવિનાશ તો બહાર રોજ ની જેમ નીકળી ગયો અને આશા આજે પણ એકલી ઘરે રડતી રડતી અને પોતાનું કેવું જીવન છે સાવ એ અફસોસ સાથે ક્યારે સૂઈ ગઈ તેને ખબર જ ના રહી.
આશા એ આંખો ખોલી તો સવાર ના આઠ વાગી ગયાં હતાં ઝટપટ એ તૈયાર થી ઘર કામ કરતી હતી. જાણે કશું થયું જ નથી એમ અવિનાશ તેની પાસે આવી ને કહે sorry, કાલે હું થોડો સ્ટ્રેસ માં હતો એટલે.. માફ કરી દેજે હો હવે ધ્યાન રાખી.
આશા મન માં કહે ( હવે હું જ ચેતી જાવ અને હું જ ધ્યાન રાખું ને...)
આશા એ બહુ મચક ના આપી અને એ ઘરકામ કરી ક્લિનિક જતી રહી.
આશા એ નક્કી કરી લીધું હતું કે એ રાતે ઘરે જવાનાં બદલે સીધી તેનાં મમ્મી નાં ઘરે જશે અને ગઈ રાતે બનેલી બધી ઘટના રજૂ કરશે. રાતે આશા એ અવિનાશ નાં કોઈ ફોન કોલ રિસીવ ના કર્યા અને બધી જ અણગમતી બનેલી ઘટના મમ્મી પપ્પાને કહી, વિહાર થી રહેવાનું નહીં તે ગુસ્સામાં આવી ગયો અને કહ્યું આજ સુધી આપને બધું શેર કર્યા છે તે આવી વાતો મારાં થી છુપાવી, એમ કહી આશા પર વ્હાલ હોવાથી ગુસ્સે થયો. નિતીન ભાઈ એ વિહાર ને શાંત કર્યો.
(ક્રમશઃ)