પરાગિની – ૩૬
કંપનીના નવા પ્રોજેક્ટનો કોન્સેપ્ટ ચોરી થઈ જાય છે અને બીજી કંપની વાળાએ તેનું કોપી શુટીંગ કરી શહેરમાં બધી જગ્યાએ તેના પોસ્ટર પણ લગાવી દીધા હોય છે. પરાગ ચોરીનો આરોપ નમન પર લગાવે છે. નમન પરાગને નવા કોન્સેપ્ટનો વાયદો આપી જતો રહે છે. રિની સવારથી નમનને ફોન કર્યા કરે છે પણ નમન ફોન રિસીવ નથી કરતો..!
આ બાજુ એશા અને નિશા માનવને પાર્કમાં બોલાવે છે.
માનવ- શું વાત છે તમે મને અહીં કેમ બોલાવ્યો?
એશા- બેસ તો ખરો પછી વાત કરીએને...! હવે હું સામેથી મળવા બોલાવું છું એમાં પણ તને વાંધો છે..?
માનવ- ના..રે એવું નથી..
નિશા, એશા અને માનવ પહેલા આમતેમ વાતો કરે છે. એમાં વચ્ચે એશા માનવને પૂછી લે છે કે તેણે પરાગને કહ્યું છે કે નહીં કે રિની નમન સાથે રહે છે તે..! માનવ કહીં પણ દે છે કે તેને પરાગ અને સમર બંનેને આ વાત કહી દીધી છે. એશા અને નિશા ટેન્શનમાં આવી જાય છે. થોડીવાર વાત કરી માનવ કામ પર જતો રહે છે.
એશા અને નિશા હવે બેસીને વિચારે છે કે શું કરીશું?
નિશા- આઈડીયા... આપણે જૈનિકાની મદદ લઈએ.. એ આપણાને ના નહીં કહે..!
એશા- હા.. આઈડીયા સારો છે.
નિશા સમર પાસેથી જૈનિકાનો નંબર લઈને તેને ફોન કરી એક કેફેમાં બોલાવે છે.
એશા અને નિશા બંને જૈનિકાની રાહ જોઈને બેઠા હોય છે. એટલાંમાં જૈનિકા પણ આવી જાય છે.
જૈનિકા- હાય.. ગર્લ્સ..!
એશા અને નિશા- હાય...
જૈનિકા નિશાને ઓળખતી હોય છે કેમ કે તે સમર સાથે જૈનિકાની બર્થ ડે પાર્ટીમાં ગઈ હોય છે પણ તે એશાને નથી ઓળખતી હોતી તેથી જૈનિકા નિશાને પૂછે છે કે આ કોણ?
નિશા- આ મારી અને રિની ફ્રેન્ડ એશા છે. અમે ત્રણેય સાથે જ રહીએ છે.
જૈનિકા- ઓકે.. એશા કેમ છે તું? તને મળીને સારું લાગ્યું.
એશા- સાચું કહું તો નથી મજામાં પણ અમે સાંભળ્યું છે કે તમારી પાસે બધી જ સમસ્યાના હલ હોય છે...!
જૈનિકા- હા, સાચું છે..!
નિશા- અમારી એક ભૂલના લીધે એક નાની સમસ્યા થઈ ગઈ છે.
જૈનિકા- શું સમસ્યા થઈ?
નિશા- હં.. કેવી રીતે કહીએ અમે...
જૈનિકા- જે વાત હોય એ ખુલ્લેથી કહી દો... ચાલો બોલવા માંડો..
એશા- મને અને નિશાને પ્લાનની ખબર છે કે પરાગને અહેસાસ કરાવવાનો છે રિની માટે ના પ્રેમનો.. કાલે અમે માનવને કહ્યું હતું કે રિની નમન સાથે રહે છે અને માનવે પરાગને કહી દીધુ છે. અમે રિનીની મદદ કરવાં માંગતા હતા પણ ઊંધુ થઈ ગયું...! ખરેખરમાં તો રિની રહેતી જ નથી. તમે ગમે તેમ કરી આ પ્રોબલ્મને સોલ્વ કરી આપોને..! પ્લીઝ..
જૈનિકા- ઠીક છે... સોલ્વ થઈ જશે.. તમે એન્જોય કરો જાવ...!
નિશા- સાચેમાં? કેમનો?
જૈનિકા- તમે મને સાંજે કોલ કરજો.. ત્યાં સુધીમાં પ્રોબલ્મ સોલ્વ થઈ જશે..!
