આગળના પ્રકરણમાં આપણે જોયું કે ઇન્દ્રને એક લવ લેટર આવે છે, એ જાણવા માટે એ અવનીને કહે છે.... પણ અવનીને ખબર નથી પડતી કે સ્કૂલની કંઈ છોકરીએ લેટર મુક્યો છે, હવે આગળ.......
બ્રેક પછી બધા કલાસરૂમમાં આવે છે અને ઇન્દ્ર અવનીને પૂછ્યું કે તને ખબર પડી કે કોણે લેટર મુક્યો છે..., અવની ના કહે છે... અને કહ્યું કે મને ખબર પડશે તો કહીશ.... ઇન્દ્ર પણ હા કહી પોતાની જગ્યાએ બેસી જાય છે....
બ્રેક પછીના બીજા બાકી બે લેક્ચર પુરા થયા ત્યાં લંચ બ્રેક પડે છે....., એ પૂરો થતાં બધા કલાસમાં આવ્યા ત્યાં જ ઇન્દ્ર અવનીને કહે છે કે મને ખબર પડી કે આ લેટર કોણે મુક્યો છે... ?? અવની એ પૂછ્યું કે કોણ છે એ ,, ઇન્દ્ર કહે છે કે તારી બેસ્ટ ફ્રેન્ડ જિજ્ઞા...
અવની કહે છે કે એ ના હોય આઈ મીન એ થોડી તને લેટર લખે અને મને ખબર ના હોય એવું બને નહિ..., ઇન્દ્ર કહે છે કે હું સાચું જ કહું છું યાર આ જિજ્ઞા જ મૂકી ગઈ હતી શનિવારે.... અવની આગળ કાંઈ બોલવું યોગ્ય નથી સમજતી...એટલે એ સીધી નીચે જિજ્ઞા અને ક્રિષ્નાના કલાસરૂમમાં જાય છે અને કહે છે , થોડીવાર બહાર આવો કામ છે.... ક્રિષ્ના અને જિજ્ઞા બંને બહાર આવે છે.. અવની પોતાના હાથમાં રહેલો લેટર જિજ્ઞાને આપે છે અને ગુસ્સાથી કહે છે કે તે લખ્યું છે આ બધું ??? અને તે જ ઇન્દ્રની બુકમાં મૂક્યું હતું??? .... જિજ્ઞા પણ સ્વીકારી લે છે કે હા શનિવારે અમે ઉપર તમારાં કલાસરૂમ આવ્યા ત્યારે મૂકી ગયેલા...સોરી યાર... તને કહ્યું નહીં...
અવની થોડી શાંત થઈને જિજ્ઞાને કહે છે કે ઇન્દ્ર એક સારો છોકરો છે,પણ જો તું દિલથી એને પ્રેમ કરતી હોય તો જ આગળ રીલેશનને વધારજે,, માત્ર ટાઈમપાસ માટે એની ફીલિંગ સાથે રમતી નહીં.... પહેલા પણ તારું બ્રેકઅપ થઈ ચૂક્યું છે..જો એ રીલેશન માંથી મુવઓન કરવા માટે ઇન્દ્રનો સહારો લીધો હોય તો એ ખોટું છે....
પણ જો તું દિલથી ઇન્દ્રને ચાહતી હોય તો મને વાંધો નથી.... અવનીની વાત જિજ્ઞા પણ સમજે છે અને કહે છે કે હું ખરેખર મારુ પાસ્ટ ભૂલીને ઇન્દ્ર સાથે રહેવા માંગુ છું....અવની અને ક્રિષ્ના પણ ખુશ થાય છે....
એક બાજુ ક્રિષ્ના અને હાર્દિકનું પ્રેમ પ્રકરણ ચાલુ થઈ જાય છે...., અવની અને મયંક રીલેશનમાં છે એ વાતની જાણ ક્રિષ્ના અને જિજ્ઞાને ન હતી....
જિજ્ઞા અને ઇન્દ્રનું નવું નવું રીલેસન હતું એટલે મજા મસ્તી ફુલ્લઓન ચાલુ હતું... એક બીજા ની બેગ માં લવ લેટર મુકવા, પસંદ નાપસંદ જાણવી, ગિફ્ટની આપ લે વધવા લાગી....
એક દિવસ ઇન્દ્રએ જિજ્ઞાને કહેલું કે મારી બુકમાં તારી માટે લેટર મૂક્યું છે અમારા કલાસમાં આવીને લઈ જાજે....
