love trejedy - 29 in Gujarati Love Stories by Kishan Bhatti books and stories PDF | લવ ની ભવાઈ - 29

Featured Books
Categories
Share

લવ ની ભવાઈ - 29

હવે આગળ,
ભાવેશ આજે નોટિસ કરે છે કે દેવ એકમગ્ન થઈને ભણવામાં ધ્યાન આપે છે એકવાર પણ તે ભાવેશ સામે જોતો નથી ફક્ત ને ફક્ત ભણવામાં જ ફોક્સ કરે છે આજે ભાવેશ પણ તેને વધુ કાઈ પૂછતો નથી તે પણ હવે ભણવામાં ધ્યાન આપે છે અને દેવ તરફ થી ધ્યાન હટાવીને ભાવેશ પણ લેક્ચરમાં ધ્યાન આપવા લાગે છે 2 કલાક ક્યાં નીકળી જાય છે ખબર પડતી નથી લેકચર પૂરો થતાં જ દેવ ભાવેશને બોલાવીને કહે છે કે ચાલ કેન્ટીનમાં નાસ્તા માટે જઈએ .
ભાવેશ: હા ચાલ .
બંને સાથે નીકળી જાય છે કેન્ટીન તરફ નીકળી જાય છે . કેન્ટીનમાં પહોંચીને દેવ નાસ્તાનો ઓર્ડર આપે છે તે ત્યાં બેસીને નાસ્તો કરે છે ભાવેશ પણ હજી સુધી દેવનું આ વર્તન સમજી શકતો નથી અને દેવને પણ પૂછી શકતો નથી.બંને નાસ્તો કરવા લાગે છે પણ બંનેમાંથી કોઈ પણ વાત ની શરૂવાત કરતું નથી એમ જ બંને નાસ્તો કરી દેવ રૂપિયા આપી ભાવેશને કહે છે ચાલ ક્લાસ તરફ જઈએ લેક્ચરમાં મોડું થશે અને દેવ અને ભાવેશ સાથે ચાલીને ફરી ક્લાસ રૂમ તરફ આગળ વધે છે.ભાવેશ થી વધુ વાર ચુપ રહી શકતો નથી એટલે તે દેવને કહે છે દેવ તને ખોટું ના લાગે તો એક વાત પૂછું?
દેવ : હા
ભાવેશ : એક રાત માં એવું શું થયું કે તું આટલો બધો બદલાય ગયો?
દેવ : કાઈ બદલાયો નથી યાર !
ભાવેશ : મારી સામે પણ તું જૂઠું બોલીશ ?
દેવ : ના યાર પણ બધું અત્યારે નહીં પણ હું તને છૂટીને કહીશ અત્યારે લેક્ચરમાં ચાલ.
ભાવેશ : હા પણ પછી કાઈ બહાનું ના જોઇએ મારે .
દેવ : હા કાઈ બહાનું નહીં કરું બધું સાચું તને કહી દઈશ.
ભાવેશ : ok.
દેવ અને ભાવેશ કલાસરૂમ તરફ ચાલવા લાગે છે કલાસમાં જતા પોતપોતાની જગ્યાએ બેસી જાય છે અને ફરી લેક્ચર શરૂ થતા દેવ ફરી ભણવામાં મગ્ન બની જાય છે અને ફરી એકવાર ભાવેશ એક પ્રેક્ષક બની જોયા કરે છે અને રજા પડવાની રાહ જોવા લાગે છે. ભાવેશ પણ દેવ તરફથી નજર હટાવી ભણવામાં ધ્યાન આપે છે .એક લેકચર પૂરો થાય છે બીજો લેકચર શરૂ થાય છે ભાવેશ પાણી પીવા માટે બહાર જાય છે જ્યારે દેવ ત્યાં બેસીને જે લેક્ચરમાં ભણાવ્યું તે ફરીવાર રિપીટ કરે છે તે આજે કંઈક અલગ જ અંદાજમાં હોય છે ભાવેશ પણ પાણી પીને ક્લાસમાં આવે છે તો પણ દેવનું ધ્યાન ભણવામાં જ છે તે ફરી પોતાની સીટ પર બેસીને દેવ તરફ જોવા લાગે છે પણ દેવનું ધ્યાન તો બૂકમાંથી બહાર આવતું જ નથી બીજો લેકચર શરૂ થાય છે કલાસમાં સર આવે છે અને દેવ પોતાની બૂકમાંથી ધ્યાન હટાવીને સર ભણાવે છે તેમાં ધ્યાન આપે છે .ભાવેશ પણ હવે દેવ તરફથી નજર હટાવીને પોતાના મિત્ર જે રીતે બદલાય ગયો છે તે સમજીને તે પણ ભણવામાં ધ્યાન આપે છે ભાવેશ ફરી લેકચર પૂરો થવાની રાહ જોવા લાગે છે એક કલાક ક્યાં વીતી જાય છે તે ના તો દેવને ખબર પડે છે ના ભાવેશને . લેકચર પૂરો થતાં જ દેવ પોતાની બેગ પેક કરવા લાગે છે જ્યારે ભાવેશ પણ પોતાની બેગ પેક કરીને દેવની રાહ જોવા લાગે છે .દેવ ભાવેશને કહે છે ચાલ બસ સ્ટોપ પર નીકળી જઈએ.ભાવેશ પણ હા માં માથું હલાવીને હા પાડે છે ભાવેશ અને દેવ બંને પાર્કિંગ તરફ ચાલવા લાગે છે .
શુ દેવ ભાવેશને બધી વાત કરશે? શુ દેવ અને કાજલ ફરીવાર એકબીજાને મળશે? શુ દેવ ભણવામાં ફોકસ કરી શકશે? વધુ જાણવા માટે વાંચતા રહો લવની ભવાઇ.