આશા એ આવી નાની નાની વાતો ને કોઈ દિવસ ઘરે કહીં નહીં અને બધુ સારુ થઈ જશે એવાં સારા આશય થી હંમેશા તે અવિનાશ નું આવું અણગમતું વર્તન જતું કરતી. આશા સ્વભાવે હરખ ઘેલી હતી એટલે તે હંમેશા અવિનાશ ને ખુશ કરવા કંઈક ને કંઈક અલગ વિચારતી અને એક સારો આશય બતાવતી અહીં સામે અવિનાશ ને તો જાણે કશો ફરક જ ના પાડતો.
આજે પણ અવિનાશ એ જ રીતે રહેતો જેવો લગ્ન પહેલાં. હરિ દર્શન યાત્રા નાં પ્રવાસ અર્થે મહેશભાઈ અને વીણાબેન આ યાત્રા માટે એક મહિનો બહાર ગયાં. આશા નાં હરખ ઘેલાં સ્વભાવ એકવાર સવારે સાથે નાસ્તો કરતાં કરતાં અવિનાશ ને કહે " અવી, આપને એક મહિનો ઘરે એકલા છીએ તમે હમણાં આ સમય ઘરે વહેલાં આવજો ને આપને સાથે સમય વિતવશું." અવિનાશ એ પણ આ વાત માં હામી ભરી. અવિનાશ ની હા એ આશા માં એક નવું પ્રેમ નું કિરણ જગાવ્યું.
આશા રોજ ની જેમ આજે પાંચ વાગે ઘરે આવી ગઈ અને સુંદર તૈયાર થઈ ને અવિનાશ ની રાહ જોવા લાગી. છ વાગ્યા પણ હજુ અવિનાશ ના આવ્યાં એ વિચારે આશા એ અવિનાશ ને ફોન કર્યો.
હેલો, અવી હું આપની રાહ જોઈ રહી છું તમે ક્યાં રહી ગયાં..?
આશા, હું બસ અડધી કલાક માં ઘરે પહોંચી જઈશ તું કશું બનાવતી નહીં આપને બહાર જમવા જઇશું.
હા, સારું.
અડધી કલાક બાદ અવિનાશ આવે છે અને આશા સુંદર તૈયાર થઈને રાહ જોતી હતી એટલે કહે છે.... જોવો તો હું આજે કેવી લાગી રહી છું. ( ઉત્સુકતા સાથે) અવિનાશ એ કહ્યું, " શું હોય એમાં જેમ રોજ લાગે એવી જ આજે નવા કપડાં છે એમ ને..!". આવો સાવ નિરસ જવાબ સાંભળી આશા થોડી નિરાશ થઈ પણ " જતું કરવાની ભાવના...! " એટલે પાછી સ્વસ્થ થઈ અને બંને જમવા માટે નીકળી પડ્યાં.
આશા ને મનગમતું જમી બંને ઘરે આવે છે અને બંને ફ્રેશ થઈ શયનખંડ તરફ જાય છે. આશા ને આજે ખુશી હતી કે આજ થી અમે એક નવું જીવન શરૂ કરીશું. આશા એ અવિનાશ સાથે પ્રેમભરી વાતો કરવા લાગી જોડે - જોડે અવિનાશ પણ એ પ્રેમભરી વાતો માં સાથ આપતો અને આટલાં દિવાસો પછી લગ્ન પછી ની આજે પ્રણય - રાત બંને એ ખૂબ મીઠી રીતે માણી.
આશા ખૂબ ખુશ હતી. અંતે તો એક સ્ત્રી જ ને સઘળાં સપનાં, ઈચ્છાઓ અને અવનવી હ્રદયસ્પર્શી આશાઓ સાથે આવી હતી જે એને ગઈ રાતે નવાં જીવન રૂપે મળી. પણ અવિનાશ માટે તો આ એક ભૂખ બરાબર હતું. આશા એ હદે જતું કર્યું હતું કે એ એવી ઘણી વાતો જાણતી હતી કે અવિનાશ ને કોઈ મિત્તલ કરીને છોકરી નો હંમેશા ફોન અને મેસેજ આવે છે પણ તેને આ વિશે જ્યારે કહ્યું અવિનાશ ને તો એને બહુ મચક ના આપી. આવી તો ઘણી વાતો જે એક પત્ની કોઈ દિવસ સહન ના કરી શકે એ આજ સુધી આશા સહન કરી રહી હતી.
એક દિવસ આશા રોજ ની જેમ પાંચ વાગે આવી અવિનાશ ની રાહ જોતી હતી, અવિનાશ એ ફોન માં જણાવ્યું કે આજે રાતે બહાર જઇશું તું તૈયાર થઈ જા હું બસ સાત વાગતા આવું છું. જોત જોતામાં રાત નાં નવ વાગી ગયાં અને આશા પાંચ વાગ્યા ની રાહ જોતી હતી. ત્યાં ડોર બેલ વાગ્યો આશા દોડી અને જોયું તો અવિનાશ હતો. અવિનાશ કહે શું બનાવ્યું તે..? આશા એ કહ્યું કે તમે જ તો કહ્યું કે બહાર જઇશું એટલે કશું નહીં બનાવ્યું. હા, તો હવે હું કહું છું ભાખરી અને કોઈ પણ શાક કરી નાખ નથી જવું આજે.
(ક્રમશઃ)