જિજ્ઞા અને ક્રિષ્ના બપોરે દસ મિનિટના બ્રેકમાં અવનીની ના કલાસમાં આવે છે અને ઇન્દ્રની બૂકમાંથી લેટર કાઢીને અવનીને આપે છે કેમ કે અવનીને લવ લેટર વાંચવા બહુ જ ગમતા....
અવની લેટર વાંચવું ચાલું કરે છે પણ જોયું તો અક્ષર મયંકના હતા... અવની તો ફુલ ગુસ્સામાં આવી ગઈ પણ ફ્રેન્ડસ સામે શુ બોલે...ત્યાં ક્રિષ્ના કહે છે કે જલ્દી લેટર વાંચ હમણાં બ્રેક પૂરો થઈ જશે....
અવની તો વાંચવાનું ચાલુ કરે છે પહેલી જ લાઇન "" પ્રેમ જે સમજે એની માટે જન્નત અને ના સમજે એની માટે કાંઈ નહીં"" અવનીને તો ઉધરસ આવવા લાગી અને હસવા લાગી... અને મનમાં ને મનમાં મયંક પર ગુસ્સો કરે છે કે મારી માટે તો કોઈ દિવસ આવી લાઇન તો લખી નહીં....
અવની જિજ્ઞાને કહે છે કે આગળ હવે તું જ વાંચી લે.... જિજ્ઞા તો લેટર વાંચીને ખુશ થઈ ગઈ આ બાજુ અવની મોઢું ફુલાવીને બેસી ગઈ.... મયંકને તો ખબર પણ ન હતી કે અવની ગુસ્સામાં આવી જશે....
બપોરે લંચ બ્રકમાં અવની લંચ કરી પોતાના કલાસમાં એકલી બેઠી હતી, મયંક પણ પોતાના કલાસરૂમની બહાર ઉભો રહી અવનીને જોતો હતો ત્યાં તો અવની ગુસ્સામાં પોતાના કલાસરૂમનો દરવાજો બંધ કરી દીધો....
મયંક મનમાં કહે કે હવે પાછું શું થયું અવનીને.... એટલે મયંક બાલ્કનીના દરવાજાથી અવનીના રૂમમાં જાય છે.... અને પૂછે છે શું થયું તને... અવની કાંઈ બોલતી નથી... અને બુક વાંચવા લાગે છે...બહુ પૂછવા છતાં અવની કાંઈ બોલતી નથી. એટલે મયંકને પણ ગુસ્સો આવે છે .....એ બેંચ પર બુક પછાડીને જતો રહે છે....
બંને એકબીજાથી નારાજ થઈ બેઠા હતા.... લંચ બ્રક પૂરો થયો બધા પોત પોતાના કલાસમાં આવે છે... મયંકના લેક્ચર ફ્રી હતા છતાં બહાર દરવાજે આવતો નથી ... એક બે વાર અવની જોઈ લેતી કે મયંક આવ્યો કે નહીં.... પણ એ આવ્યો જ નહીં....
3:30 વાગે રમવાનો બ્રેક પડયા એટલે બધા બોયસ નીચે ગયા ભુપેન્દ્ર પણ મયંકને કહે છે કે નીચે ચાલ પણ મયંક કહે છે કે તું જા હું થોડીવાર રહી આવીશ....
બધાને નીચે જતા જોઈ મયંક અવનીના રૂમમાં આવે છે અને અવનીની બાજુમાં બેસી જાય છે... ત્યાંજ અવની વચ્ચે બેગ મૂકી દે છે...
મયંક દયામણું મોઢું કરીને પૂછે કે શું થયું યાર તને?? મેં તો કોઈ છોકરીને જોઈ પણ નથી,ના કોઈ સાથે વાત કરી છે , નથી કોઈ જોડે બાજયો... તો શું થયું બોલને યાર....
અવની ગુસ્સાવાળી નજરથી મયંક સામું જોવે છે. અને કહે છે કે એટલા પણ નાદાન ના બનશો જાણે કાંઈ ખબર જ ના હોય.... એટલું બોલી અવની બેંચ પરથી ઉભી થઈ જવા લાગી ત્યાંજ મયંક અવનીનો હાથ ખેંચીને દીવાલ તરફ લઈ ગયો....
** ક્રમશ........