I'll wait! - (2) in Gujarati Fiction Stories by Alish Shadal books and stories PDF | હું રાહ જોઇશ! - (૪)

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

હું રાહ જોઇશ! - (૪)

બીજે દિવસે સવાર થતાં અભય પોતાના ટાઈમ પર ઊઠી જાય છે અને મોર્નિંગ વોક માટે નીકળી જાય છે. મોર્નિંગ વોક પરથી આવીને તે નાસ્તો કર્યા બાદ કોલેજ જવા નીકળે છે. રસ્તામાં તેને ગઈકાલે કરેલા નિર્ણય યાદ આવતા તે એક બુકે શોપ પરથી એક બુકે અને એક સોરી નું કાર્ડ લઈને વેદિકા ની કંપની નું ગેસ્ટ હાઉસ હોય તે એપાર્ટમેન્ટ તરફ જાય છે. અભય ત્યાં પહોંચી જાય છે. તે ગેટ તરફ જાય ત્યાં સામેથી તેને વેદિકા આવતી નજરે પડે છે. તેના હાથમાં પણ બુકે હોય છે. અભય વેદિકા ને જોવામાં જ ખોવાય જાય છે. વેદિકા પાસે આવી જાય છે તો પણ તેને ખબર પડતી નથી.
"ઓ હેલ્લો. ક્યાં ખોવાય ગયા?"
"તારામાં." વેદિકા ને ન સંભરાય એ રીતે ધીરેથી બોલે છે.
"શું?"
"કંઈ નઈ." એટલું કહેતાં અભય સોરી કાર્ડ મૂકેલું બુકે વેદિકા ને આપે છે. જોગાનું જોગ વેદિકા પણ સોરી કાર્ડ મૂકેલું બુકે અભય સામે ધરે છે. બંને એક બીજાના હાથમાં બુકે જોઈને હસી પડે છે.
"મારે ગઈ કાલ ના મજાક માટે સોરી બોલવું હતું. સો આઈ એમ સોરી."
"મારે પણ સોરી બોલવું હતું. હું પણ ગઈ કાલે થોડું વધારે બોલી ગઈ હતી. મારે આટલો ગુસ્સો કરવો જોઈતો ન હતો."
"કંઈ વાંધો નઈ. એ બધું તો થયા કરે."
"સોરી અગેઇન. એકચ્યુલી અહીંયા હું એકલી છું એન્ડ મારે કોઈ સારી જગ્યા રહેવા માટે શોધવી પડશે એના ટેન્શનમાં હતી અને ઉપરથી તમારો આવી રીતે ફોન આવી ગયેલો એટલે હું ડિસ્ટર્બ હતી. તેથી મારાથી ખોટો ગુસ્સો થઈ ગયો."
"પણ તમે બીજે કેમ રહેવાની જગ્યા શોધો છો? તમારી કંપની નું ગેસ્ટ હાઉસ તો છે."
"હા પણ આ ગેસ્ટ હાઉસમાં વારંવાર કંપનીના ક્લાઈન્ટ અને બીજી બ્રાન્ચના એમ્પ્લોઇ રેગ્યુલર આવે છે એટલે ડિસ્ટર્બ થઈ જવાય. એટલે હું બીજી જગ્યા શોધું છું."
"કંઈ વાંધો નઈ. હું તમને સારી જગ્યા શોધી આપીશ." આટલું બોલતા અભય મનમાં કંઇક નક્કી કરીને ખુશ થાય છે.
"ઓહ. તો તો મને રાહત રહેશે. અહીંયા હું નવી છું એટલે મને વધારે કંઈ ખબર પણ નથી."
"ચાલો હાલમાં તો તમને હું કોલેજ છોડી દવ. કંઈ કોલેજમાં એડમિશન લીધું છે તમે?"
"પહેલા તો આ ‘તમે’ બોલવાનું બંધ કર. We are friends now. એટલે હવેથી ‘તું’ થી જ બોલાવવું."
"ઓકે સારું. તો બોલ તારી કોલેજ નું નામ."
"મેં SVP College માં એડમીશન લીધું છે."
"ચાલો તો હું તમને છોડી દવ. એન્ડ ત્યાં તમારા માટે એક સરપ્રાઈઝ છે."
"જો પાછું ‘તમે’. એન્ડ ચલ જલ્દી કોલેજ નો ટાઈમ થઇ ગયો છે."
"ઓકે બાબા સોરી. હવે થી ધ્યાન રાખીશ."
