Dear Paankhar - 19 in Gujarati Fiction Stories by Komal Joshi Pearlcharm books and stories PDF | Dear પાનખર - પ્રકરણ - ૧૯

Featured Books
Categories
Share

Dear પાનખર - પ્રકરણ - ૧૯

"યસ! ડૉકટર ! કેમ છો ? હુ એકચ્યુલી કાર ડ્રાઈવ કરું છું. એક જ સિગ્નલ આગળ છું , ટર્ન લઈને ત્યાં જ આવું જવું? " શિવાલીએ પૂછ્યું.
" મેં એજ કહેવા ફોન કર્યો કે અત્યારે થોડુ મુશ્કેલ છે મળવુ. કાલે મળીએ જો તમને અનુકૂળ હોય તો ? " ડૉ. સિદ્ધાર્થે કહ્યું.
" નો પ્રોબ્લેમ ! કાલે મળીએ. હું ક્લિનિક જતાં પહેલાં કૉલ કરી દઈશ. " શિવાલીએ જણાવ્યું.
" ઓકે. ગ્રેટ ! સી યુ! " કહી સિદ્ધાર્થે ફોન મૂક્યો.

અત્યાર સુધી તો આકાંક્ષા સિદ્ધાર્થને ઘણીવાર મળી હતી . એક સહજ મિત્ર તરીકે સ્વીકારી ને ! પરંતુ પહેલાં એના મનમાં આવી લાગણી નહોતી ઉદભવી. ' એનુ શું કારણ હોઈ શકે, કદાચ યોગિનીદેવીએ કહ્યું હતું કે બીજા લગ્નનો કરવા વિચાર કરવો જોઈએ એટલે તો નહિ ? '

" મોક્ષ અને મોક્ષા મજામાં ? " શિવાલીએ પૂછ્યું.
આકાંક્ષા થોડી ચમકી , " હા?… મજામાં !"
" શું થયું ? કયા વિચારોમાં ખોવાઈ ગયી હતી ?" શિવાલી એ પૂછ્યું.
" એમજ " કહી આકાંક્ષા હસી. એને એટલો તો અંદાજો હતો કે એ એક સાઈકોલોજિસ્ટની બાજુમાં ‌હતી. ખોટુ બોલવાનો કોઈ મતલબ નહોતો.

" હવે ઘરમાં બધાં નોર્મલ થઈ ગયા ? " શિવાલીએ પૂછ્યું.
" ના ! મમ્મી- પપ્પા બહુ ડિસ્ટર્બ છે. એમને એવી આશા હતી કે અમોલ કયારેક તો પાછા આવશે. " આકાંક્ષાએ કહ્યું.
" તને શું લાગતું હતું ?" શિવાલીએ આકાંક્ષાની મનની વાત જાણવા પૂછ્યું.
" મેં તો ત્યારેજ આશા છોડી દીધી હતી જ્યારે એમણે તન્વી સાથે રહેવાનો નિર્ણય લીધો હતો. " આકાંક્ષાએ શુષ્ક અવાજે કહ્યું.

" મા - બાપ તરીકે એ આશા રાખે એ સ્વભાવિક છે . પરંતુ છૂટાછેડા પછી પણ એ તારી સાથે જ રહેશે ?" આકાંક્ષાએ પૂછ્યું.
" અત્યાર સુધી તો એવી જ વાત હતી. હું એમની સાથે રહેવા માટે ખુશ છું. મારા બાળકો પણ‌ એમની સાથે ખુશ છે. હું કોઈ જોબ કરું તો મને‌ પણ કોઈ પ્રકારની બાળકોની ચિંતા ના રહે. " આકાંક્ષાએ કહ્યું.
" તારી વાત સાચી છે. એ લોકો તને ઘણા મદદરૂપ છે અને તેથી જ તમે લોકો એકબીજાનો સહારો બની સરળતા અને સુમેળથી રહી શકો છો. તારા સાસુ- સસરા ખરેખર બિરદાવાને લાયક છે. એ લોકો એ આવી પરિસ્થિતિમાં પોતાના છોકરાનો નહીં પણ તારો સાથ આપ્યો. નહીં તો મારી પાસે આવતી સ્ત્રીઓની ફરિયાદ હોય છે કે એમનાં સાસુ - સસરા એમને સપોર્ટ નથી કરતા એટલે જોબ છોડવી પડી. અને પછી એ માનસિક રીતે ડિસ્ટર્બ થઈ જાય અને એ એટલું વધી જાય કે એમને કાઉન્સિલિંગ સેશન લેવા આવવુ પડે છે . " શિવાલીએ કહ્યું.

" હા! એમણે હંમેશા મને સાથ આપ્યો છે અને એજ કારણ‌ છે કે મને એ મારા મા-બાપથી ઓછા ક્યારેય નથી લાગ્યા. " આકાંક્ષાએ મુસ્કાન સાથે કહ્યું.
આકાંક્ષાનું ઘર આવી ગયું .
" થેન્ક યુ ! મળીએ તો પછી ! " કારમાંથી ઉતરતાં આકાંક્ષાએ કહ્યુ.
" ઓલવેયઝ વેલ કમ ! બાય! સી ! યુ" કહી શિવાલી ત્યાંથી નીકળી.

