*********** તા.૧૩ મી જાન્યુઆરી બુધવારનો દિવસ, આજે સવારથી જ અદાલત ખીચોખીચ ભરેલ હતી જે કક્ષમાં સુનાવણી હતી એમાં પગ મુકવા જેટલી જગ્યા પણ ન હતી. આજે એક એવા કેશ ની સુનાવણી હતી જેની રાહ લગભગ બે વર્ષથી જોવાતી હતી. બધાની નજર આજે એ ચુકાદા ઉપર હતી જેમાં આરોપી મોટા ભાગનાં રાજકારણી, પોલીસ, અને ડોન કહેવાતા બુટલેગરો નાં રિસ્તેદાર હતા. મોટા ભાગનાં લોકોને આજે પણ ન્યાયિક પ્રણાલિકા ઉપર પૂરો વિશ્વાસ છે અને ચુકાદામાં એ લોકો ને સજા થશે જ એમ બધાને લાગતું હતું. . વાત ૧૦ નવેમ્બર ૨૦૦૮ની હતી, રોજ ઉગે છે એમ એ દિવસે પણ સુરજ ઉગ્યો હતો. નવેમ્બર મહિનાનાં પ્રથમ દસ દિવસ પછી તાપમાનમાં થતા ઘટાડાનાં કારણે ઠંડી વધતી જતી હોય છે. પણ રોજની ફાસ્ટ લાઈફ ઉપર ન તો ઠંડી અસર કરે છે ના હી ગરમી અને ચોમાસું અસર કરે છે. બસ ભાગતા રહેવાનું અને એમાં જુનીયર કેજીનાં નાના બાળકો થી લઇને રીટાયર્ડ થયેલ સીનીયર સિટિઝન્સ લોકો નો પણ સમાવેશ થઇ જાય છે. હા તો રોજ ની જેમ ઊગેલ એ દિવસે બહુ મોટા ન કહેવાય એવા શહેર માં એક બનાવ બની જાય છે. એક અતિ ચિંતિત દંપતિ સવારે ૯ વાગ્યે પોલીસ સ્ટેશને જાય છે. અને એક હવાલદાર જેવા વ્યક્તિ ને મળી ને કહે છે કે અમારી દીકરી ગઈ કાલે સવારે સ્કુલ જવા ઘરેથી નીકળી હતી પણ હજુ સુધી ઘરે નથી આવી. હવાલદાર અત્યારેજ ફરજ ઉપર હાજર થયેલ હતો એટલે એને અત્યારે કામ કરવાનો કોઈ મૂડ ન હતો એના માટે તો આ વાત સામાન્ય જ હતી એટલે એને કહ્યું ટેબલ નં ૧૦ ઉપર એફ.આર.આઈ નોઘાવી દો આવેલ દંપતી માંથી પુરુષ વ્યક્તિ હવાલદારનાં આવા વલણ થી ગુસ્સે થાય છે પણ અત્યારે ગુસ્સો અને તાકાત બંને બાજુએ રાખી ખોવાયેલ પુત્રી ને મેળવવી વધારે જરૂરી હોવાથી એ ચુપચાપ ટેબલ ૧૦ ઉપર જાય છે. ત્યાં ફરજ ઉપર હાજર હવાલદાર નાં હાથ માં ચા હોય છે એને સામે આવેલ વ્યક્તિની પરેશાની કરતા પોતાની ચા ઠંડી નાં થાય એ વધારે અગત્યનું લાગતા એ આરામથી ચા પીવે છે. દંપતી એમને પછી વિનંતિ કરે છે કે એમની દીકરી ગઈ કાલ થી ઘરે નથી આવી. પરતું એ હવાલદાર ને પણ આ વાત માં રસ નથી. આમને આમ ૧૦ વાગી જાય છે હવે આવનાર દંપતી ની સહનશીલતા જવાબ આપી જાય છે, શું કરવું અને ક્યા જવું એ વિચારમાં અચાનક એમને યાદ આવે છે કે એમના નજીકનાં સંબધી એક નન્યુઝ ચેનલ માં કામ કરે છે, કઈક આશા સાથે એ લોકો પેલા સંબધીને ફોન કરી ને હકીકત જણાવે છે. અને સાથે પોલીસ સ્ટેશન માં એમની સાથે થયેલ વ્યવહાર પણ જણાવે છે. થોડીક વાર પછી બે વ્યક્તિ હાથમાં કેમેરો લઇ ને પોલીસ સ્ટેશન માં એન્ટ્રી લે છે. કોઈ ન્યુઝ ચેનલનાં રિપોર્ટર આવેલ છે એવિ ખબર પડતા જ પોલીસ સ્ટેશનમાં સીસ્ટમ કામ થવા લાગે છે જે બે હવાલદારો જેમને અત્યાર સુધી દંપતી ઉપર બિલકુલ ધ્યાન આપેલ ન હતું એ એમને ઉપરી અધિકારી પાસે લઇ જાય છે અને છેલ્લે બે વાગે એમની રિપોર્ટ લખવામાં આવે છે. દીકરી કેવી છે ક્યાં ભણે છે. જેવા રૂટીન પ્રશ્નો અને જવાબ લઇ દંપતી ને આશ્વાસન આપવામાં આવે છે કે અમે પૂરી કોશિસ કરીશું તમે ફિકર ન કરતા.