તેની કોલેજ સુરતના સીટી લાઇટ એરિયામાં હોય છે. તેઓ ત્યાંથી કાર લઈને કોલેજ જવા નીકળે છે. તે રસ્તામાં સુરતનો નજારો જોતી હોય છે. તેના માટે સુરત નવું હતું. સુરત નો નજારો જોઈને તેનું મન પ્રફુલ્લિત થઇ જાય છે. તેની કોલેજ આવી જાય છે. અભય તેને કોલેજના ગેટ પર છોડી દે છે. થોડીવારમાં તે કોલેજના કેમ્પસમાં પ્રવેશ કરે છે. કોલેજનું કેમ્પસ પણ હરિયાળી થી ભરેલું હોય છે. ખુબજ સુંદર વાતાવરણ હોય છે. કેમ્પસમાં પ્રવેશ કરતા જ બહારના ટ્રાફિક નો અવાજ બંધ થઈ જાય છે. વેદિકા કોલેજનું કેમ્પસ જોઈને ખુબજ ખુશ થઈ જાય છે. ત્યારબાદ તે એડમીન ઓફિસમાં તેની એડમીશન ને લગતી પ્રક્રિયા પતાવી તેના ક્લાસ તરફ જાય છે. ત્યાં ક્લાસમાં જતા જ તે વચ્ચેની બેન્ચ પર બેઠેલી એક વ્યક્તિને જોઈને ખુશ થઈ જાય છે. વેદિકા ઝડપથી તે બેન્ચ તરફ જાય છે.
"તો કેવી લાગી મારી સરપ્રાઈઝ?"
"અભય તું આ જ કોલેજમાં છે તો મને કીધું કેમ નઈ?"
"એ જ તો સરપ્રાઈઝ હતી. તે કોલેજનું નામ કીધું પછી તરતજ મે તને સરપ્રાઈઝ આપવાનું નક્કી કર્યું હતું."
"બવ મસ્ત સરપ્રાઈઝ છે. હું એ જ ચિંતામાં હતી કે બધા જ નવા લોકો સાથે સેટ કંઈ રીતે થઈશ. અને આ શું છે?" અભય વેદિકા ના હાથમાં એક ગિફ્ટ આપે છે એટલે વેદિકા પૂછે છે.
"કંઈ નઈ તારો કોલેજમાં પેલો દિવસ છે અને તું અમારી સીટી માં આવી એટલે વેલકમ ગિફ્ટ છે."
"આની શું જરૂર હતી? પણ શું છે આમાં?"
"ઓહ વાહ શું વાત છે?મારા હીરો એ કોલેજના પેલ્લા દિવસે જ છોકરી પતાવી લીધી અને ગીફ્ટની પણ આપલે થઈ રહી છે." વેદિકા પાછળ ફરીને જુએ છે તો એક છોકરી હોય છે. તે સીધી આવીને અભયના ખભા પર હાથ રાખીને ઊભી રહી જાય છે. વેદિકા ને તે જોઈને ઈર્ષા ની અજીબ લાગણી થાય છે. જે શા માટે થાય છે તે તેને પણ ખબર પડતી નથી.
"જાને વાંદરી. શું તું પણ કંઈ પણ બોલે છે. આપણા ગૃપ માં તે ન્યુ છે એટલે આપણા ગ્રુપના નિયમ મુજબ મે તેને આપણા બધા તરફથી વેલકમ ગિફ્ટ આપી છે."
"હે હે. અમને તો કોઈ દિવસ કોઈએ કોઈ ગિફ્ટ નથી આપીને." ત્યાં બીજો એક છોકરો તેમના ક્લાસ માં એન્ટર થતા બોલે છે.
અભય તે છોકરાને આંખોના દોરા કાઢે છે. તે વેદિકા પણ જોઈ જાય છે. એટલે તે ત્રણેય અભય પર હસે છે.
"બસ હવે. વાતો વાતોમાં હું ઓળખાણ આપવાનો તો ભૂલી જ ગયો. તો વેદિકા આ છે મારી બિસ્ટફ્રેન્ડ આરના અને આ છે મારો બેસ્ટફ્રેન્ડ અને આરનાનો જુડવા ભાઈ આરવ. અને મિત્રો આ છે વેદિકા." આરવ અને આરના અભયના ઘર પાસે જ રહેતા હોય છે. અને તેઓ નાનપણથી જ સાથે ભણતા હોય છે એટલે બેસ્ટફ્રેંડ બની ગયા હોય છે.
"હાય વેદિકા. નાઇસ ટુ મીટ યુ." આરના અને આરવ બંને સાથે બોલે છે.
"હેલો આરના અને આરવ. નાઈસ ટુ મીટ યુ."
