ફરતા આવીએ.....
એક મનોરથ..
આવો ભેગા મળી મનોરથ કરીએ
કોરોના ને આપણે સૌ હરાવીએ
નાના, મોટા, ભાઈ, બહેન દાદા ને દાદી
સૌ ભેગા મળી ને એક મનોરથ કરીએ
નથી કોઇ એકલાનું કામ કોરોનાને હરાવવાનું
તોડવી પડશે કોરોના ના સંક્રમણ ની ચેન
કયાંથી? કઈ રીતે? અટકશે કોરોના
કોણ હરાવશે કોરોના ને? ના વિચારશો એવુ
પહેરી રાખો માસ્ક, સોશ્યિલ ડિસ્ટન્સ ને
આપો પ્રાધાન્ય, મેળાવડા થી રહો દૂર
ઈમ્યૂનિટી, કસરત અને યોગ કોરોનાના
દુશ્મન, નાની નાની વાતોનું ખુબ મહત્વ
તાવ, શરદી - ઉધરસ ખાંસી થી રહો દૂર
ઉકાળા અને નાસ ને આપો પ્રાધાન્યતા
કરવાના છે બસ નાના નાના મનોરથ
કોરોના દૂર રહેશે આપો આપ..
તૂટશે સંક્રમણ, હારશે કોરોના
એક અભિગમ થી થશે
આપણી સૌની કોરોના સામે જીત....
કાવ્ય : 08
સામાન્ય જીવન
જીવવું છે વ્હાલા મારે જુવવું છે
સામાન્ય જીવન જીવવું છે
એક એક વર્ષ થી દુનિયા છે બાન માં
કોરોના એ કરી દીધા બધાને બાન માં
મોઢા છુપાયા છે માસ્ક પાછળ
નથી સમજાતું શું કરવું શું નહી
લોકો ઝંખે હવૅ સામાન્ય જીવન
ગૂંગળામણ જાય છે વધતી
આઝાદી લાગે હવૅ સૌને વ્હાલી
નથી ફરાતું મન મૂકીને છૂટ થી
વિધાર્થી ને જવું સ્કૂલ ને કોલેજ
નથી હજુ ઠેકાણા પડતા કઈ
લગ્ન સમારંભ, પાર્ટી ને મેળાવડા ગયા છે થંભી
જનજીવન થયું છે અસ્તવ્યસ્ત
નથી રહ્યા કોઇ રીતિ રિવાજ
આકરું થઈ પડ્યું છે કોરોના સાથે નું જીવન
શોધી લાવો કોઇ એવી રસી
લોકો ના મોઢા ઉપર હાસ્ય આવે રમતાં રમતાં જલ્દી જલ્દી....
કાવ્ય : 09
દુઃસ્વપ્ન સમાન 2020
આવ્યું એક વર્ષ કેલેન્ડર માં 2020 નું એવુ કે
લોકો ને યાદ રહી જાય જિંદગીભર
કર્યો ઘરે લોકો એ આરામ એપ્રિલ ને મેં મહિના માં
રજા ઓ મુકાઈ ગઈ બધી તડકાં માં
થંભી ગયા પૈડાં ટ્રેન, બસ અને વિમાન ના
એરપોર્ટ અને રેલવે સ્ટેશન થઈ ગયા સૂના સૂના
ભુલાયા પિયર ને મામાં ના ઘર વેકેશન માં
હજુ સુધી પુરા નથી થયાં વેકેશન સ્કૂલ ના
પીધા નકરા ગરમ ઉકાળા ઉનાળા માં
ભુલાયા ઠંડા પીણાં ને ગોળા ગરમી માં
સમય નીકાળી કરી લીધા ફોન બધા ને
યાદ કર્યા બધા જુના મિત્રો ને ગોતી ગોતી
વારો જેનો પડ્યો તેનો વાંક ગોતતા રહ્યા
બીતા રહ્યા વારો આપનો ના પડે તો સારુ
ઘણા બેકસૂર લોકોએ ગુમાવ્યા જીવ ફોગ઼ટમાં
વાંક નહોતો કશો છતાં તસ્વીર બની રહી ગયા
ઘણા સકારાત્મક પરિણામ આવ્યા વર્ષ 2020 માં
પણ નકારાત્મકતા થઈ હાવી વર્ષ 2020 માં
લોકો ભૂલવા માંગશે જીંદગીમાં વર્ષ 2020 નું
હવૅ જલ્દી પૂરું થાય વર્ષ 2020 નું તો સારુ
કાવ્ય : 10
વાત કહેવા ના પ્રકાર
કોઇ મૌન રહી વાત કહી જાય
કોઇ બોલી વાત કહી જાય
કોઇ લડી સત્ય સાબિત કરે
કોઇ ચૂપ રહી સારા સાબિત થાય
કોઇ બટક બોલા બોલી વાત કહી જાય
તો કોઇ શાંત રહી વાત કહી જાય
કોઇ આંખો ના પલકારે વાત સમજાવી જાય
કોઇ હાથ ના ઈશારે વાત સમજાવી જાય
કોઇ હાવભાવ થી વાત સમજાવી જાય
કોઇ હોઠ થી વાત સમજાવી જાય
વાત કહેવા ના પ્રકાર છૅ સૌના નોખા નોખા
કોઇ વ્હાલા થઈ જાય તો કોઇ અદેખા થાય
અનુભવ ના નિચોડ઼ે કહું
વાત રાખજો તમારી એવી રીતે કે
વ્હાલા થઈ રહો સૌના કાયમ માટે....