જૈનિકા ઓફિસ જતાં જતાં વિચારે છે કે સાચેમાં મોટી પ્રોબલ્મ થઈ ગઈ છે. હવે પરાગને કહી જ દેવું પડશે કેમ કે વધારે જૂઠ્ઠું બોલીશું તો જે વિચાર્યું છે તે નહીં થાય..! જૈનિકા પરાગને બધી વાત કહી દેવાનું નક્કી કરે છે.
ઓફિસમાં રિની અને સિયા બંને પ્રોજેક્ટની જે ટીમ હોય છે તેમને અમુક કામ આપી ઘરે જવા કહે છે અને સાથે કહે છે કે જો અમે તમને કોલ કરીએ તો કામ પર ફટાફટ આવી જજો. પરાગ પણ ત્યાં જ હોય છે.
સિયા- સર લગભગ બધુ જ કામ આટોપી લીધુ છે. જો બીજુ કંઈ કામના હોય તો અમે અમારું કામ પૂરું કરવા જઈએ?
પરાગ- હા.
રિની અને સિયા બંને જતા હોય છે પણ પરાગ રિનીને રોકી લે છે અને સિયાને જવા કહે છે.
સિયાના ગયા બાદ પરાગ રિનીને નમન વિશે સંભળાવે છે.
પરાગ- ફોન ઉપાડ્યો નમને?
રિની- ના...
પરાગ- જોયું આખરે તો ભાગીને ગાયબ થઈ ગયોને...
રિની- એ જરૂરથી આવશે સર... નમન તેના કામથી છટકીને જાય તેવો નથી.. અને તે સોલ્યુશન લઈને જ આવશે જોજો તમે..
પરાગ- જોઈએ એતો... અત્યારે સૌથી વધારે જરૂરત એની છે અને એ ફોન જ નથી ઉપાડતો...
રિની કંઈ બોલતી નથી.
આ બાજુ સમર પણ ઉદાસ છે બહુ જ મહેનત કરી હતી એને આ પ્રોજેક્ટ માટે... તે રીવરફ્રન્ટ પાસે જઈને શાંતિથી બેસી રહે છે. નિશાને રજા હોવાથી તે સમરને ફોન કરે છે.
નિશા- ક્યાં છે સમર?
સમર- મારો અત્યારે મૂડ નથી સારો.. હું પછી વાત કરું..!
નિશા - હા, મને બધી જ વાત ખબર છે પણ ક્યાં છે તું?
સમર- રીવરફ્રન્ટ પાસે..
નિશા ફોન મૂકી રીક્ષામાં રીવરફ્રન્ટ પાસે પહોંચે છે.
સમર દેખાતા જ તે તેની પાસે પહોંચે છે. તેનો મૂડ સરખો કરવા તે સમરને ગેમ ઝોનમાં પરાણે લઈ જાય છે. નિશા તેને ગેમ રમવાંમાં વ્યસ્ત રાખે છે. સમરને સવાર કરતાં ખૂબ સારું લાગે છે.
ટીયા શાલિનીને મળવાં નવીનભાઈના ઘરે પહોંચે છે.
ટીયા દાદીને મળે છે અને પછી શાલિનીને મળવાં જતી રહે છે.
શાલિની અને ટીયા બંને એક રૂમમાં બેસે છે.
ટીયા- વાહ.. મોમ.. તમારો પ્લાનતો જબરદસ્ત હતોને.. આખી ઓફિસ ટેન્શનમાં આવી ગઈ છે. પરાગને તો જોવા જેવો છે. ગુસ્સામાં પાગલ થઈ રહ્યો છે.
શાલિની પોતાની જીત પર ખુશ થાય છે.
ટીયા- હવે હું રિનીની બરબાદી પર ફોકસ કરીશ..
શાલિની- એનું ટેન્શનનાં લઈશ એ કંઈ નહીં કરે..!
ટીયા- ના, એને તો મારે મારા અને પરાગથી દૂર કરવી જ પડશે કેમ કે પરાગ ફક્ત મારો છે અને પરાગને હું મારા સિવાય કોઈનો નહીં થવા દઉં..!
બપોરના ત્રણ વાગી ગયા હોય છે. રિની નમનને ફોન લગાવ્યા જ કરે છે પણ નમન એક પણ ફોન રિસીવ નથી કરતો..!
પરાગ- એ ફોન રિસીવ નહીં કરે કેમ કે એ જતો રહ્યો છે. એની પાછળ તારો સમય ના વેડફીશ...!
રિની- મને વિશ્વાસ છે એ જરૂરથી આવશે..!
પરાગ- આ કંપની હજી નવીન શાહ ચલાવે છે મિસ. રાગિની દેસાઈ..! જો પ્રોજેક્ટ ફેલ ગયોને તો આ કંપની મને, તને અને નમનને કદી માફ નહીં કરે..! આ વાત યાદ રાખજે તું..
