CHECK MATE. - 9 in Gujarati Fiction Stories by Urmi Bhatt books and stories PDF | ચેકમેટ - 9

Featured Books
Categories
Share

ચેકમેટ - 9

મિત્રો આગળના પાર્ટમાં આપણે જોયું તેમ ઇન્સ્પેક્ટર રાજપૂત અને મોહિત્રે ફરીથી ગેસ્ટહાઉસની મુલાકાત લે છે.કેબિનમાં મેનેજર અને બંને ઇન્સ્પેક્ટર એકલા જ હોય છે.
મેનેજર પોતાના ડેસ્કટોપ પરના કોમ્યુટર સ્ક્રીન પર એક પછી એક ફૂટેજ બતાવવાનું કહે છે.સિલેક્ટ કરેલા દિવસની ફૂટેજ જોતા હોય છે...શું સીસીટીવી ફૂટેજમાં આલય વિશેની કોઈ અગત્યની માહિતી મળી શકશે...એ માટે વાંચો આગળ...
મેનેજર અને બંને પોલીસની હાજરીમાં સીસીટીવી ફૂટેજ ચેક થતા હોય છે.ચેક ઇન તારીખથી લઈને ચેક આઉટ તારીખ સુધીમાં બધું જ જોવું હતું ત્રણેયને...

પ્રથમ દિવસ...
પ્રથમ દિવસે ખૂબ જ ખુશખુશાલ મૂડમાં આવી હતી...આ ફૂટબોલ ટિમ અમદાવાદથી...ટ્રેકિંગ કેમ્પ માટે....દરેકના ડોક્યુમેન્ટ વેરિફિકેશનથી માંડીને...ચેક ઇનની તમામ ફોર્મલિટી પુરી કર્યા બાદ પોતપોતાના રૂમ તરફ ગયા હતા.સિંગલ રૂમ વિથ ડબલબેડ ની વ્યવસ્થા હતી.તેથી એક રૂમમાં માત્ર બે પાર્ટનર જ સુઈ શકે. બીજા માળના બરાબર વચ્ચે હતો આલય અને માનવનો રૂમ...

માનવ શબ્દ વારંવાર આવતો હોવાથી રાજપૂત આ વ્યક્તિ વિશે જાણવામાં ખૂબ જ ઉત્સાહી હતા.તેઓએ સીસીટીવી ફૂટેજમાં આલયને જોયો..એક ખૂબ જ સ્માર્ટ, હસમુખું વ્યક્તિત્વ ધરાવતો છોકરો હતો.સતત હસતો જ હતો.અરે ચેક ઇન કરતી વખતે પણ એ સતત જોક્સ કહીને તાળી પાડી પાડીને એકલો હસતો હતો.

બપોરે એક વાગે આરામ કર્યા પછી ટિમ ફરીથી ભેગી થઈ ડાઇનિંગ લૉન્ચમાં ...જ્યાં બધાએ શાંતિથી લંચ પતાવ્યું....
પછી શિડયુલ મુજબ બીજા દિવસે ટ્રેકિંગ ચાલુ થવાનું હતું.તેથી સાંજ સુધી બધાને આરામ જ હતો.અને સાંજે સાઇટ સિન જોવા જવાનું હતું...એ દિવસથી લોબી એરિયા અને રિસેપ્શન એરિયાની ફૂટેજ જોવામાં કોઈ વિશેષ વસ્તુ જાણવા મળી નહીં.એવી જ રીતે બે દિવસ પણ એમ જ નીકળી ગયા.

આ બે દિવસની ફૂટેજમાં માત્ર એટલું જ જાણી શકાયું કે આલય અને માનવ ખૂબ જ સારા મિત્રો હશે કારણકે એ બંને કૅમેરામાં હંમેશા સાથે જ દેખાતા હતા.

