પરાગિની – ૩૪
નિશા બ્રેકફાસ્ટ કરી કપડાં ચેન્જ કરી તેના ઘરે જવા નીકળી જાય છે.
સમર પણ ચેન્જ કરી પરાગના ઘરે જવા નીકળે છે.
રિની હજી રસોડામાં જ ઊભી હોય છે. તેને લાગે છે કે ધીમે ધીમે બધું છૂટતું જાય છે. તેને જેવું વિચાર્યુ હતું તેનાથી ઊંધુ થાય છે. તેને બીક લાગે છે કે ક્યાંક પ્લાનના ચક્કરમાં પરાગને ખોઈના બેસે..!
જૈનિકા રસોડામાં આવે છે તે જોઈ છે કે રિની પૂતળાની માફક ઊભી રહીને કંઈક વિચારે છે. તે રિનીની નજીક જઈ તેને ઢંઢોળે છે.
જૈનિકા- રિની શું થયું?
રિની- કંઈ નહીં...!
જૈનિકા- નીચે બધા નાસ્તાની રાહ જોઈ છે.. હું તને બોલાવા આવી... સમર પણ આવે જ છે.
રિની- હા.. હું આવતી જ હતી...
જૈનિકા સમજી જાય છે કે કંઈક વાતતો છે જ પણ તે પછી પૂછવાનું નક્કી કરે છે.
બંને નીચે જાય છે. સમર પણ આવી જાય છે. બધા નાસ્તો કરી કામ ચાલુ કરે છે. પરાગ બધાને તેમનું કામ સોંપે છે અને કાલથી પ્રોજેક્ટ પર કામ કરવાનું કહે છે. પ્રોજેક્ટ એક નવા ક્લેક્શન માટે હોય છે જેને પ્રમોટ કરવા માટે અમુક થીમ નક્કી કરવાનાં આવે છે. નવા ક્લેક્શનમાં વિન્ટર ગાઉન, વેડીંગ ગાઉન, વેડીંગ ડ્રેસ હોય છે.
પરાગ- જૈનિકા તારે ડિઝાઈન્સની સાથે મોડેલ્સ પણ તારે જ સિલેક્ટ કરવાના રહેશે.. નમન તારે કોન્સેપ્ટ અને થીમ પર કામ કરવાનું રહેશે. કોન્સેપ્ટ એકદમ પરફેક્ટ હોવો જોઈએ કેમ કે આ પ્રોજેક્ટનો મુખ્ય મુદ્દો એ જ છે.
રિની- મારી કંઈ હેલ્પ જોઈતી હોય તો મને કહી શકો છો..!
પરાગ- ના, હમણા તો કંઈ કામ નથી.
નમન- રિની મને હેલ્પ કરી શકે છે. કોન્સેપ્ટ માટે આમ પણ મને કોઈની મદદ જોઈશે જ..!
પરાગ- આના માટે કોઈ પ્રોફેશનલની મદદ લેજે... રિની આમાં નહીં જોડાઈ શકે. અને રિની તારી મદદ કરશે તો મને મદદ કરવા કોણ આવશે?
જૈનિકા- ઓહો... રિની તું તો બહુ જ ડિમાન્ડમાં છેને...! હવે તારે તો આ બંને માંથી કોઈ એકને સિલેક્ટ કરવાનો રહેશે..
પરાગ જે રીતે રિનીને જોતો હોય છે તે જોઈ સમર સમજી જાય છે કે ભાઈ તે દિવસે પૂછતા હતા છોકરી વિશે તે રિની જ છે.
કામ પત્યા બાદ જૈનિકા, રિની અને નમન તેમના ઘરે જવા નીકળી જાય છે. સમર ત્યાં જ રોકાય જાય છે.
સમર પરાગને જોયા કરતો હોય છે.
પરાગ- આમ શું જોઈ છે તું?
સમર- વાહ.. ભાઈ શું વાત છે?
પરાગ- શું વાત છે?
સમર- એજ કે તે દિવસે મને તમે જે પૂછતા હતાને કે એક છોકરી અચાનક બદલાય જાય તો શું કરવાનું... એટલે એ છોકરી આપણા ઓફિસની જ છે અને તને મને કહ્યું પણ નહીં...!
