The Corporate Evil - 39 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-39

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-39

ધ કોર્પોરેટ એવીલ
પ્રકરણ-39
શ્રોફે અમોલની માંગણી અને જરૂરીયાત મુજબ બધું ગોઠવી આપ્યું વિશ્વનાથ કાંબે અને નીલાંગી આપ્ટે બંન્નેને અમોલને ત્યાં જવા સમજાવી દીધાં. નીલાંગીને પ્રોજેક્ટ માટે થોડાં દિવસ અમોલની ઓફીસે જવાનુ છે અને સારામાં સારુ વળતર મળશે એમ કહી સમજાવી દીધી.
નીલાંગી થેંક્યુ સર કહીને સમય પૂરો આં ઓફીસની બહાર નીકળી અને તરતજ નીલાંગને ફોન કર્યો. "નીલુ તું ક્યાં છું ? તું આવે છે કે હું નીકળી જઊં ? નીલાંગે તરત જ કહ્યું "તું નીકળી જા આજે મેળ નહીં મેળે અહીં પડે મારે કામ હોવાથી મોડા સુધી રોકાવું પડે એમ છે.
નીલાંગી ફોન પર વાત કરતાં કરતાં.. એકદમ એની નજર ઓફીસથી થોડે દૂર નીલાંગ પર પડી એને આશ્ચર્ય થયુ કે નીલાંગ તો ત્યાં ઉભો છે અને મને કેમ ? આમ ? અને તરત જ કોઇ માણસ નીલાંગ પાસે આવ્યો એ બંન્ને જણાંએ કંઇક વાત કરી અને નીલાંગ એની સાથે જવા નીકળ્યો.
નીલાંગી ખૂબ હર્ટ થઇ એને થયુ નીલાંગ મારી સાથે કેમ આમ વર્તે છે ? એ સામે ઉભો હોવાં છતાં મને કહે છે મારે કામથી લેટ થશે તું નીકળી જા અને એની સાથે પેલો માણસ કોણ હતો ?
ગુસ્સામાં નીલાંગી સ્ટેશન તરફ ગઇ અને ટ્રેઇન આવી એવી એમાં ચઢી ગઇ. નીલાંગીને ખૂબ વિચારો આવી ગયાં. નીલાંગ મારી સાથે કેમ આવું કરે ? એ શેની શોધમાં કે તપાસમાં છે ? એ મારી પણ જાસુસી કરતો હશે ?
હું અહીં નોકરી કરુ છું મને સોંપવામાં આવે એ કામ કરુ છું મારી જાત સાચવીને રહુ છું મારે પણ પૈસાની ખૂબ જરૂર છે મારાં આઇ બાબાને કોઇ છોકરો નથી મારાં પર જ આશ છે બધી... કોઇ માણસો કેવા હોય શું કરે ? મારે શું લેવાં દેવા ? મારે મારાં કામથીજ મતલબ. આઇ હવે કેવી ખુશ રહે છે ? એનો સ્વભાવ પણ બદલાઇ રહ્યો છે. થોડુંક હજી સુખ જોયુ છે મેં અને એ લોકોએ... અને એણે નીલાંગનો વિચાર કરતાં મનમાંજ બબડી એ જ્યાં કામ કરે છે ત્યાં કંઇ ખોટું નહીં થતું હોય ? અત્યારનાં સમયમાં કોણ છે એવો સત્યવાદી હરીશચંદ્ર ? જે સીધું જ કામ કરે અને કરોડો કમાય ?
નીલાંગ પણ જાસુસી જેવું કામ કરે કેવા કેવાં દાવપેચ કરીને સફળતા મેળવે એનો પગાર વધે, ઇનામ મળે પછી એ પણ ક્યાં ઐયાશી નથી કરતો ? પાછી મનમાંજ બોલી.. પણ એમાં હું પણ સહભાગી હતીને એણે મને જ સાથે રાખી એ કેમ હું ભૂલું છું ?
શ્રોફ સરે કેવા કેવા અનુભવ કર્યા હશે ? કેટલી મહેનત કરી હશે ? એમનેમ આવી સફળતા મળે ? અને આ બધાં ઇન્ડસ્ટ્રીજ વાળાં કેટલાં જોખમ ઉઠાવે ? કેટલાંને સાચવે પછી પૈસા કમાય છે બધાં પોતપોતાની રીતે કામ કરે જોખમ લે છે જ ને ? મારે શું જોખમ હું પણ શ્રોફ સર કહે છે એમ એકાઉન્ટ અને ઓફીસમાં જ કામ કરું છું મારુ કશુંજ પર્સનલ છે જ ક્યાં ?
થોડાં જોખમ અને વધુ મહેનતથી મને પણ સારો પૈસો મળે એટલે ઘણુ એવુ લાગશે ત્યારે છોડી દઇશ નોકરી.. પણ નીલાંગે આવી રીતે મારાંથી છૂપાઇને કામ કેમ કરવુ પડે ?