આ બાજુ કોટેજમાં મોક્ષા નો જીવ લાગતો જ નહોતો.આરતી સાથે લગભગ બધી જ વાત કરી અને રિધમ મહેતાએ પોતાની પત્ની સાથે કરેલા વર્તનની પણ ચર્ચા કરી.
આરતી : મોક્ષા, તું બાકીની વાત છોડ પણ પહેલા મારી મૃણાલિની ફોઈને જઈને એકલામાં મળ. જો તો ખરી એ શું કહેવા માંગે છે? એ સો ટકા આલય વિશે કાંઈક જાણે છે.તું એમને પહેલા મળ. કોઈ પણ બહાને રિધમની ગેરહાજરીમાં ત્યાં જા અને પછી વાત કાઢ.

મોક્ષા : ઓકે, હું ટ્રાય કરી જોઉં.જોકે એ નીકળી ગયા છે લગભગ તો..પછી વાત કરું તારી સાથે.કહીને આરતી સાથેનો ફોન મૂકી દે છે અને મિસિસ મહેતાને મળવા માટે કોટેજની બહાર નીકળીને બંગલા તરફ આગળ વધે છે.રિધમ મહેતા ઘરેથી નીકળી ગયા હતા.હાઉસ મેડ દરવાજો ખોલે છે..

"આંટી છે?"મોક્ષા હાઉસ મેડ ને પૂછે છે.

"ના, બેટા એ તો મંદિર ગયા છે.આજે એમના મમ્મીની તિથિ છે એટલે ત્યાં ધાબળા વિતરણનો કાર્યક્રમ છે...તો એમને આવતા લગભગ બે ત્રણ કલાક થઇ જશે... કંઈ કામ હતું અગત્યનું?"

ના કાકા, તમે એકલા જ છો કે બીજું કોઈ છે? તમારી ઉંમર કેટલી કાકા? ગુજરાતી જ લાગો છો.? મોક્ષાએ એકલતાનો લાભ લેવા માટે પ્રશ્નોત્તરી ચલાવી.
"વિનુકાકા નામ મારુ બેટા. છેલ્લા વીસ વર્ષથી અહીં જ છું.શરૂઆતમાં હું મહારાજ તરીકે આવેલો...બેનના પિયરથી એમની સાથે...વખત જતા હવે ઉંમર થઈ એટલે ઘરની દેખરેખ અને નોકર ચાકર નું ધ્યાન રાખું છું...ખાસ કરીને મૃણાલિનીબેનનું.
એમની તબિયત સારી નથી રહેતી એટલે એમની દવાઓ અને ખાવા પીવાનું ધ્યાન રાખું છું.તમે પાણી લેશો બેટા?? જમવાને હજુ થોડી વાર છે."

"તેમને શું થયું છે અંકલ?"મોક્ષાએ પૂછ્યું.
બેટા, મૃણાલિનીબેન વર્ષો પહેલાની એક ઘટનાથી હેબતાઈ ગયા હતા અને એ પછી વારંવાર એમને વિચિત્ર એટેક આવે છે. ડોક્ટરની ભાષામાં એમને સ્કીઝૉફેનિયા કહે છે.લક્ષણ તો ખબર નથી પણ બેન બહુ ગભરાઈ જાય વારંવાર... એક અલગ પ્રકારનો ભય લાગે છે...એમને..ખબર નહીં શુ જોઈ ગયા હશે વર્ષો પહેલા?

મોક્ષા : સારું કાકા હું જાવ છું.આંટી આવે તો બોલાવજો મને અથવા એમને કહેજો મને કૉલ કરે.કહીને મોક્ષા કોટેજમાં જાય છે.