ત્યાંજ ક્લાસમાં સર ની એન્ટ્રી થાય છે. એટલે આરવ અને અભય એક સાથે અને આરના અને વેદિકા સાથે બેસી જાય છે. આજે કોલેજ નો પ્રથમ દિવસ હોવાથી ઈન્ટ્રોડકશન અને બીજી માહિતીમાં જ લેક્ચર પૂરો થાય છે. વેદિકા પૂરા લેક્ચર દરમિયાન આરના પાસેથી અભય વિશે વધુ જાણવાનો પ્રયત્ન કરે છે. ખાસ તો આડકતરી રીતે તેના અભય સાથેના રિલેશન જાણવાનો પ્રયત્ન કરે છે. આરના પણ જાણી જાય છે કે વેદિકા ને અભય પ્રત્યે લાગણી છે પણ તે મસ્તી કરવાના બહાને વેદિકા ને જાણ થવા દેતી નથી કે તે અને અભય નાનપણથી એકબીજાને ભાઈ બહેન માને છે. આજે ફકત એક જ લેક્ચર હોવાથી બધા કેન્ટિન તરફ જાય છે. કેન્ટિનમાં એ લોકો એક ટેબલ પર બેસે છે. ત્યાં જ બે છોકરી અને એક છોકરો આવે છે.
"આવો આવો. અમે બસ તમારી જ રાહ જોતા હતા." અભય બોલે છે.
"ખબરને કેવી રાહ જોતા હતા તે. અમારા વિના તો અહીંયા આવી ગયા. એન્ડ આ ન્યુ મેમ્બર કોણ છે?" એક છોકરી પૂછે છે.
"અરે ઓ પૂછ આ કપ્પુ ને. કેટલા ફોન કર્યા મે." ત્યાં આવેલા નવા છોકરા તરફ આંગળી કરીને બોલે છે. કપ્પૂ નામ સાંભળતા જ બધા હસી પડે છે.
"બસ બસ હવે. ચાલ ઓળખાણ કરાવ આ ન્યુ મેમ્બર સાથે." તે છોકરો બોલે છે. તે આવ્યો ત્યારથી વેદિકા ને જ જોતો હોય છે. તે વેદિકા ની સુંદરતામાં ખોવાય જાય છે.
"આ છે વેદિકા. અમદાવાદથી સુરત ભણવા આવી છે. વેદિકા આ અમારુ છ સિતારા ગ્રુપ. જેમાં તું આરવ અને આરના ને ઓળખે જ છે પણ હું વધારે માહિતી આપી દવ. આ આરના છે જે અમારા ગ્રુપની પડાકુ ગર્લ છે. આરવ અમારા ગ્રૂપનો જીમ બોય છે. તે મોટા ભાગનો સમય જીમમાં જ હોય છે. આ છે વૈશાલી, અમારા ગ્રુપની જાન. બધાને સાથે જોડી રાખે છે અને બધાની પ્રોબ્લેમ નું સોલ્યુશન લાવવામાં મદદ કરે છે. આ છે હર્ષિતા અમારા ગ્રુપની મોડેલ. અને આ છે કપિલ. અમારા ગ્રૂપનો કપિલ શર્મા ઉર્ફ કપ્પુ."
અભય બધાની વેદિકા સાથે ઓળખાણ કરાવે છે. એમ તો કાયમ કપિલને બધાની સામે કપ્પુ કહે તો કંઈ વાંધો આવતો નથી પણ આજે વેદિકા ની સામે એને એનું અપમાન થયું હોય એવું લાગે છે. કારણકે વેદિકા તેને ગમવા લાગી હોય છે.
"અને આ છે અમારા ગ્રૂપનો હીરો." આરના અભયના ગાલ ખેંચતા બોલે છે. વેદિકા આરના ની અભય સાથેની નજદીકી જોઈને જલન અનુભવે છે. જે આરના ને પણ ખબર પડી જાય છે.
"જાને વાંદરી. હું કઈ નાનો નથી કે મારા ગાલ ખેંચે છે તે."
એ લોકો આવી રીતે હસી મજાક કરતા હોય ત્યાં નજીકના ટેબલ પર કેટલાક સિનિયર છોકરાઓ એક છોકરીને હેરાન કરતા હોય છે. અભય અને એના ગ્રુપનું ધ્યાન તે તરફ જાય છે. અભય તે છોકરીને જોતા જ ખૂબ જ ગુસ્સે થઈ જાય છે. તે ઝડપથી ગુસ્સામાં તે લોકો તરફ જાય છે અને એક છોકરાને મુક્કો મારી દે છે.

(ક્રમશ:)