પરાગ- તને જેને પણ કહ્યું એને તને ખોટું કહ્યું છે. એવું કંઈ જ નથી..
સમર- તમે કદાચ સાચું કહેતા હશો પણ તમારી આ આંખો તો કંઈક બીજું જ કહે છે. ભાઈ આજ સુધી આપણે બંને એ એકબીજા સાથે બધી જ વાતો શેર કરી છે ઈવન મારા જેટલા અફેર્સ હતા એના વિશે પણ તમને મેં કહેલું છે. હા.. હું સમજું છુ કે તમે મારાથી મોટા છો એટલે કદાચ નહીં કહી શકતા હોવ.. પણ હવે તો કહી જ શકો છો.... ચાલો તો મને કહો કે ક્યારથી તમારા બંને વચ્ચે આ બધુ ચાલુ થયું...?
આ બાજુ ત્રણેય બહેનપણીઓ તૈયાર થઈ બહાર ફરવા નીકળે છે. પહેલા રિવરફ્રન્ટ પર જાય છે જ્યાં નિશા તેમને કાલે રાત્રે શું થયું તે બધુ જણાવે છે. એશા પણ માનવ સાથે ડેટ પર ગઈ હતી તે બધુ કહે છે. રિની ચૂપચાપ તેમની વાતો સાંભળતી હોય છે.
નિશા- રિની તને શું થયું કેમ કંઈ બોલતી નથી?
રિની- કંઈ નહીં... મને લાગે છે કે આપણે જે પ્લાન કર્યો છે તે ક્યાંક મારી પર જ ઊંધો ના પડી જાય..!
એશા- ડોન્ટ વરી એવું કંઈ જ નહીં થાય...
પરાગ સમરને બધી વાત કહે છે કે તે રિનીને પ્રેમ કરે છે અને રિની તેને ઈગ્નોર કરે છે અને નમન સાથે સારી રીતે વાત કરે છે.
પરાગ- મને એમ લાગે છે કે રિની અને નમન વચ્ચે કંઈ જ નથી, મારું મન તો માનતુ જ નથી કે રિની અને નમન વચ્ચે કંઈ હોય..! પણ પછી ખબર નહીં હા...!
સમર- આ છોકરીઓનું કંઈ નક્કીના હોય... મનમાં કંઈ બીજુ હોય અને આપણાને બતાવે કંઈ બીજુ.. ક્યાંક એવું તો નથીને કે આપણા સાથે કોઈ ગેમ રમતી હોય..!
પરાગ- હા... એટલે કે હું એને કહી દઉં કે તું નમન સાથે મળીને જે ગેમ રમે છે તે બંધ કરી દે...
સમર- હા... એવું જ... હોય શકે તમને જેલસ કરવા આવું કરતી હોય?
પરાગ- હમ્હ... એ મને સાચું કહે જ નહીં ને... ઉપરથી મારી હસી ઉડાવશે... અને જો એ વાત સાચી હશે કે નમન અને રિની એકબીજાને પસંદ કરે છે તો હું એ વાત સાંભળી નહીં શકુ..!
સમર- તો પછી તમે શું કરશો ભાઈ?
પરાગ- રાહ જોઈશ એની વળી...
સમર- તો પછી એક કામ કરીએ... જો એ આપણા સાથે કોઈ ગેમ રમી શકતી હોય તો આપણે પણ કંઈ પ્લાન કરીએ...?
પરાગ- હમ્મ... હા કેમ નહીં..!
બંને કંઈક પ્લાન કરે છે.
રિની ઈચ્છે છે કે પરાગ સામેથી તેને તેના દિલની વાત કરે જ્યારે પરાગ ડરે છે કે રિની અને નમન બોયફ્રેન્ડ છે. પરાગ અને રિની વચ્ચે શું થશે એ તો સમય જ બતાવશે.
**********
રિની અને નમન બંને ગાડીમાં ઓફિસ જવા નીકળે છે. પરાગ પણ ઓફિસ જવા નીકળે છે.
બંનેની ગાડી સાથે જ ઓફિસ પર આવે છે.
માનવ- રિની અને નમન બંને એક જ ગાડીમાં? શું આ ગેમ જ છેને?
