Calendar no Ahab itihas in Gujarati Moral Stories by Jagruti Vakil books and stories PDF | કેલેન્ડર નો અજબ ઇતિહાસ

Featured Books
  • शून्य से शून्य तक - भाग 40

    40== कुछ दिनों बाद दीनानाथ ने देखा कि आशी ऑफ़िस जाकर...

  • दो दिल एक मंजिल

    1. बाल कहानी - गलतीसूर्या नामक बालक अपने माता - पिता के साथ...

  • You Are My Choice - 35

    "सर..."  राखी ने रॉनित को रोका। "ही इस माई ब्रदर।""ओह।" रॉनि...

  • सनातन - 3

    ...मैं दिखने में प्रौढ़ और वेशभूषा से पंडित किस्म का आदमी हूँ...

  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

Categories
Share

કેલેન્ડર નો અજબ ઇતિહાસ

કેલેન્ડર નો અજબ ઈતિહાસ

નમસ્કાર મિત્રો....વિક્રમ સવંતમાં ગુજરાતી નવું વર્ષ આવ્યું અને અંગ્રેજી નવું વર્ષ હવે પછી બદલાશે ત્યારે મને થયું કે આ વર્ષોની કમાલ ધરાવતા અંગ્રેજી અને ગુજરાતી કેલેન્ડરના અજબ ગજબ પણ રસપ્રદ ઇતિહાસની જ વાતો આજે આપણે માણીએ.

તો આવો પ્રથમ જાણીએ ગુજરાતી કેલેન્ડરની રોચક વાતો.....અને પછી માણીએ અંગ્રેજી કેલેન્ડરનો અજબ ઈતિહાસ ......

ગુજરાત રાજ્યમાં ખ્રિસ્તી સંવતની શરૂઆત ઈ.સ.૧૮૧૮ થી થઇ.તે પહેલા વિક્રમ સંવત જ પ્રચલિત હતો.ખાસ કરીને આઝાદી પછી ઇસવી સન વધારે પ્રચલિત બનતા વિક્રમ સંવત અને બીજા પ્રાચીન સંવતોનો ઉપયોગ બહુ ઓછો થયો કે બંધ થઇ ગયો. સંવત્સરશબ્દનું સંક્ષિપ્ત રૂપ કે જેનો અર્થ વર્ષ થાય તે સંવતશબ્દ આમ તો ઇતિહાસની ઘટનાઓની મુલવણી કરવા વપરાય છે.અમુક ઘટનાઓને કેટલા વર્ષ થયા તે જાણવા માટે સંવતનો ઉપયોગ થાય છે.પશ્ચિમના દેશોમાં વધુમાં વધુ ૨ મુખ્ય સંવતો હતા જયારે ભારતમાં ઈતિહામાં જુદા જુદા સમયે જુદા જુદા સંવતો જેવા કે ખ્રીસ્તી સંવત,શક સંવત,હિજરી,મહાવીર નિર્વાણ સંવત,પારસી,ગુપ્ત,બુદ્ધ,સપ્તર્ષિ,કલિયુગ,મૌર્ય,હર્ષ,સિંહ..વગેરે..... પ્રચલિત હતા, જેમાંથી આજે અમુક વ્યવહારમાં ઉપયોગમાં લેવાય છે જયારે અમુક નહિ..ભગવાન ઈશુના નામ સાથે સંકળાયેલ અને ૧૮૧૮માં શરુ થયેલ ખ્રિસ્તી સંવત સમગ્ર દેશમાં સહુથી વધુ પ્રચલિત છે જે ગુજરાતીમાં ઇસવી સન તરીકે ઓળખાય છે.આપના દેશમાં તેનો ઉપયોગ સોળમી સદીમાં થયો.તે પહેલા વિક્રમ સંવત જ ચાલુ હતો...