રિનીને પરાગની આ વાત બરાબર લાગે છે. આખરે સવાલ કંપનીની ઈજ્જતનો છે.
એટલાંમાં જ નમન દોડતો દોડતો ત્યાં આવે છે.
નમન- સોલ્યુશન મળી ગયું છે સાથે કોન્સેપ્ટ પણ બની ગયો છે. થીમ પણ નક્કી થઈ ગઈ છે. બધુ જ રેડી છે.
રિની પરાગ સામે જોઈ તેની બંને આઈ બ્રો ઊંચી કરી તેને ઈશારો કરી કહે છે, મેં કહ્યું હતું ને..!
ત્રણેય ફટાફટ તે રૂમમાં પહોંચે છે જ્યાં થીમ સેટ કરેલી હોય છે.
નમન ફટાફટ થીમમાં ચેન્જીસ કરવા લાગે છે.
પરાગ રિનીને કહે છે, મોડેલ્સ, ફોટોગ્રાફર એટલે કે આખી ટીમને ફટાફટ ફોન કરી બોલાવ..!
પરાગ નમનને નવાં ટાઈટલ વિશે પણ પૂછે છે.
નમન- એ હજી નક્કી નથી થયું પણ એ જલ્દી થઈ જશે..!
પરાગના મોબાઈલમાં રીંગ વાગે છે.
પરાગ- હું હમણાં પાછો આવ્યો ત્યાં સુધી તમે નક્કી કરો નવું ટાઈટલ..!
જૈનિકાનો ફોન આવતો હોય છે.
પરાગ- હા, જૈનિકા
જૈનિકા- બહુ જ અગત્યની વાત જાણવા મળી છે તું જલ્દી મારા કેબિનમાં આવ..
પરાગ- પછી વાત કરીશું અત્યારે પ્રોજેક્ટ અગત્યનો છે..
જૈનિકા- બસ બે જ મિનિટ લઈશ હું.. જલ્દી આવ..
પરાગ- ઓકે.
પરાગ જૈનિકા પાસે જાય છે.
પરાગ- શું વાત છે? જલ્દી કહે..
જૈનિકા- બહુ જ સોલિડ વાત છે. કેવી રીતે કહું??
પરાગ- ચાલ જૈનિકા.. મારે આજે બહુ કામ છે.
જૈનિકા- કહું છુ.. રિની અને નમન વચ્ચે કોઈ જ અફેર નથી.. રિની તેના ઘરે જ રહે છે નમન સાથે નથી રહેતી... અને આ બોયફ્રેન્ડ વાળી અફવા એને જાતે જ ઉડાવી છે. આ બધુ એક નાટક છે બસ..!
પરાગ મનોમન ખૂબ જ ખુશ થાય છે.. તેને થાય છે કે હમણાં જ રિની પાસે જઈ તેને ગળે લગાવી દે.. પણ તે કંટ્રોલ કરે છે અને સીધો શુટીંગ વાળી રૂમમાં જાય છે. રિની ત્યાં નમનને લડતી હોય છે કે એક કોલ તો કરી દેવો હતો.. અહીંયા બધા ગમે તેમ તને બોલતા હતા.
પરાગ- આ ચર્ચા પછી કરજો.. પહેલા કામ ચાલુ કરીએ..! ટાઈટલ શું વિચાર્યુ?
નમન- ટાઈટલ એવું હોવું જોઈએ કે આપણી જે થીમ છે ઘર પર તેના રિલેટેડ હોય..! જેમકે ખુશીઓ થી ભરપૂર ઘર... એવું કંઈક..!
પરાગ રિની તરફ જોઈને ટાઈટલ નક્કી કરી દે છે.
રિની પહેલા સમરને ફોન કરી કહી દે છે કે નવો કોન્સેપ્ટ રેડી થઈ ગયો છે ફટાફટ ઓફિસ આવી જા.
સમર તે વખતે નિશા સાથે જ હોય છે. તે ખુશ થઈ જાય છે કે સોલ્યુશન મળી ગયું..! તે ખુશીમાંને ખુશીમાં નિશાને હગ કરી લે છે અને નિશા ને થેન્ક યુ કહી બધી વાત કહી ફટાફટ ઓફિસ પહોંચે છે.
રિની ટીયાને ફોન કરી શુટીંગમાં આવવા કહે છે.
ટીયાને શોક લાગે છે.
શાલિની- શું થયું? તારા મોંના હાવભાવ બદલાય ગયાને..!
ટીયા- રિનીનો ફોન હતો ઓફિસથી.. નવી થીમ, કોન્સેપ્ટ નક્કી થઈ ગયા છે.. શુટીંગ માટે બોલાવે છે.