પછી મનમાંજ બોલી મેં પણ ક્યાં એને બધું સાચું કહ્યું છે હું પણ અર્ધસત્ય અને અસત્ય બોલી છું... મેં પણ એને... પણ શું કહ્યું ? નહીતર નીલાંગ મને કામજ નહીં કરવા દે અને મને પૈસા કેવી રીતે મળશે ?
નીલાંગી આમ પોતાની જાતને સમજાવતી પોતેજ કંઇ કરે છે સારું જ કરે છે એવી વાત મનમાં ઠસાવતી ક્યારની વિચારોનાં વમળમાં હતી ત્યાં સ્ટેશન આવી ગયું કાંદીવલી અને એ ઉભી થઈ ગઇ મનનું સમાધાન પોતાની રીતે કરી લીધું.
************
નીલાંગે પોતાની પાછળ બેઠેલાં એનાં માણસને કહ્યું "જો મેં તને ઓફીસ બતાવી દીધી અને હવે પછી તારે સતત વોચ રાખવાની છે કોણ ક્યારે આવે છે ? ક્યારે જાય છે ? કેટલો સમય ગાળે છે એની વોચ મીનીમન એક વીક રાખવાની છે.
પછી તારી ડયુટી હું ગોઠવું ત્યાં કરવાની છે કોઇ પ્રશ્ન ના કરીશ હું કહુ એમ કરતો રહેજો અને ખાસ તો દેશપાંડે સરે તારી ભલામણ કરી છે એટલે તારાં પર વિશ્વાસ મુકું છું તારું નામ જ સત્યા છે એટલે એ પણ યાદ રાખજે.
22-25 વર્ષનો આ યુવાન સત્યાં સાવંત દેશપાંડેની ભલામણથી નીલાંગે પોતાની મદદ માટે રાખી લીધો અને એને એની માંગ પ્રમાણે પૈસા ચૂકવવાની ખાત્રી આપી. સત્યાએ કહ્યું સર હું નાનપણથી સસ્પેન્સનીજ સ્ટોરી વાંચી છે મને આ કામ ખૂબ ગમે છે મારાં પર સંપૂર્ણ વિશ્વાસ રાખજો એક ભૂલ નહીં થાય તમારી સૂચનાં પ્રમાણે જ કામ થશે કાલથી અહીંથી વોચ ચાલુ કોઇને શંકા પણ નહીં જાય... સર બીજી રીકવેસ્ટ છે મારું કામ ગમે તો કાયમી કામ આપજો કદી તમને નહીં છોડું. નીલાંગે કહ્યું "એ તારાં કામ પર આધાર છે કહી વિશ્વાસ ના તોડતો અને કોઇપણ લોભામણી ઓફરમાં ફસાતો નહીં તો તું કાયમજ મારી સાથે કામ કરીશ એની ખાત્રી આપુ છું.
સત્યાએ કહ્યું "અને સર તમારો હનુમાન બનીને રહીશ પ્રાણ જાય પણ વચન ના જાય.. નીલાંગ હસતા હસતાં કહ્યું ચાલ હવે ફીલ્મી ડાયલોગ ના મારીશ.. અને હાં તારાં માટે હું ભાડાની બાઇકની વ્યવસ્થા કરુ છું એટલે તારે જ્યાં જવું હોય ત્યાં સરળતાથી જઇ શકે દોડી શકે થોડો સમય ભાડાની બાઇક ચલાવી લે પછી આગળ વિચારીશ અને લે આ થોડાં પૈસા સાથે રાખ જરૂર પડે કામ લાગશે એમ કહીને એનાં હાથમાં બે હજાર મૂકી દીધાં. પેલો ખુશ થતાં બોલ્યો... સર જીતે રહો..
નીલાંગે કહ્યું હું કોઇ ઉપકાર નથી કરતો મારી ફરજ છે અને તારી જરૂરીયાત ચાલ હવે હું તને દાદર ઉતારુ છું કાલથી વોચ ચાલુ અને મારી પ્રેસ પર આવીને જજો તારી બાઇક રેડી હશે.
*************
બીજે દિવસે સવારે વહેલી નીલાંગ નીલાંગને ફોન કર્યા વિનાંજ નીકળી ગઇ અને સમયથી વહેલીજ ઓફીસ પહોંચી ગઇ ઓફીસમાં હજી બધાં આવ્યા પણ નહોતાં પણ ભાવે એની સીટ પર બેઠો હતો. એણે નીલાંગીને જોઇને કહ્યું " શું વાત છે નીલાંગી વહેલી આવી ગઇ ? ઓહો અમોલસરની ઓફીસ જવાની આટલી ઉતાવળ ? ક્યા બાત હૈ ?