પરાગ- એમને જે કરવું હોય એ કરવા દે માનવ.. આપણે આપણું કામ કરીએ..!
પરાગ,માનવ અને સમર ગાડીમાંથી ઊતરે છે. તેમની નજર રિની અને નમન પર છે. રિની અને નમન પણ ઊતરે છે.
નમન ધીમેથી રિનીને કહે છે, આપણે એકબીજાના હાથ પકડીને જવું જોઈએ.
રિની- ના, આ કંઈક વધારે જ થઈ જશે...
નમન- જો આપણે બતાવીએ છે કે આપણે રિલેશનમાં છે તો થોડું તો બતાવું જ પડશે...
રિની- ઓકે...
રિની અને નમન બંને એકબીજાનો હાથ પકડે છે. રિનીને નથી ગમતું પણ હવે તે કંઈ કરી નથી શકતી..
રિની અને નમને એકબીજાનો હાથ પકડેલો છે તે જોઈ પરાગ અંદરથી બળીને ખાખ થઈ જાય છે પણ ફેસ પર બનાવટી સ્માઈલ બનાવી રાખે છે.
સમર પરાગને કહે છે, શું હાથ પકડવાનો પણ ગેમનો એક પાર્ટ છે?
માનવ- મન તો થાય છે કે આ નમનના મોં પર એક મુક્કો મારું..!
પરાગ- કામ ડાઉન... મેં મારા પર સંયમ રાખ્યો છે તમે પણ રાખો.. બસ તમે કંઈ જતાવશો નહીં કે આપણાને ખબર છે તેમના પ્લાનનું...!
રિની અને નમન તેમની પાસે આવીને ઊભા રહી જાય છે.
નમન- ગુડ મોર્નિંગ સર...
પરાગ- ગુડ મોર્નિંગ...
બધા સાથે અંદર જાય છે લિફ્ટ નીચે આવવાની વેઈટ કરતાં હોય છે. લિફ્ટ નીચે આવતા નમન અને રિની લિફ્ટમાં જતા રહે છે.
સમર પરાગને કહે છે, ભાઈ.. તમારા હ્રદયમાં શું સિમેન્ટ ભર્યો છે? તમારી આંખોથી જોવો છે કે બંને એકબીજાની કેટલી નજીક હતા અને તમને કંઈ જ ફેર નથી પડતો?
પરાગ- તને કહ્યું કે ખરું આ છોકરી મારી સાથે ફક્ત ગેમ રમે છે. જો આ ગેમ ના હોતને તો આ નમનનો હાથ હું હમણાં જ તોડી નાંખતે..!
સમર- બચી ગયો એ..!
આટલું કહી પરાગ અને સમર બંને હસી પડે છે.
પરાગની કોફીનો સમય થતાં રિની તેને કોફી આપવાં પરાગની કેબિનમાં જાય છે.
રિની- સર.. તમારી કોફી...
પરાગ- થેન્ક યુ...
રિની- બીજુ કંઈ જોઈએ છે તમને?
પરાગ કોફીનો એક ઘૂંટ લે છે અને કહે છે.. બહુ પ્યારથી તે આ કોફી બનાવી છે ને... પણ આજે આમાં ગુસ્સો દેખાય છે. હા.. ભલે સુગર નથી પણ મીઠી લાગે છે.
રિની- હા.. હું બધા કામ પ્યારથી કરું છું.
પરાગ- તું બહુ જ સુંદર છે, બહાદુર પણ છે.
રિની આ સાંભળીને ખુશ થઈ જાય છે અને મોટી સ્માઈલ આપી થેન્ક યુ કહે છે.
પરાગ- બહુ નસીબવાળો છે નમન...નહીં?
રિનીની સ્માઈલ તરત ગાયબ થઈ જાય છે અને સમજી જાય છે કે પરાગ તેને ટોન્ટ મારતો હતો...
પરાગ- બીજી કોફી બનાવી લાવજે... અને હા સુગર નાંખજે હા આ વખતે..
રિની ગુસ્સામાં ત્યાંથી જતી રહે છે અને તેને આમ જતાં જોઈ પરાગ હસે છે.
