relations of the game of emotional buisness - 7 in Gujarati Detective stories by Hitesh Parmar books and stories PDF | સંબંધો લાગણીની રમતોનો ધંધો - 7

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

સંબંધો લાગણીની રમતોનો ધંધો - 7

કહાની - ટ્રેલર: નિધિ એક સંસ્કારી અને સાચ્ચી છોકરી છે, જે શેખર નામના રઇઝ છોકરા ને બહુ જ લવ કરે છે! શેખર પણ એના સ્વભાવ અને વર્તન થી અત્યંત સુશીલ માલૂમ પડે છે, પણ એક વાર નિધિ ની ફ્રેન્ડ સાંજ એની ઉપર આરોપ મૂકે છે કે એણે એની સાથે ગલત કર્યું છે એમ, પણ શેખર એટલો તો ભલો છે કે એવું શક્ય જ નથી! નિધિ વાત ને જાણવા આગળ વધે છે તો ઘણી વધી વાતો બહાર આવે છે. જે ચોંકાવનારી હોય છે.

શેખર એની ચેર ઉપર જઈ ને બેસી ગયો... નિધિ એ સમય બગાડ્યા વિના જ છરી ને હાથમાં લઈને લીધી!

"હવે આપી દે ચાલ તારી જાન..." નિધિ એ બને એટલું સિરિયસ થતાં કહ્યું.

"હા... મારી જ નાખ ને... એમ પણ મારા ખુદ ના જ ભાઈ બહેન તો મારા દુશ્મન નો બન્યા છે..." હવે શેખર ના શબ્દો પણ સિરિયસ લાગી રહ્યા હતા.

"મને મારા સિક્યુરિટી ઇન ચીફ એ કહેલું જ કે કોઈ ના કોઈ દિવસે પણ તમને આ તમારી જાન જ મારી નાખશે એમ!" શેખર એ કહ્યું.

"તારે મને મારી નાખવું હોય તો મારી નાખ... પણ અમુક વાતો તારે જાણી લેવી ખૂબ જ જરૂરી છે..." શેખર એ કહ્યું.

"અરે જો હું તને નહિ જ મારી શકું... હું ખુદ જ મરી જાઉં છું..." નિધિ એ કહ્યું અને છરી ને એના ગળા પર લઈ જઈ રહી હતી કે શેખર એ ઝાટકા સાથે એ છરી ને નીચે પાડી દીધી.

"શું થયું છે યાર તને?! હોશ માં તો છું ને તું?! શું છુપાવે છે તું મારાથી?!" શેખર એ એણે ગળે જ લગાવી દીધી, એનો હાથ હજી નિધિ ના પીઠ ને પંપોરી રહ્યો હતો, એક અલગ જ સૂકુન નિધિ અનુભવી રહી હતી.

"શું જરૂર હતી તારે સાંજ ને આમ મોલેસ્ટ કરવા ની?!" નિધિ એ રડતા રડતા જ કહ્યું.

"ઓય, એક્સક્યુઝ મી! તારા હોશ તો ઠેકાણે છે ને?!" શેખર એ ગંભીરતાથી કહ્યું તો નિધિ ને કળ વળી.

"હા... તો એક છોકરી ને જાતે જ પોતાની ઈજ્જત આમ ઉછાળવામાં મજા આવતી હશે કઈ?!" નિધિ એ એણે કહ્યું.

"સાંજ એ કોઈ છોકરી નહીં... પણ એ..." શેખર એની વાત પૂરી કરી શકે એ પહેલાં જ દૂર થી કોઈ વ્યક્તિ એ ગોળી શેખર ઉપર ચલાવી... પણ નિધિ વચ્ચે આવી ગઈ!

શેખર એ નિધિ ને એક બાજુ ધકેલી દીધી નિધિ ને ગોળી વાગતા વાગતા જ રહી ગઈ! અવાજ ના લીધે રેસ્ટોરન્ટ ની સિક્યુરિટી પણ આવી ગઈ હતી! પણ અફસોસ એ વ્યક્તિ ભાગવામાં સફળ થયો હતો!

શેખર એ તો બસ નિધિ ને એના બાહોમાં જ લઈ લીધી હતી! એ એણે કોઇ પણ હાલતમાં છોડવા જ નહોતો માંગતો!

"અરે પાગલ! વચ્ચે કેમ આવતી હતી તું?! તને કઈ થઇ જાત તો?!" શેખર એ કહ્યું.

"અને તને કઈ થઇ જાત તો..." નિધિ હળવેકથી બોલી.

"મને તો કઈ પણ થશે જ... હું તો મરી..." એ આગળ કઈ બોલે એ પહેલાં એના હોઠ ને નિધિ ના સુંવાળા હાથની આંગળી એ રોકી લીધા!

"મારે કઈ જ નથી જાણવું... મારે બસ એટલું જ કહેવું છે... આઈ લવ યુ! આઈ લવ યુ સો મચ!" નિધિ શેખર ને વળગી પડી.

"આઈ એમ લિવિંગ યુ..." શેખર એ આંખોમાં આંસુ સાથે કહ્યું.

"ઓય પાગલ! એવું ના બોલ! અક્કલ છે કે નહિ?!" નિધિ એ રોષ વ્યક્ત કર્યો.

"જો તારું મારું હોવું જરૂરી નથી... તારું હોવું જ જરૂરી છે!" શેખર એ રડમસ રીતે જ કહ્યું.

"શું મતલબ?!" નિધિ એ સ્વાભાવિક જ પૂછ્યું.

"મતલબ એમ કે... હું મારી લીધે તારી જાન ને જોખમમાં નહિ મૂકું! દૂર થઇ જા તું મારાથી!" શેખર ના અવાજમાં જબદસ્તિથી લાવેલ ગાંભીર્ય હતું.

"ઓય પાગલ... જો તું છું ને તો જ હું છું... તું નહિ તો હું પણ નહિ!" નિધિ એ એના હાથ ને પોતાના ગાલ પર લઈ જતા કહ્યું.

"પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ... તું યાર સમજવા પ્રયત્ન કર!" શેખર એ કહ્યું.

"જો આ લડાઇ તારી જેની પણ સાથે હોય... હું તારી સાથે જ છું... ભલે ને હું મરું કે જીવું! હું આખરી દમ સુધી તારો જ સાથ આપીશ!" નિધિ એ મક્કમતા થી કહ્યું.

નિધિ ને હજી ક્યાં ખબર હતી કે શેખર એણે એવી એવી વાતો કહેશે કે જે એણે ક્યારેય સપનામાં પણ નહોતી વિચારી હોય!

વધુ આવતા અંકે...

એપિસોડ 8માં જોશો: એમને રૂમના દરવાજે એમના કાન ટેકાવ્યા... એમને જે સાંભળ્યું, એની ઉપર યકીન કરવું બહુ જ મુશ્કેલ સાબિત થઇ રહ્યું હતું!" શેખર એ કહ્યું.

"ઓહ, એવું તે શું સાંભળી લીધું?!" નિધિ એ સ્વાભાવિક જ પૂછ્યું.

"મિસ્ટર ચૌહાણ એ મિસેસ ચૌહાણ ને સાંજ એ ધમકી આપતા સાંભળી હતી! સાંજ એની મમ્મી ને બ્લેક મેલ કરતા કહી રહી હોય છે કે જો એ એની વાત નહીં માને તો એ બધું જ મિસ્ટર ચૌહાણ ને કહી દેશે!" શેખર એ કહ્યું.