નીલાંગીએ સણસણતો જવાબ આપતાં કહ્યું મને કોઇ ક્યાંય જવાની જલ્દી નથી પણ મારે થોડી ફાઇલમાં અભ્યાસ કરવાનો છે એટલે વહેલી આવી. અને વહેલી આવીને માત્ર અડધો કલાક વહેલી છું કેમ ભાવે સર કોઇ વાંધો છે તમને ?
ભાવેએ થોડાં હેબતાંઈને કહ્યું ના ના મને શું વાંધો હોય ? મેં તો વહેલી આવેલી જોઇને એમ જ પૂછ્યું સોરી તને ખરાબ લાગયું હોય તો. પણ નીલાંગીએ સામે જવાબ ના આપ્યો અને પોતાનાં કામમાં લાગી ગઇ.
થોડીવારમાં શ્રોફની કાર ઓફીસ પાર્કીંગમાં આવીને પટાવાળો દોડીને એમની બેગ લઇ આવ્યો પાછળ શ્રોફ આવ્યો ઓની ચેમ્બરમાં આવી પહેલાં જ વિશ્વનાથ અને નીલાંગીને પોતાની ચેમ્બરમાં બોલાવ્યાં.
***********
નીલાંગ કાંબલે સર સાથે ચર્ચા કરી રહેલો એણે અમોલનાં કેસ અંગે આગળનો પ્લાન બતાવ્યો. કાંબલે સર આશ્ચર્ય સાથે ખુબ આનંદમાં આવી ગયાં. એમણે કહ્યું "વેલ પ્લાન... વાહ આગળ વધે તું ક્યાંથી આવાં કોન્ટેક્ટ ડેવલપ કરે છે ? તેં બરાબર નસ પકડી છે. અને હાં પેલાં તારી આસીસટન્ટ માટે બધો ખર્ચો ઓફીસે સેક્શન કરી દીધો છે તું નિશ્ચિંત રહેજે તમે આમતો બધોજ છૂટો દોર આપેલો જ છે કારણ કે તું ખૂબ મહેનતું અને વિશ્વાસુ છે.
કાંબલે સરની કોમેન્ટ સાંભળીને નીલાંગે હસતાં હસતાં કહ્યું સર હમણાંથી હું જાસુસી વાર્તાઓ વાંચુ છું એમાંથી ઘણાં આઇડીયા મળે છે પણ હું સફળ થયાં પછી બધી જ વાત કહીશ હમણાં આ પણ સસપેન્સજ રહેવા દો.
કાંબલે સરને એક ફોન આવે છે એમણે નીલાંગને કહ્યું દીકરા તું હમણાં બેસ હું કલાકમાં આવુ છું રાનડે સરનો રીમાઇન્ડર કોલ હતો એમની સાથે એક મીટીંગ પતાવીને આવુ છું કહીને એ સડસડાટ બહાર નીકળી ગયાં.
નીલાંગ એકલો પડ્યો અને સીધી નીલાંગીની યાદ આવી. એને યાદ આવ્યું કે આજે નીલાંગીએ સવારે ફોન જ ના કર્યો ? એ નીકળી ગઇ હશે કદાચ એને ખરાબ લાગ્યુ હશે મારું. પણ હું શું કહુ ? એને સાચુ સમજાવવા જતાં નારાજ થઇ જાય છે એણે ઘડીયાળમાં જોયું 12 વાગ્યાં છે એણે નીલાંગીને ફોન જોડ્યો તો સ્વીચ ઓફ આવ્યો એને નવાઇ લાગી છતાં એણે ધીરજ ધરી આજથી સત્યા ડ્યુટી પર લાગી ગયો હશે એટલે સાંજે બધો રીપોર્ટ પણ મળી જશે.
એને વિચાર આવ્યો કે કેટલો સમય થઇ ગયો નીલાંગી સાથે નથી પ્રેમથી વાતો કરી નથી ક્યાંય બહાર ગયાં આજે રાત્રે એને મળીશ મનાવી લઇશ... ખૂબ પ્રેમ કરીશ અને એની આંખ મળી ગઇ ત્યાં ચેરમાં બેઠાં બઠાં ઊંઘ ખેંચી...
**********
શ્રોફે નીલાંગી અને વિશ્વાનાથને કહ્યું... તમે અમોલ સરની ઓફીસે જાવ આજથી કામ સંભાળી લો ત્યાં તલ્લિકા મેડમ છે ખૂબ સીનીયર છે એ સમજાવે અને બતાવે એ કામ ચાલુ કરી દેખે બીજુ આગળ જોઇશું અને હાં સર કહી બંન્ને ઓફીસની કારમાં બેસી અમોલની ઓફીસ જવા નીકળી ગયાં...
વધુ આવતાં અંકે ---- પ્રકરણ-40