આકાંક્ષા ઘરે પહોંચી . મોક્ષ અને મોક્ષા ગૌતમ સાથે મસ્તી કરતા હતા. " મમ્મા ! આવી ગઈ ! " કહી આકાંક્ષાને વળગી પડ્યા.
" આજે જલ્દી આવી ગયા ?" આકાંક્ષાએ ગૌતમને પૂછ્યું.
" હા ! કામ જલ્દી પતી ગયું. " ગૌતમે કહ્યું.
" મમ્મા ! અમે‌ કાકા જોડે ગેઇમ રમીએ છીએ. " મોક્ષાએ કહ્યું.
" હા ! રમો ! હું ફ્રેશ થઈને આવું " કહી આકાંક્ષા રુમ‌માં ગઈ. હાથ- પગ‌ , મોં ધોઈ કપડા બદલીને રસોડામાં ગઈ. રસોઈ બનાવવા લાગી.

" મેં એક વકીલ સાથે ‌વાત કરી છે. તું એમના અન્ડરમાં પ્રેક્ટિસ કરી શકે છે. તું કયારથી જોઈન્ટ કરવા માગુ છું ? " ગૌતમે રસોડામાં પ્રવેશતાં કહ્યું.
" ડિવોર્સ પછી. " આકાંક્ષાએ કહ્યું.
" આપણાં તરફથી વકીલ એ જ છે અને બીજી એક વાત કહેવાની હતી. મેં મારા એક મિત્રને તન્વી વિશે માહિતી ભેગી કરવાનું કહ્યુ હતુ.
" ગૌતમે ગ્લાસમાં પાણી ભરતા કહ્યું.
" તો‌ ? શું માહિતી મળી ?" આકાંક્ષાએ સહજતાથી પૂછ્યું.
" એજ કે એક વર્ષથી એની પાસે કોઈ જ કામ નથી. પરંતુ એ ઘરેથી કામનાં બહાને નીકળે છે. આજકલ એ પોશ હોટલોમાં પણ જાય છે. અમોલને એ વાતની ખબર નથી કે એ ..! " કહી ગૌતમ અટકી ગયો.
" શું ? ખબર નથી ? અટકી કેમ‌ ગયા ? " આકાંક્ષાએ જિજ્ઞાસાથી પૂછ્યું
" એ કૉલ ગર્લનો વ્યવસાય કરે છે . " ગૌતમે સહેજ ધીમા અવાજે કહ્યું.
" શું ? સાચે ? ના હોય ? અમોલને અંધારામાં રાખીને ???" આકાંક્ષા ને વિશ્વાસ નહોતો બેસી રહ્યો.
" હા ! એને કશીજ ખબર નથી. પહેલા મેં તને જ વાત કરી. એને મળી ને કહીશ. પરંતુ એ સાચુ માનશે કે નહીં એ ખબર નથી ." ગૌતમે કહ્યું.
" મતલબ કે એ અમોલનો દુરુપયોગ કરી રહી છે . " આકાંક્ષાએ હતાશા વ્યક્ત કરતાં કહ્યું.
" હા ! પૂરેપૂરો! લગ્ન કરવા માટેનું પણ એજ કારણ‌ છે. અમોલ આ વાત જેટલી જલ્દી સમજી જાય સારું છે. " ગૌતમે કહ્યું.
" પરંતુ એણે આવુ કામ કરવાની જરૂર જ શું છે ? " આકાંક્ષાનાં અવાજમાં વ્યથા હતી.
" એના જેવી ઘણી મોડેલો આવા જ કામ કરતી હોય છે. એ એક રૅવ પાર્ટીમાંથી પણ પકડાતાં માંડ માંડ બચી. ગોવા શૂટિંગનાં બહાને ગઈ હતી. જો અમોલને‌ નહીં ચેતવીએ તો એ એને પાયમાલ કરી નાખશે. " ગૌતમે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું.
" તમારે એમને આજે જ વાત કરવી જોઈતી હતી !" આકાંક્ષાને પણ ચિંતા થઈ રહી હતી.
" મેં એને કૉલ કર્યો . એણે મારો કૉલ ના ઉપાડ્યો. તું કૉલ કરીને કાલે મળવા બોલાવ. આપણે બન્ને વાત કરી જોઈએ. " ગૌતમે કહ્યું.
" હા ! એ વાત જણાવવી જરુરી છે. મને ખબર નથી પડતી ; અમોલ ની સમજશક્તિ ક્યાં ખોવાઈ ગઈ છે? " આકાંક્ષા અમોલને લઈને ખૂબ નિરાશ થઈ રહી હતી.
" તન્વીના આકર્ષણમાં અંજાઈ ગયો છે! " ગૌતમે મોં વાંકુ કરતાં કહ્યું.
" જો એ નહીં માને તો ? " આકાંક્ષાએ કહ્યું.
" આપણે પૂરેપૂરો પ્રયત્ન કરીશુ. વિશ્વાસ રાખ. " ગૌતમે આકાંક્ષાને આશ્વાસન આપતાં કહ્યું. આકાંક્ષાએ હકારમાં માથું હલાવ્યું અને પાછી રસોઈમાં વળી ગઈ.

( ક્રમશઃ )