આ વાત પૂરી થાય ન થાય અને સાંજ નાં ચાર વાગે આખા શહેરમાં વાત ફેલાય છે કે કોઈ છોકરી શહેરની બહાર આવેલ ખંડેરમાં ખરાબ હાલતમાં મળેલ છે. રાત્રે નવ વાગે પેલા દંપતી ને સરકારી દવાખાના માં બોલાવવામાં આવે છે. અને ત્યાં ખબર પડે છે કે એમની દીકરી સાથે ન થવાનું બધું થયું છે. અને છોકરી હવે કદાચ જ જીવી શકે એ હાલત માં મળી આવેલ છે. પોલીસ કેસ દાખલ કરી એ દિશામાં આગળની કાર્યવાહી કરવાની બાંહેધરી આપે છે પરતું બે જ દિવસમાં પોલીસ ને ખબર પડી જાય છે કે આ ખરાબ કાર્ય જે લોકોએ કર્યો છે એમાં એક નાં પિતા રાજકારણી છે અને એક શહેરનો નામી ગુંડો છે જે પોતાની ઓળખાણથી પોલીસ અને રાજકારણીઓ બધાને કાબુમાં રાખી શકે છે એનો નાનો ભાઈ છે, જ્યારે ત્રીજી વ્યક્તિ તો ખુદ પોલીસખાતાનાં વડા ના નજીક નાં સંબધી છે. એટલે જેમ તેમ કરીને આખા કેશ ને બીજી દિશામાં લઇ જવા પોલીસ પોતાની બધી શક્તિ લગાવી લે છે. સૌથી પહેલા તો ન્યુઝ ચેનલોનાં સંચાલકોને જેમ તેમ કરી ને આ સમાચારથી દુર કરવામાં આવ્યા. પરતું આજનું સોસિયલ નેટવર્ક અને મફતમાં મળતું ઇન્ટરનેટ ને લીધે ધીરે ધીરે આ વાત આખા જીલ્લામાં અને ત્યાં બાદ આખા રાજ્યમાં ફેલાઈ જાય છે. દરેક વ્યક્તિ વાતને વખોડે છે અને પીડિત ને ન્યાય મળે એવી માંગણી કરે છે. સોસિયલ મીડિયા ઉપર થયેલ હોબાળાને કારણે છેવટે પોલીસ ને આરોપીઓને પકડવા પડે છે. ન્યાયીક પ્રકિયામાં એવી કોઈ કલમ નથી કે આવા ગંભીર ગુનાહ કરનાર ને તરત જ મુત્યુદંડ આપી દેવો જેથી સમાજમાં એક દાખલો બેઠે અને અન્ય બાળકીઓને શુરક્ષા મળે. આ વાત ને આજે બે વરસ થઇ ગયા છે. એક ઓફિસર જે પૂરાવા એકત્રિત કરતો હતો એની બદલી કરીને અંતરાલ વિસ્તારમાં મુકવામાં આવ્યો, જ્યાં એનું સાંસ રુધાઈને મુત્યુ થયુ હતું. અન્ય જોડાયેલ ઓફિસરો અને વકીલો એક પીડિતાને ન્યાય મળે એના કરતા રાજકારણી અને ગુંડાઓથી બચી શકાય એ માટે મહત્વનાં પુરાવાનો નાસ કરવામાં વધારે રૂચી દાખવી છે.
અદાલતમાં જજ ચુકાદો આપે છે કે બે વર્ષથી આ કેસ ચાલતો આવ્યો છે અને એમાં પીડાતા સાથે જે થયું એનું એમને અફસોસ છે પરતું પુરાવાના અભાવને કારણે આ કેસને હવે વધારે ચલાવી શકાય તેમ નથી કેમકે અદાલતોમાં બીજા પણ મહત્વ નાં કેસ ઉપર ધ્યાન આપવું જરૂરી છે. તેથી જે વ્યક્તિઓ દોષિત ગણવામાં આવે છે તેમને અદાલત દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવે છે. જો તમે આ ચુકાદાથી નાખુશ હોવ ટો ઉપરી અદાલતમાં ફરિયાદ કરી શકો છો **********