વિક્રમ સંવતનો પ્રારંભ મળવાના રાજા વિક્રમાંદીત્યાએ શકોને પરાજય આપ્યા પોતાના નામનો સંવત શરુ કર્યો હોવાનું માનવામાં આવે છે.કાર્તિક સુદ એકમ અને શક સંવતની ચૈત્ર સુદ એકમથી તેની ગણના થાય છે પણ ઉતર ભારતના પંચાંગ શક સંવતને આધારે બનતા તેમાં ચૈત્ર સુદ એકમથી વર્ષારંભ માનવા લાગ્યા હશે.પણ ગુજરાત રાજ્યમાં વિક્રમ સંવતનો આરંભ સોલંકી કાળ (ઈ.સ.૯૪૨-૧૩૦૪)દરમિયાન થયો.રાજ્ય સંવત તરીકે વિક્રમ સંવત વપરાતા ગુજરાતમાં તે પ્રચલિત રીતે અસ્તિત્વમાં આવ્યો. આપણે આઝાદ થયા ત્યાં સુધી વ્યવહારમાં વિક્રમ સંવતનો જ ઉપયોગ થતો.આજે ભલે આપને તેના વિષે ખુબ ઓછું જાણીએ છીએ અને વ્યવહારમાં પણ તેનો ઉપયોગ ખુબ ઓછો કરતા હોવા છતાં આપણે સહુ ગુજરાતીઓ કારતક સુદ પડવાએ બેસતું વર્ષ ધામધુમથી ઉજવીએ છીએ અને નૂતન વર્ષાભિનંદન તો વિક્રમ સંવતના વર્ષથી જ કરીએ છીએ એ પણ હકીકત છે ને?!!

ગ્રીક શબ્દ કેલેન્ડરપરથી બનેલો આ શબ્દ જાહેરાત કરવીએવો અર્થ ધરાવે છે.જેનો ઈતિહાસ ખુબ રોચક અને રસપ્રદ છે.પહેલાના સમયમાં ગ્રીસમાં દાંડી પીટનારાઓ કેલેન્ડરતરીકે ઓળખાતા હતા.જેઓ મહિનાની શરૂઆતની,કયા-કયા દિવસોએ રાજા રાખવાની તેની દિવસ-વરની બૂમો પાડીને જાહેરાત કરતો.આ કેલેન્ડર બે પૂનમ વચ્ચેના દિવસોને મૂન્થતરીકે ઓળખાવતો.આ મુન્થશબ્દનું અપભ્રંશ થઇ મન્થ’(મહિનો)થયું!!

પ્રાચીન કાળમાં માનવીઓએ કુદરતની ગતિના ચક્રને આધારે સમયનો એકમ તૈયાર કરી લીધેલ.સૂર્યની આસપાસ ઘૂમતા પૃથ્વીને જેટલો સમય લાગે તેના આધારે તેઓએ સમયના આ એકમ નક્કી કર્યા હતા. ઈજીપ્તના લોકો એમ માનતા કે એમના ચંદ્રના દેવ ટોન્થએ કેલેન્ડર આપ્યું એ જ જગતનું પ્રથમ કેલેન્ડર છે.જેમાં મહિનાના ૩૦ દિવસ હતા,જેને ૧૦ દિવસના એક એવા ૩ ભાગમાં વિભાજીત કરેલા હતા.દરેક દિવસને ૧૦ કલાકમાં,દરેક કલાકને ૧૦૦ મિનિટમાં,દરેક મિનિટને ૧૦૦ સેકન્ડમાં વિભાજિત કરવામાં આવેલ.ત્યારબાદ જગવિખ્યાત રોમન રાજવી જુલિયસ સીઝર જયારે ઈજીપ્તનું યુદ્ધ જીતી પરત આવ્યા ત્યારે પોતાની સાથે ઓસીજન નામના ખગોળશાસ્ત્રીને લાવેલા,જેની મદદથી ટોન્થના કેલેન્ડરમાં ફેરફાર કરી,સીઝરે એકી સંખ્યા ધરાવતા મહિનાઓમાં પાચ-છ દિવસ ઉમેર્યા હતા.આ અંગ્રેજી મહિનાઓના જે નામ છે તેમાં કેટલાક પ્રાચીન રોમાનોના સમયથી ચલણમાંછે.ઈટાલીમાં રોમન વાસીઓ એક વીર દેવી-દેવતાઓની પૂજા કરતા જેમના નામ પરથી તેઓએ મહિનાઓના નામ રાખ્યા.જયારે સપ્ટેમ્બર.ઓક્ટોબર,નવેમ્બર વગેરેના નામ સંખ્યાઓને આધારે રાખ્યા.જુના રોમન કેલેન્ડર મુજબ વર્ષની શરૂઆત માર્ટિયસ(માર્ચ)થી થતી ત્યારબાદ,જાનુસ(જાન્યુઆરી)મહિનાથી થવા લાગી.ઈ.સ.પૂર્વે ૮માં જુલિયસ સીઝ્રનો વંશજ ઓગસ્ટસ સીઝરનું સામ્રાજ્ય હોવાથી આઠમાં મહિના નું નામ તેણે ઓગસ્ટ કરી દીધું.