સમર, નમન અને જૈનિકા નવા પ્રોજેક્ટ પર કામ કરતાં હોય છે. નમન અને સમર બંને એ એક રૂમને તેમના કોન્સેપ્ટ પ્રમાણે ડેકોરેટ પણ કરાવી લીધો હોય છે. જૈનિકા એ એક ફિમેલ અને એક મેલ મોડેલ પણ સિલેક્ટ કરી લીધા હોય છે. શુટીંગનો કોન્સેપ્ટ હોય છે બેડરૂમ.. જેમાં કપલ બતાવવાના હોય. શુટીંગનું કામ ચાલુ પણ થઈ જાય છે. પરાગ પણ ત્યાં આવી જાય છે, રિની પણ ત્યાં જ હોય છે. પરાગ નમન સાથે હસીને વાત કરે છે તે જોઈ રિનીને શોક લાગે છે.
રિની જૈનિકાને જઈને બધી વાત કરે છે. સવારે પરાગ સાથે જે વાત થઈ તે પણ રિની જૈનિકાને કહે છે.
જૈનિકા- હવે બહુ વિચારીને આપણે આગળ બધુ કરવું પડશે..
રિની- પણ કેમનું? હવે શું કરીશું?
જૈનિકા- એ હું વિચારું છું... પણ હવે પરાગને શકના થવો જોઈએ કે આપણે ગેમ રમીએ છે.
રિની- હા..
રિની ત્યાંથી સીધી નમન પાસે જાય છે.
રિની- શું વાત છે નમન... પરાગ સર સાથે દોસ્તી પણ થઈ ગઈને?
નમન- ના રે.. એવું કંઈ જ નથી.. ડોન્ટ વરી હું એવું કંઈ નહીં કરું..
એટલામાં પાછળથી પરાગ આવે છે... તેને જોઈ રિની નમન સાથે વાત બદલી કાઢે છે..
રિની- થેન્ક યુ નમન... તું સાચેમાં મારો હિરો છે. તું મને બહુ સારો લાગે છે.
નમન- આમ અચાનક.. તને શું થઈ ગયું?
આ વાત પરાગ સાંભળી જાય છે અને તેને બહુ જ લાગી આવે છે તે તરત ત્યાંથી જતો રહે છે.
રિની- હાઈશ... જતાં રહ્યાં...
નમન- કોણ?
રિની- પરાગ હતા... તેમને જોઈને મેં આવું બધું કહ્યું..!
નમન- ઓકે...
પરાગ તરત તેના કેબિનમાં જતો રહે છે. તે આંખ બંધ કરી તેની ચેર પર બેસી રહે છે. તે ફરી મક્કમ થઈ ઉપર જાય છે જ્યાં નમન બેસીને કામ કરતો હોય છે. રિની પણ ત્યાં જ હોય છે.
પરાગ- રિની.. તું અહીં શું કરે છે? મેં તને જે કામ આપ્યું તે કર..
રિની- હા... સર હું જતી જ હતી..
પરાગ- જે કામ આપ્યું હોય એ પહેલા પતાવો પછી તમારું કામ કરો.. અને નમન ચાલ લંચમાં સાથે જઈએ સમર પણ આવે છે અને કામની બાબતે થોડી વાત પણ કરવી છે.. આજનો દિવસ થોડો બીઝી હશે એટલે સમય નહીં મળે તો લંચ કરતાં સાથે વાત કરી લઈશું.
નમન- ઓકે.
નમન અને પરાગ નીકળી જાય છે.
રિનીને સમજ નથી પડતી કે પરાગ કરવાં શું માંગે છે? હમણાં જ નમન સાથે જે રીતે વાત કરી એ પ્રમાણે તો પરાગને રિએક્ટ કરવું જોઈએ પણ પરાગને જાણે કંઈ ફરક પડ્યો જ નથી એમ બતાવે છે.
શાલિનીને ખબર હોય છે કે આજથી પરાગનો પ્રોજેક્ટ ચાલુ થવાનો છે તેથી તે ઓફિસ જાય છે. સમરને મળીને તે ટીયાને મળવાં જાય છે.
શું પરાગ રિની પાસેથી કબૂલ કરાવી શકશે કે તે નમન સાથે નાટક કરી રહી છે?
શાલિની અને ટીયા મળીને શું કરશે?
જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ - ૩૫