શાલિની- વોટ? એ લોકોએ આટલી જલ્દી નવો કોન્સેપ્ટ પણ લઈ આવ્યા? કેમના?
ટીયા- ખબર નહીં? હવે શું થશે મોમ?
શાલિની ટેન્શનમાં આવી જાય છે.
ફોન કર્યા બાદ અડધો કલાક થઈ જાય છે પણ કોઈ આવતું નથી..!
પરાગ- (ગુસ્સામાં) બધાને આજે જ લેટ થવું છે? આટલું અગત્યનું કામ છેને હજી કોઈ આવ્યું નથી..! સમય પણ ઓછો છે આપણી પાસે.. આજે પ્રોજેક્ટ સબમિટ કરવાનો છે.
રિની- કોઈ બીજા મોડેલને ફોન કરી બોલાવી લઈએ?
નમન- મારી પાસે સોલ્યુશન છે મોડેલનુ... મારા મોડેલ્સ છો તમે બંને..!
રિની- હેં... અમે મોડેલ... પણ મેં તો કોઈ દિવસ મોડેલીંગ કર્યુ જ નથી..!
પરાગ- મેં પણ નહીં..!
નમન- કોઈ પણ વસ્તુ ક્યારેક તો આપણે પહેલી વખત ટ્રાય તો કરીએ જ છે... તો આજે તમે મોડેલીંગ ટ્રાય કરી લો.. ચાલો તમે તૈયાર થઈ જાઓ.. શુટ ચાલુ કરીએ..!
કોન્સેપ્ટ ત્રણ ભાગમાં હોય છે. પહેલામાં રિની અને પરાગે એક મેરીડ કપલની એક્ટીંગ કરવાની જેમાં તેઓ તૈયાર થઈને ડિનર પર જવાના હોય છે અને એકબીજાને તૈયાર કરતા હોય છે. જેમાં રિનીએ નવા ક્લેક્શનનું ગ્રે કલરની બેકલેસ મેક્સી ડ્રેસ પહેર્યો હોય છે અને પરાગે નવા ક્લેક્શનમાંથી શુટ પહેર્યો હોય છે. બંને ભલે કપલની એકટીંગ કરી રહ્યા હોય છે પણ તેઓ રીઅલ કપલ જેવાં જ લાગતા હોય છે.
બીજા ભાગમાં પરાગ સોફા પર બેસીને ટીવી જોતો હોય છે અને રિની તેના ખોળામાં માથું રાખીને સૂતી સૂતી બૂક વાંચતી હોય છે. જેમાં રિની અને પરાગે રેગ્યૂલર કપડાં પહેર્યા હોય છે.
ત્રીજા ભાગમાં બેડ પર શુટ હોય છે. જેમાં પરાગ અને રિનીએ બંનેએ ડિઝાઈન કરેલાં સતીનનાં નાઈટડ્રેસ પહેર્યા હોય છે. બંને કપલની જેમ સૂતા હોય તેવા પોઝ આપવાનાં..! પરાગ અને રિની પોઝ આપે અને નમન તેમના ફોટો ક્લિક કરતો હોય છે. અમુક વખત નમન પણ તેમને પોઝ સજેસ્ટ કરતો..!
શુટીંગ પૂરું થાય છે. શુટીંગ દરમ્યિાન સમર પણ આવી જાય છે. શુટીંગ પૂરું થયા બાદ ટીયા આવે છે ત્યાં તે જોઈ છે કે શુટીંગ તેના વગર પૂરું પણ થઈ ગયું છે. બધા બેસીને ફોટો સિલેક્ટ કરતાં હોય છે. કયા ફોટો સબમિટ કરવાં, ક્યાં ફોટો પોસ્ટર અને હોર્ડીંગ બોર્ડ પર લાગશે તે..! ટીયા ફોટોમાં જોઈ છે તો પરાગ અને રિનીએ એઝ અ કપલ શુટ કર્યું હોય છે. તે આટલાં સારા ફોટો જોઈને બળી જાય છે. તે મનોમન રિનીને બરબાદ કરવાનું નક્કી કરે છે.
સમર પરાગને આટલો ખુશ જોઈ પૂછે છે, શું વાત છે ભાઈ બહુ જ ખુશ છોને?
પરાગ- હા, વાત જ એવી છે ઘરે જઈને કહું પહેલા કામ પૂરું કરીએ..!
શું શાલિની અને ટીયા પકડાય જશે?
ટિયા નવા કયા ખેલ કરશે?
શું પરાગ રિની પ્રપોઝ કરશે?
જાણવાં માટે વાંચતા રહો આગળનો ભાગ - ૩૭