આ કેલેન્ડર ૩ સદી ચાલ્યું.ઈ.સ.૩૨૧માં રોમન રાજા કોન્સ્ટનટીને ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો અને તેણે યહુદીઓના મેઝીઝ્ના કેલેન્ડર મુજબ ૭ દિવસના અઠવાડિયાની જાહેરાત કરી.પશ્ચિમના કેલેન્ડર બનાવનાર નિષ્ણાતોએ સાત દિવસના અઠવાડિયાને સ્વીકારી મહિનાઓના નામ અંગ્રેજીમાં આપ્યા.પ્રથમ માસ જાન્યુઆરી રોમન દેવતા જેનેસપરથી એટલે રાખ્યું કે તેને ૨ મુખ હતા.જાન્યુઆરી એક મુખથી વીતેલા વર્ષને જોઈ શકાય ને બીજા મુખથી નવા વર્ષને..બીજો મહિનો:ફેબ્રુઆરી રોમન દેવતા ફેબ્રુઆપરથી,ત્રીજો મારશનામના રોમન દેવી માયાપરથી માર્ચ,’જુનોનામની દેવી પરથી જુન’,ઓગસ્ટ નામના વીર યોદ્ધા પરથીઓગસ્ટ’...રોમન ભાષામાં સાતમો નો અર્થ સપ્ટેમ્બર થતો.(તે વખતે ૧૦ મહિનાનું કેલેન્ડર હોતા સાતમો સપ્ટેમ્બર..) આઠમા નો અર્થ ઓક્ટોબર,નવમો અર્થાત નવેમ્બર,દસમો અર્થાત ડીસેમ્બર એવા નામ પાડવામાં આવ્યા.જે હવે ૧૨ મહિના નું કેલેન્ડર થાય છતાં એ જ ચાલુ રહ્યા.

આ જ રીતે વારના નામનો ઈતિહાસ પણ ખુબ રસપ્રદ છે.ઉતર ધ્રુવ પાસેના નોર્વેના લોકો સૂર્યોદયની પૂજા કરે છે એ પરથી સૂર્યનું અંગ્રેજી સનએટલે પ્રથમ દિવસ સન્ડે’,ચંદ્રને પણ દેવતા માની પૂજતા હોવાથી બીજા દિવસનું નામ મુન ડેએટલે મન્ડે એવું પડ્યું.ટીવ્સ નામના દેવ પરથી ટીવસ-ડે અર્થાત ટ્યુઝડે, વુડન દેવતાના નામ પરથી વેડન્સ્ડે,થોર નામના દેવતા પરથી થર્સડે,વુડનદેવની પત્ની ફ્રીગના નામ પરથી ફ્રાઈડે અને સેટર્નનામના દેવતાના નામ પરથી સેટરડે નામ પડ્યા.!!!

મજા આવીને મિત્રો આપના કેલેન્ડરનો અગાબ ગજબ ઈતિહાસ માણવાની? આપના અભિપ્રાયની અહી રાહ જોંઉ છુ હો.,,,,