આ બાજુ સીસીટીવી ફૂટેજમાં ત્રીજા દિવસની વીડિયો દેખાતી હતી, જેમાં સવારે છ વાગે ટિમ રેડી થઈને રિસેપ્શન એરિયામાંથી બહાર નીકળી એક મીની બસમાં બેસવાના હતા.માનવ અને આલય સાથે નીકળે છે...નોર્મલ હોય છે બધું...પરંતુ બપોરે 3 વાગે એ અચાનક પાછો આવે છે.ખૂબ જ ધૂંધવાયેલો લાગતો હોય છે આલય.ઇન્સ્પેક્ટર રાજપૂત પોઝ કરાવે છે.સમય અને તારીખ નોંધે છે.રિસેપ્શન એરિયામાંથી થઈને એ સીધો પોતાની રૂમ તરફ આવે છે...બીજા કેમેરામાં એ રૂમમાં જતો દેખાય છે...રાત્રે બધા પાછા ફરે છે.માનવ ચૂપચાપ પોતાના રૂમમાં જતો રહે છે..
ચોથા અને પાંચમા દિવસે બે દિવસનો ટ્રેકિંગ કેમ્પ હોય છે તેથી બધા પાસે સામાન વધારે હોય છે..રૂટિન પ્રમાણે બધા બસની રાહ જોતા બેઠા હોય છે.
ઇન્સ્પેક્ટર મોહિત્રે : રાજપૂત સર, એક બાત નોટિસ કી આપને.
માનવ ઓર આલય અલગ બેઠે હૈ ઓર એક દૂસરે સે બાત નહીં કર રહે...
મિ. રાજપૂત : યસ, સર..મેને દેખા...લેકિન બાત શાયદ કુછ ઓર હી હો....લેટ્સ સી....
પટાવાળો આવીને કેબિનમાં ત્રણ ચા આપી જાય છે.મેનેજર ફૂટેજ ફરીથી સેટ કરે છે..
સર ,યે દેખીએ.. ટિમ પાંચવે દિન રાતકો વાપસ આયી થી.
સબ આ ગયે લેકિન આલય નહીં હૈ, સર હમ સિર્ફ ચેક ઇન કે ટાઇમહી બંદે ગીનતે હૈ..બાદ મેં ઉનકે કોચકી જીમેંદારી બનતી હૈ.
ઇન્સ્પેક્ટર રાજપૂત : યસ, એસા હી હોના ચાહિયે.
સર, યે ભી દેખો અગલે દિન વો દૂસરી જગાકે લિયે ચેક આઉટ કરને કે લિયે આયે ઓર ફિર નીકલ ગયે. સબ લોગ જા રહે હૈ ..પર આલય નહીં આયા...મોહંત્રે ચોંકી જાય છે અને રાજપુતે સામું જોવે છે.

"તો હવે એના કોચને બોલાવવો પડે અહીંયા જ...અહીંયા એની સાથે જે આવ્યા હતા એ તો ઓર્ગેનાઇઝર હતા.કોચ અહીંનો હતો."
સર, કોચનો નંબર છે..કારણકે એક દિવસ રાત્રે ગેમ રમવા માટે બધા ભેગા થયા ત્યારે એ પણ આવ્યા હતા અને અમદાવાદી ટીમથી ખૂબ જ ખુશ હતા..એમનું નામ મિ. રાજેશ ત્રિપાઠી છે.મારા રજીસ્ટરમાં એમનો નંબર સેવ છે...કહીને મેનેજર પટાવાળા પાસે રજીસ્ટર મંગાવે છે.

મિ રાજપૂત એ નંબર પર ફોન લગાવે છે..
સામે છેડેથી ફોન રિસિવ થાય છે...વાતચીત અને પુરપરછ ચાલું થાય છે...અને શરૂ થાય છે...એક પછી એક વ્યક્તિઓના મહોરા ઉતારવાની શરૂઆત..
કોણ છે પ્યાદુ અને કોણ ઘોડો કોણ વજીર અને રાજા કોણ..સીધી ચાલ કોની હશે અને કોણ ચાલશે ડોઢું...
કોણ કરશે સૌથી પહેલા ચેકમેટ....
વાંચતા રહો...